________________
[૩]
ગઈ છે, ત્યાં આચાર્ય શ્રી તુલસીને આ ઉપદેશ અભિનવ આશાપુર્વક ગ્રહણ કરવામાં આવ્યો. દિલ્લીની બહારના સમાચાર પત્રોમાં પણ આચાર્યશ્રીના ઉપદેશો તથા ભાષણો અને તેમાં પ્રકટ કરવામાં આવેલા વિચારેનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. ૨૧ વી એપ્રિલે આચાર્યશ્રીએ કેટલાક સંપાદક, પત્રકાર અને પત્ર-પ્રતિનિધિઓને પહેલી મુલાકાત આપવાની કૃપા કરી હતી. તે વખતે દિલોના આગેવાન હિન્દી દૈનિક ‘હિન્દુસ્તાને લખ્યું હતું કે –
૬૪૦ અહિંસક સૈનિકે દેશમાં પગપાળા પ્રવાસ કરતા ગામ ગામ મને અહિંસા-ધર્મનો પ્રચાર કરતા નૈતિક ભૂમિકાને ઊંચે લાવવાના કામમાં લાગી ગયેલા છે. આ “સૈનિકે જેને “તેરાપંથી” સંસ્થાના સાધુ અને સાધ્વીઓ છે, કે જે “સમાજમાંથી ઓછું લઈને વધારે
ઓપવાનું વ્રત ધારણ કરતા સામાન્ય જનતામાં માનવધર્મનો પ્રચાર કરી રહ્યા છે.
તેરાપથી” સમ્પ્રદાયના નેતા આચાર્યશ્રી તુલસીએ આજ સાયકાલે પત્ર-પ્રતિનિધિઓની સમક્ષ ઉક્ત સુચના આપતાં એ દર્શાવ્યું હતું કે જનતાનું નૈતિક-ઉત્થાન કરવાના ઉદ્દેશ્યથી ગત વર્ષમાં અણુવ્રતી-સંઘના નામથી એક સંસ્થા સ્થાપવામાં આવી છે, તેના મુખ્ય ઉદેશ એ છે કે –
[૧] જાતિ, વર્ણ, દેશ અને ધર્મને ભેદભાવ રાખ્યા વિના માનવમાત્રને સંયમ માર્ગ તરફ આકર્ષવા.
[] મનુષ્યને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિ તની ઉપાસનાને વતી બનાવો.
[3] આધ્યાત્મિકતાના પ્રચાર દ્વારા ગૃહસ્થ જીવનના નૈતિક ઘેરણને ઊંચું લાવવું.
[૪] અહિંસાના પ્રચાર દ્વારા વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિને પ્રચાર કરવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com