Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કે તેજસ્કાયિક અને વનસ્પતિકાયિકે જે કે લબ્ધિની અપેક્ષાએ સ્થાવર છે, છતાં પણ તેમને ગતિની અપેક્ષાએ ત્રસ માનવામાં આવ્યા છે. તેથી તેમને સમાવેશ ત્રસજીમાં કરવામાં આવ્યો છે. અન્યત્ર પણ એવું જ કહ્યું છે કે –
"पृथिव्यम्बुवनस्पतयः स्थावराः, तेजोवायुद्वीन्द्रियादयश्च त्रसाः” ।
જે ઉદ્દેશ હોય છે એ જ નિર્દેશ હોય છે, આ નિયમ અનુસાર હવે સૂત્રકાર સૌથી પહેલાં પૃવીકાયિક આદિ ત્રણ પ્રકારના સ્થાવરમાંથી પૃથવીકાયિકનું પ્રતિપાદન
પ્રશ્ન-બરે ઈ સં ગુઢવી ?” હે ભગવન્! પૃથ્વીકયિક જીવે કેટલા પ્રકારના છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“પુઢવીજાથા સુવિ vvmત્તા” હે ગૌતમ! પૃથ્વીકાયિક છ બે પ્રકારના કહ્યા છે. બન્ને ના” જે પ્રકારો નીચે પ્રમાણે છે“જુદુમyઢવીથા ય વાયપુરીયા ” (૧) સૂમ પૃથ્વીકાયિક અને (૨) બાદર પૃથ્વીકાયિક. સૂમ નામકર્મના ઉદયથી જીવ સૂફમ કહેવાય છે અને બાદર નામકર્મના ઉદયથી જીવ બાદર કહેવાય છે. જેમાં સૂક્ષમતા અને બાદરતા કર્મોદયજનિત હોય છે. બેર અને આમળાની સૂક્ષ્મતા બાદરતાની જેમ આપેક્ષિક નથી. આ પ્રકારે સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જે પૃથ્વીકાચિકે છે, તેમને સૂફમ પૃથ્વીકાયિકે કહે છે, અને બાદર નામકર્મના ઉદયવાળા જે પૃથ્વીકાયિકે છે, તેમને બાદર પૃથ્વીકાયિકે કહે છે. અહીં જે બે ચકારને પ્રયોગ થયો છે તે પ્રત્યેકના અનેક ભેદે દર્શાવવાને માટે થયો છે જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ છે, તેઓ તે સકળ લેકવ્યાપી હોય છે. જે બાદર પૃથ્વીકાયિક છે છે, તેઓ લેકના એકદેશવતી હોય છે, * ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે f સં યુદ્મપુત્રાયા?” હે ભગવન ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકના કેટલા પ્રકાર છે?
મહાવીર પ્રભુને ઉત્તર--“જુહુમgઢવીથા દુવિer runત્તા-સંનgr” હે ગૌતમ! સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-“તારા જ પત્તા ” (૧) પર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક અને (૨) અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક.
આહારાદિ પુદ્ગલેને ગ્રહણ કરવાની અને તેનું પ્રલ રસ ભેગ રૂપે પરિણમન કરવાની જીવની જે વિશિષ્ટ શક્તિ છે, તે શક્તિનું નામ પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિના ધર્મવાળા જીવોને પર્યાપ્તક કહે છે પુદ્ગલેના ઉપચય વડે જીવમાં આ શક્તિવિશેષ ઉત્પન્ન થાય છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-ઉત્પત્તિ સ્થાનમાં આવેલા જીવના દ્વારા જે પુદ્ગલે પહેલેથી ગ્રહણ કરાયેલાં હોય છે, તથા બીજાં જે પુદ્ગલે પ્રતિસમય ગૃહીત થતાં રહે છે, તથા જીવન સંપર્કથી જે પુદ્ગલો તે તે રૂપે (રસ આદિ રૂપે) પરિણત થઈ ચુકેલાં હોય છે, તેમાંથી આહારાદિ પુદ્ગલેને જે ખેલ રસ ભાગ રૂપે પરિણુમાવવાની જે જીવની શક્તિવિશેષ છે, તેનું જ નામ પર્યાપ્તિ છે. તે પર્યાપ્તિના નીચે પ્રમાણે છ પ્રકાર હોય છે-(૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ, (૪) પ્રાણાપાન, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ.
જે શક્તિવિશેષ વડે બાહ્ય આહારને ગ્રહણ કરીને જીવ તેને ખલ રસ રૂપે પરિણાવે છે, તે શક્તિવિશેષનું નામ આહારપર્યાપ્તિ છે. જે શક્તિ વડે રસીભૂત આહારને જીવ રસ રૂપ-લેહી, માંસ, મેદ ચબી, અસ્થિ મજજા અને શુક્ર રૂપ સાત ધાતુઓમાં પરિણમાવે છે, તે શક્તિને શરીર પર્યાસિ કહે છે. જે શક્તિવિશેષ વડે જીવ પાતુ રૂપે પરિણમિત
જીવાભિગમસૂત્રા
૧૮