Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 9
________________ [૨] અહિંસાના સાર્વજનિક પ્રચારમાં મને પૂરો સાથ આપશે. પુરમાં દેશરત્ન રાજેન્દ્ર બાબુના પૂછવાથી મેં કહ્યું હતું કે છ થી વધારે સાધુસાવીએની સાથે સંઘની સંપૂર્ણ તાકાત ૬ અહિસા અને વિશ્વમૈત્રીના પ્રચારમાં વિશિષ્ટ રીતે કામે લગાડવા ચાહું છું. એ ઉદ્દેશ્ય દષ્ટિ સમક્ષ રાખીને આજે અહીં આવ્યો છું.” આ મિશન અથવા ઉદ્દેશ્યની પૂર્તિ માટે અણુવતી-સંઘનું પ્રથમ વાર્ષિક અધિવેશન પણ આચાર્યશ્રીને દિલ્લીના કાર્યક્રમનું એક નિશ્ચિત અંગ હતું. એની તૈયારીઓ બહુ જલદી કરવામાં આવી. એથી એને માટે ન તો યોગ્ય પ્રચાર થઈ શક્યો કે ન તો આમંત્રણે સમયસર મોકલી શકાયાં. ઘણું ખરા વિશિષ્ટ મહાનુભાવોનો અમને ઠપકો મળ્યો કે તેઓને અમારું આમંત્રણ સમયસર મળ્યું ન હતું અને કેટલાકોએ આમંત્રણ મળવા છતાં તે એટલું મોડું હતું કે પોતાનો સમય અન્ય કાર્યક્રમમાં આપી દીધો હતો, તેથી અહીં આવી શક્યા નહિ. વળી એ જોઇને અમને ખેદ ઉપજે છે કે કેટલાક મહાનુભાવોને અમારાં આમંત્રણે ૩૦ મી એપ્રિલ પછી મળ્યા કે જ્યારે અધિવેશનની પૂર્ણાહુતિ થઈ ચૂકી હતી. આમ છતાં જે કૃપાપત્રો અને સંદેશાઓ અમને પ્રાપ્ત થયા છે, તે અત્યંત આશાજનક, ઉત્સાહપ્રદ અને પૂર્તિદાયક છે. એથી સંઘ અને તેના કાર્યક્રમની ઉપયોગિતા પર સારો પ્રકાશ પડે છે. તેમાં ના કેટલાક પરિશિષ્ટ ૨' માં જોઈ શકાશે. | સમાચારપત્રોમાં થયેલી ચર્ચા પણ વિશેષ ઉત્સાહપ્રદ, ર્તિદાયક અને આશાવર્ધક છે. દિલ્લીમાં સહુને એવો અનુભવ થયો કે મહાત્મા ગાંધી પછી, જનતાના જીવનની અને તેના દૈનિક વ્યવહારની સરલ ભાષામાં સીધી અને સાફ વાત કરનારા જે અન્ય કો મહાત્મા હોય, તો તે આચાર્ય શ્રી તુલસી છે. તેમની તપશુદ્ધ વાણીમાં જે સ્વાભાવિક આકર્ષણ છે, તેથી જનતા સહજમાં જ મંત્રમુગ્ધ બની ગઈ. સમાચારપત્રો પર પણ તેની સુંદર પ્રભાવ પડ્યો. જ્યાં ચારે બાજુ ઘોર અનીતિ છવાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 108