Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિ આ ગર્ભજ મનુષ્ય સંજ્ઞી પણ હોય છે, ન સંજ્ઞી પણ હોય છે અને તે અસ ગ્રી પણ હોય છે. ને સંજ્ઞી અને નેઅસંજ્ઞી એવું જે કથન કહ્યું છે, તે કેવલિયોની અપેક્ષાએ કહેલ છે. વેદદ્વારમાં–આ ગર્ભજ મનુષ્ય “થિયા લિ નવ જ વિ” સ્ત્રીવેદવાળા પણ હોય છે. પુરૂષદવાળા પણ હોય છે. અને નપુંસક વેદવાળા પણ હોય છે. તથા વેદ વિનાના પણ હોય છે. વેદને ઉદય નવમાં ગુણસ્થાન સુધી રહે છે. દસમા સૂક્ષ્મસં૫રાય વિગેરે ગુણસ્થાનમાં વેદને ઉદય રહેતું નથી, તેથી અહિયાં અદક પણ હોય છે. એવું કહેવામાં આવેલ છે.
પર્યાપ્તિદ્વારમાં આ ગર્ભજ મનુષ્ય “ia vsન ” પાંચ પર્યાપ્તિવાળા હોય છે. અને પાંચ અપર્યાપ્તિવાળા પણ હોય છે. જો કે પર્યાતિયે છ પ્રકારની હોય છે, પરંતુ અહિયાં પાંચ પર્યાપ્તિવાળા હોય છે. આમ જે કહેવામાં આવ્યું છે તે ભાષાપર્યાપ્તિ અને મનઃ પર્યાપ્તિમાં અભેદની વિવફાથી તેમ કહેલ છે.
દરિદ્વારમાં આ ગર્ભજ મનુષ્ય “નિવિદા વિ વિઠ્ઠી” સમ્યફદષ્ટિ, મિથ્યાદષ્ટિ, અને સમ્યકૃમિયા દષ્ટિ એમ ત્રણ પ્રકારની દૃષ્ટિવાળા હોય છે.
દશનદ્વારમાં આ ગર્ભજ મનુષ્ય-“ચત્તાર રંarr” ચક્ષુદર્શનવાળા પણ હોય છે, અચક્ષુદશનવાળા પણ હોય છે, અને અવધિદશનવાળા પણ હોય છે. જ્ઞાનદ્વારમાં આ ગર્ભજ મનુષ્યો-“જાળી વિ અરનાળી ” જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. “ વાળી તે મારા કુનાણી તેઓમાં જે જ્ઞાની હોય છે તેમાં કેટલાક બે જ્ઞાનવાળા અને કેટલાક “સનાળી” ત્રણ જ્ઞાનવાળા હોય છે. “થેના ૨૩=ાળી” તથા કેટલાક ચાર જ્ઞાનવાળા હોય છે. અને “થેvsar નાળા' કેટલાક એક જ્ઞાનવાળા હોય છે અને તેમાં જેઓ “દુurr” બે જ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી આભિનિબંધિક જ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાનવાળા હોય છે, “ને તિરનાળી તે મામવિોદિરનાળી, કરનાળી, દિનાળી” જેઓ ત્રણ જ્ઞાનવાળા હોય છે. તેઓ આભિનિબધિક જ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અને અવધિ જ્ઞાનવાળા હોય છે. “પઢવા-ગ્રામવિધિનાણી, સુષનાળા, મળgsઝવાળી” અથવા આભિનિબંધિક જ્ઞાનવાળા શ્રુતજ્ઞાનવાળા અને મનઃપયવજ્ઞાનવાળા હોય છે. કેમકે અવધિજ્ઞાન પ્રાપ્ત થયા વિના પણ મન:પર્યવજ્ઞાન થઈ જાય છે. 'जे चउनाणी ते णियमा आभिणिबोहियनाणी सुयनाणी ओहिनाणी मणपज्जवनाणी य" જે ગર્ભજમનુષ્ય ચારજ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી અભિનિધિક જ્ઞાનવાળા હોય છે. શ્રુતજ્ઞાનવાળા હોય છે. અવધિ જ્ઞાનવાળા હોય છે અને મન:પર્યય જ્ઞાનવાળા પણ હોય છે એ રીતે ચાર જ્ઞાનવાળા હોય છે. “જે ના તે નિયમ વિના” જે એ એક જ્ઞાન વાળા હોય છે, તેઓ નિયમથી એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે. કેમકે કેવળજ્ઞાન ના અસ્તિત્વ પણામાં બીજા જ્ઞાનેનું અસ્તિત્વ પણું રહેતું નથી. અર્થાત્ તે તેમાં વિલીન થઈ જાય છે. એ જ પ્રમાણે કેવલાલેક ને પ્રાદુર્ભાવ થાય ત્યારે તેનાથી જુદા ક્ષુદ્રાલેકવાળા મતિજ્ઞાન આદિ જ્ઞાનેને અભાવ જ થઈ જાય છે. તેથી કેવલીઓ કેવળ એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે.
શંકા-કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મતિજ્ઞાન વિગેરે બીજા જ્ઞાનેને અભાવ કેવીરીતે થઈ જાય છે ? કેમ કે જે અત્યાદિજ્ઞાન પિતપોતાના આવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન
જીવાભિગમસૂત્ર
૧૦૦