Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આહારને ઈન્દ્રિય રૂપે પરિણાવે છે, તે શક્તિનું નામ ઈન્દ્રિય પર્યામિ છે. જે શક્તિવિશેષ વડે જીવ ઉપવાસપ્રાયોગ્ય વર્ગણાપુદ્ગલેને ગ્રહણ કરીને અને ઉચ્છવાસ રૂપે પરિસમાવીને તેમને જે છેડે છે. તે શક્તિનું નામ ઉચ્છવાસ પર્યાપ્તિ છે. જે શક્તિ વડે જીવ ભાષાગ્ય પુગલોને ગ્રહણ કરે છે અને તેમને ભાષારૂપે પરિણમાવીને તેમને છેડે છે, તે શક્તિને ભાષાપર્યાપ્તિ કહે છે. જે શક્તિ વડે જીવ મન:પ્રાગ્ય મનેવગણાના દલિકોને ગ્રહણ કરીને તેમને મન રૂપે પરિણાવીને છેડે છે, તે શક્તિનું નામ મનઃપર્યાપ્તિ છે. આ છ પર્યાપ્તિઓમાંથી ચાર પર્યાપ્તિઓને એકેન્દ્રિય જીવ માં સદ્ભાવ હોય છે, દ્વીન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્તના જીવમાં પાંચ પર્યાપ્તિઓને સદ્ભાવ હોય છે. અને સંજ્ઞી પંચેન્દ્રિય જેમાં છ પર્યાપ્તિઓને સદ્ભાવ હોય છે. આ પર્યાપ્તિઓમાંની જે જે પર્યાપ્તિઓને જે જે જીવમાં સદભાવ કહ્યો છે, તે જ પિત પિતાની યોગ્ય પર્યાપ્તિઓનું એક સાથે જ નિષ્પાદન કરવાને પ્રારંભ કરે છે, પરંતુ ક્રમે ક્રમે તેમની પૂર્ણતાએ પહોંચે છે, જેમકે પહેલાં આહાર પર્યાપ્તિ, ત્યાર બાદ શરીર પર્યાપ્તિ, ત્યાર બાદ ઈન્દ્રિય પર્યાપ્તિ,
ત્યારબાદ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ત્યારબાદ ભાષા પર્યાપ્તિ અને ત્યારબાદ મન:પર્યાપ્ત, આ કેમે તે પૂર્ણ થાય છે. આ પર્યાપ્તિઓર્માની સૌથી પહેલી પર્યાપ્તિનું-આહાર પયક્તિનું નિષ્પાદન પ્રથમ સમયમાં જ થાય છે. ત્યારબાદ શરીરાદિ પ્રત્યેક પર્યાપ્તિનું નિષ્પાદન એક એક અન્તમુહૂર્તમાં થાય છે આહારપર્યાપ્તિનું નિષ્પાદન પ્રથમ સમયમાં જ થાય છે, આ વાતને સમજાવવા માટે પ્રજ્ઞાપના સૂત્રના દ્વિતીય ઉદ્દેશકના આહારપદમાં આ પ્રમાણે કહ્યું છે-“કદાપી કારણvi મરે કિં યજાદાર ગાદાનg, જોયા ! જે અTIદારૂ અદાર” આહારપર્યાપ્તિની અપેક્ષાએ અપર્યાપ્ત દશાવાળે જીવ જ્યારે વિગ્રહગતિમાં જ ઉત્પન્ન થાય છે, ત્યારે તે તે અનાહારક જ હોય છે, અને જ્યારે તે ઉપપાત ક્ષેત્રમાં આવી જાય છે ત્યારે તેને પ્રથમ સમયમાં જ આહારકતા રહે છે, તેથી આહારપર્યાતિની નિવૃત્તિ એક સમયની હોય છે. જે તે ઉપપાતક્ષેત્રમાં આવવા છતાં પણ આહારપર્યાપ્તિની અપેક્ષાએ અપર્યાપ્ત જ રહેતું હોય, તે સૂત્રને પાઠ આ પ્રકારે વાંચો જાઈએ-“વિક અળદર તથ મહાર'
સઘળી પર્યાપ્તિઓને પર્યાતિસમાપ્તિકાળ એક આનર્મુહૂર્તને જ હોય છે. જે જીમાં પર્યાપ્તિઓ હોય છે, તેમને પર્યાપ્ત કહે છે. પર્યાપ્તને જ પર્યાપ્તક કહે છે. જે જીવોમાં પિત પિતાને યોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતા હોતી નથી, તે જીવો અપર્યાપ્ત ગણાય છે. અપર્યાપ્તને જ અપર્યાપ્તક કહે છે. તે અપર્યાપ્તક જો બે પ્રકારના હોય છે—(૧) લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્તક અને (૨) કરણની અપેક્ષાએ અપર્યાપ્તક. જે અપર્યાપ્તક અવસ્થામાં જ મરી જાય છે, તેમને લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્તક કહે છે, જે જીવની શરીર, ઈન્દ્રિય આદિ કોઈ પણ પર્યાપ્તિએ પૂર્ણ થઈ ચુકેલી નથી, પણ ભવિષ્યમાં તે પર્યાપ્તિએ અવશ્ય પૂર્ણ થવાની છે, એવા જીવને કરણની અપેક્ષાએ અપર્યાપ્તક કહે છે. બાકોની વકતવ્યતાને સંગ્રહ કરનારી બે ગાથાઓ નીચે પ્રમાણે છે–
सरीरोगाहण संधयण संठाणकसाय तह य हंति सन्नाओ । लेसिदियसमुग्धाए सन्नी वेए य पज्जत्ती ॥१॥
જીવાભિગમસૂત્ર
૧૯