Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આહારક શરીરને પ્રારંભ થતા જે સમદુઘાત થાય છે, તેનું નામ આહારક સમુદઘાત છે, અને તે આહાર શરીર નામકર્મને અધીન હોય છે. અંતમુહૂર્તમાં પ્રાપ્ત થનાર પરમપદ મોક્ષને સમયે જે સમુદ્રઘાત થાય છે, તેને કેવલિ સમુદઘાત કહે છે.
“સ' એકાગ્ર ભાવથી, “37” પ્રબળતા પૂર્વક જે ઘાત થાય છે, તેનું નામ સમુ. દૂધાત છે. આ એકાગ્રભાવ કેની સાથે થાય છે, તે પ્રકટ કરવામાં આવે છે–તે એકાગ્રભાવ વેદના આદિની સાથે થાય છે. એટલે કે આત્મા જ્યારે વેદના આદિ સમુદઘાતથી યુક્ત થાય છે ત્યારે તે એકાગ્ર ભાવથી માત્ર. વેદના આદિના અનુભવ જ્ઞાનમાં જ પરિણત થાય છે, એટલે કે ત્યારે તે આત્મા અન્ય અનુભવ જ્ઞાનમાં પરિણત થતું નથી.
પ્રબળતા પૂર્વક ઘાત કેવી રીતે થાય છે, તે હવે સમજાવવામાં આવે છે –
વેદના આદિ સમુદઘાત પરિણત આત્મા, કાળાન્તરે અનુભવનીય (હાલમાં જેનું વેદન કરવાનું નથી પણ અમુક કાળ વ્યતીત થયા બાદ જેનું વેદન કરવાનું છે એવાં) વેદનીય આદિ કર્મપુદગલેને ઉદીરણા દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં લાવીને તેમનું વેદન કરીને તેમને ઘાત (નાશ) કરી નાખે છે તેમને આત્મપ્રદેશમાંથી અલગ કરી નાખે છે. તેનું નામ જ પ્રબળતા પૂર્વકને ઘાત છે.
હવે સૂત્રકાર વેદના આદિ સમુદઘાતનું વર્ણન કરે છે--
વેદના સમુઘાતથી યુક્ત થયેલા જીવ વેદનીય કર્મ પુદ્ગલેનું પરિશાટન કરે છેતેમને આત્મપ્રદેશમાથી અલગ કરે છે. આ ક્રિયા આ રીતે થાય છે–વેદનાથી વ્યાપ્ત થયેલે આત્મા અનંતાનંત કમપુગલોથી વીંટળાયેલા પિતાના પ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને તે પ્રદેશ વડે વદન, જાંઘ આદિનાં છિદ્રોને તથા કર્ણ, સ્કન્ધ આદિના અંતરાલેને ભરી દે છે. ત્યાર બાદ તે આયામ અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને ચારે તરફથી વ્યાપ્ત કરીને એક અંતમુહૂત પર્યન્ત અવસ્થિત રહે છે. તે અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં તે આત્મા ઘણાં જ અસાતા વેદનીય કર્મયુગલેની નિર્જરા કરી નાખે છે.
કષાય સમુદ્રઘાતથી યુક્ત થયેલે જીવ કષાય નામક ચારિત્ર મેહનીય કર્મપુદ્ગલેની નિર્ભર કરે છે. જ્યારે આત્મા કષાયના ઉદયથી વ્યાપ્ત થાય છે, ત્યારે તે પિતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને તે પ્રદેશો વડે વદન, ઉદર આદિનાં છિદ્રોને તથા કર્ણ, સ્કન્ધ આદિના અન્તરાલોને ભરી દે છે. ભરી દઈને આયામ અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને ચારે તરફ વ્યાસ કરી દઈને તે ત્યાં અવસ્થિત થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મુકાયેલો તે જીવ બહુ જ કષાય કર્મ પુદગલની નિર્જરા કરી નાખે છે એ જ પ્રમાણે મારણતિક સમુદઘાતથી યુક્ત થયેલે જીવ આયુકર્મયુદ ગલેની નિર્જરા કરી નાખે છે. વૈક્રિયસમુદઘાત યુક્ત જીવ પોતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને તેમને શરીરની પહોળઈ અને જાડાઈ પ્રમાણે બનાવે છે. તથા લંબાઈની અપેક્ષાએ સંખ્યાત જનપ્રમાણ દંડરૂપ બનાવે છે. ત્યાર બાદ તે પૂર્વે ઉપાર્જિત કરેલાં યથા સ્થલ વૈકિયશરીર નામકર્મનાં પુદગલની નિર્જરા કરે છે. તૈજસ અને આહારક સમુદઘાત વૈકિય સમુદઘાતની જેમ જ થાય છે. પરંતુ વિશિષ્ટતા એટલી જ છે કે તૈજસ સમુદઘાતથી યુક્ત થયેલ છવ તેજસ શરીર નામકર્મને પુદ્ગલેને નાશ કરે છે અને આહારક સમુદ્રઘાતથી યુક્ત થયેલે જીવ આહારક શરીર નામકર્મનાં પુદ્ગલની નિર્જરા કરે છે. કેવલિ સમુદ્રઘાતથી યુક્ત થયેલે જીવ (કેવળી) સાતા અસાતા વેદનીયનાં શુભાશુભ નામકર્મનાં અને ઉરચ નીચ ગોત્રકર્મનાં પુદગલોને વિનાશ કરે છે. પહેલાં છ સમુદ્યામાંના પ્રત્યેક સમુદઘાતને સમય એક એક અન્તમું હૃને છે અને કેવલિસમુદઘાતને સમય જીવાભિગમસૂત્ર
૨૭