Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચમાંની કેવળજ્ઞાન સંજ્ઞા ક્ષાયિકી છે અને બાકીની ચાર સંજ્ઞાઓ લાયોપથમિકી છે. પિતાના દ્વારા કરાયેલા અસાતાવેદનીય આદિ કર્મના વિપાકેદયને લીધે અનુભવ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. અહીં પ્રયોજન અનુભવ સંજ્ઞા સાથે છે. તથા પ્રોજન દ્વારા જ જ્ઞાન સંજ્ઞાને પરિગ્રહ થાય છે.
આહાર વિષયક અભિલાષા કે જે સુધાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે અને જે આત્મપરિણામવિશેષ રૂપ હોય છે, તેનું નામ આહાર સંજ્ઞા છે. આ આહાર સંજ્ઞા અસાતા વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ભય મેહદનીયના ઉદયથી ભયસંજ્ઞા થાય છે અને તે ત્રાસપરિણામ રૂપ હોય છે. મેથન સંજ્ઞા વેદના ઉદયથી થાય છે અને તે મૈથુન સેવન કરવાની અભિલાષા રૂપ હોય છે. પરિગ્રહ સંજ્ઞા લેભમેહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે, અને તે મૂછ (લાલસા) પરિણામ રૂપ હોય છે. આ ચારે સંજ્ઞાઓ સૂક્ષ્મપૃથ્વી કાયિક જીવોમાં અવ્યક્ત રૂપે જ રહેલી હોય છે.
સંજ્ઞાદ્વાર સમાસ દા
સાતવાં વેશ્યાદ્વાર કા નિરૂપણ (૭) લેશ્યાદ્વાર “તેf m મ! નવા વરુ સુરક્ષા પુનત્તાગો?” હે ભગવન ! સૂમપૃથ્વીકાયિક જીને કેટલી વેશ્યાઓ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! સિરિન લાગ રૂનત્તાતંગ-v ar, નેસ્ટિસા, કટ્ટે' હે ગૌતમ ! તે જેમાં નીચે પ્રમાણેની ત્રણ લેશ્યાઓને સદ્ભાવ હોય છે-(૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કાપિત લેશ્યા.
જેના દ્વારા આત્માને કર્મની સાથે સબંધ થાય છે, તેને લેશ્યા કહે છે–તે વેશ્યા કૃષ્ણ આદિ દ્રવ્યની સહાયતાથી સ્ફટિક મણિની જેમ આત્માના શુભ અશુભ પરિણામ રૂપ હોય છે. કહ્યું પણ છે કે –“surrરિ દ્રવ્યથા ” ઈત્યાદિ. આ વેશ્યાના નીચે પ્રમાણે છ પ્રકારો છે (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલેશ્યા, (૩) કાપિત લેશ્યા, (૪) તે લેશ્યા, (૫) પદ્ધ લેશ્યા અને (૬) શુકલ લેશ્યા. આ લેશ્યાઓનું સ્વરૂપ જાંબુ ખાનારા છે પુરુષોના દષ્ટાંતથી જાણી શકાય છે. તે દષ્ટાંત નીચે પ્રમાણે છે
બધા દિમા છgar” ઈત્યાદિ--
ભૂલા પડેલા કઈ છ પુરુષ કોઈ એક જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે એક જાબનું ઝાડ જોયું. તેઓ તે ઝાડની નીચે બેસીને આ પ્રમાણે વાત કરવા લાગ્યા -જાબુ પર ખૂબજ જાંબુ પાકયાં છે. એકે કહ્યું આ ઝાડને જડમૂળમાંથી ઉખેડી નાખવું જોઈએ, તે જ આપણે તૃપ્તિ થાય એટલાં જાંબુ ખાઈ શકશું” બીજા પુરુષે કહ્યું-“આ ઝાડને જડમળમાંથી ઉખેડવાની શી જરૂર છે? તેને થડમાંથી જ કાપી નાખવું જોઈએ. એમ કરવાથી તેની શાખાઓ અને પ્રશાખાઓ પડી જશે અને તેમની ઉપર લાગેલાં જાંબુ આપણે ઈચ્છા અનુસાર ખાઈ શકશું.” - ત્રીજા પુરુષે કહ્યું--“થડને કાપવાની શી જરૂર છે? જે શાખાઓ પર જાંબુ લાગ્યાં છે, તે શાખાઓને કાપી નાખવાથી આપણી અભિલાષા સિદ્ધ થશે”
ચોથા પુરુષે કહ્યું–“શાખાઓને કાપવાની શી જરૂર છે? જાંબુનાં જે ગુછ ડાળીઓ પર લાગ્યાં છે, તેમને કાપી લેવાથી પણ આપણે તે જાંબુ ખાઈ શકીશું”
જીવાભિગમસૂત્રા
૨૪