Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિયોં કે સ્ત્રીપને સે અવસ્થાનકાલકા નિરૂપણ
આ પ્રમાણે સિયાની સ્થિતિ પ્રગટ કરીને હવે સૂત્રકાર એ પ્રગટ કરે છે કે –સ્ત્રી, સ્ત્રીપર્યાયને છેડયા વિના લાગઠ સ્ત્રી પર્યાયમાં કેટલાકાળ સુધી રહે છેઆ રીતે જીજ્ઞાસા થવાથી તે કાળની અપેક્ષાથી આ કથનમાં જે પાંચ આદેશ–અપેક્ષાઓ છે, તે સૂત્રકાર પહેલા કહે છે “ફથી i રે ! સ્થિત્તિ” ઈત્યાદ
ટીકાથે—ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવન “થી સ્થિર જાહો રિવર રો” સ્ત્રી, સ્ત્રી પર્યાયમાં કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા! ઘા મારે ગાળે ઘર માં ૩ોરે દત્ત વિમાં કુવ્યવહિદુત્તમદમ” હે ગૌતમ ! સ્ત્રિ સ્ત્રી પણામાં રહેવામાં પાંચ આદેશ–અપેક્ષાઓ સૂત્રકારે એ કહેલ છે. તેમાંથી એક આદેશ–અપેક્ષા એ છે કે – જે સ્ત્રી સ્ત્રીપણાથી લાગઠ રહ્યા કરે છે તે કમથી કમ એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથકત્વ અધિક એકસે દસ ૧૧૧ પલ્યોપમ સુધી થતી રહે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-કેઈ સ્ત્રી ઉપશમ શ્રેણી પર આરૂઢ થઈને ત્યાં તેણે વેદત્રયને ઉપશમ કરી દેવાથી અદકપણાનો અનુભવ કર્યો તે પછી તે ત્યાંથી પતિત થઈ જાય તે એક સમય સુધી તે સ્ત્રી વેદમાં રહી અને બીજા સમયમાં કોલ કરીને તે દેવપર્યાયથી ઉત્પન્ન થઈ જાય ત્યાં તેના સ્ત્રી પણ રૂપે ન રહીને પુરુષપણુ રૂપે થઈ જાય છે. આ રીતે જઘન્યથી સ્ત્રીપણાને કાળ એક સમય માત્ર કહેલ છે. તથા ઉત્કૃષ્ટથી સ્ત્રીપણાથી રહેવાને કાળ જે કહેલ છે, તે આ પ્રમાણે છે. કે-કઈ જીવ પૂર્વ કેટિની આયુષ્યવાળી મનુષ્ય શ્વિમાં અથવા તિર્યકસ્ત્રિયોમાં ઉત્પન્ન થઈ જાય અને તે ત્યાં પાંચ અથવા છ, વાર, ઉત્પન્ન થઈને ઈશાન કલ્પની અપરિગ્રહીત દેવિયેની મધ્યમાં કે જેઓની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૫૫ પંચાવન પલ્યોપમની છે, દેવીરૂપે ઉત્પન્ન થઈ જાય અને તે પછી આયુષ્યને ક્ષય થઈ જાય ત્યારે તે સ્થાનથી ચ્યવીને તે ફરીથી પૂર્વકેટિની આયુષ્યવાળી મનુષ્યસ્ત્રિયોમાં અથવા તિશ્વિ
માં ઉત્પન્ન થઈ જાય, પછી બીજી વાર પણ તે ઈશાનદેવ લોકમાં ૫૫ પંચાવન પલ્યોપમ પ્રમાણુ આયુષ્યવાળી અપરિગ્રહીત દેવીયોમાં દેવીપણાથી ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી આયુષ્યને ક્ષય થયા પછી જ્યારે તે ચવે છે, ત્યારે તે અવશ્યજ વેદાન્તર એટલે કે સ્ત્રી વદને ત્યાગ કરીને પુરૂષ વિગેરે કઈ વેદ પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ૧૧૦ એકસે દસ પલ્યોપમ કે જે પૂર્વ કેટિ પૃથકત્વ વધારે કહેવામાં આવેલ છે, તેનાથી યુક્ત બની જાય છે. તેથી જીવ ઉત્કૃષ્ટપણુથી અર્થાત્ પૂર્વકેટિ પૃથકત્વ અધિક ૧૧૦ એકસે દસ પલ્યોપમ સુધી આ પ્રકારથી સ્ત્રીપણુથી લાગઠ થઈ શકે છે. અહિયાં કોઈ એવી શંકા કરે કેસ્ત્રીનું સ્ત્રીપણાથી અવસ્થાન-રહેવું જે પૂર્વ કોટિ પૃથકત્વ અધિક એકસોદસ પલ્યોપમનું કહ્યું છે, તે તે એટલું જ કેમ કહ્યું ? તેનાથી અધિક પણ મળે છે. જેમ કેઈ જીવ દેવકુરૂ ઉત્તરકુરૂ વિગેરે ક્ષેત્રોમાં ત્રણ પલ્યોપમ આયુષ્યવાળી સ્ત્રીપણાથી જન્મ લે ત્યારે આનાથી વધારે પણ સ્ત્રીવેદનું રહેવું સંભવે છે? આ શંકાના સમાધાન નિમિત્તે કહે છે કે આ પ્રમાણે તમારું કહેવું એગ્ય નથી. કેમકે–આ૫ આને અભિપ્રાય સમજ્યા નથી તેમ
જીવાભિગમસૂત્ર
૧૨૩