Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધારણ કરવાની અપેક્ષાથી કહેલ છે. તેમ સમજવું નહિ તે ચારિત્ર પરિણામ એક સમયવાળ પણ હોય છે. તેથી સમયની જઘન્ય સ્થિતિ ચારિત્ર ધર્મની અપેક્ષાથી કહેવી જોઈતી હતી. અથવા ચારિત્રધર્મની અપેક્ષાએ જે કહેલ છે તે દેશચારિત્રની અપેક્ષાથી કહેલ છે, તેમ સમજવું. કેમકે – દેશ ચારિત્ર પણ ચારિત્ર ધર્મનું એક અંગ છે. તેથી તે જઘન્યથી એક અંતર્મુહૂત સુધી આત્મામાં રહી શકે છે. જો કે આત્મામાં સર્વ ચરણ – સકલ ચારિત્ર પણ સંભવે છે. તેથી ત્યાં જે દેશ ચારિત્રની અપેક્ષાની વાત કહેવામાં આવી છે. તે આ વાત સમજાવવા માટે કહેવામાં આવી છે. કે સકલચારિત્ર પ્રાયઃ દેશચારિત્ર પૂર્વક હોય છે. તટૂમ્- “મૂત્તમ ૩ ” ઈત્યાદિ
આને અર્થ એ છે કે – સમ્યકત્વની પ્રાપ્તિ પછી પોપમ પૃથકૃત્વ અર્થાત્ બે પાપમથી નવ પલ્યોપમ સુધીને કાળ ક્ષપિત થઈ જાય છે, ત્યારે જીવને શ્રાવકપણ આવે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે -- આયુષ્કર્મને છોડીને બાકીના સાત કર્મોની પિતાપિતાની સ્થિતિમાંથી દરેક કર્મના એક એક કડાકોડી સાગરોપમ શેષ રહે ત્યારે તેમાંથી પાછા
જ્યારે પોપમ પૃથક્વ ક્ષેપિત થઈ જાય ત્યારે જીવ શ્રાવક બને છે. તથા તે પછી શ્રાવકપણને કાળ કે જે પલ્યોપમ પૃથફત્વ કમ એક કડાકડિ સાગરોપમાને છે, તેમાંથી જ્યારે સંખ્યાત સાગરોપમ ક્ષેપિત થઈ જાય છે. ત્યારે જીવને સર્વવિરતિ રૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર ધર્મની અપેક્ષાએ ઉત્કૃષ્ટસ્થિતિ મનુષ્ય પુરૂષોની દેશાન પૂર્વ કોટી પ્રમાણુનો છે. કેમકે – ચારિત્ર ધર્મની પ્રાપ્તિ ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેન્ટિની આયુબવાળાને આઠ વર્ષ પછી જ થાય છે. તથા કર્મભૂમિ જ મનુષ્યની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમની છે. તથા ચારિત્રધર્મને ધારણ કરવાની અપેક્ષાથી તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિની છે ભરત અને ઐરાવત કર્મભૂમિ જ મનુષ્ય પુરુષોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પાપમની છે. આ ત્રણ પત્યેપમ સુષમ સુષમાકળિના સમજવા જોઈએ, તથા ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતમુહૂત ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેટિની છે. પૂર્વ વિદેહ અને અપરવિદેહ કર્મભૂમિ જ મનુષ્ય પુરૂષોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ અતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેટિની છે. ચારિત્રધર્મને લઈને જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિની છે. અકર્મભૂમિ જ મનુષ્ય પુરૂષની સામાન્ય પણાથી જન્મની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ પોપમના અસંખ્યાતમાં ભાંગથી હીન એક પાપની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. સંહરણની અપેક્ષાથી જ ઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકેટિનિ છે. અકર્મભૂમિમાં સંહત પૂર્વવિદેહ અપરવિદેના મનુષ્યની જઘન્ય થી તથા ઉત્કૃષ્ટથી એટલાજ કાળના આયુષ્યને સંભવ છે. હેમવત અને અરણ્યવત ના અકર્મભૂમિ જ મનુષ્યની જન્મની અપેક્ષાએ જઘન્ય
જીવાભિગમસૂત્ર
૧૪૨