________________
શ્રી ભગવતીજી સૂત્રવિવેચન આજની નવી જૈનપ્રજાનો સંઘ કેવો બનશે :
આ આપણે એટલા માટે વિચારવું પડે છે કે.આજે નવી પ્રજા જ્યારે જડવાદ-નાસ્તિકતા-વિલાસ પ્રિયતા અને સ્વચ્છદંતા તરફ ઘસડાઈ રહી છે ત્યારે વિચારણીય બને છે કે ભવિષ્યમાં આ પ્રજાનો બનેલો જૈનસંઘ કઈ સ્થિતિમાં હોય ? એવા સંઘમાં જિનશાસનનું સ્થાન કેવું હોય ? શાસન તો સંઘના આધારે ટકે છે ને ? સંઘને જો શાસ્ત્રશ્રદ્ધા ન હોય, ગુરુશ્રદ્ધા ન હોય, દેવદર્શન- જિનપૂજાજિનવાણીશ્રવણ, સામાયિક-પોષધ-પ્રતિક્રમણ નહિ, વ્રત-નિયમ-પચ્ચક્ખાણ નહિ, સૂત્રાધ્યયન અને ધર્મશાસ્ત્રવાંચન ન હોય, શ્રાવક જીવનની આચાર મર્યાદાઓ જો નહિ, ધર્મક્ષેત્રમાં દાન ન હોય, પર્યુષણા જેવા મહાપર્વમાં પણ જો વ્યાખ્યાન શ્રવણ વગેરે ધર્મપ્રવૃત્તિ નહિ,... તો પછી શાસન ક્યાં રહેવાનું ? આજની નવી પ્રજામાં તપાસો કે આમાંનું કેટલું પળાય છે ? એની શ્રદ્ધા ય કેટલામાં છે ? નવી પ્રજાનો મોટો ભાગ આ બધી વસ્તુથી પરવારી ગયેલો જોવા મળે છે ! એને તો રેડિયો, સિનેમા, હોટેલ, રેસ્ટોરાં, કલબ-ગાર્ડન, સામાજિક સંસ્થાઓ વગેરેમાં ભળતા રહેવું છે. એના આકર્ષણો અને આદતોમાં ઘડાયે જતી નવી પ્રજા જ્યારે મોટી થઈ સંઘની પુષ્ઠ ઉંમરના અંગ બનશે ત્યારે એ સંધ કેવો હશે ? આજે તમે જે જુની ચાલી આવેલી શ્રદ્ધાથી જીવનમાં ધર્મને જીવો છો, એ શું એ જીવશે? ત્યારે જીવમાં જો એ જીવવાનું ન હોય તો શાસન જયવંતુ ગણાય ?
શાસનને શું સમજો છો ? ખાલી ધર્મશાસ્ત્રો, તીર્થો, મંદિર-ઉપાશ્રયો અને કોરૂં શાસ્ત્રજ્ઞાન હોય અને જીવનમાં ધર્મ આચરવાનું કશું ન હોય એ શાસન-અસ્તિત્વ છે? શાસન તો જીવનમાં જીવતા ધર્મના આચાર-વિચાર-અનુષ્ઠાન અને શાસનશ્રદ્ધા પર આધારિત છે. એ બધું જો ગયું, તો શાસન ગયું સમજો. શાસનની આબાદી શાસનનો આચાર-અનુષ્ઠાનાદિ નવાં જીવનારા પર મપાય, પણ નહિ કે કોરા સાક્ષરો પર, નવા કે કોરા શાસ્ત્રજ્ઞાનના પ્રયત પર.
નવી પ્રજામાં શું ચાલ્યું છે ઃ
એટલે વિચારવા જેવું આ છે કે આજની નવી પ્રજા કે જેમાં હવે ઇંડા ખાવાનું પણ પેસવા માંડયું છે, કંદમૂળ-ભક્ષણ કેટલુંય પેસી ગયું છે, રાત્રિભોજન તો સહેજ થઈ ગયું છે. જેઓને હોટેલની સૂગ નથી, સિનેમાના ટી.વી.ના ચડસ લાગ્યા છે ફિલ્મી ગીતો અને એક્ટર-એકટ્રેસીસની વાતો હાલતાં ચાલતાં કરવાની થઈ ગઈ છે, જિનપૂજાની પડી નથી, વ્યાખ્યાન શ્રવણની ગરજ નથી, ચૌદશ જેવા પર્વ દિવસેય નાના પણ તપનો પ્રતિક્રમણનો વિચાર જ નથી, એવી આજની જૈન પ્રજામાં ધર્મ શું ? અરે ! કમમાં કમ હવે જૈનત્વનું ગૌરવ અને મિથ્યાધર્મ તથા સામ્યવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org