Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આહાર કરે છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન “s iધો ખુદમiઘાડું માદાર, તારું વિ TTળgfમiધારૂં સદાતિ, જ્ઞાવ અiggesધારૂં સદાત” જે તેઓ ગંધની અપેક્ષાએ સુરભિગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે તે શું તેઓ એક ગણી ગંધવાળા સુરભિગંધવાળાં દ્રવ્યોને આહાર કરે છે, કે બેથી લઈને દસ ગણી, સંખ્યાત ગણી, અસંખ્યાત ગણી, કે અનંત ગણી સુરભિગંધવાળાં દ્રવ્યને આહાર કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જયમાં ! ગુનગુદિમiધાડું કદાતિ, સાવ અiતા કુરિમધારું gિ તિ' હે ગૌતમ તેઓ એક ગણી સુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, બેથી લઈને દસ ગણી સુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, સંખ્યાત ગણ સુરભિગંધવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, અસંખ્યાત ગણી સુરભિવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે અને અનંત ગણ સુરભિવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. “gવું મિiધા fu” એવું જ કથન દુરભિગંધવાળાં દ્રવ્યના વિષે પણ સમજી લેવું એટલે કે
જો તેઓ દુરભિગંધવાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે શું એક ગણી દુરભિગંધવાળાં દ્રવ્યને આહાર ગ્રહણ કરે છે, કે બે થી લઈને અનંત પર્યત દુરભિગંધવાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ ! તેઓ એક ગણી દુરભિગંધવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, બેથી લઈને દસ ગણી દુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, સંખ્યાત. અસંખ્યાત, અને અનંત ગણી દુરભિગંધવાળાં દ્રવ્યને પણ આહાર ગ્રહણ કરે છે. “સા ન ઘvળા” વર્ણના સંબંધમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન રસના વિષયમાં પણ સમજી લેવું રસના વિષયમાં આ પ્રકારના પ્રશ્નોત્તરે બનશે ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવાન ! જે તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો ભાવની અપેક્ષાએ રસયુક્ત દ્રવ્યોને આહાર કરતા હોય, તે શું તેઓ એક રસવાળાં દ્રવ્યને આહાર કરે છે, કે બે રસવાળાં, કે ત્રણ રસવાળાં, કે ચાર રસવાળાં, કે પાંચ રસવાળાં દ્રવ્યોને આહાર કરે છે?
મહાવીર પ્રભુનો ઉત્તર–હે ગૌતમ ! તેઓ સામાન્ય દૃષ્ટિએ વિચારવામાં આવે, તે એક રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, બે રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, ત્રણ રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, ચાર રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે અને
જીવાભિગમસૂત્ર
૩૪