Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 7
________________ આચાર્ય શ્રી તુલસી દ્વારા સ્પષ્ટીકરણ અણુવ્રતી સંધના સંબંધમાં કેટલુંક સ્પષ્ટિકરણ આવશ્યક છે. આ સંધ લખપતિ-કરોડપતિ મારવાડીઓના જીવન-ઉત્થાનની જ સંસ્થા છે, એ માન્યતા બરાબર નથી સંઘનો ઉદેશ વ્યાપક છે. તે કોઈ પણ જાતિ, ધર્મ, દેશ અને વર્ગ ભેદ વિના માનવમાત્રને નૈતિક ધોરણને ઊંચું લાવવા ઇચ્છે છે. એના નિયમો વ્યાપારીઓના જીવનમાં દાખલ થયેલી બદીઓનો જે રીતે વિરોધ કરે છે, તે જ રીતે મજુર, ખેડત અને રાજ્યાધિકારી આદિ બધા વર્ગના મનુષ્યમાં દાખલ થયેલી બદીઓને વિરોધ કરે છે. આ પ્રસંગ પર “પ્રતી’ થનારા ૬૨૧ અણુવ્રુતીઓ માં પણ ભિન્ન ભિન્ન પ્રાન્ત, ધર્મ તથા વર્ગના લોકો છે. એ વાત સાચી છે કે તેમાં મારવાડી વ્યાપારીઓ વધારે છે. ‘ત્યાગ એક વર્ષ ને માટે જ કેમ?' એ બાબતમાં પણ લોકોમાં કેટલીક ગેરસમજ છે. એથી શંકા કરવામાં આવે છે કે વર્ષ પછી કદાચ આ ત્યાગનું પ્રમાણ વધારી દેવામાં આવે. એમાં વાસ્તવિક સ્થિતિ એ છે કે અધ્વતીઓ તો આજીવન વ્રત પાલનનો સંકલ્પ કરીને જ સંઘમાં દાખલ થયા છે. પરંતુ મેં અણુવ્રતી સંધના જે નિયમો નકકી કર્યા છે, તે જીવનમાં ક્યાં સુધી વ્યવહાર્યા છે, તેને અનુભવ લેવા માટે જ આ પ્રથમ અવસર પર માત્ર એક વર્ષના ત્યાગ કરાવ્યા છે. એક વર્ષની મુદત અગ્રતીઓની, ચકાસણી માટે નહિ, પણ, અણુવતી-સંધના નિયમોની ચકાસણી માટે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રતિજ્ઞાઓમાં પરિવર્તન થઈ શકતું નથી તેથી આ અવસર પર જે હું ફક્ત ૮૯ નિયમો નો આજીવન ત્યાગ કરાવી દેત, તો પછી એમાં સંશોધન કરવાને માટે સ્વતંત્ર રહેતા નહિ. અને હજી એમાં સંશોધનની આવશ્યકતા હું માનું છું. તેથી આ પ્રથમ પ્રસંગ પર માત્ર એક વર્ષના ત્યાગ કરાવવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 108