Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. અને ઉત્કૃષ્ટથી પૂરા એક પલ્યોપમને છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી તે એક અંતમુહૂર્ત છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેટિ અધિક એક પલ્યોપમનો છે. અહિંયાં તેની સમજણ પહેલાં પ્રમાણે જ સમજી લેવી. હરિવર્ષ અને રમ્યક વર્ષ રૂપ અકર્મભૂમિના મનુષ્ય પુરુષોને અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી જઘન્યથી તે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ન્યૂન બે પલ્યોપમ સુધી છે. અને ઉત્કૃષ્ટથી પૂરા બે પત્યે મને છે. જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્યાં આટલાજ આયુષ્યને સંભવ છે. સંહરણની અપેક્ષાથી તેના અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તને છે. કેમકે–જેનું આયુષ્ય એક અંતમુહૂર્તથી ન્યૂન ઓછું હોય છે. એવા જીવનું સંહરણ થતું નથી. અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ દેશના પૂર્વ કોટિ અધિક બે પલ્યોપમ સુધીનું છે. તેની સમજ પહેલા કહ્યા પ્રમાણે જાણવી, દેવકુર અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિના મનુષ્ય પુરુષને અવસ્થાન કાળ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન ઓછા ત્રણ પાપમાને છે. અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂરા ત્રણ પલ્યોપમને છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિ અધિક ત્રણ પમપ છે અંતરદ્વીપજ મનુષ્ય પુરૂષને અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી દેશથી ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધીને છે. અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂરા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધીને છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તન છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ અધિક પલ્યોપમના અસં
ખ્યાતમાં ભાગને છે, “રેવાળ તરવૈર કિરૂં ચિન નાa સરવકૃતિ ” ભવનપતિદેવ પુરૂષોથી લઈને સર્વાર્થ સિદ્ધ દેવપુરુષ સુધી પહેલાં દેવેની જે ભવસ્થિતિ કહી છે. એ જ પ્રમાણે કાયસ્થિતિ પણ છે. તેમ સમજવું.
શંકા–કાયસ્થિતિ તે અનેક ના આશ્રિત હોય છે, તે પછી તે અહિયાં એકભવ માં કેવી રીતે થઈ શકે છે ?
ઉત્તર–દેવપુરુષ દેવપુરૂષ પણુથી સતત કેટલા કાળ સુધી થતા રહે છે? એજ વાત કાયસ્થિતિમાં વિવક્ષિત છે. કેમકે–દેવ ચ્યવીને પાછા દેવ તે બનતા નથી. તેથીજ અહિયાં અતિદેશથી તેમ કહેવામાં આવેલ છે કે–રેવા ના દિકું સાચવ વંચિતના વિવા” દેવોની જે ભવસ્થિતિ છે એજ કાયસ્થિતિ છે તેમ સમજવું. સૂ. ૯
પુરૂષ કે અન્તરકાલ કા નિરૂપણ
આ રીતે સતત રીતે પુરૂષના અવસ્થાન કાળનું કથન કરીને હવે સૂત્રકાર તેઓના અંતર કાળનું કથન કરે છે. “pfaa મ!” ઈત્યાદિ.
ટીકાથ–ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે–હે ભગવન્! એક પુરુષને, પુરુષ પણાના ત્યાગ કરીને પાછા પુરૂષપણને પ્રાપ્ત કરવામાં કેટલા કાળનું અંતર હોય છે? આ પ્રશ્નનો ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જોય ગvi gai રસમ કોળે વળારણ જાઢો”હે ગૌતમ! પુરૂષ પિતાના પુરૂષપણાને ત્યાગ કરીને ફરી પુરૂષ પણાને પ્રાપ્ત
જીવાભિગમસૂત્ર
૧૪૮