Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 111
________________ 1. શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન મહાપુરુષોનાં ચરિત્ર વાંચીએ, રાસ વાંચીએ, પ્રતિક્રમણ કરીએ, એવું કશું મનમાં નહિ આવે, આવશે વાતો કરવાનું ! જીવ એમાં ફોરો થતો લાગે છે ! એમાં નવનવું જાણવાનું મળવાથી જ્ઞાની સબુઝ સમજદાર થતો લાગે છે ! વાતોનો ચડસ, ગામ-ગપાટાની લંપટતા, નિંદા કુથલીની આંધળી આસક્તિ, લાખેણી ધર્મકરણીની કિંમત કોડીની લેખાવે છે. મનમાં હલક્ટ વાતોના કચરા ભરતાં કોઈ સંકોચ નથી ! કચરો લાગે તો ને? ભાન નથી કે “અનંતા કાળની આવી ને આવી ઊંધી રમતે ઝેરી રાગ-દ્વેષ-મૂઢતાની વાસનાઓ તો લઈને આવ્યો છે, એમાં વળી અહીંની પ્રત્યેક નિંદા-વિકથા-કુથલી એ કુટિલ વાસનામાં વધારો કરી રહી છે. પછી એ વાસનાઓને ઘસારો પાડવાની કયારે ?' વાસનાપોષણના પ્રત્યાઘાત : ભૂલતા નહિ, એક પણ બોલ નકામો નથી જતો, વાતોના બોલ બોલાય છે તે રાગ-આસક્તિ કે દ્વેષ-અરુચિના અસતુ પુરુષાર્થ ઊભા કરીને બોલાય છે! અને વળી બોલતાં બોલતાં કે સાંભળતાં એ મેલી લાગણીઓ ખીલે છે. એના પ્રત્યાઘાત ભૂંડા ! પછી અહીં વૈરાગ્ય આદિના ઉપદેશ કે પ્રસંગદર્શન હૈયે જચવા ન દે ઠરવા ન દે, ત્યારે પરલોકમાં તો દારુણ દુર્દશા ! સંસારમાં જીવની એવી પુષ્ટ રાગરિની વાસનાઓ જ એને દુઃખ-ત્રાસ-પીડામાં ખદબદતો રાખે છે. માટે આવી વાસનાઓની પોષક વાતોના રસ-ચડસ ભૂંડા ! કેમકે એ હાથ વેંતમાં રહેલ ઉત્તમ આધ્યાત્મિક વાંચન-શાસ્ત્રસ્વાધ્યાય- સામાયિકજાપ આદિ ધર્મ નહિ સૂઝવા દે ! કારણ કે પેલો આનંદ જતો કરવો પડે ને? એટલે જ કદાચ કુળધર્મથી કે આજુબાજુવાળાના સંસર્ગને લીધે, યા કોઈ બાધા-નિયમ આદિના હિસાબે ધર્મપ્રવૃત્તિમાં બેસવું પડ્યું તો ત્યાંય દૃયમાં પેલી વાતો-વિકથાનો રસ ભર્યો પડ્યો હોવાથી જરાક મોકો મળ્યો કે વાત-વિકથા-કુથલી કરવા લાગી જશે ! અહીંજ દેખાય છે ને કે પાંચ મિનિટ કોઈ કારણસર વ્યાખ્યાન બંધ પડ્યું એટલી વાર; ઝટ વાતો ગરબડ શરૂ થઈ જાય છે ! એ વાતચીત શું સાંભળી ગયેલ વ્યાખ્યાનના વિષય અંગે હોય છે ? ના રે ના, એ તો આડીઅવળી મફતિયા વાતોસ્તો.મૂઢ જીવને ભલે ને વીતરાગ સર્વજ્ઞ ભગવાનની અનુપમ વાણીનો યોગ મળ્યો. પણ હૈયામાં રસ-ચડસ-લંપટતા પેલી વાતો-વિકથા-કુથલીનો બેઠો છે, એ ધર્મમાં ચિત્ત તન્મય-રસિયું-ગુલતાન ક્યાંથી બનવા દે. વિશેષ દુઃખદ તો પાછું એ છે કે એ વિકથા-કુથલી-નિંદા કર્યા પછી પણ એનાં ખેદ નથી કે “અરે ! મેં આ શું કર્યું? ઉત્તમ માનવકાળ આ કુથલીની અધમ ચર્યામાં ક્યાં વેડફી નાખ્યો? અનાદિ કુવાસનાઓને ઘસારો પાડનાર સુંદર ભાવનાઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126