Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થિતિની અપેક્ષાથી સમજવાનું છે. પૃથ્વીકાયિક અને અપકાયિક જીવની સ્થિતિની અપેક્ષાથી સમજવાનું નથી. કેમકે પૃથ્વીકાયિક અને અકાયિક જીની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણની કહેલ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એજ પ્રમાણે કહેલ છે. “gઢવીજથાળે મરે” ઇત્યાદિ હે ભગવદ્ પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક પણાથી કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયપણાથી જઘન્યથી તો એક અંતમુહૂર્ત સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણી કાળ સુધી રહે છે. તથા ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લેક સુધી રહે છે. આ જ પ્રમાણેનું કથન અપૂકાચિકના સંબંધમાં પણ સમજવું. અહિયાં આ જીવાભિગમમાં વનસ્પતિકાયિક જીવની જે કાયસ્થિતિ કહી છે, એ જ પ્રમાણેની કાયસ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રમાં પણ કહેલ છે. જેમકે-“
ઘ૪૬gથા મરેઈત્યાદિ આનો અર્થ પહેલા કહ્યા પ્રમાણે જ છે. આ વનસ્પતિ કાયિક જીવોને જે કાયસ્થિતિને કાળ કહ્યો છે, તે સાંવ્યવહારિક જીવને લઈને કહેલ છે. તેમ સમજવું. કેમકે–અસાંવ્યવહારિક જીની કાયસ્થિતિ તે અનાદિ રૂપજ હોય છે, તથાજોરામ્ “થિ અiતા નીવા” ઈત્યાદિ એવા પણ અનંતાનંત જી અત્યાર સુધી છે, કે જેઓએ ત્રસાદિ પર્યાય પ્રાપ્ત કરેલ નથી. અર્થાત નિત્ય નિગોદથી જેઓ અત્યાર સુધી વ્યવહાર રશિમાં આવ્યા નથી, એવા જ “અસંવ્યાવહારિક પદથી પ્રગટ કર્યા છે. તેઓની કાયસ્થિતિ અનાદિરૂપ છે. પરંતુ આ અનાદિરૂપ કાયસ્થિતિ કેટલાક ની એવી હોય છે, કે જેની અનાદિ અનંતરૂપ હોય છે. અને કેટલાક જ એવા હોય છે, જેની આ કાયસ્થિતિ અનાદિ સાંતરૂપ હોય છે. જેની સ્થિતિ અનાદિ અનંતરૂપ હોય છે. એવા તે જીવે કઈ પણ અસાંવ્યાવહારિક જીવાશિમાંથી નીકળીને વ્યાવહારિક જીવરાશિમાં આવશે નહી તથા જેની સ્થિતિ અનાદિ સાંતરૂપ હોય છે, તેઓ નિત્ય નિગોદથી અસાંવ્યાવહારિક જીવરાશિમાંથી નીકળીને નિયમથી વ્યવહારિક જીવરાશિમાં આવશે. - હવે ત્રસાયિક જીવોની કાયસ્થિતિ પ્રગટ કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે –“રણે ઘi અરે! તાત્તિ રજા ચિત્ત દો;” હે ભગવન ત્રસજીવ ત્રસકાય પણુમાં કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જયમા! કદumi સંતો મુદુત્ત જોસે માંણે ” હે ગૌતમ જીવ ત્રસકાયપણમાં ઓછામાં ઓછું એક અંતમુહૂત પર્યત અને વધારેમાં વધારે અસં. ખ્યાત કાળ પર્યત રહે છે. તેમાં “
અન્નામલે કાળી િજાસ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી અને અપસપિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષા થી અસંખ્યાત લેકમાં જેટલા પ્રદેશ હોય છે, તેને એક એક સમયમાં એક એક બહાર કહાડવામાં આવે ત્યારે જેટલી અસંખ્યાત ઉત્સપિણિ યે અને અવસર્પિણિ હોય છે, એટલા કાળ સુધી આ જીવ ત્રસકાય પણામાં રહી શકે છે. આટલી આ કાયસ્થિતિ ગતિબસ તેજરકાયિક અને વાયુકાયિક જીવને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. તેમ સમજવું. જેમ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે –“તેરવાડ ખાં ” ! ઈત્યાદિ આને અર્થ પહેલાં
જીવાભિગમસૂત્ર
૧૦૯