Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઈન્દ્રિયદ્વારમાં તેઓને પાંચ ઇન્દ્રિય હોય છે. સંજ્ઞિદ્વાર અને વેદકારનું કથન બે ઈન્દ્રિયવાળા જીવોના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવુ. અર્થાત અસંજ્ઞી હોય છે. અને વેદમાં નપુંસક વેદવાળા હોય છે. પર્યાપ્તિકઢારમાં–તેઓ પાંચ અપર્યાપ્તિવાળા હોય છે. દષ્ટિદ્વાર, દર્શનદ્વાર, જ્ઞાનદ્વાર યોગદ્વાર, અને ઉપયોગદ્વાર આ કારનું કથન પૃથ્વીકાયિક જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે અહિયાં સમજી લેવું. આહારદ્વારમાં–તેઓને આહાર બે ઇન્દ્રિયવાળા જીના જેવું હોય છે. તેઓને ઉ૫પાત-ઉત્પત્તિ નૈરયિક, દેવ, તેજ, વાયુ, અને અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા એટલાને છોડીને બાકીના જીવમાંથી થાય છે. તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તની જ હેય છે પરંતુ જઘન્ય અંતમુહૂતની અપેક્ષા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક છે. તેઓ મારણતિક સમુદ્ ઘાતથી સમવત થઈને એટલે કે આઘાત પ્રાપ્ત કરીને પણ મરે છે, અને સમવહત થયા વિના એટલે કે આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ કરે છે. તેઓ પિતાની પર્યાયને છોડીને નરયિક, દેવ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સ્થાને છેડીને બાકીના સ્થાનમાં ઉત્પન્ન થાય છે, ગત્યા ગતિદ્વારમાં–તેઓ તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિ અને બેજ આગતિની અપેક્ષાથી બે ગતિક એટલે કે બે ગતિમાં જવાવાળા અને પ્રયાગતિક એટલે બે ગતિથી આવવાવાળા હોય છે. આ પ્રત્યેક અસંખ્યાત શરીરી કહેલા છે, અરે # સંકુરિઝમમgar” આ રીતે સમૂરિષ્ઠમ મનુષ્ય સંબંધી કથન દ્વારો સહિત કહ્યું છે.
સંમૂછિમ પ્રકરણ સમાપ્ત હવે સૂત્રકાર ગર્ભજ મનુષ્યનું નિરૂપણ કરે છે,–આમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“રે જિં તું જમવજનિયમgar” હે ભગવદ્ ગર્ભજ મનુષ્ય કેટલા અને કેવા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–ામવતિય મજુરા સિવિદi gurd” હે ગૌતમ ! ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના કહયા છે. “ aer” તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. “વાક્ષમૃમયા, મમ્મા, યંતીવા” કર્મભૂમિક, અકર્મભૂમિક, અને અંતરદ્વીપજ જે મનુષ્ય કર્મભૂમિમાં ઉત્પન્ન થયા છે, તે કર્મ ભૂમિજ મનુષ્ય કહેવાય છે કૃષિ-ખેતિ, વાણિજ્ય-વ્યાપાર વિગેરેનું નામ કમ છે. અથવા મોક્ષ પ્રાપ્તિ માટે જે અનુષ્ઠાન-આરાધના છે. તે કર્મ છે. આવા કર્મોની પ્રધાનતાવાળી જે જીવની ભૂમિ છે, તે કર્મ ભૂમિજ મનુષ્ય છે. કર્મભૂમિના શિવાય જેઓ અકર્મભૂમિમાં ઉત્પન્ન થયા છે. તે છ અકર્મભૂમિ જ કહેવાય છે. અકર્મભૂમિમાં કૃષિ-વાણિજય રૂપ કર્મ, અથવા મુક્તિ પ્રાપ્ત કરવાને ગ્ય કમનો અભાવ હોય છે. અંતર શબ્દ મધ્ય વાચક છે. અંતરમાં એટલે કે –લવણસમુદ્રની મધ્યમાં જે દ્વીપે છે, તે અંતરદ્વીપ કહેવાય છે, આવા અંતરદ્વીપમાં જે મનુષ્ય ઉત્પન્ન થાય છે. તે અંતરદ્વીપજ કહેવાય છે, આ રીતે ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના હોય છે. “gવે મજુર મેરો માળિયદો?” આ પ્રમાણે ગભજ મનુષ્યોના ભેદે “નg gugrariા તા રાવણે માળવવ” જે પ્રમાણે પ્રજ્ઞા પના સૂત્રમાં કહેલ છે, એ જ પ્રમાણે સંપૂર્ણ રીતનું કથન અહિયાં પણ સમજી લેવું, યાવત્ “કમરથા જ વસ્ત્રી ૨” તેઓ છદ્મસ્થ અને કેવલી હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના આ કથન પર્યત પ્રજ્ઞાપના સૂત્રનું ગર્ભજ મનુષ્ય સંબંધી પ્રકરણ ત્યાં પ્રજ્ઞાપના સૂત્રમાં જોઈ લેવું.
જીવાભિગમસૂત્ર
૯૭