Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંસ્થાનવાળા હોય છે. જેમકે–“મારંaffar” સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા ૧, “નરોધમૅસ્ત્રકિયા” ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનવાળા ૨, “સારા ” સાદિ સંસ્થાનવાળા ૩, “હુકારકિયા” કુન્જ સંસ્થાનવાળા ૪, “રામા ફદિયાવામન સંસ્થાનવાળા ૫, અને “હુંફરિયા” હુંડ સંસ્થાનવાળા ૬, હોય છે. જે સંસ્થાનમાં શરીરના અવયવે ચતુષ્કોણ યથાવસ્થિત પ્રમાણ અનુસાર હોય છે, “તે સમચતુરસ સંસ્થાન કહેવાય છે. ૧ જે સંસ્થાનમાં શરીરને આકાર ન્યગ્રોધ કહેતાં વડના ઝાડના જે ઉપર તે સંપૂર્ણ પ્રમાણ વાળ હોય અને નીચે હીન-ઓછા પ્રમાણવાળો હોય તેવા સંસ્થાનને “ન્યોધ પરિમંડલ સંસ્થાન કહેવાય છે. આ સંસ્થાનમાં દુંટીથી ઉપર સુધીના અવયત સંપૂર્ણ આકારવાળા હોય છે, અને નીચેના અવયવો હીન-ન્યૂન હેય છે. ૨ નાભીથી નીચેને જે ભાગ છે, તે આદિ છે. આ નાભીથી નીચેના દેહ ભાગરૂપ આદિથી જે શરીરને આકાર યુક્ત હોય છે, તે સાદિ સંસ્થાન છે, જો કે વિચાર કરવામાં આવે તે સંપૂર્ણ શરીર જ આદિથી યુક્ત છે, તેથી આ સાવિ વિશેષણનું સાર્થક પણું અન્યથા ઉત્પન્ન ન થવાને કારણે અહિયાં વિલક્ષણ જ પ્રમાણ લક્ષણવાળું આદિ ગ્રહણ કરવામાં આવે છે. અહિયાં એવું કથન સમજવું કે જે સંસ્થાન નાભિના નીચેના ભાગમાં તે પ્રમાણપત હોય અને નાભીની ઉપર હીન–અર્થાત્ જૂનાધિક હોય એવા સંસ્થાનને સાદિસંસ્થાન કહેવાય છે. આ સંસ્થાનમાં નાભીની નીચેના અવયવે વિસ્તૃત-વિસ્તારવાળા હોય છે અને નાભીની ઉપરના અવયવ સંકુચિત હોય છે. ૩,
લુઝદિલસંસ્થાનમાં માથુ અને ગળું તથા હાથ, પગ વિગેરે અવય તે બરાબર પ્રમાણયુક્ત હોય છે, પરંતુ છાતી અને પિટ વિગેરે અવયવો મંડલરૂપ-બરોબર પ્રમાણવાળા હોતા નથી, અર્થાત્ આ સંસ્થાનમાં છાતી અગર વાંસામાં કુબડ-ખૂધ નીકળી આવે છે, તેવા સંસ્થાનને “કુન્જ સંસ્થાન કહેવામાં આવે છે ૪, જે સંસ્થાનમાં છાતી અને પેટ વિગેરે અવયવો બબર પ્રમાણયુક્ત હોય, પરંતુ હાથ, પગ વિગેરે અવય ખરેખર પ્રમાણયુક્ત ન હોય અર્થાત હીન-ન્યૂનાધિક હોય તેવા સંસ્થાનને “વામન સંસ્થાન કહેવાય છે. ૫. જે સંસ્થાનમાં શરીરના સઘળા અવયવો પિતાપિતાના લક્ષણેથી હીન હોય તેવા સંસ્થાનને “હુડક સંસ્થાન કહેવાય છે. ૬, આ ગર્ભ જ વ્યુત્ક્રાંતિક જલચર છે આ છએ સંસ્થાનવાળા હોય છે. આ સંસ્થાને અને તેના નામો બતાવનારી બે ગાથાઓ આ નીચે પ્રમાણેની છે.–“સમજsia” ઈત્યાદિ “સુહ૪ વિઘ” ઈત્યાદિ આ ગાથાઓને અર્થ ઉપરના કથનમાં આવી જાય છે.
કષાયદ્વારમાં—“ત્તર જતા આ ગર્ભ જ જલચર જીવને ક્રોધ, માન, માયા, અને લેભ આ ચાર કષા હોય છે.
સંજ્ઞા દ્વારમાં–“ઇUTગો ચારિ” તેઓને આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ હોય છે. લેણ્યાદ્વારમાં–“છત્તા તેઓને કૃષ્ણ, નીલ, કાપત, તેજસ,
જીવાભિગમસૂત્ર
८८