Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 109
________________ ૧૦૪૬ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ઇર્ષા? ભયંકર રાજ્યલંપટતા? ભયંકર પાશવીપણું? માફ કરજો મારા આ ઘોર અપરાધને, હું તમારી ક્ષમા માગું છું. ને લ્યો આ તમારું રાજ્ય તમને સુપરત કરૂં છું, એમ કહી કાશીનરેશને પકડીને બળાત્કારે રાજ્યગાદી ઉપર બેસાડી દે છે ! કોશલરાજ હાથ જોડીને રડી રહ્યો છે, સભા પણ રડી રહી છે. કાશી નરેશની આંખ પણ ભીની થઈ જાય છે. એ કહે છે, - કાશીનરેશના ચોગ્ય બોલઃ “નરેન્દ્ર ! અત્યારે તમારા કબજામાં છતાં તમે આ એક ગરીબની જેમ ક્ષમા માગી રહ્યા છો, ગગદ દિલે રાજ્ય સુપરત કરી રહ્યા છો એ તમારી કેટલી મોટી વિડાઈ? સત્તાધીશ છતાં આ કરગરતા માફી માગવી એ કોઈ મામુલી વાત નથી. જીવન પાપથી ભરેલા હોય એની આ જગતમાં કોઈ નવાઈ નથી; પરંતુ પાપનો ત્યાગ કરવાની, પાપનો પ્રશ્ચાત્તાપ અને પ્રક્ષાલન કરી એનાથી પાછા હટી જવાની નવાઈ છે. મહારાજ ! રાજ્યપાટ અને જીવન ક્યાં ટકવાના છે ?” ગમે તેટલાં સાચવ્યા ક્યાં સચવાવાના છે ? એક દિવસ આ બધું છોડી ચાલ્યા જવાનું છે પણ એ જતાં પહેલાં જીવ પાપોને તિલાંજલિ આપી દે એના જેવું બીજું પરાક્રમ નથી, બીજું શાણપણ નથી. સાથે લઈ જવાની ચીજ બે, - સુકૃત અને દુષ્કૃત્ય. એમાં શા સારૂ દુષ્કૃત્યોને પડતા મૂકી સુકૃતોનો ભંડાર જ સાથે ન લઈ જવો ? આજ તમારી આ ઉદારમનસ્કતા જોઈ મારૂં હૈયું ગગદ થઈ જાય છે! બસ, કોશલનરેશ રાજ્ય સોંપીને પોતાના સ્થાને ચાલ્યો ગયો અને કાશીનરેશે પેલા બ્રાહ્મણને આ મહા સુખદ પ્રસંગનું નિમિત્ત માની વિશેષ મોટું દાન કર્યું. એને રાજ્યલક્ષ્મીની પણ લંપટતા નહોતી તેથી અવસરે એને જતું કરવામાં લેશ પણ આંચકો ન આવ્યો, ત્યારે અર્થલંપટોની દશા ભૂંડી છે કે મળવામાં તો પૈસાનો કશો ભલીવાર ન હોય, અત્યન્ત મામુલી મળ્યું હોય, પરંતુ ઘર્મ ખાતર એમાંથી સહેજ પણ જતું કરવા તૈયાર નહિ ! ને એ ઠીકરા જેવાને ય બાથ ભીડીને બેસી રહેશે ! થોડું ય દાન નહિ કરે. એમ ટૂકડા ખાતર પણ જૂઠ બોલશે, અનીતિ કરશે, કિન્તુ સત્ય-નીતિનો ધર્મ સાચવવાની વાત નહિ ! વિષયલંપટોની પણ એ જ દશા છે કે એની આંધીમાં ચડેલા એમને એ અધમ ગલીચ વિષયસુખ જરાય જતા કરી ઘર્મ સાધવાનો મોખ નથી ! ખાનપાનની લંપટતા પણ કેવા ભૂલાવે છે ? આજે આઠમ ચૌદશ જેવી પર્વતિથિએ પણ એક નાનાં બેસણાં જેવો ય તપ ક્યાં છે? તિથિએ પણ એક ધી વિગઈનોય ત્યાગ અને જૂઠનો ત્યાગ ક્યાં છે? પર્વતિથિનો માથે કોઈ ભાર જ નથી ! શાસનનો માથે ભાર નથી કે “આ પામ્યાની રૂએ મારે આટલું તો કરવું જ જોઈએ. જુઠું ક્યારે ય ન બોલાય, પણ કમમાં કમ મહાન પર્વતિથિ જેવા દિવસે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126