Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણેના ત્રણ શરીરે સમજવા. “ોના અંગુરણ ગણન માન તેઓની અવગાહના જઘન્યથી એક આગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. અને ‘૩
નારાપુર ઉત્કર્ષથી સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર જીવોની અવગાહના ગભૂતિ પ્રથકૃત્વ અર્થાત એ કેગાઉથી લઈને નવ ગાવસુધીની હોય છે. “કિ કvi સંતો દત્ત તેઓની સ્થિતિ (આયુષ્યકાળ) જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને કોસેળે ર૩રણીવારસદૃસારૂં' ઉષ્ટકૃષ્ટસ્થિતિ (આયુષ્ય કાળ) ચોર્યાસી હજારવર્ષ સુધીની હોય છે.
અરે ના નાના આ સ્થન શિવાય એટલે કે અવગાહના અને સ્થિતિ દ્વારના કથન શિવાય બાકીના શરીર વિગેરે સઘળા દ્વારા તે ચ્યવન દ્વારા પર્યત જલચર સંમૂરિચ્છમ પંચેન્દ્રિય તિર્યાનિકેના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવા આ ચતુષ્પદો “રાજા સુમનદયા' ચાર ગતિવાળા અને બે આગતિવાળા એટલે કે–ચાર ગતિમાંજવાવાળા અને બે ગતિથી આવવા વાળા હોય છે.
હવે શરીર વિગેરે સઘળા દ્વારોનું કથન કરવામાં આવે છે. શરીર દ્વારમાં–તેઓના શરીર ઔદારિક, તેજસ, અને કામણ આ ત્રણ પ્રકારના હોય છે. ૧, અવગાહના દ્વારમાંવિલક્ષણ પણું હોય છે. તે આ પ્રમાણે છે. સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદોની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી હોય છે અને ઉત્કૃષ્ટ અવગાહના ગભૂત પૃથફત્વ અર્થાત દ્વિગભૂત-બે ગાઉથી લઈને નવગચૂત નવ ગાઉસુધીની હાય છે. ૨, સંહનન દ્વારમાં તેઓને સેવા સંહનન હોય છે. ૩, સંસ્થાન દ્વારમાં તેઓના શરીર હંડ સંસ્થાન વાળા હોય છે. ૪, કષાય દ્વારમાં તેઓને ક્રોધ, માન, માયા, અને લોભ આ ચાર કષાયે હોય છે. ૫, સંજ્ઞાદ્વારમાં આ સંમૂર્ણિમ સ્થલચરેને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ હોય છે. ૬, લેણ્યાદ્વારમાં તેઓને કૃષ્ણ, નીલ. કાપત એ પ્રમાણેની ત્રણ લેશ્યાઓ હોય છે. ૭, ઇંદ્રિયદ્વારમાં તેઓને સ્પર્શન, શ્રૌત્ર-ચક્ષુ પ્રાણ રસના આ પાંચ પ્રકાર ની ઈદ્રિયો હોય છે. ૮, સમુઘાત દ્વારમાં આ સંમૂરિષ્ઠમ ચતુષ્પદોને વેદના, કષાય, અને મારણાનિક એત્રણ સમુદઘાતે હોય છે. ૯, સંજ્ઞાદ્વારમાં તેઓ સંજ્ઞી હોતા નથી. પરંતુ અસંજ્ઞી હોય છે. કેમ કે તેઓને મનહોતું નથી. ૧૦' વેદદ્વારમાં તેઓ નિયમથી નપુ. સક વેદવાળા જ હોય છે ૧૧, પર્યાસિદ્ધારમાં તેઓ પાંચ પતિ વાળા અને પાંચ અપર્યામિ વાળા હોય છે. ૧૨. દષ્ટિદ્વારમાં આ ચતુષ્પદે સમ્યગદષ્ટિવાળા પણ હોય છે અને મિથ્યાદષ્ટિનાળા પણ હોય છે. ૧૩, દશદ્વારમાં–તેઓને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એમ બે દશન હોય છે. ૧૪, જ્ઞાનદ્વારમાંતેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે. અને અજ્ઞાનમાં તેઓને મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. ૧૫, ગદ્વારમાં તેઓને વાયેગ અને કાય યંગ એ બે યોગ હોય છે ૧૬, ઉપયોગ દ્વારમાં તેઓને સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગ એ બે ઉપગ હોય છે. ૧૭, આહાર દ્વારમાં તેઓને આહાર નિયમથી છ એ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યનો હોય છે. ૧૮, ઉપપાત દ્વારમાં – આ ચતુષ્પદ જીવોને ઉપપાત-ઉત્પત્તિ તિર્યંચ અને મનુષ્ય માંથી હોય છે. દેવોમાંથી અને નૈરયિકમાંથી હોતી નથી. જો તિર્યંચમાંથી
જીવાભિગમસૂત્ર
૭૭