________________
સ ર્વ શ્રી ભગવતી સૂત્ર-વિવેચન હોય તે કરાયું કહેવાય ઇત્યાદિ શાસ્ત્રના વચનને સંભારી મિથ્યાત્વ મોહનીયના ઉદયથી તે ખોટું છે, અર્થાત્ ભગવાન મહાવીરદેવ જે ‘કરાતું હોય તે કરાયું ચાલતું હોય તે ચાલ્ય” યાવત નિર્જરાતું હોય તે નિર્જરાયું કહેવાય તે મિથ્યા છે. કારણ કે પ્રત્યક્ષ દેખાય છે કે પથરાતો હોય ત્યાં સુધી પથરાયો નથી. બીજા સ્થવિર ભગવતીએ યુક્તિઓથી સમજાવ્યો દા.ત. કોઈ ભાઈ અમદાવાદથી મુંબઈ જવા ઘરેથી હમણાં નિકળ્યા છે. ત્યાર પછી તુરતમાં કોઈ પૂછે છે કે ભાઈ ક્યાં ગયા? તો કહેવાય છે કે મુંબઈ ગયા. હજી તો અમદાવાદના સ્ટેશને પણ પહોંચ્યા નથી... છતાં તે સમજ્યો નહિ. ત્યારે તે સ્થવિર મુનિઓ તેમનો ત્યાગ કરી ભગવંત પાસે ગયા. બીજા જમાલિની પાસે જ રહ્યાં. સુદર્શનાએ પણ જમાલિ ઉપરના અનુરાગથી તેનો જ મત સ્વીકારી ઢંક નામના કુંભાર શ્રાવકને ઘરે જ રહી. ટંક ભગવાનનો શ્રાવક હતો તો પણ તેના મતનો સ્વીકાર કરાવવા પ્રવૃત થઈ. ત્યારે તે ઢંક શ્રાવકે સુદર્શનાએ પ્રતિબોધવા નિભાડામાં મૂકેલ માટીના વાસણોનો હેરફેર કરતો હતો ત્યારે તેણે એક અંગારો સ્વાધ્યાયને કરતી તે સુદર્શનાના કપડામાં મૂક્યો જેથી તેની સંધાટી (સાલ્લો) નો છેડો બળ્યો. ત્યારે તે સુદર્શનાએ કહ્યું કે “હે શ્રાવક ! મારી સંવાટી તે બાળી?” પછી તે ઢંકે કહ્યું કે બળતું હોય તે બળ્યું ન કહેવાય એમ તમારો સિદ્ધાંત છે. અને આ સંવાટી તો હજી સુધી બળી નથી પણ બળતી છે માટે ક્યારે અને કોણે તારી સંધાટી બાળેલી છે? ઇત્યાદિ તે ટંકનું વચન સાંભળીને સુદર્શના સમજી ગઈ કે જમાલિનું મંતવ્ય યુક્તિ અને શાસ્ત્ર વિરુદ્ધ છે. પછી તે સુદર્શનાએ ઢંકને તમે ઠીક પ્રેરણા કરી -ઠીક સમજાવી એમ કહીને પોતે માનેલ ખોટી વાતની માફી માંગી. પછી સુદર્શનાએ જમાલિને સમજાવ્યો, પણ જ્યારે તે કોઈ પ્રકારે ન સમજ્યો ત્યારે તેને મૂકીને સુદર્શન સાધ્વી પોતાનો પરિવાર લઈ ભગવાન પાસે ગઈ અને બાકી રહેલા સાધુઓ પણ ભગવંતની પાસે ગયા, એકલો જમાલિ પોતાના મતમાં ઘણાં માણસોને મેળવીને મરણ પામી કિલ્બિષિક દેવમાં ઉત્પન્ન થયો.
આવી રીતે શરૂઆતમાં નવા પ્રશ્નો ભગવાન ગૌતમ સ્વામિએ ભગવાન મહાવીર સ્વામિને પૂછયાં તે પ્રશ્નોનો ઉત્તર આપતાં ભગવાને પ્રથમ પ્રશ્નનો ઉત્તર ચાલતું ચાલવા માડ્યું- તે ચાલ્યું કહેવાય. બીજા પ્રશ્નો અંગે વિવેચન વગેરે અવસરે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડં.
(પ્રથમ ભાગ સમાપ્ત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org