________________
- શ્રી ભગવતીજી સ્ત્ર વિવેચન બેપરવાહીમાં મસ્ત હોય છે. લાડ ખાવાના આનંદ કરતાં માવતનાં મનામણાંની બેપરવાહીનો આનંદ વધુ હોય છે. એ એનું ઊંચું નૂર ગણાય. ત્યારે ગધેડાને લાડ તો શું, પણ ઉકરડે ચૂર-ચાર કરવાનો આનંદ હોય છે, એ એની અધમ કક્ષા સૂચવે છે.
એમ માણસોમાં પણ તરતમતા દેખાય છે. કેટલાકને તુચ્છ પદાર્થ પણ ખાતાં આનંદનો પાર નથી રહેતો ! ત્યારે બીજાને મેવા-પકવાન્ન પર પણ એવી ચોંટ નથી હોતી. કાળી બુધા જેવી સ્ત્રીમાં ય કેટલાક ભારે લંપટ અને એની સહર્ષ ગુલામી ઉઠાવતા હોય છે, તો બીજા વળી ગોરી ગોરાંગના પ્રત્યે પણ અલિપ્ત ગંભીર ઉદાસીન હોય છે. પ-૨૫ હજારની મૂડી પર હરખ અને મદનો પાર નહિ એવા ય જીવો હોય છે; તો બીજા વળી લાખોની આવક છતાં ઉદાસીન જેવા અને ઉદાર ચિત્તવાળા હોય છે. કેટલાકને જરાક શી સત્તા મળી સન્માન મળ્યું એમાં ખુશીનો પોટલો થવા જોઈએ છે. ત્યારે મહા સત્તા-સન્માનમાં પણ એવો આનંદ નહિ, એવા ય માણસ હોય છે.
આ શું છે? ઓછા-વધતાં નૂરની નિશાની. નૂર તેજ સત્વ વધે એમ તુચ્છ બાબતના આનંદ કપાય. અથવા કહો, જેમ જેમ તુચ્છ બાબતના આનંદ અટકાવતા જઈએ તેમ તેમ આત્માનું નૂર વધતું આવે.
પ્ર. - તો શું નૂર વધવાથી મોટી બાબતના આનંદ વધે?
ઉ. - ના, એમાંય આનંદની માત્રા કપાતી આવે. નૂર વિકસ્યા પહેલાં જેટલો ભારે આનંદ થતો હતો, તે હવે નૂર વિકસ્યા પછી નહિ. એટલે કિંમતી ગણાતા વિષયોમાં પણ આનંદની માત્રા ઘટાડતા અવાય તો નૂર વધતું ચાલે. જે નૂર ભરત ચક્રવર્તીનું હતું તે બ્રહ્મદત્ત ચક્રીનું નહિ, કેમકે બ્રહ્મદત્તે પૂર્વજીવનમાંથી પૌગલિક આશંસા-નિયાણું કરીને છતું નૂર તોડી નાખેલું તેથી અહીં વિષયોની ભારે લંપટતા અને ગુલામી વહોરેલા.
એટલે જ આ વિચારવાનું છે કે હરવા-ફરવાની તુચ્છ બાબતનો રસ હોય એનું નૂર કેટલું જધન્ય ? એવા જધન્ય નૂરવાળાને પ્રતિક્રમણાદિ સુંદર ધર્મક્રિયાને આનંદ લૂંટવાનું શાનું ગમે ?
આશ્ચર્ય તો એ છે કે માણસને નાની નાની બાબતની સફાઈ નૂર તેજ વધારવાનું લક્ષ રહે છે, પરંતુ પોતાના આત્માનું નૂર વધારવા તરફ કોઈ લક્ષ જ નહિ ! પેલી બ્રાહ્મણીની ત્રીજી છોકરીનો ઘણી એની લાત પર એના પગ પંપાળવા અને એનું ચાટુ કરવામાં આનંદ માની રહ્યો છે ! ગધેડા કરતાં કોઈ વધારે નૂર? ત્યારે તો બ્રાહ્મણી છોકરીને એ સલાહ આપે છે કે “જો, આ પતિને તો તું આજ્ઞા કરીશ એમાં એ ખુશી રહેશે. પણ તું - જો એની આજ્ઞાની અપેક્ષા રાખીશ અને એને દેવની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org