Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આણુ રૂપે-ડા જ પ્રમાણમાં તેમના દ્વારા આહાર રૂપે ગ્રહણ કરાય છે ? કે બાદર રૂપેઅધિક પ્રમાણમાં–તેમના દ્વારા આહાર રૂપે ગ્રહણ કરાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર“જો મા ગp fi ગાત, વાઇ
હે ગૌતમ ! તે દ્રવ્યો તેમના દ્વારા અલ્પ પ્રમાણમાં પણ ગ્રહણ કરાય છે અને પ્રભૂત પ્રદેશ પચિત દ્રવ્ય પણ તેમના દ્વારા ગ્રહણ કરાય છે. અહીં જે અણુ (અપત્ની અને બાદર– (અધિકટવ)નું કથન કરવામાં આવ્યું છે તે એજ આહાર યોગ્ય સ્કલ્પના પ્રદેશોની અલપતા અને બહતાની અપે. ક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમજવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્નન-તારું જીવંત , આત્તિ , તિર્ષિ ગાદાસુંત્તિ” હે ભદન્ત ! અલ્પ રૂપે અથવા અધિક રૂપે જે દ્રવ્યોનો તેઓ આહાર કરે છે, તે દ્રવ્ય ઊર્ધ્વ પ્રદેશમાં રહેલાં હોય છે ? કે અધઃ પ્રદેશમાં રહેલાં હોય છે ? કે તિર્ય પ્રદેશમાં રહેલાં હોય છે ?
અહીં જેટલાં ક્ષેત્રમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિકો અવગાઢ છે, એટલા જ ક્ષેત્રમાં એ અપેક્ષાએ ઊર્વ અધર અને તિર્યકતા સમજવી જોઈએ.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જોયમા ! કવિ માતિઅ વિ માદારિ, તિરિયા ગરાતિ” હે ગૌતમ ! તે આણુરૂપ અથવા બાદર રૂપે રહેલું આહાર ગ્ય દ્રવ્ય ઊર્ધ્વ પ્રદેશમાં પણ રહેલું હોય છે. અધઃ પ્રદેશમાં પણ રહેલું હોય છે અને તિફ પ્રદેશમાં પણ રહેલું હોય છે તેથી એવાં જ તે દ્રવ્યને તેઓ આહાર કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ત્તારૂં રે હિંદ મહું મારિ, મ મહાતિ, નવસાળે જાતિ !” હે ભગવન્ ! જે ઊર્ધ્વપ્રદેશાવગાઢ, અધ: પ્રદેશાવગાઢ અને તિર્યક પ્રદેશાવગાઢ દ્રવ્યોનો તે સૂક્ષ્મપૃથ્વીકાયિક આહાર કરે છે, તે આહાર શું તેઓ આદિમાં (પ્રારંભે) કરે છે, કે મધ્યમાં આહાર કરે છે, કે અને આહાર કરે છે ? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–સૂમપૃથ્વીકાયિક જીવ અનંત પ્રદેશવાળાં દ્રવ્યોને એક અન્તમુહૂર્ત કાળ સુધી ગ્રહણ કરે છે. એટલે કે તે આહાર યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરવાનો કાળ એક અન્તર્મુહુત પ્રમાણ હોય છે. તે અહીં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેઓ તે દ્રવ્યોને આ અન્તર્મુહૂત–પ્રમાણ કાળની આદિમાં-પ્રથમ સમયમાં-ગ્રહણ કરે છે? કે મધ્ય સમયમાં ગ્રહણ કરે છે ? કે અન્ત સમયમાં ગ્રહણ કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-બજામા ! મારૂત્તિ આહાર, મજો વિ આદત, પકાવતા વિ કાતિ હે ગૌતમ ! તેઓ તે ઉપભેગેચિત દ્રવ્યોને ગ્રહણ કરવાના કાળના -એક અત્તમું છું પ્રમાણ કાળના પ્રથમ સમયમાં પણ તે દ્રવ્યોને ગ્રહણ કરે છે. મધ્ય સમયમાં પણ ગ્રહણ કરે છે અને અતિમ સમયમાં પણ ગ્રહણ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તારું મરે! કિં રિસા સદાતિ, અવર જાતિ ?' હે ભગવન ! જે દ્રવ્યોને તેઓ અન્તમુહૂર્તના આદિ મધ્ય અને અતિમ સમયમાં ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું ચિત આહારને ચોગ્ય હોવાને કારણે તેમના દ્વારા ગ્રહણ કરાયા છે, કે ચિત આહારને ચગ્ય ન હોય એવા દ્રવ્યોને પણ તેઓ ગ્રહણ કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! સવરપ બહાતિ નો અવસા આધારિત ગૌતમ !તેઓ ચિત આહારને યોગ્ય દ્રવ્યને જ ગ્રહણ કરે છે, ચિત આહરને દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, ચિત આહારને ન હોય એવાં દ્રવ્યોને તેઓ ગ્રહણ કરતા નથી.
જીવાભિગમસૂત્રા
૩૭