Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ સઘળા સહસ્ત્રાર કલપવાસી દેવાથી લઈને સનકુમાર ક૯૫ પર્યન્તના દેવપુરુષો દરેક (એક એક કલ્પના દે) સ્વસ્થાનમાં વિચાર કરતાં તેઓ ઘનીકૃત લકશ્રેણીના અસં.
ખ્યાત ભાગવતી આકાશ પ્રદેશના પ્રમાણુ વાળા છે. તેમ સમજવું. તેમાં ભેદ કેવળ એટલો જ છે કે--શ્રેણીને અસંખ્યાત ભાગ અસંખ્યાત પ્રકારનો હોય છે. તેથી તે અસંખ્યાત ભાગ બધાથી એક બીજા કરતાં જુદો જુદો સમજવું જોઈએ. તેમ સમજવાથી અસંખ્યાત ભાગથી કહેવામાં આવનારા અ૯૫બહુપણુમાં કોઈપણ વિરોધ આવતો નથી.
સનકુમાર કલ્પમાં રહેવા વાળા દેવપુરૂષો કરતાં ઈશાન ક૫માં રહેવા વાળા દેવપુરુષો અસંખ્યાત ગણા વધારે હોય છે.
અહિંયાં અધિકપણું કેવી રીતે બને છે ? તે કહે છે કે–આંગળમાત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિ સંબંધી જે બીજો વર્ગમૂલ છે તે ત્રીજા વર્ગમૂલથી ગુણવામાં આવે તેને ગુણવાથી જેટલા પ્રમાણની (જેટલી) પ્રદેશ રાશિ હોય છે એટલી સંખ્યાની ઘનીકૃતકની એક પ્રદેશવાળી શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશો હોય છે, તેને બત્રીસ ભાગ જેટલા પ્રમાણને હોય એટલા પ્રમાણ વાળા
ઈશાન કલ્પના દેવપુરૂષી હોય છે. તેથી સનકુમાર કલ્પના દેવપુરુષો કરતાં આ અસંખ્યાત ગણું વધારે કહ્યા છે. - ઈશાન કલ્પમાં રહેવાવાળા દેવપુરુષો કરતાં સૌધર્મ ક૯૫ના દેવપુરુષો સંખ્યાતગણી વધારે હોય છે. કેમકે–આ કલ્પમાં ઈશાન ૯૫ કરતાં વિમાને વધારે હોય છે. જેમ ઈશાન કપમાં અઠયાવીસ લાખ વિમાને હોય છે, પરંતુ આ સૌધર્મક૯પમાં બત્રીસ લાખ વિમાનો હોય છે. આજ કારણથી ઈશાન કલ્પના દેવપુરુષો કરતાં સૌધર્મ ક૯૫ના દેવપુરુષો વધારે કહ્યા છે. બીજી વાત એ પણ છે કે--સૌધર્મક૯૫ દક્ષિણ દિશામાં છે, અને તેમાં કૃષ્ણ પાક્ષિક છો વધારે ઉત્પન્ન થાય છે, એ કારણથી પણ ઈશાન ક૯પ કરતાં સૌધર્મ કપમાં દેવપુરુષ અસં ખ્યાતગણી વધારે હોય છે.
અહિંયાં કઈ એવી શંકા કરે કે–આ યુક્તિ તે પહેલાં માહેન્દ્ર અને સનસ્કુમાર આ બે કલ્પોમાં પણ કહેલ છે. પરંતુ ત્યાં માહેન્દ્ર ક૯૫ના દેવ પુરુષોની અપેક્ષાથી સનકુમાર કલ્પમાં રહેવા વાળા દેવપુરુષ અસંખ્યાત ગણા વધારે કહ્યા છે. અને અહિયાં સંખ્યાતગણી વધારે કહે છે. તેમાં શું કારણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે–તથાવિધ સ્વભાવથી આ જાણી શકાય છે.
સૌધર્મ કલ્પના દેવે કરતાં ભવનવાસી દેવપુરુષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે- અહિંયાં આંગળમાત્ર ક્ષેત્રની પ્રદેશ રાશિ સંબંધી પહેલું વર્ગમૂળ બીજા વર્ગમૂળથી ગુણવામાં આવે અને તેવી રીતે ગુણતા તેમાં જેટલી પ્રદેશ રાશી હોય છે. એટલે ઘનીકૃત લોકની એક પ્રાદેશિકી શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશો હોય છે. તેને બત્રીસમો ભાગ જેટલો હોય, એટલા પ્રમાણ વાળા આ ભવનવાસી દેવપુરુષો હોય છે. તેથી સૌધર્મ કલ્પ કરતાં ભવનવાસી દેવ પુરુષે અસંખ્યાત ગણું વધારે કહેલા છે.
ભવનવાસી દેવપુરૂ કરતાં વ્યંતર દેવ પુરુષ અસંખ્યાત ગણા વધારે હોય છે. કેમકે એક પ્રતરમાં સંખ્યાત કરેડાકોડ જન પ્રમાણવાલી એક પ્રાદેશિક શ્રેણિમાત્રના જેટલા
વાસ સ્થાના
જીવાભિગમસૂત્ર
૧૫૬