________________
| શ્રી ભગવતીજી સ્ત્ર-વિવેચન E
અહીં બન્યું એવું કે એના જુલ્મથી મંત્રી અમલદારો નોકરો ત્રાસી ગયા છે. રાજા સામે બળવો કરવાની તાલાવેલીમાં છે. તેની તૈયારી પણ કરી લીધી છે. તે જેવો રાજા પાછો આવ્યો કે તરત એને સિપાઇઓએ પકડી લઈ ખતમ કરી નાખ્યો. આચાર્ય મહારાજનો યશવાદ ગવાઈ ગયો.
કાલિકસૂરિજી મહારાજ જિનવચનથી અંજાયેલા હતા, જિનવચન પ્રત્યે સાપેક્ષ ભાવવાળા હતા. તેથી અવસરે સત્ય પ્રકાશનમાં ડર્યા નહિ.
વાત એ છે કે મનમાં કઈ કઈ વાતોને અંજામણ લાગી ગયા હોય છે. એ જગતના જીવોમાં આપણે ઘણા રંગ જોઇએ છીએ અને આપણા જીવનમાં પણ અનંતા સંસારકાળમાં અનુભવ્યું છે. તે તે જીવનમાં કોઈ અન્નદાતાના, કોઇ શેઠના, કોઈ રક્ષકના, કોઈ સેવાકારકના, કોઈ જોષીના કે કોઈ વૈદ ડાક્ટરનાં અંજામણ મન પર ધર્યા છે. આજે દેખાય છે ને કે કોઈ કહે છે, “ભાઈ ! મારે તો આ ડૉક્ટરની દવા પર ગાડું બરાબર ચાલે છે.” બીજો કહે છે “આપણે તો પેલા જ્યોતિષીએ કાઢી આપેલ વરતારા બરાબર બનતા આવે છે. ત્યારે કોઈને સારો નોકર મુનીમ મળી ગયા પર ઇતબાર છે. બીજાને વળી સારી પત્ની મળી ગયા પર ભારે હુંફ છે. આ શું? પાકાં અંજામણ.
સવાલ માત્ર આ છે કે જિનવચનનું અંજામણ ક્યાંય ધર્યું ? શ્રી ભગવતીજી સૂત્ર સાંભળવું છે ને? એ સાંભળેલું સફળ ક્યારે થાય? સાંભળવા પર ભાવોલ્લાસ કેવી રીતે જાગે ? જિનવચનનું ભારે અંજામણ મન પર વસ્યું હોય તો જ તો. પરમ તારક, પરમ કલ્યાણકર, પરમ રક્ષા-શરણાદાયી, જિનવચનથી મન એવું અંજાઈ ગયું હોય, પ્રભાવિત બન્યું હોય, વશીભૂત થયું હોય, મનને લાગ્યા કરે કે આ સંસારમાં સારભૂત જિનવચન છે, સત્ત્વ-જોમ શાંતિ-સમાધિ, પુણ્યબળ અને બાદશાહી આપનાર કોઈ હોય તો તે જિનવચન જ છે. એને જ જીવનસૂત્ર બનાવવામાં એકાંતે વિજય છે, વિનોનો નાશ જ થતો આવે છે, મહાન કર્મ જંજીરો તૂટતી આવે છે. એ કાર્ય ધન, માલ, પરિવાર પ્રતિષ્ઠા કે આપણી આંતરિક ક્રોધ લોભ માન મદ ભય કે માયા વગેરેથી શક્ય નથી ત્યારે જ જ્યાં મોકો આવે ત્યાં એ બધાંની આશા બાજુએ મૂકી બંધન કોરાણે રાખી મારે તો જિનવચનનું જ શરણ લેવાનું.
સાજન વણિકને છીપાના ઘરમાં ભાડે રહેતાં પ્રસંગવશ એના વાડામાં ખોદતા સોનાની કઢાઈ નીકળી આવી. અહીં જો ધનનું અંજામણ મન પર હોત તો તો મનને થાત કે ચાલો ફાવી પડ્યા ! ઘર છીપાનું ને માલ ઘરમાં છૂપાયેલો, પણ ભાગ્ય આપણાં ઊઘડી ગયા કે કોઈ જાણે નહિ, ને ભાડવાતગીરીમાં આપણને એ માલ મળી ગયો. બસ એને ઘાલી દો આપણી તિજોરીમાં !” લક્ષ્મીનું અંજામણ હોત તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org