________________
[૬]
“અન્ય અનેક સ્થાનની કેટલીક વ્યક્તિઓની માફક એક દુબળો પાતળો, હિંગ અને ચમકતી આંખોવાળ ભારતવાસી જગતની વર્તમાન સ્થિતિની ઘણી ચિંતા કરે છે. તે ૩૪ વર્ષની વયના આચાર્ય તુલસી છે કે જે તેરાપંથી જૈન સમાજના આચાર્ય છે. આ સમાજ એક ધાર્મિક સમુદાય છે, જે અહિંસામાં પૂરેપૂરો માને છે. શ્રી તુલસીરામજીએ સને ૧૯૪૯માં અણુવ્રતી-સંધ નામની એક સંસ્થા સ્થાપેલી છે. તેના સભ્ય ૧૪૮ પ્રતિજ્ઞાઓ લે છે, જે પ્રતિવર્ષ ક્રમશઃ વૃદ્ધિ પામે છે.
ગયા સપ્તાહમાં સંઘે એવી ઘેષણું કરી છે કે એના સભ્યની. સંખ્યા ૭૫ પરથી ૨૫ હજાર સુધી પહોંચી છે. એમાં અનેક લખપતિકરોડપતિઓ પણ છે. સંઘના મંડપમાં શ્રી તુલસીરામજીના અનેક શિષ્ય લાલ, પીળી અને વાદળી પાઘડી પહેરીને એકઠા થયા કે
જ્યાં તેઓશ્રી પિતે એક ઊંચા મંચ ઉપર વિરાજમાન થયા હતા. એક શિષ્ય ૧૪૮ પ્રતિજ્ઞાઓ બધાની સમક્ષ વાંચી સંભળાવી. બાદમાં શ્રી તુલસીરામજીએ ઊંચા સ્વરે પૂછયું કે “કેમ તમને આ પ્રતિજ્ઞાઓસ્વીકાર્ય છે ?” જનતાએ ઉત્તર આપે કે “હા, અમે બધા એમાં સહમત છીએ.”
પ્રતિજ્ઞાઓમાં લખ્યું છે કે “લાંચ લઈશું નહિ અને આપણું પણ નહિ. જુઠા રેશનકાર્ડ બનાવીશું નહિ. ટીકીટ બિના મુસાફરી કરીશું નહિ. ખોટા હાથદસ્તક બનાવીશું નહિ. આત્મહત્યા કરીશું નહિ. દૂધમાં પાણી અને આટામાં કઈ બનાવટી પદાર્થ ભેળવીશું નહિ. કોઈ કુમારિકાના વિવાહ સંબંધી જુઠું બોલીશું નહિ. આંધળી કરીને. દેખતી કહીશું નહિ વગેરે.
સમસ્ત ભારતને આ પ્રતિજ્ઞાઓ આપી રહ્યા પછી, શ્રી તુલસીરામજી, બાકીના જગતને પણ આ પ્રતિજ્ઞાઓ આપવાની ધારણું રાખે છે.”
આ સમાચારમાં કેટલુંક ભ્રમપૂર્ણ પણ છપાયું છે. ૨૫ હજારની. સંખ્યા અણુવ્રતીઓની નહિ પરંતુ તેરસૂચી યોજનાના તેર નિયમો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com