Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિ હૃદિયા પુનત્તા” ઉત્તરક્રિય શરીરવાળા હોય છે, તે પણ હંડક સંસ્થાનવાળા જ હોય છે. જે કે–ઉત્તર વિક્રય શરીરની જ્યારે તેઓ વિક્ર્વણા કરે છે, ત્યારે તેઓ એવે જ વિચાર કરે છે કે–અમે શુભ વિકિયા જ કરીશું. પરંતુ અત્યંત તથાવિધ અશુભ નામ કર્મના ઉદયથી તેઓના આ શરીરની અત્યંત અશુભતર વિકિયા જ હોય છે. તેથી તેઓ પણ હુડક સંસ્થાનવાળ હોય છે.
સંસ્થાનદ્વાર સમાપ્ત પાંચમા કષાયદ્વારનું કથન કરતાં પ્રભુ કહે છે કે –“તાર નાણા" નારકોને કોધ, માન, માયા, અને લોભ આ ચાર કષા જ હોય છે. કષાયદ્વાર સમાપ્ત થયું સંજ્ઞાકાર-“વત્તાન સામ” આ નારકને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ હોય છે. સંજ્ઞાદ્વાર સમાપ્ત.
સાતમું લેણ્યાદ્વાર–તિદિન તેરસ” નારકજીવોને કૃણ, નીલ અને કાપત આ ત્રણ જ વેશ્યાઓ હોય છે. તેમાં આદિની જે રત્નપ્રભા અને શર્કરામભા પૃથિવીવે છે, ત્યાં કાપોતલેશ્યા હોય છે ત્રીજી નારક પૃથ્વીમાં કેટલાક નારકાવાસમાં કાપતલેશ્યા હોય છે. અને કેટલાકમાં નીલેશ્યા હોય છે. ચોથી નારક પૃથ્વીમાં નીલલેશ્યા હોય છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નરકાવાસોમાં નીલલેશ્યા હોય છે. અને કેટલાક નરકાવાસમાં કૃષ્ણલેશ્યા હોય છે. છઠ્ઠી તમા નામની નારકપૃથ્વીમાં કૃષ્ણ લેશ્યા હોય છે અને સાતમી નારક પૃથ્વીમાં પરમ કૃષ્ણ લશ્યા હોય છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે –“લાલા વોડુ તરૂણ મીતિવા નીઝિ” ૨૩થી” ઈત્યાદિ.
લેશ્યાદ્વાર સમાપ્ત આઠમું ઈન્દ્રિયદ્વાર–“ચિત્રિા ” આ નારકને સ્પર્શન, રસના, ઘાણ. ચક્ષુ, અને કણ આ પાંચ ઈન્દ્રિય હોય છે. ઈન્દ્રિયદ્વાર સમાપ્ત
સધારદ્વા–“રારિ નમુઘાથા અઢિા ” નારકને આદિના ચાર સમુદ્રઘાતે હોય છે. તેના નામો આ પ્રમાણે છે. વેદના સમુદુઘાત ૧ કષાય સમુદ્દઘાત ૨ મારણાનિક સમદુઘાતક અને વિક્રિયસમુદુઘાત ૪, સમુદ્રઘાત દ્વાર સમાપ્ત.
દસમું સંક્ષિદ્વાર–“ન્નિતિ મણના વિ” તે નારાજી સંજ્ઞી પણ હોય છે, અને અસંજ્ઞી પણ હોય છે. તેમાં જેઓ ગર્ભજ છમાંથી મરીને નારકી થયેલ હોય છે, તેઓ સંશી કહેવાય છે. અને જેઓ સમૂછન જીથી આવીને ઉત્પન્ન થાય છે, તેઓ અસંશી કહેવાય છે. આ અસંજ્ઞીજી રત્નપ્રભા પૃથવીમાં જ ઉત્પન્ન થાય છે. તેની આગળના બીજા નરકમાં ઉત્પન્ન થતા નથી. જોકે આશય વિના જે અશુભ દારુણ કિયા પણ હોય છે, તેને વિપાક માત્ર એવા ફળવાળે જ હોય છે. અર્થાત રત્નપ્રભા પૃથ્વી પય તજ લઈ
જીવાભિગમસૂત્ર
૬૮