________________
૧૧
શ્રી ભગવતીજી સૂત્રવિવેચન
ય
સામે આ ક્ષમાદિના શુભ ભાવ ઊભા કરવા પડે. એમાં પણ ડીગ્રી-માત્રા તો રહેવાની. સૌથી અલ્પમાત્રાનો ક્ષમાનો ભાવ, એનાથી વધતી માત્રાનો એથી પણ અધિક માત્રાનો. એવું નમ્રતાદિના ભાવોમાં ય અનેક માત્રાઓ રહેવાની. છતાં એટલું તો નક્કી કે આ ક્ષમાદિ એ પણ ભાવ છે, ને કાંઈ વીતરાગ દશા નથી. વીતરાગદશા તો પરાકાષ્ઠાની સર્વથા કષાયમુક્ત અવસ્થા છે. એટલે એની નીચેની ગુણમય અવસ્થાઓ આમ કષાયના અસ્તિત્વવાળી અવસ્થા હોઈને ‘વિશુદ્ધિ’ કહેવાય છે, કેમકે ક્ષમાદિ વિકસતાં કષાય શમતા આવીને વિશુદ્ધ-વિશુદ્ધ અવસ્થા બનતી આવે છે.
અર્થાત્ વીતરાગ બનવા પૂર્વે કષાયના અશુભ ભાવ દબાવતા આવવા માટે ક્ષમાદિના શુભ ભાવો કેળવતા આવવું જ પડે. ત્યારે જો કોઈ એમ કહે કે ‘મારે વીતરાગ જ બનવું છે ને એમાં તો કોઈ અત્યત્ય પણ કષાય રખાય નહિ, એ તો તદ્દન કષાય મુક્ત શુદ્ધ અવસ્થા છે; માટે મારે ક્ષમાદિના શુભ ભાવનું શું કામ છે ?' તો એ સમજદાર ગણાય ? કે અજ્ઞાન પાગલ ગણાય ?
પોકળ નિશ્ચયવાદીનું અજ્ઞાન :
એટલે, ‘આપણે તો વીતરાગ બનવાનું છે શુદ્ધ ભાવવાળા બનવાનું છે, ત્યાં શુભ ભાવનું શું કામ છે ?' એમ કહેનારો, કહેવું પડે કે, એ ખરેખર સમજ્યો જ નથી કે વીતરાગભાવ કઈ અવસ્થા છે, એ કેવી રીતે આવે છે, એની પૂર્વે કષાયોની કેવી કેવી અનેકવિધ ઉતરતી માત્રાઓ છે. એ કેવી કેવી રીતે પસાર કરવી પડે છે, એ માત્રાઓને ઘટાડતા જવા કયા ક્યા શુભ ભાવ ઉપયોગી થાય છે ?.. વગેરે વગેરે એ સમજ્યો જ નથી. તેથી એમ બોલે છે કે નિશ્ચય આરાધ્ય છે વ્યવહાર નહિ. વીતરાગ ભાવ એ નિશ્ચયથી શુદ્ધ અવસ્થા છે, ને એજ ધ્યેય છે, માટે એનોજ પુરુષાર્થ કરવો, હું નિશ્ચયથી શુદ્ધ વીતરાગદશાવાળો છું પણ કષાયમિશ્રિત શુભ ભાવવાળો નહિ. એ તો અસદ્ભૂત વ્યવહારનયની વસ્તુ છે. એ આરાધ્ય નથી, ઉપાદેય નથી. માટે એવા શુભ ભાવને લાવનારી ક્રિયાઓ પણ આરાધ્ય-ઉપાદેય નહિ. એવી ક્રિયાઓ તો અનંતી કરી ચુક્યા, તો ય હજી રખડતા છીએ. માટે ક્રિયા તો મજૂરી છે; એનાથી વીતરાગદશા પ્રાપ્ત થવાનું માનવું એ મિથ્યાત્વ છે.’ વગેરે વગેરે બોલે એ અજ્ઞાન પ્રલાપ મૂઢતાભર્યો લવારો છે.
એ
પોકળ નિશ્ચયવાદીનો એ મૂઢ લવારો હોવાનું કારણ કે એ એવી જાતનું કથન છે કે જેમ કોઈ જમીન પર ઊભેલો બોલે કે ‘‘આપણે તો સાતમા મજલાની અગાશી પર ઊભા રહેવાનું લક્ષ્ય છે, તો વચલા મજલાઓની સીડીઓ ચડવાનું શું કામ છે ? વળી જો એ સીડીઓ ત્રાંસી નહિ પણ સીધા ઊભા થાંભલાની જેમ એકદમ ઊભી છે તો એ ચડતાં બાજુના કોઈ કઠેરા કે દોરડાના ટેકો પકડવાનું શું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org