Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004955/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હવેચન પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાગવાતી રસુરા-વિલોચના : પ્રવચનકાર : વર્ધમાનતપોનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી વિજય લુવનભાનુસૂરીશ્વરજી મહારાજ : સંપાદક : પ.પૂ.પંન્યાસશ્રી પઘસેનવિજયજી ગણિવર્ચ : પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ કુમારપાળ વિ. શાહ ૩૬ કલિકુંડ સોસાયટી ધોળકા - ૩૮૭૮૧૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિસ્થાન : દિવ્યદર્શન ટ્રસ્ટ દિવ્યદર્શન ટ્રસ્ટ ભરતકુમાર ચતુરદાસ કુમારપાળ વિ. શાહ ૮૬૮ કાળુશીની પોળ, ૩૬ કલિકુંડ સોસાયટી કાળુપુર ધોળકા - ૩૮૭૮૧૦ અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન - ૨૩૯૮૧, ૨૨૨૮૨ ફોન - ૩૮૪૨૭૨ કિંમત પ્રચારાર્થે - રૂ. ૨૨-૦૦ શ્રી લાવણ્ય જૈન શ્વે. મૂ.સંઘ અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય : માનવના જીવનમાં અનેક દુઃખદ સમસ્યાઓ ઊભી થાય છે અને એનો રુચિકર ઉકેલ આણી સુદીર્ઘ સુખ, શાંતિ અને સુંદર સ્કૂતિ પામવા મનુષ્ય ઝંખે છે, મથે છે, પણ અફસોસ! કે એ સમગ્ર જીવન તો શું પણ એક દિવસ પણ એવો જોવા નથી પામતો કે જેમાં દુઃખદ સમસ્યાઓના એવા સફળ ઉકેલ એ પામી શકયો હોય. એ તો તોજ પામી શકે કે જો અધ્યાત્મભાવોનું આલંબન લે. અધ્યાત્મભાવની એ તાકાત છે કે શું રોજીંદી કે શું જીવનવ્યાપી ઘેરી વિષાદ છાયાઓ, ગાઢ કલેશના વાદળો અને વ્યથા ભરી ચિંતા દૂર કરે. શ્રી ભગવતીસૂત્ર એક દ્રવ્યાનુયોગનો મહાખજાનો છે. એના પદાર્થોનું ચિંતન અધ્યાત્મભાવ લાવવા અજોડ સાધન છે. પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ આચાર્ય દેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ભગવતીસૂત્ર ઉપર પ્રવચનો ફરમાવેલ તેનું શબ્દશઃ અવતરણ પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી ઘવસેનવિજયજી ગણિવર્યે કરેલ. તેમાંના શરૂઆતના પ્રવચનો પૂજ્ય આચાર્યદેવશ્રીએ આઘા જોઈ તપાસી આપવા કૃપા કરેલ. તેથી પ્રવચનકાર પૂજ્યશ્રી તેમજ અવતરણકાર અને સંપાદક પૂ. પંન્યાસશ્રી પબ્રસેનવિજયજી ગણિવર્યનો ઉપકાર ભૂલાય એમ નથી. આ ગ્રંથ પ્રકાશનમાં અમદાવાદ શ્રી લાવણ્ય .મૂ.જૈન સંઘ જ્ઞાનખાતા તરફથી લાભ લીધેલ છે. તે બદલ તેમના ઋણી છીએ. આપ સૌ આ ગ્રંથના સ્વાધ્યાયથી આત્મશ્રેય સાધો એજ મંગળ કામના. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક : પૂજ્યપાદ ગચ્છાધિપતિ વર્ધમાન તપોનિધિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનો અમારા શ્રી સંઘ ઉપર ખૂબજ વાત્સલ્યપૂર્વકનો ઉપકાર રહેલો છે. અમદાવાદના અંતિમ પ્રવેશથી માંડીને જીવનના અંતિમ ૨૧ દિવસમાંથી ૧૫ દિવસ- ચૈત્ર માસની શાંશ્વની ઓળી સહિત અમોને આપ્યા. પૂજ્યપાદશ્રીના અણધાર્યા કાળધર્મ પછી તેઓશ્રીના પટ્ટધર સિધ્ધાંત દિવાકર પૂ. આ.શ્રી જયોષસૂરીશ્વરજી મ.ની અનુજ્ઞાથી સ્વ.આચાર્યદેવશ્રીની પ્રથમ વાર્ષિક તિથિએ તેઓશ્રીના પ્રશિષ્ય૨ત તપસ્વી પૂ. પંન્યાસશ્રી વિદ્યાનંદ વિજયજી ગણિવર્યશ્રીની વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહુતિ-પારણું તેમજ વાર્ષિક તિથિ નિમિત્તે મહોત્સવ સંઘહિતચિંતક પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ., તપસ્વી સમ્રાટ પૂ. આ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ., સમતામૂર્તિ પૂ.આ.શ્રી નરરત્ન સૂરીશ્વરજી મ., પ્રશાંતમૂર્તિ પૂ.ઉપાધ્યાયશ્રી યશોભદ્ર વિજયજી મ.,પ્રવચનકાર પૂ.પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. આદિ સુવિશાળ સમુદાયની નિશ્રામાં થયો. વિ.સં-૨૦૫૦ ના પર્યુષણમહાપર્વની આરાધના પૂ.ગણિવર્યશ્રી ગુણસુંદરવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી પુણ્યસુંદરવિજયજી મ.શ્રી ની નિશ્રામાં સુંદર આરાધના થઇ. તે દિવસોમાં પંકજસોસાયટીમાં ચાતુર્માસ બીરાજમાન પૂ.પંન્યાસશ્રી પદ્મસેન વિજયજી ગણિવર્ય પાસે સ્વ. ગચ્છાધિપતિશ્રીના શ્રી ભગવતી સૂત્ર ઉપરના પ્રવચનોની અપ્રગટ નોંધ છે એવું જાણવા મળ્યું. પૂ. ગુણસુંદરવિજયજી ગણિવર્યની પ્રેરણાથી એ વ્યાખ્યાનો પ્રગટ કરવાનો લાભ ‘દિવ્યદર્શન ટ્રસ્ટ’ મારફત અમારા શ્રી સંઘને મળ્યાથી ખૂબજ આનંદ છે. વિ.સં. ૨૦૫૧ કારતક પૂર્ણિમા લી. શ્રી લાવણ્ય જૈન શ્વે. મૂ. પૂ.સંઘ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચનની ભૂમિકા જ ** છે ....... જરાક ******** ૧. ત્રિપદીમાંથી ૧૪ પૂર્વો જ અનંત ઉપકારી ત્રિલોકનાથ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ ગણધર મહારાજોને એમના “હે ભગવન્! તત્ત્વ શું?' એવા ત્રણ પ્રશ્નોના ઉત્તરમાં, માત્ર ઉપ્પન્ને ઈ વા' વિગમેઈ વા “ધૂઈ વા” એવા ત્રણ પદ આપ્યા – ત્રિપદી આપી. અર્થ ? “ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે, સ્થિર પણ રહે છે.” બસ, આના ઉપરથી એ મહાપ્રાશ શ્રી ગૌતમ ઈદ્રભૂતિ વગેરે ગણધરદેવોને ઔત્પાતિક-પારિણામિકી આદિ બુદ્ધિવૈશદ્યના સહારે એવો શ્રુતપ્રકાશ થયો કે એમાંથી ત્યાં ને ત્યાં દ્વાદશાંગી- ધૃતસાગરની રચના કરી ! એમાં બારમું અંગ ‘દ્રષ્ટિવાદ', એનો એક વિભાગ ૧૪ પૂર્વો. એનું કેટલું પ્રમાણ ? ૧૬૩૮૩ મહાવિદેહના હાથીઓ-પ્રમાણ મશીથી બનતી શાહી વડે લખાય એટલું !! પહેલું પૂર્વ એક હાથી પ્રમાણ મશીથી, બીજું ૨ હાથીપ્રમાણ, ત્રીજી ૪ હાથીપ્રમાણ, એમ એમ દ્વિગુણ દ્વિગુણ હાથી સંખ્યા લેવાની ..યાવત્ ૧૪મું પૂર્વ ૮૧૯૨ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય. કેટલું મોટું જંગી પ્રમાણ ! જેને આગળ પરંપરામાં ભણવા બેઠેલા બીજા બુદ્ધિમતા મુનિઓ પણ થાકી ગયા, અને એકમાત્ર શ્રી સ્થૂલભદ્ર સ્વામી દિવસ-રાતની ૭-૭ વાચનાથી ભણ્યા ! આર્યરક્ષિતસૂરિજી ૧૦મા પૂર્વે ચાક્યા : પણ પછી વળી આર્યરક્ષિતસૂરિજી મહારાજ તો શ્રી વજસ્વામીજી પાસે ભણતાં - ૯ પૂર્વો પૂર્ણ કર્યા પછી ૧૦મું પૂર્વ શરૂ કર્યું, ને એમાં પછી પૂછે છે. “ભગવંત' ! હવે કેટલું બાકી? વજસ્વામીજી મહારાજ કહે છે, “બિંદુ જેટલું થયું સમુદ્ર બાકી છે. ત્યાં તો મોટા પંડિત આર્યરક્ષિતજી પણ હાથ જોડે છે, કહે છે, પ્રભુ ! તો. બસ, હવે મારું ગજું નથી એ પાર કરવાનું !કેમ વારૂ? ” ચોપડા-પાનું નહિ, ગુરુ મોઢે આપે અને શિષ્ય પણ મોંઢે રાખી ભણવાનું ! ઠેઠ પહેલેથી એ સમસ્ત યાદ રાખવાનું ! તો જ ગાડું આગળ ચાલે. જૂનું મગજમાં તૈયાર હોય તો જ આગળનું સમજાય, જોડાય, અનુસંધાન થાય. એટલે રોજ એ બધાનું પુનરાવર્તન કરવું પડે. એ રીતે કરી કરીને ૧૦ પૂર્વધર શ્રી વજસ્વામી પાસે આર્યરક્ષિતસૂરિજી મહારાજ ૯ પૂર્વ સુધી તો ભણી ગયા પણ ૧૦માં પૂર્વમાં થોડે ગયા પછી હવે દરિયો લંઘવા જેટલું બાકીનું દશમું પૂર્વ ભણવાનું જાણી થાક્યા. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ‘આમાં હવે મગજ શે પહોંચી વળે ?’ એમ લાગ્યું. ત્યારે એની ઉપરના પૂર્વ તો ૧૧મું-૧૨મું-૧૩મું-૧૪મું બેવડા બેવડા પ્રમાણના, એ ભણવાના હોત તો તો ક્યાંય નાખી નજર પણ ન પહોંચત. ગણધરોની અગાધ બુદ્ધિશક્તિ : અથવા ૧૪ પૂર્વ અહીં ગણધરદેવોએ પ્રભુ પાસેથી ત્રિપદી પામી ઊભા ઊભા ક્ષણમાં રચી કાઢયા ! નવું જ સર્જન ! ત્રિપદીના આલંબન પર દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતન પર ચડી ગયા, શ્રુતજ્ઞાનાવરણ કર્મનો જબરદસ્ત ક્ષયોમશમ કર્યો ! અને આટલા બધા અગાધ શ્રુતમહાસાગરસમાં ૧૪ પૂર્વેની રચના કરી દીધી ! કેટલી અગાધ બુદ્ધિશક્તિ ! કેટલું વિશાળ જ્ઞાન ! જ્ઞાન બહારથી લાવવાનું નથી, અંદરથી બહાર કાઢવાનું છે, પુસ્તક-પાનું-માસ્તર વગેરે તો નિમિત્ત છે. એ અંદરના ગુપ્ત પ્રકાશને પ્રગટ કરે છે, આવરાયેલા-ઢંકાયેલાને ઉઘાડું કરે છે. કોઈને કર્મના આવરણ બન્યું તીવ્ર રસવાળા હોય, તોડ્યા તૂટે એવાં ન હોય, તો ગમે તેટલું વાંચે-ભણે-સાંભળે, પણ એને એવો બોધ ન થાય. દેખાય છે ને કે શાળામાં સમાન ચોપડી ભણનારા ઘણા, પરંતુ એમને બોધ થવામાં મોટી તરતમતા ! કેમકે જ્ઞાન બહારથી પુસ્તકમાંથી અંદર નથી ઉતારવાનું, પરંતુ અંદરમાંથી બહાર કાઢવાનું છે, માટે તો એકલા ભણ-ભણ કરવાની કિંમત ન આંકી, પરંતુ જ્ઞાનનો આચાર, સ્વાધ્યાયકાળ, ગુરુવિનય, ગુરુબહુમાન, તપ-ઉપધાન વગેરે આચરવા ઉપર ખાસ ભાર મૂક્યો. કેમ ? આ શું કરે ? એ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કરે, ને તેથી પછી થોડું ભણતાં ય અંદરથી મોટો પ્રકાશ બહાર નીકળે. એમ જુઓને કે ઠેઠ ત્રણે કાળના સમસ્ત વિશ્વનો પ્રકાશ કેવળજ્ઞાન ક્યું બહારના પુસ્તકમાંથી અંદર ઘલાય છે ? એ તો અંદ૨માંથી જ પ્રગટ કરાય છે; અને તે ગુરુસેવા, ત્યાગ, તપસ્યા,પરિસહસહન, શ્રુતોપયોગ વગેરે સાધનાથી ભાવનાબળ વધારતાં વધારતાં આવરણોનો નાશ કરવાથી પ્રગટ થાય છે. માટે જ જ્ઞાનાચારાદિ પંચાચારનું અનન્ય મહત્વ છે, કે એને પાળતા આવો તેમ તેમ કર્મના આવરણોની ભેખડો તૂટતી આવે છે. આચાર પાલનને કોરાણે મૂકી પુસ્તકના કીડા બનનારને આ શું બને ? કદાચ બુદ્ધિના જોર પર થોડો જ્ઞાન-આભાસ દેખાય, પરંતુ એનું યથાસ્થિત પરિણમન નહિ; આત્મામાં એનો ઘટતો સમન્વય નહિ, એનાં સાચાં સર્વજ્ઞદ્રષ્ટ રહસ્યોનો પ્રકાશ નહિ. ત્યારે જુઓ, જ્ઞાન અંદરથી પ્રગટાવનારનાં દ્રષ્ટાન્ત : પુંડરીક ગણઘર સાથે ૫ ક્રોડ મુનિવર દ્રાવિડ-વારિખિલ્લ સાથે ૧૦ ક્રોડ, મુનિપુંગવ સિદ્ધગિરિ પર અનશન કરી કેવળજ્ઞાન પામીને મોક્ષ ગયા, શું એ બધા જ એટલા બધા બુદ્ધિમાન હતા ? ભણવા બેઠા હતા ? છતાં બધાયને એક સરખું Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન અનંતજ્ઞાન શી રીતે થયું? કહો, અહિંસા-સંયમ-તપના ભવ્ય આચરણ પર કર્મનાં આવરણ સમૂળ ઊખડી જવાને લીધે કેવળજ્ઞાન પ્રગટ થયું. આચારપાલનની બલિહારી છે. વાતેય સાચી, આચારથી ઊંધે રસ્તે પાપસેવનના માર્ગે દોડી દોડીને આત્મા પર વધારેલા જ્ઞાનાવરણીય કર્મના ઢેર આચારપાલનના સીધા ઉપાયથી તોડ્યા વિના અંદરનું જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય ? જ્ઞાન એ આગંતુક ગુણ નહિ પણ સ્વભાવ : જ્ઞાન એ આત્માનો બહારથી આવનારો આગંતુક ગુણ નથી, પણ આત્માનો મૂળભૂત સ્વભાવ છે. એના પર જ્ઞાનાવરણ કર્મના ઢેર જામેલા છે તેથી એ સ્વભાવ ઢંકાઈ ગયેલો છે. ૨૦૦૦ કેંડલ પાવરના સળગતા ઇલેકટ્રીક ગોળા પર ઘાસલેટનો ડબો ઊંધો વળી ગયો; તો બહાર કશો પ્રકાશ ન આવે. જ્ઞાન જો આત્માનો સ્વભાવ ન માનીએ તો પછી આત્માનું ચૈતન્ય કશું રહેતું નથી, જડમાં ને એમાં શો ફરક રહે ? પણ ના, “ચૈતન્યલક્ષણો જીવઃ' કહેવાય છે તે આત્માનો જ્ઞાન સ્વભાવ માનવાથી જ ઘટી શકે. ન્યાય-વૈશેષિક-સાંખ્ય વગેરે દર્શનવાળા આત્માનો આ જ્ઞાન સ્વભાવ માનતા નથી, તેથી એમને બિચારાને મોક્ષ જડ પત્થર જેવો માનવો પડે છે ! અને આત્માનું ચૈતન્ય એ શો પદાર્થ, એનો સ્પષ્ટ ખુલાસો નથી આપી શકતા ! ત્યારે સર્વજ્ઞ તીર્થકર ભગવાને તો આત્માનું સ્વરૂપ સ્પષ્ટ પ્રત્યક્ષ જોઈને કહ્યું કે આત્મા અનંતજ્ઞાન-સ્વભાવ છે. એનાં પર કર્મના આવરણ ચડી ગયેલા છે. તેથી એ આવરાઈ ગયો છે. પવિત્ર જ્ઞાનાચાર-દર્શનાચાર વગેરેનું દિલથી વિશુદ્ધ ભાવે જેમ જેમ પાલન કરતા આવો તેમ તેમ એ કર્મના જટિલ વાદળો વિખરાય છે, ને જ્ઞાનપ્રકાશ બહાર આવે છે. આજની અજ્ઞાન દશા ! આજે “જ્ઞાન ભણો'ની બૂમો મારવામાં આવે છે, પરંતુ પવિત્ર આચારો પાળો, આચારો પાળો' એવા અવાજ કેટલા કાઢે છે ? મૂળ પાયામાં વિનયનો આચાર, કૃતજ્ઞતાપાલનનો આચાર, દયા-દાન-શીલવ્રત નિયમના આચાર, ત્યાગ તપના આચાર, વગેરે આચારનું પાલન નહિ, એનું પરિણામ આજે જુઓ છો ને? ભણેલા વધારે ભૂલે છે. ઉદ્ધતાઈ-સ્વચ્છંદતા-અભક્ષ્યભક્ષણ-અગમ્યગમન વગેરે વગેરે કેટલું બધું વધી પડયું છે !! મોટી મોટી લાંચ-રુશ્વતો ભણેલા જ લે છે ને ? લાંચ લેવી એટલે? ચોરી, વિશ્વાસઘાત, નિર્દયતા, દેશદ્રોહ, દેશબંધુદ્રોહ વગેરેનું જ આચરણ ને ? ભણતરે શું શીખવાડ્યું? પણ કહો આચારપાલનને અભરાઈએ ચડાવી કોરું ભણો ભણો’નું ડિડિમ વગાડાય એ આજ પરિણામ લાવે. અભય અને કોણિક : અભયકુમાર શ્રેણિકનો પુત્ર, પણ મોસાળમાં જન્મી મોટો થયો ત્યાં દાદાના ઘરે આચારપાલનના સારા સંસ્કાર પામ્યો, તો પછી બાપના ઘેર જઈ એમાં આગળ વધતો Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ગયો, ને બાપનું દિલ ઠારે એવો એમનો સુયોગ્ય પુત્ર અને સુયોગ્ય મંત્રી થયો. ત્યારે કોણિક? એક મહાનાલાયક દીકરો પાક્યો ! કળા-વિજ્ઞાન તો બંનેયને મળ્યા, પાછા એકજ બાપના પુત્ર, પરંતુ ફરક કેમ? કોણિકે આચારનું દેવાળું કાઢયું ! નિમિત્ત એ બની આવ્યું કે કોણિક માતા ચેલણાના પેટમાં હતો ત્યારે એ દુષ્ટ જીવના પ્રભાવે માતાને પતિના આંતરડા ખાવાનો દોહદ જાગ્યો ! આમ તો પોતે યોગ્ય પિતા ચેડા મહારાજની સુશીલ સંસ્કારી પુત્રી છે, મહાસતી છે, પરંતુ દુષ્ટ ગર્ભનો પ્રભાવ તે એ બહુએ આ વિચાર ટાળવા જાય છે, પણ મનને કોચ્યા કરી આવો ભયંકર દોહદ કરાવે છે! તેથી ચેલણા આ જીવને બાપનો કારમો વૈરી સમજી જન્મતાં જ ગુપ્તપણે ઉકરડે મૂકાવી દે છે. પણ જુઓ કર્મ કેવાં બળવાન છે. કોણિકના પુણ્યનો ઉદય છે તે રાજ શ્રેણિકને ખબર પડી જતાં તરત આ બાળકને મંગાવી જુદો ઉછેર કરાવે છે. એટલે હવે કેમ તો કે માતાનો અણમાનીતો, પણ પિતાનો લાડકવાયો બન્યો. શ્રેણિકની ઉદારતા : શ્રેણિક દોહદનું જાણે છે, કદાચ વૈરી થવાનું સમજતા ય હશે, પરંતુ ભાગ્ય પર અચલ વિશ્વાસ રાખી એક ઉચિત કર્તવ્ય તરીકે ઉદારતાથી એનું પાલનપોષણ કરાવે છે. એ જુએ છે કે બાળકને માતાનો હદયથી સ્નેહ નથી મળતો,' એટલે પોતે સહેજે બેવડો સ્નેહ રાખે જ ને? બસ, એ બાળક કોણિકને પિતાના લાડ મળ્યા, એટલે હવે શું બાકી રહે? કળા, વિજ્ઞાન બધુંય ભણે, પરંતુ વિનય, મર્યાદા ગંભીરતા વગેરે કોણ પાળે છે ? મોટો થતાં તો બાપે પણ ઓળખી લીધો અને રાજ્યધુરા સંભાળવા યોગ્ય તરીકે આચારબદ્ધ સુશીલ સાત્વિક અભયકુમારને જ ગણે છે, કોણિકને નહિ. પરંતુ હવે એ કોણિક લાડમાં કદ્ આચારોમાં ટેવાઈ ગયેલો શે સુધરે ? સુશિક્ષણ-વર્તન પૂર્વકર્મની અસર તોડે છેઃ પ્ર. - પણ એનાં કર્મ એવાં ભારે હતા ને? ઉ. - એટલે અહીંનો પુરુષાર્થ કશું ઘડતર કરતો જ નથી એમ ને? પણ જો ન કરે તો તો પછી સંસ્કાર-વિધિનો કોઈ અર્થ જ ન રહે. જો પૂર્વકર્મ પર જ આધાર રાખી બેસી રહેવાનું હોય તો શિક્ષણ શા માટે? અલબત પૂર્વ કર્મ પર તેવાં નિકાચિત નિરુપક્રમ હોય તો તોડ્યાં તૂટે નહિ ને એ એનો ભાવ ભજવી જાય એમ બને. પરંતુ એવાં કર્મ કેટલા? અને પુરુષાર્થથી તૂટે એવાં કેટલાં બધાં? માટે જ કહો. આખો ય મોક્ષમાર્ગ એવા કર્મને-કર્મની અસરને તોડી તોડીને સાર્થક બને છે, સફળ થાય છે. એટલે જ આ વાત છે કે આચારપાલન પર પહેલું લક્ષ આપો ને અપાવો. Page #10 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સત્ર-વિવેચન E આચારભંગના વિકાસથી ભારત વિનાશના પંથે છે. નહેરો વધી, કારખાના વધ્યાં, ને આસ્ફાલ્ટની કે ડામરી સડકો વધી એથી મોહી પડવા જેવું નથી. એથી દેશ આબાદ નથી, દેશ આબાદ તો પ્રજાની આબાદી પર નિર્ભર છે, ને પ્રજાની આબાદી ગુણવત્તા ઉપર આધાર રાખે છે, ખૂનરેજી, બદમાશી શાહુકારી ચોરી. સ્વચ્છદંતા, હડતાલો, ચડસાચડસી, પ્રાંતવાદ-સગાવાદ-સરમુખત્યારીવાદ વગેરે વાદો.... આ બધાની વ્યાપકતા પર પ્રજા શું આબાદ ગણાય ? શોભન આચારો વિના અને માનવતાના વિશિષ્ટ ગુણો વિના આબાદી નહિ. જ્ઞાનનો વિકાસ જ્ઞાનના આચારની બહુ અપેક્ષા રાખે છે. વાત એ હતી કે માત્ર ત્રિપદી પરથી ગણધરદેવોએ દ્વાદશાંગી રચી, અગાધ મૃતસાગરના ધણી બન્યા ! કેમકે જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે, બહારથી લાવીને ભરવાનું નથી હોતું. હવે એ શ્રતનો સાગર બીજાને આપવાનો, ને બીજાએ ગ્રહણ કરી ધારી રાખવાનો, તે બધું મોંઢે જ. એનાં કોઈ પુસ્તકપાનાં નહિ. તેથી કાળક્રમે જીવોની બુદ્ધિના બ્રાસ થતો આવ્યો, એમાં વળી દુકાળ પડવામાં રોજનું અખંડ પુનરાવર્તન ટકરાયું, ઇત્યાદી કારણે જે એ શ્રુતસાગરમાનો મોટા ભાગ ચૌદ પૂર્વો, એના જ્ઞાનમાં વિચ્છેદ થતો આવ્યો. તે ભગવાનના નિર્વાણ પછી એક હજાર વર્ષ થતાં થતાં તો પૂર્વોનું જ્ઞાન નષ્ટ થઈ ગયું. આગમવાચનાઓ: વચલા કાળમાં સમ્રાટ રાજા ખારવેલે શ્રવણ સંઘે ભેગો અને જેના જેના મોઢે જેટલું જેટલું પૂર્વશ્રત હતું તેની શક્ય એટલી સળંગ સંકલન કરાવેલી. એને આગમ-વાચના કહે છે. “વાચના” એટલે કે આગમ-પાઠોના જે જુદા જુદા અંશ જુદા જુદા આગમધારીને મોઢે હોય તેને એ બધા ભેગા બેસી પરસ્પરના યાદ એટલા પાઠો સંભળાવી પરસ્પરના મૃત-વિસ્મૃત પાઠ એક સળંગ ધારાબદ્ધ પાઠરૂપે એકત્રિત કરાય, અને પછી તે સ્વાધ્યાય-અધ્યાપનમાં વાચનારૂપે ચાલે એમાં એ લાભ થયો કે એકને અમુક ભૂલાઈ ગયું હોય તે બીજા પાસેથી મળ્યું, અને બીજાને ભૂલાયેલ આમની પાસેથી પ્રાપ્ત થયું. આમ ભેગું થાય એ વાચના થઈ. આ તો પૂર્વશ્રતની વાત થઈ. પણ એવું તો આચારાંગ વગેરે ૧૧ અંગ-આગમોમાં પણ બન્યું. કેમકે એય કાંઈ નાનું પ્રમાણ નહિ, લાખો પદોનું પ્રમાણ ! એમાંય દુષ્કાળ, બુદ્ધિહાસ વગેરે અસર કરી ગયા ! તેથી એને ય એકત્રિત-સંકલિત કરવાની અને પરસ્પરના યાદ પાઠોના સરખાવી જોવાની જરૂરિયાત ઊભી થયેલી. એ કામ એકવાર મથુરામાં શ્રમણસંઘે ભેગા થઈ કર્યું, તેથી એનું નામ “માધુરી વાચના' પડ્યું. પછી કાળાન્તરે વલ્લભીપુરમાં છેવટે દેવર્કિંગણી ક્ષમાશ્રમણ મહારાજ શ્રમણ સંઘ ભેગો કરી કર્યું, તે “વલ્લભી વાચના” કહેવાઈ ! અહીં સુધી આગમ સૂત્રો પુસ્તકમાં લખાયેલ નહિ, માત્ર મોઢે જ રખાતા તેથી મોઢેનું ભૂલાયું એટલે તો ગયું. ભૂલાયેલું પણ પુસ્તકમાં લખાયેલું હોય તો એવાં ww Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન જોઈ લઈ ફરીથી મોઢે કરાય; પરંતું પુસ્તક જ નહી તેથી ક્યાં જોવાનું બને ? એટલે એમાં તો આ એકજ રસ્તો કે બીજા આગમધર મળે તો વળી એમની પાસેથી મળી આવે. આમ જે સૂઝવાચના યાદ સૂત્રોને પરસ્પરમાં મેળવીને, સળંગ સંકલનાબદ્ધ કરાય, એવી તો આ પૂર્વે કહી તે અને એ ગાળામાં બીજી થઈ હોય તે જ કહેવાય. ગલત સરખામણી : એટલે આજે જો કોઈ કહેતું હોય કે ‘‘જૈન ઇતિહાસમાં ઉપરોક્ત ૨-૩ વાચના થયા પછી માત્ર વર્તમાનકાળે અમુક જ જુદા જુદા સમુદાયના સાધુ-સાધ્વીઓને આગમ-ટીકા ભણાવી તે વાચના થઈ.'' આવું જો કોઈ કહેતું હોય તો તે સરાસર અજ્ઞાન દશા છે, આવું પ્રતિપાદન કરતાં ગલત સરખામણી કરી. પરંતુ એમને ખબર નથી કે એમ તો ભગવાનના શાસનમાં આગમોનું અધ્યયન-અધ્યાપન ચાલુ જ આવ્યું છે, એટલે આજે એ કાંઈ પહેલવહેલું નથી, એવી કાંઈ એ માથુરી વગેરે વાચના નહોતી. એ તો જયારે આગમ પુસ્તકારૂઢ નહોતું થયું ત્યારે એક સમર્થ પ્રભાવક શ્રુતધર આચાર્યના પ્રયતથી શ્રમણો ભેગા થઈ પરસ્પરના સ્મૃત-વિસ્મૃત પાઠોની મેળવણી-સંકલના કરવા દ્વારા સળંગ આગમપાઠ સ્વરૂપ વાચના તૈયાર કરતાં. એ વાચનાની સાધુને ચાલુ વાચના પ્રચ્છના-પરાવર્તનાદિ રૂપ અધ્યયન-અધ્યાયન સાથે તુલના કેમ થાય ? જો એને સરખી મનાય તો શું અધ્યયન-અધ્યાપન વચલા સેંકડો વરસોમાં ચાલતું જ નહોતું ? અસ્તુ. કાળને અનુસારે શાસનરક્ષાના ઉપાય : ત્રિલોકનાથ મહાવીર પ્રભુના નિર્વાણ પછી લગભગ એક હજાર વરસે શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણ મહારાજે આગમો પુસ્તકારૂઢ કરાવ્યા. જોયું કે ‘આમ મોઢે મોઢે તો પડતા કાળના હિસાબે સ્મૃતિ ભ્રંશના કારણે શ્રુત વિચ્છેદ પામતું જશે ! અને શ્રુતના નાશ પછી શાસન શાના ઉપર ઊભું રહે ! શાસનના ય વિચ્છેદનો પ્રસંગ આવે. તેથી ભવ્યાત્માઓને તરવાનું અનન્ય સાધન જ નષ્ટ થઈ જવાથી એ જીવોનું શું થાય ? માટે કાળના અનુસારે શાસનરક્ષા રહે એવાં સાધનનો ઉપયોગ કરી ય શાસનરક્ષા તો કરવી જ જોઈએ.' ‘શાસન ખતરામાં'નો હાઉ : આ વસ્તુ બરાબર ન સમજી શકનાર કેટલાંકને કોઈક નવું થતાં ઝટ હાઉ ઊભો કરવા જોઈએ છે કે ‘શાસન ખતરામાં’ ખરી રીતે તો નજરે દેખાય છે કે ‘ચાલે છે એય ચાલવા દઈને શાસન ખતરામાં મૂકાઈ રહ્યું છે. હવે કાલાનુસાર સાધનોમાં ઉપયોગ કરીને શાસનને ખતરામાંથી શક્ય બચાવી શકાશે.' અને તેમ કરવાથી શાસનરક્ષા રહેવાનું દેખાય પણ છે. છતાં આ માનેલા કલ્પિત શાસન ખતરાને આગળ કરી ખરેખર શાસનરક્ષાના સાધનને ખતરાનું કારણ કહે છે ! એમનાં હિસાબે તો Page #12 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સત્ર-વિવેચન દેવર્કિંગણી ક્ષમાશ્રમણ મહારાજે આગમને પુસ્તકારૂઢ કરવાનું નવું પગલું ભર્યું. કાલાનુસાર પુસ્તક લેખનના સાધનનો ઉપયોગ કર્યો, એ કાર્યને પણ શાસનના અહિતમાં કહેવું પડે !! એ મહાકૃપાળુ આચાર્ય ભગવાનને પણ શાસન ખતરામાં મૂકનાર તરીકે એમણે સમજવા પડે !! આગમ પુસ્તકારૂઢ ન થયું હોત અને દ્વાદશાંગીના અગાધ શ્રુતસાગરમાંથી રહ્યું સહ્યું શ્રુત પુસ્તકના અભાવે નષ્ટ થતું ચાલ્યું હોત તો આજે આપણી શી દશા હોત? આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે લખ્યું કે “હા અણાહા કહે હુંતો, જઈ ણ હુંતા જિણાગમો' – “અરે! જો જિનાગમ ન હોત તો જિનાગમ વિના અનાથ એવા અમારું શું થાત !' આ બતાવે છે કે ભલભલા બુદ્ધિમાન જીવોનો પણ આધાર શ્રુત છે. પુસ્તકારૂઢ ન હોવાથી પૂર્વ કાળની જેમ નષ્ટ થતું ચાલ્યું હોત તો આજે મોઢે મોઢે કેટલું શ્રત આપણને મળ્યું હોત? નવી પદ્ધતિના બીજા દાખલા : પૂર્વના ભવભીરુ આચાર્ય મહારાજોએ શાસનરક્ષા ખાતર નવી નવી પદ્ધતિ જરૂર લાગી તો અપનાવી, એ ઇતિહાસ બોલે છે. પુસ્તકારૂઢ આગમની જેમ એક બીજો દાખલો જુઓ. મહાવીર પ્રભુએ સ્થાપેલા સંઘમાં પહેલા આચાર્યો-મુનિઓ રાજ સભામાં જઈ વાદ કરવાનું કે રાજા અને સભાને સંબોધવાનું ક્યાં કરતા હતા ? પરંતુ આચાર્ય બપ્પભટ્ટ સૂરિજીએ કેમ આમરાજાની સભામાં જવાનું કર્યું? આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજે કેમ સિદ્ધરાજ જયસિંહની સભા શોભાવી ? એમણે જોયું કે જ્યારે મિથ્યાદર્શનીઓ રાજ્યસભામાં પોતાનો પ્રભાવ પાડી જૈન ધર્મને નુકશાન પહોંચાડવા તરફ પ્રવર્તતા લાગે છે, ત્યારે રાજા અને રાજસભાને જૈનશાસનની વાતોથી પ્રભાવિત કરવાની અતિ આવશ્યકતા છે. માટે એમણે એ નવું પગલું ભર્યું. હવે ત્યાં જો “મહાવીર પ્રભુના કાળથી મુનિઓ તો રાજસભાથી અલિપ્ત રહી સ્વપરની કલ્યાણપ્રવૃતિ કરતા આવ્યા છે. એમને વળી આ રાજસભાઓમાં જવાનું શું? એ થશે તો અનવસ્થા ચાલશે એવી દલીલ કરાય. તો એ શાસન શું સમજ્યા છે ને અનવસ્થા શું સમજ્યા છે? એમના હિસાબે તો એ પ્રવૃત્તિ શાસનના અહિતમાં જ ને ? વળી એક દાખલો જુઓ. આપણું શાસ્ત્રસાહિત્ય સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષામાં ચાલ્યું આવ્યું. પછી લોકભાષામાં બહારનું લૌકિક સાહિત્ય જૈનોને આકર્ષે એવું રચાતું ચાલ્યું એટલે જૈનાચાર્યોએ શાસનરક્ષા ખાતર લોકભાષામાં રાસાઓ સ્તવનો પૂજાઓની રચવાની નવી પદ્ધતિ શરૂ કરી; જૈનોને સ્વધર્મમાં સ્થિર રાખવાનો શાસનરક્ષાનો પ્રયત્ન કર્યો, પણ “શાસન ખતરામાં'નો હાઉ ઊભો કરનારાને તો કાંઈક નવું દેખ્યું કે કોલાહલ મચાવવો છે, એટલે પૂર્વ પુરુષોની આ પ્રવૃત્તિને પણ શાસનને હાનિકારક માનવી પડશે ! Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રવિવેચન આજની નવી જૈનપ્રજાનો સંઘ કેવો બનશે : આ આપણે એટલા માટે વિચારવું પડે છે કે.આજે નવી પ્રજા જ્યારે જડવાદ-નાસ્તિકતા-વિલાસ પ્રિયતા અને સ્વચ્છદંતા તરફ ઘસડાઈ રહી છે ત્યારે વિચારણીય બને છે કે ભવિષ્યમાં આ પ્રજાનો બનેલો જૈનસંઘ કઈ સ્થિતિમાં હોય ? એવા સંઘમાં જિનશાસનનું સ્થાન કેવું હોય ? શાસન તો સંઘના આધારે ટકે છે ને ? સંઘને જો શાસ્ત્રશ્રદ્ધા ન હોય, ગુરુશ્રદ્ધા ન હોય, દેવદર્શન- જિનપૂજાજિનવાણીશ્રવણ, સામાયિક-પોષધ-પ્રતિક્રમણ નહિ, વ્રત-નિયમ-પચ્ચક્ખાણ નહિ, સૂત્રાધ્યયન અને ધર્મશાસ્ત્રવાંચન ન હોય, શ્રાવક જીવનની આચાર મર્યાદાઓ જો નહિ, ધર્મક્ષેત્રમાં દાન ન હોય, પર્યુષણા જેવા મહાપર્વમાં પણ જો વ્યાખ્યાન શ્રવણ વગેરે ધર્મપ્રવૃત્તિ નહિ,... તો પછી શાસન ક્યાં રહેવાનું ? આજની નવી પ્રજામાં તપાસો કે આમાંનું કેટલું પળાય છે ? એની શ્રદ્ધા ય કેટલામાં છે ? નવી પ્રજાનો મોટો ભાગ આ બધી વસ્તુથી પરવારી ગયેલો જોવા મળે છે ! એને તો રેડિયો, સિનેમા, હોટેલ, રેસ્ટોરાં, કલબ-ગાર્ડન, સામાજિક સંસ્થાઓ વગેરેમાં ભળતા રહેવું છે. એના આકર્ષણો અને આદતોમાં ઘડાયે જતી નવી પ્રજા જ્યારે મોટી થઈ સંઘની પુષ્ઠ ઉંમરના અંગ બનશે ત્યારે એ સંધ કેવો હશે ? આજે તમે જે જુની ચાલી આવેલી શ્રદ્ધાથી જીવનમાં ધર્મને જીવો છો, એ શું એ જીવશે? ત્યારે જીવમાં જો એ જીવવાનું ન હોય તો શાસન જયવંતુ ગણાય ? શાસનને શું સમજો છો ? ખાલી ધર્મશાસ્ત્રો, તીર્થો, મંદિર-ઉપાશ્રયો અને કોરૂં શાસ્ત્રજ્ઞાન હોય અને જીવનમાં ધર્મ આચરવાનું કશું ન હોય એ શાસન-અસ્તિત્વ છે? શાસન તો જીવનમાં જીવતા ધર્મના આચાર-વિચાર-અનુષ્ઠાન અને શાસનશ્રદ્ધા પર આધારિત છે. એ બધું જો ગયું, તો શાસન ગયું સમજો. શાસનની આબાદી શાસનનો આચાર-અનુષ્ઠાનાદિ નવાં જીવનારા પર મપાય, પણ નહિ કે કોરા સાક્ષરો પર, નવા કે કોરા શાસ્ત્રજ્ઞાનના પ્રયત પર. નવી પ્રજામાં શું ચાલ્યું છે ઃ એટલે વિચારવા જેવું આ છે કે આજની નવી પ્રજા કે જેમાં હવે ઇંડા ખાવાનું પણ પેસવા માંડયું છે, કંદમૂળ-ભક્ષણ કેટલુંય પેસી ગયું છે, રાત્રિભોજન તો સહેજ થઈ ગયું છે. જેઓને હોટેલની સૂગ નથી, સિનેમાના ટી.વી.ના ચડસ લાગ્યા છે ફિલ્મી ગીતો અને એક્ટર-એકટ્રેસીસની વાતો હાલતાં ચાલતાં કરવાની થઈ ગઈ છે, જિનપૂજાની પડી નથી, વ્યાખ્યાન શ્રવણની ગરજ નથી, ચૌદશ જેવા પર્વ દિવસેય નાના પણ તપનો પ્રતિક્રમણનો વિચાર જ નથી, એવી આજની જૈન પ્રજામાં ધર્મ શું ? અરે ! કમમાં કમ હવે જૈનત્વનું ગૌરવ અને મિથ્યાધર્મ તથા સામ્યવાદ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન આદિ આજના પ્રવાહો તરફ અરુચિ નથી, ઊલટું આવી ધર્મ-સંસ્કૃતિનાશક છાપાના લખાણો પર આદર છે, એવી પ્રજામાં ધર્મ ક્યાં ? એનો ભાવી સંધ કેવો બને ? જ્ઞાન-દર્શન ચારિત્રભરી ધાર્મિક શિક્ષણ શિબિર પ્રવૃત્તિ : હવે આવી નવી પ્રજાને ધર્માભિમુખ અને જૈનત્વ-જૈન તત્ત્વજ્ઞાનના ગૌરવવાળી તેમજ દેવ-ગુરુપૂજક તથા ધર્મની આરાધક કરવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધનાભરી શિબિરની યોજના કરવામાં આવી ને કેટલાય ઊગતા જૈન વિદ્યાર્થીઓને ધર્મશ્રદ્ધાળુ-ધર્મરસિક અને ધર્મ-આરાધક બનાવવા માંડ્યા છે. ધાર્મિક શિક્ષણ શિબિરનો વિરોધ કરનાર પાસે નક્કર શું ? : આજની નવી પ્રજામાં પેસી ગયેલી બદીઓને સારી તો માની શકે એમ નથી, પરંતુ એને રોકવા કશું નક્કર એમની પાસે નથી, વર્ષોથી બૂમબરાડા કરવા છતાં એવું કાંઈજ કરવું તથા ક૨ી શક્યા નથી કે જે આ બદીઓને વધુ પ્રસરાતી અટકાવે. આજે ચાલુ વ્યાખ્યાનની સભાઓ અલ્પ સંખ્યક થઈ. જિનપૂજા કરનાર બહુ ઓછા થઈ ગયા, આ શાસનરક્ષા જ થઈ રહી છે ? સાધુ પાસે ધર્મીના પણ છોકરા ન આવે એ શાસનરક્ષા થઈ રહી છે ? જૈન બાળકો અને વિશેષ કન્યાઓમાં ઉદ્ભર્ વેશ ફાલેફૂલે એ શાસનરક્ષા થઈ રહી છે ? સિનેમા હોટેલ અને રેડિયો-ટી.વી.-ચેનલો, રેસ્ટોરાંને વધુ સેવતા ચાલે છે એ શાસનરક્ષા થઈ રહી છે. આ બધી બદીઓ વધવાના અને ધર્મ વીસરાતો જવાના તથા જૈન આચાર-અનુષ્ઠાનનો અને મર્યાદાઓ નેવે મૂકાતા જવાના તો આજે નક્કર બોલતા આંકડાઓ છે. સાચી વસ્તુ પર દ્રષ્ટિપાત : . કોઈ સ્થાને પર્યુષણોમાં તપ વધ્યા કે આંબેલની ઓળી કરનારા વધ્યા, યા ઉપધાન કરનારા વધ્યા એટલામાત્રથી ફુલાઈ જવાની જરૂર નથી. નવી પ્રજામાં રોજીંદા જીવનના જૈન આચાર-અનુષ્ઠાન કેટલા ઘસાતા આવે છે. પ્રાચીન મર્યાદાઓના ઉલ્લંધન કેટલા થતાં આવે છે. એક સામાયિક-ચૈત્યવંદન જેટલાં ય સૂત્રોનું અજ્ઞાન કેટલું વધુ પ્રસરી રહ્યું છે, સિનેમા- હોટેલ- કંદમૂળરાત્રિભોજન-૫૨સ્ત્રીદર્શન વગેરે વિકસતું ચાલ્યું છે, ધાર્મિક શિક્ષા-સંસ્કરણની શિબિર એ અનિષ્ટો અંશે પણ દૂર ક૨વામાં તથા અમલી જૈનત્વ ખીલવવામાં કેવો ફાળો આપી રહી છે એ ઉઘાડી નજરે દેખાય એવી વસ્તુ આપી રહી છે એ ઉઘાડી નજરે દેખાય એવી વસ્તુ તરફ લક્ષ દેવાની જરૂર છે. કાળબળ અને પ્રજાની વર્તમાન પરિસ્થિતિ ઓળખવાની જરૂર છે. શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણ મહારાજે કાળબળ ઓળખી આગમને પુસ્તકારૂઢ કરાવવાની નવી પદ્ધતિ અપનાવી. એમણે જોયું કે ‘હવે સ્મરણ શક્તિ હ્રાસ પામતી રહી છે, તેથી આમ ને આમ મોંઢે જ સૂત્ર ભણાવતાં રહેવામાં તો રહ્યા સહ્યા શ્રુતનો ય ડ્રાસ થતો જશે' માટે દીર્ઘ દ્રષ્ટિ વાપરી એમણે આગમ પુસ્તકોમાં લખાવ્યા. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન એમાંય ૧૨મું અંગ અને એના ૧૪ પૂર્વો તો નહિ, પણ બાકીના ૧૧ અંગ ૧ર ઉપાંગ વગેર લખાણમાં ઉતર્યા. એમાં પણ ૧૧ અંગ ગણધર ભગવાને જેટલા પ્રમાણમાં રચ્યા, તેટલા વિસ્તૃત સંપૂર્ણ પ્રમાણમાં નહિ ! કેમકે એનું પ્રમાણ શાસ્ત્ર જેટલા પદપ્રમાણ બતાવે છે તેટલું આજે મળતું નથી. દુષ્કાળ વગેરે કારણે ઘણું વિસ્મૃત થઈ જવાના લીધે અમુક અંશ જ મળે છે. છતાં એ પણ પુસ્તકારૂઢ થયું તો મળે છે. ને આપણા માટે જીવનભર એને ભણવા-ચિંતવવા-પરિણાવવા ઓછું નથી. કેવા નસીબદાર આપણે? પૂર્વે ઋષભદેવ ભગવાન અજિતનાથ ભગવાન વગેરે એકેક પ્રભુના શાસન અસંખ્ય વરસ ચાલ્યાં તેમાં ચૌદપૂર્વીય ખરા અવધિજ્ઞાની ય ખરા અને કેવળજ્ઞાની ય ખરા, ત્યારે આજે મહાવીર પ્રભુનું શાસન માત્ર ર૧ હજાર વરસ ચાલવાનું, તેમાં ય ફક્ત એક હજાર વર્ષ થતાં તો શ્રુતનો મહાસાગર સુકાઈ ગયો અને તળાવડા રહ્યાં ! કાળની આ મહા વિષમતા જાણીને વધુ સાવધાન બની જવા જેવું છે. આજે પણ જેટલું શ્રત મળે છે એ પણ મહા અહોભાગ્યનો વિષય માની એના પ્રકાશથી પણ આત્માને નિરંતર પ્રકાશિત રાખવા જેવો છે. આજના જગતની દશા જુઓ કે ભૌતિક વિજ્ઞાન કેટલું બધું વધી ગયું છે! જડ પદાર્થોનાં સંશોધન કરી કરી નવ નવી શોધો કેટલી બધી નીકળી પડી ? જડ વિજ્ઞાનનું શું પરિણામ આવ્યું? આજને કે (૧) ચિત્તના રાગ, દ્વેષ વગેરે સંકલેશો વધી ગયા! (૨) ઈદિયોના વિષયોની આસક્તિ લંપટતા ગુલામી નિરંકુશ વધી ગઈ! તેથી જ (૩) અનેકાનેક જરૂરિયાતો અને સગવડોનો ઉપયોગ ફાટી પડ્યો! (૪) મન જડ ને જ જોવા-વિચારવામાં એવું અટવાઈ પડયું તે (૫) પોતાના આત્માની ચિંતા ને આત્મહિતની વિચારણા તો ફુરે જ શાની? (૬) પછી એનું શાસ્ત્રજ્ઞાન મેળવવાની ભૂખ જ ક્યાં જાગે? (૭) જીવનમાં બીજું તો કેટલું બધું ય જરૂરી લાગે છે ! માત્ર સમ્યગુ જ્ઞાન પ્રકાશ-તત્ત્વપ્રકાશ વધારવાની કોઈ જ જરૂર લાગતી નથી! (૮) બીજી નાનેથી માંડી મોટી મોટી ચીજ-બાબતો વિના ન ચાલે, પણ જ્ઞાન વિના ચાલે! - આ ધોરણ અને વર્તન ઘડાઈ ગયું છે. ચેતન્ય ગુંગળાઈ ગયેલું : ત્યારે એ સમજો છો ખરા કે આત્મા તો ચેતન છે, એનું ચૈતન્ય શું? એ ચૈતન્ય ક્યાં વિકસ્વર અને ઝળકતું ગણાય ? અને ક્યાં આવરાઈ ગયેલું તથા મેલુંદાટ કહેવાય? ભૂલતા નહિ અનંતાનંત કાળથી ચૈતન્ય ગુંગળાઈ ગયું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ * ** | શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન શુદ્ધ ચૈતન્ય તો છે શુદ્ધ જ્ઞાનમાત્રારૂપ, કે જેમાં રાગદ્વેષ વગેરે કોઈ કચરાની કલુષિતતા ન હોય. જેમાં ખાનપાન ઈષ્ટ વિષયો ધન-માલ-પરિગ્રહ કે નિદ્રા-આરામી વગેરેની કોઈ સંજ્ઞાની મિશ્રતા ન હોય. ચોકખી ચડંગ શુદ્ધ જ્ઞાનમાત્રા એટલે વસ્તુદર્શન કે શ્રવણ થાય ત્યાં સીધો તત્ત્વમાં હવાલો પડે. એમ થાય કે “આ અમુક તત્ત્વમાં સમાય છે, તો એ જો આશ્રવ-કર્મબંધકારી તત્ત્વ છે, તો એ આત્માને ખતરનાક છે, ત્યાજ્ય છે, ભયજનક છે. ત્યારે જો એ સંવર-નિર્જરા તત્વ છે, અર્થાત કર્મનિરોધક યા કર્મનાશક તત્વ છે, તો એ બહુ વધારવા જેવી વસ્તુ કહેવાય; આદરણીય, હિતકર તત્વ ગણાય.” આવી શુદ્ધ જ્ઞાનમાત્રા પ્રગટે પછી ત્યાં ખોટા રાગ-દ્વેષ નહિ થાય; ઊલટું જિનાજ્ઞા મુજબ એનું શુદ્ધ જ્ઞાન થવા પર, ભલે બાહ્યથી આવશ્યક આશ્રવ આચરવા પડતા હોય છતાં અંતરથી એના પર એવા ઉછરંગ નહિ, દિલ પરામુખ રહે. ભલે ને હીરા માણેકના સંબંધ હોય, તો ય હૈયું કહે, - “શું મોહવું હતું આમાં? આ તો વધુ રાગ કરાવી સંસાર વધુ લાંબો કરનારી ચીજ છે. આના સ્મરણમાં સંસારની અસારતા નહિ પણ સારભૂતતા લાગે એવી આ જીવને ભૂલી પાડનારી વસ્તુ છે.” આવું કાંક મનમાં આવે તો તો એ શુદ્ધ જ્ઞાનમાત્રા ખીલી ચોખ્ખું ચૈતન્ય ફર્યું કહેવાય. પરંતુ જો રાગભર્યું જ દર્શન હોય તો એમાં તો અજ્ઞાનમાત્રાની મૂઢતાની કક્ષા ખીલી ગણાય. જોવાની ખૂબી છે કે હીરો જડ છે, તો એને કશી એવી મૂઢતાની ફુરણા નથી, એને કોઈ રાગાદિભર્યો વિચાર નથી. ત્યારે જીવ વિચાર શક્તિવાળો છે, એટલે રાગાદિભર્યો વિચાર કરે છે, મૂઢ બને છે, અને જાતને ખતરામાં ઉતારે છે ! શુદ્ધ જ્ઞાનમાત્રા ખીલવવાનું રાગાદિરહિત દર્શન કરવાનું અને એમ કરીને પોતાના વિશિષ્ટ ગુણ શુદ્ધ ચૈતન્યને વિકસાવવાનું એને આવડતું નથી! પાલવતું નથી ! પછી તો આ દુઃખદ ભવચક્રમાં ભમ્યા કરવાનો છે અંત આવે ? નહિતર અહીં તો કેટલી ઉત્તમ તક મળી છે. શુદ્ધ ચૈતન્ય વારંવાર જાગતું ન રખાય? પરંતુ પરવા જ કયાં છે? પરવા હોય તો તો ડગલે ને પગલે આ ચોંટ અને પ્રયત રહે કે શુદ્ધ ચૈતન્ય જાગ્રત ને જાગ્રત રખાય, એને વધુ વધુ વિકસ્વર કરતા રહેવાય. શાસ્ત્રશ્રમના બે લાભ ? શુદ્ધ ચૈતન્ય વિકસતું રાખવા માટે શાસ્ત્રબોધ મેળવવા-વધારવાની જરૂર છે એથી બે મહાન લાભ એ થાય છે કે (૧) એક તો એનાથી જે વિશેષ વિશેષ પદાર્થજ્ઞાન ને તત્વસમજ આવતી જાય છે એનાથી પૂર્વની જેમ હવે ઉંધી વિચારસરણી અને વસ્તુની અસત્ મૂલવણી થતી Page #17 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી ભગવતીજી સત્ર-વિવેચન અટકે છે. આર્તધ્યાનના વિચારોથી બચાય છે, ખોટી કલ્પના, ખોટાં ધોરણ, ખોટા વિશ્વાસ, વગેરે પડતા મૂકાય છે. (૨) બીજો લાભ એ, કે શાસ્ત્રબોધ માટે શાસ્ત્રનો વ્યાસંગ શાસ્ત્ર જોવાનો શ્રમ રહેવાથી એટલો સમય બીજા-ત્રીજા અસત્ વિકલ્પો-વિચારોથી બચાય છે. માણસ વિકલ્પો કરી કરી મન બગડે છે, ને બગડેલા મનથી જીવન બગડે છે. એમાંથી બચાવનારો શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રવ્યાસંગ છે, શાસ્ત્રમાં રોકાયા રહેવાનો શ્રમ છે, શાસ્ત્રના શ્રવણ-વાંચન અને ચિંતન મનનમાં રોકાયા રહેવાથી કેટલાય વિકલ્પો-વિચારો અટકે છે. આમ આજના કાળે જેટલા શાસ્ત્ર મળે છે એ પણ કાંઈ ઓછાં નથી. અલબત ચૌદ પૂર્વો અને ૧૧ અંગ આગમોના કેટલાય પદ નષ્ટ થઈ ગયા છે. છતાં ય જે મળે છે એય એટલું બધું છે કે એને ભણવા વિચારવા અને મોંઢે કરવામાં જીવન સમાપ્ત થઈ જાય છતાં એ ખૂટે એવું નથી. પોતાના અનન્ય ગુણ અનન્ય સ્મૃદ્ધિ ચૈતન્ય'ને વિશુદ્ધ વિશુદ્ધ કરી વિકસતું રાખવાની તમન્ના જોઈએ, તો એ શાસ્ત્રશ્રમ ભરપૂર બન્યા રહે, તત્વજ્ઞાન વધારતા રહેવાની રોજીંદી પ્રવૃત્તિ રહ્યા કરે. મન એવું સજાગ રહે કે “મારૂં મૂળ મુખ્ય સ્વરૂપ ચૈતન્ય તો હું ખાસ ઊજળું ઊજળું કરતો રહું, વધુને વધુ વિકસ્વર બનાવતો જ જઉં એ માટે અનન્ય સાધનભૂત જિનવચનનો તો પરિચય વધારતો જાઉં. જીવને આ મહા કલ્યાણકર્તવ્ય બાજુએ મૂકી નાશવંત માટીના કૂકામાં દટાઈ જવાની શી એવી લત? કાયા-કંચન-કુટુંબ-કીર્તિ-કામિનીની શી એવા પલેવણ કે જિનવચન મેળવવા-વધારવાની કોઈ ગરજ જ નથી? ખ્યાલ છે ખરો કે એ કક્કા-પાર્ટી કર્મની જ દોસ્તી કરાવી વિરાટ ભવાટવીમાં રખડતા કરી દેશે? અરે ! દુઃખ તો વધુ આ થાય છે કે ભવી જીવને હજીય દાન-શીલ-તપ અને દેવદર્શન-પૂજા વગેરેની કંઈક પરવા રહેવા છતાં જિવનચનનો સતત પરિચય રાખવાની કશી પડી નથી! “પૂછીએ કેમ ભાગ્યશાળી! વ્યાખ્યાનમાં નથી આવતા?' તો કહે છે “સાહેબ ! મારે પૂજામાં દોઢ કલાક લાગે છે એટલે પછી સમય નથી રહેતો.” અરે ! પણ જિનભક્તિની જરૂર છે, ને જિનવચનની જરૂર નથી ? જિનવચનના કાયમી પરિચય વિના કર્તવ્ય-અકર્તવ્ય, પુણ્ય-પાપ, શુભધ્યાન-દુધ્યાન વગેરેનો બોધ શી રીતે મળશે? એ બોધ વિના આત્માનું રક્ષણ અને પ્રગતિ કઈ રીતે થશે? જિનવચનના પરિચય વિના તો જીવ એવો ભૂલો પડે છે કે ખોટી વસ્તુ ખોટા કાર્યને સારું માની લે છે! પાપને કર્તવ્ય સમજી બેસે છે! અવાને વાચ્ય માને છે! અભક્ષ્યને ભક્ષ્ય સમજે છે અને ત્યાજ્યને આદરવા જેવું માની લે છે!નવપદ ઓળીની WW) Page #18 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરો છો ને? એમાં જ્ઞાનપદની ય આરાધના ખરી? જ્ઞાનીઓએ એને કેવું ઓળખાવ્યું છે? ભક્ષ્યાભઢ્ય ન જે વિણ લહીએ, પેચ-અપેય વિચાર; કન્યાકુત્ય પ્રગટ સવિ જેહથી, જ્ઞાન તે સકલ આધાર. રે ભવિયા ! સિદ્ધચક્ર પદ વંદો.” ભગવાન પર પ્રીતિ કેટલી? : તો આવું જ્ઞાનપદ માન્ય છે ને? પછી શું બોલાય ખરું કે “મારે પૂજા-દર્શનમાં દોઢ કલાક લાગે છે તેથી વ્યાખ્યાન નથી જતો?” રોજ પૂજાની જેમ રોજ નવનવી જ્ઞાન પ્રાપ્તિ વિના ચાલે ? એ વિના શું ભક્ષ્ય-અભક્ષ્ય વગેરેનો વિવેક વધશે ? કૃત્યાકૃત્યનો પ્રકાશ વધશે? જો એ નહિ, તો આગળ વધાશે? ત્યારે “મારે આ કામ છે, ને તે કામ છે,' એમ સાંસારિક ઉપાધિઓમાં દટાઈ રહી જિનવચનના બોધની મૂડી વધાર્યો જવી નથી, અરે ! થોડો પણ એનો પરિચય રાખવો નથી. એને ભગવાન પર પ્રીતિ કેટલી? ભગવાનની પોતાની મુખ્ય સમૃદ્ધિ, મુખ્ય વ્યવસાય, મુખ્ય Mission કાર્ય તો તત્ત્વ બોધ છે; એમાં આપણને રસ નહિ ? ને છતાં કહીએ કે ભગવાનમાં આપણને રસ છે? ઘેર કોઈ મળવા આવે, ને એ પોતાની મુખ્ય વાત પ્રેમથી કરે, એમાં આપણે જરાય રસ ન દેખાડીએ, ને છતાં સવાલો કરીએ કે મને તમારા પર બહુ પ્રેમ છે, રસ છે એ સામો શાનું સ્વીકારી લે? કોઈ દર્દીની ખબર કાઢવા ગયા, ને ત્યાં જઈ એની આગળ એના દરદની વાતમાં આપણે કશો રસ ન દેખાડ્યો, ઊલટું આપણું દરદ ને આપણી મુશીબત ગાયા કરી, પછી સામો શી રીતે માને કે આપણને એનામાં રસ છે? એમ અહીં જો ભગવાનના વચનમાં આપણને રસ નથી, તો ભગવાનમાં રસ કેવો ? જિનવચન તો જિનની મુખ્ય ચીજ છે. જિનમંદિર, જિનસંઘ, જૈને ધાર્મિકક્ષેત્રો, જૈન તીર્થો,... ઇત્યાદિ બધુંય જિનની વસ્તુ કહેવાય, પરંતુ બધુંજ જિનશાસન-જિનવચનની પાછળ ! કેમકે જિનશાસન-જિનપ્રવચનમાં જે રીતે ફરમાવ્યું હોય એ રીતે જ એ મંદિર-ઉપાશ્રય-ધાર્મિકક્ષેત્રાદિ ઊભાં થાય આરાધાય અને ચાલે. માટે જ, જિનવચનનો પરિચય રોજનો ચાલવો જોઈએ, જેથી (૧) એક તો એ અંતરમાં દ્રઢપણે પરિણમતું જાય, બુદ્ધિ એના ઢાંચામાં ઢળાતી જાય, એની લાઈને ઘડાતી આવે, યાવત સહજ જિનવચનાનુસારી બની જાય; અને (૨) બીજું એ કે જિનવચનના રોજના પરિચયથી નવા નવા તત્ત્વપ્રકાશ, માર્ગપ્રકાશ, વિધિપ્રકાશ કર્તવ્યપ્રકાશ વગેરે પ્રાપ્ત થતા જાય. આ બે મહાન લાભ આમાંથી જ મળે, અને આ લાભ વિના ચાલી શકે એવું નથી, તેથી જિનવચનનો પરિચય રોજનો રાખવાનો છે, તપ કરો, જપ કરો, Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રવિવેચન દેવદર્શન-પૂજા, તીર્થયાત્રા, દાનાદિ બધું કરો, પરંતુ સાથે જિનવાણી-જિનાગમશાસ્ત્રવાતોનું શ્રવણ-વાંચન-મનન રોજ કરતા રહો. એથી, 7 ધર્મજીવન પ્રગતિશીલ બનશે; વિચારસરણી વિશુદ્ધ વિશુદ્ધતર બનતી આવશે, 3 સંસારની અસારતા વિષયોની ભયંકરતા ને કષાયોની શત્રુવટ અધિક અધિક ભાસતી જશે. 7 નવું નવું શુદ્ધ ધર્મજોમ પ્રગટતું જશે, પાપોના આકર્ષણ અને આચરણ મોળાં પડતાં આવશે. આવા આવા અતિ ઉત્તમ લાભોને આપનાર જિનાગમ દ્વાદશાંગીરૂપે એક મહાસાગર જેવું હતું. પરંતુ સ્મૃતિદોષે એમાં હ્રાસ થતો આવ્યો તે ૧૧ અંગમાં પણ પદોનો હ્રાસ થતાં આજે મર્યાદિત રૂપમાં મળે છે. મૂળ ગણતરીએ ૧લા આચારાંગમાં ૧૮,૦૦૦ પ૬; રજા સૂત્રકૃતાંગમાં ૩૬,૦૦૦ પદ, ૩જા સ્થાનાંગમાં ૭૨,૦૦૦ પદો, ૪થા સમવાયાંગમાં ૧,૪૪,૦૦૦ ૫૬, ૫માં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શ્રીભગવતીસૂત્રમાં ૨,૮૮,૦૦૦ પદો, અને ૬ઠ્ઠા જ્ઞાતાધર્મકથામાં ૫,૭૬,૦૦૦ પદ હતાં. ત્યારે તો એ છઠ્ઠા અંગમાં સાડા ત્રણ ક્રોડ કથાઓ હતી. આજે ફક્ત ૧૯ અધ્યયન ૧૯ કથાઓ મળે છે. ભગવતીજીમાં ૩૬,૦૦૦ પ્રશ્ન અને ઉત્તર કહેવાય છે, પરંતુ આજે એમાંથી એટલી સંખ્યા મેળવવી મુશ્કેલ બને છે. શાસનમાં મહાબુદ્ધિનિધાનો થયા છે, પરંતુ દુકાળ વગેરે કારણોએ ઘણું લૂંટાઈ ગયું ! એની અફસોસી જિનાગમને સાચી સંપત્તિ સમજનારને પારાવાર હોય. પરંતુ એકલી અફસોસી કરીને બેસી રહેવાનું નથી; કિન્તુ જેટલું આજે લભ્ય છે એમાં ભંગી૨થ પ્રયત કરવાનો છે. સમ્યક્ત્વની ખીલવણી આના ઉપર થાય કે (૧) માટીના કૂકા, પછી ભલેને ચક્રવર્તી કે ઇંદ્રના વૈભવ, એ ધનરૂપ ન લાગે, પણ જિનાગમ એ ખરેખર ધનરૂપ લાગે, તેમજ (૨) અધિકાધિક જિનાગમ પ્રાપ્ત કર્યે જવાની જિજ્ઞાસા સતેજ બની રહે અને યથાશક્તિ એમાં પુરુષાર્થ ચાલ્યા કરે, તોજ એને સાચું ધન માન્યું ગણાય ને ? કે જિનવચન પ્રાપ્ત કરવાની બેપરવાઈ હોય તો ગણાય ? માટીના ફૂકા મેળવવા રોજ ને રોજ કેવા પ્રયત્ન કરો છે ? ઘરડા થાઓ તો ય એ ચાલુ ! છેવટે વ્યાજ પણ નવું નવું મેળવવાની ધગશ ખડી ! અને જિનવચન કમાયે જવામાં અખાડા ? ધન એ ? કે આ ? હૃદય શું માને છે ? ત્યારે હૃદયની ધનબુદ્ધિ નહિ ફેરવાય તો સમ્યગ્દર્શન ક્યાં સસ્તુ પડ્યું છે ? વીતરાગ પ્રભુ પર રાગ શે જાગે ? અને શે વધે ? શાસનનાં મૂલ્યાંકન ક્યાં ? જિનવચનને ખરેખરૂં ધન માન્યા વિના અને એ અધિકાધિક કમાઈ લેવાની ધગશ રાખ્યા વિના અનાદિની ઘરેડમાંથી બહાર નહિ નીકળાય, કીડા-પશુની ગણતરીમાંથી ઊંચા નહિ અવાય. Page #20 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન કીડા-કીડી કે પશુ-પંખી ય જડ માટીના માલને તો કિંમતી સમજે છે. વિશિષ્ટ માનવબુદ્ધિએ પણ આ જ ગણતરી ? કે ગણતરી કોઈક ઊંચી વિવેકવાળી હોય? જ્ઞાનીઓ તો આ કહે છે કે શ્રાવક “ધર્મમાં ધનબુદ્ધિ', “જિનપૂજા-સત્કારમાં ઘનબુદ્ધિ”, “જિનવચનમાં ધનબુદ્ધિ' ઘરનારી હોય, અર્થાત્ એ ઘર્મને સાચું ધન માને, જિનેશ્વર ભગવંતની પુષ્પાદિપૂજા અને આભૂષણાદિ સત્કારને સાચું ધન ગણે, જિનભાષિત વચનને ખરું ધન ગણે. એ કમાવામાં લંપટ અર્થાત્ અધિકાધિક સ્પૃહાવાળો હોય, પરંતુ સંતોષ વાળી લેનારો નહિ, જિનવચનથી જ કરવાનું છે, અને એ અગાધ-અમાપ છે. એનો સંતોષવાળી લીધ્યે કેમ ચાલે? માટે આજે ગણધરો અને આચાર્યોએ ગુંથેલા જિનવચનમાંથી ભલે થોડુંક જ મળે, પરંતુ એ ય ઓછું નથી! જીવનભર એને ભણે જઈએ ચિંતવ્ય જઈએ અને યાદ કર્યે જ જઈએ એટલું બધું છે ! અહીં આપણે શ્રી ભગવતીજી સૂત્ર વાંચવા-સાંભળવાનું છે. જિનવચનનો પારાવાર પ્રભાવ સમજતા હોઈશું તો આ વાંચવા-સાંભળવામાં અપાર રસ રહેશે. નહિતર પછી “પૈસા એ પૈસા, બાકી બધું હેઠ” એ બુદ્ધિ રાખવામાં આ અણમોલ ગણધરવારસાની કદર નહિ રહે, એ મેળવવાની નિત્ય લગની અને નિત્ય ઉદ્યમ નહિ જાગે, માટીના ઘનમાં લીન બનેલાને તો, ધાન્યના ધનેરાની જેમ, એમાંથી બહાર નીકળવાનું મન જ શાનું થાય ? “જિનવચન જેવું નિધાન જગતમાં નથી, જિનવચન જેવો પાલક-પોષક-તારણહાર કોઈ રનના ય ઢગલા નથી,' એ વસંત માન્યતા રખાય, તો એમાં ધરાયા વિના પરિશ્રમ કર્યે જવાય. અને એનો લાભ કેટલો બધો ? ભવાંતરે પણ પછી થોડું પણ જિનવચન મળતાં આત્માને એકદમ ઊંચે ચડાવી દે ! આ ૨. પ્રભુદર્શનનો પ્રભાવ શાસ્ત્રમાં નરસિંહનું દૃષ્ટાંત આવે છે. નરસિંહ પૂર્વભવે ભિખારી હતો, ભીખ માંગતાં ય પેટ પુરાતું નહોતું, તેથી નગર છોડી બીજે ગામ જવા નીકળ્યો, સાધુ મળ્યા. સાધુને એ કહે, “મહારાજ ! ભીખ માગવા ઘર ઘર ફરું છું છતાં મળતું નથી. મને કાંક બતાવો.' સાધુ કહે તું ધર્મ કર, ધર્મ વિના સુખ ન મળે. આ પૂર્વભવે તે ધર્મ નહિ કર્યો હોય એટલે તો અહીં મળતું નથી. હવે અહીં ધર્મ નહિ કરે તો આગળ શું જોવા મળશે ?” Page #21 -------------------------------------------------------------------------- ________________ ભિખારી કહે “બાપજી ! વાત તો સાચી, પરંતુ મારી પાસે એક પૈસોય નથી, એ વિના શો ધર્મ કરું? બીજાને રાતો પૈસો ય ન દઇએ, તો ઘર્મ શો ?' - સાધુ કહે, “દાનથી જ ઘર્મ થાય એવું થોડું છે? દાનની શક્તિ નથી છતાં, જો, આ નગરમાં જિનમંદિરો ઘણા છે, તું એમાં ભગવાનનાં દર્શન કર. જિનદર્શન એ પણ મહાન ધર્મ છે. કેમ, એ તો બનશે ને?” ભિખારી કહે “હા મહારાજ ! એ તો સારી રીતે બની શકશે. ઘર ઘર ભીખ માગવા ફરી શકું છું તો મંદિરે મંદિરે પ્રભુનાં દર્શન કરવા કેમ નહિ ફરી શકું?” બસ, ભિખારી પછી દર્શનમાં લાગી ગયો. મંદિરો ઘણા હતા. એટલે જેટલા બને એટલા ભગવાનનાં એ દર્શન કર્યું જાય છે. જુઓ પેટમાં કુવો ને વરઘોડો જુઓ' જેવો ખેલ છે. પરંતુ મુનિએ સમજાવી દીધેલ છે કે ““પેટમાં કવો પણ પૂર્વે ધર્મ નહિ કર્યાને આભારી છે, ને અહીં ધર્મ નહિ કરે તો આગળ પર શું પામીશ? એ વિચારી જો. એટલે પ્રભુદર્શનનો વગર પૈસાનો સરળ ઘર્મ છે તે કરવા લાગે એમાં કાંઈ પેટમાં કુવો આડે નથી આવતો. બાકી એકલે હાય ખાવાનું !' કરીશ તો આ લોક પરલોક બંનેને સુધારનાર ધર્મ કરવાનું ચૂકી જઇશ.” પેલા ભિખારીને આ લાગી ગયું કે ““હાય ખાવાનું ! હાય ખાવાનું ! હાય ખાવાનું !' કરતો રહીશ, ને ધર્મ નહિ કરું, તો માર્યો જઇશ. પૂર્વ જનમમાં ધર્મ નથી કર્યો તેથી તો અહીં કપાળમાં ભીખ માગવાનું આવ્યું છે, હવે અહીં પણ ધર્મ ન કરું તો પરભવે મારી કેવી વલે? માટે ધર્મને મુખ્ય કરું” શું આવ્યું આ? મોક્ષદૃષ્ટિ નહિ, પણ ઘર્મદૃષ્ટિ આવી, ને ધર્મદ્રષ્ટિ એને એવી જોરદાર જાગી કે ભીખ માગવાં તો ફરવું પડતું, પરંતુ દેવદર્શન પર મુખ્ય ચોટે ધર્મશ્રદ્ધા વધતી ચાલી, તેથી બને તેટલાં વધુ દર્શન કરતો. અભણ ભિખારી છે, એકમાત્ર જિનમંદિરોએ દર્શન કરી રહ્યો છે, પરંતુ એને મહાન જીવન કર્તવ્ય માની રહ્યો છે. એને લાગે છે કે “પેટનો ખાડો પૂરવા ભીખ માગતા ફરવું એ કોઈ મોટું કલ્યાણ કર્તવ્ય નથી. એ તો કૂતરા ને બિલાડા જેવા જનાવરેય કરે છે ને એથી એનું કલ્યાણ થોડું જ થાય છે? પણ પ્રભુના દર્શન અર્થે ફરતા રહેવું અને પેટ ભરી ભરીને દર્શન કર્યું જવા એ કલ્યાણ કર્તવ્ય છે. મહાત્માની કૃપા થઈ ને મને આ સૂઝાડ્યું, મારા અહોભાગ્ય છે !' આમ હોંશે હોશે પ્રભુદર્શન કર્યે જાય છે એમાં એ અઢળક પુણ્ય બાંધતો રહ્યો. આપણે એક્લા પ્રભુદર્શન નહિ, પણ બીજા ઘણા પ્રકારના ઘર્મ કરીને સંતોષ માનતા હોઈએ કે હું ઘણો ઘર્મ કરું છું ત્યાં આ તપાસવા જેવું છે કે એવી હોંશ ઉલટ કઈ ધર્મસાધનામાં રાખીએ છીએ? આ ભિખારી જેમ જિનદર્શનને કલ્યાણ કર્તવ્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સન્ન-વિવેચન સમજી એ પામ્યાને અહોભાગ્ય માનીને જે હોંશ ઉલટથી દર્શન કરતો રહ્યો છે, એવું આપણને કયા ધર્મસાધનામાં સતત ઉલટ ચાલ્યા કરે છે ? કઈ ધર્મસાધના આપણે ભલીવાર વાળી કરીએ છીએ ? જો જો ભિખારીને પરભવે માત્ર આ એક મહાન કલ્યાણ કર્તવ્ય માની એ બજાવવાના પ્રતાપે કેવી ઉત્તરોત્તર ચઢિયાતી ઉન્નતિ મળતી રહે છે ! અને એમાં વિઘ્નો ભારે આવવા છતાં એ જ કેવા ચડિયાતા હૃદય માટે થાય છે ! જિનદર્શનના પ્રભાવ અજબ ! એ પણ જોવા જેવું છે કે ભિખારીપણે જે દર્શનનો ધર્મ કરી રહ્યો છે એમાં હજી કાંઇ ‘સંસાર પાર કરી જવા માટે જ ધર્મ કરું' એવો કોઇ આશય નથી, આશય માત્ર આટલો જ કે ‘પૂર્વે ધર્મ નથી કર્યો તેથી આ ભિખારીપણું આવ્યું ને એમાંય ભીખ માગતા સરખું ન મળે એવી કમભાગિતા આવી છે, તો હવે ધર્મ કરું તો આ વિટંબણા ન આવે.’ એટલો જ છે. એટલે કે સરખી રીતે પેટ ભરવાનું થાય એવા દુન્યવી કાર્યનો આશય છે, છતાં એવા પણ આશયથી એ શું કરી રહ્યો છે, પાપ નહિ, પણ વીતરાગ પ્રભુનાં દર્શનનો ધર્મ કરી રહ્યો છે. શાસ્ત્રકારો પાપપ્રવૃત્તિ છોડી ધર્મપ્રવૃત્તિ કરવાનું બહુ મહત્ત્વ આંકે છે. અને એ મહત્ત્વ આપણને પૂર્વ પુરુષોનાં જીવનમાં દેખાય છે. જુઓ. ભિખારી દર્શનના ફળરૂપે એ જ જીવનમાં ભીખ સારી પામતો ગયો અને મરીને ૫૨ભવે એક બ્રાહ્મણના છોકરા તરીકે જનમ્યો. એ બેએક વરસનો થયો હશે ત્યાં બ્રાહ્મણ એને રાજાને પગે પડવા લઇ જાય છે. ત્યાં બન્યું એવું કે રાજાની પડખે રાજજોષી બેઠેલો તે બોલી ઊઠ્યો, ‘વાહ કેવુંક ભાગ્યશાળી આ રૂપાળું બાળક !' રાજા પૂછે ‘કેમ ભાગ્યશાળી ?’ જોષી કહે ‘મહારાજા ! આના મુખની રેખાઓ કહી રહી છે કે એ અહીં રાજા થાય,' રાજાએ એ વખતે તો ઉદ્ગાર કાઢ્યો કે ‘એમ છે ? તો તો ખરો ભાગ્યશાળી?’ પરંતુ રાજાના પેટમાં સંતાપની આગ ઊઠી ‘હાય ! આ દક્ષિણાની ભીખ માગતા ફરનાર બ્રાહ્મણનો દીકરો મારો વારસદાર ? લાવ વારસદાર બને એ પહેલાં એનું કાટલું કઢાવી નાંખું.’ એ બાળકને કેવુંક વિઘ્ન આવે છે ! પણ જો જો પૂર્વનો દર્શનધર્મ જે હોંશે હોંશે કર્યો ગયો છે, એ એની કેવીક રક્ષા અને ઉન્નતિ કરે છે. રાજાએ એક માણસને તૈયાર કર્યો કહ્યું ‘આ બ્રાહ્મણના બાળકને નગર બહાર કૂવામાં પધરાવી આવજે. ઇનામ મોટું લઇ જજે.’ પરંતુ બાળકનું જોરદાર પુણ્ય શું કામ કરે છે એ જુઓ. સંધ્યાકાળે એ માણસ બ્રાહ્મણના ઘરમાં એકલા બાળકને જોઇ એને ઉપાડીને ચાલતો થઇ ગયો. ગામ બહાર આવ્યો ત્યાં ચાંદનીના પ્રકાશમાં જુએ છે તો બાળક ખૂબ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન રૂપાળું ને હસુતં ખીલતું છે. એને જોઇને એને દયા આવી ગઈ કે હાય ! આવા સોભાગી બાળકને કૂવામાં કેમ નખાય ? પણ રાજાને જવાબ દેવો પડશે તેથી એણે બાળકને બગીચામાં એક ઝાડ નીચે મૂકી દીધું અને પોતે પાછો ફરીને રાજાજીને કહ્યું ‘સાહેબ ! કામ પતાવી દીધું.' રાજાએ ખુશી થઇ એને ઇનામ આપ્યું. અહીં બગીચામાં કોઇ જનાવર આવીને બાળકને નુકસાન ન કરે ? પણ કહે છે ને કે ‘જેને રામ રાખે તેને કોણ ચાખે ?' બાળકના હોંશે હોંશે કરેલા પ્રભુદર્શનના ધર્મે પુણ્ય ઊભા કર્યા છે કે અહીં જીવની પોતાની કોઇ હોશિયારી કે મહેનત વિના જ પુણ્ય એની રક્ષાનું સાધન ઊભું કરી દે છે. એના પુણ્યે બન્યું એવું કે બગીચાનો માળી ફરવા નીકળેલો, ને એણે આ બાળકને જોયું. રૂપાળા રમકડા જેવા બાળકને જોઇ ખુશી ખુશી થઇ ગયો. વહાલથી એને ઉઠાવી લઇ આવ્યો પતી માલણ પાસે, ને કહે છે, –લ્યો આ તારે નવ નવ મહિના ગર્ભ સાચવવાની પીડા વિના ભગવાને આ તૈયાર બાળક આપી દીધું છે,' માલણ પણ રૂપાળા બાળકને જોઇ રાજીની રેડ થઇ ગઇ. ઝટ એને લઇને છાતી સરસો ચાંપી એને બચ્ચીઓ ભરી લે છે. છાતીએ લગાડીને પાસે સુવાડે છે, સવાર પડતાં રાજાને ત્યાં બ્રાહ્મણની રાડ આવી મહારાજા ! મારા બાળકનો પત્તો નથી. રાજા ઢોંગ ધતુરાથી કહે છે હૈં ? હેં ? શી વાત કરે છે ? આવું સારું બાળક ગુમ ? જા જરા આજુબાજુમાં તપાસ કર, અને હું પણ તપાસ કરાવું છું ! સિપાઇને બોલાવી કહે છે એય ! નગરમાં તપાસ કરો આનું બાળક ક્યાં છે ? બસ, નગરમાં તપાસ ચાલી, પણ બાળક મળ્યું નહિ, ક્યાંથી મળે ? નગર બહાર દૂર બગીચામાં માળીના ઘરમાં હોય, તે નગરમાં ક્યાંથી મળે ? બાળકનું પુણ્ય ઉપરાંત માળીનું પુણ્ય એવું છે કે કોઇ સિપાઇને અહીં તપાસ કરવાનું સૂઝ્યું જ નહિ, વાત પતી ગઇ. બાળક માલણના ભારે વહાલ સાથે ઊછેર પામી રહ્યું છે. પાંચેક વરસનો થયો હશે ત્યારે એક દિવસ માલણ એને સાથે લઇને રાજાને ફૂલનો કરંડિયો આપવા ગઇ, કર્મ અને ભવિતવ્યતા કેવીક અજબ-ગજબ ઘટનાઓ સરજે છે ! માલણ બાળકને રાજાના પગે લગાડે છે. ત્યાં રાજાની પાસે બેઠેલા પેલા રાજજોષીનું માથું હાલી ઊઠે છે. રાજા પૂછે છે, - ‘કેમ જોષીજી ! માથું કેમ હાલી ઊઠ્યું ?' જોષી કહે ‘મહારાજા ! શું કહું ? આ બાળકનાં મુખની રેખાઓ કહી રહી છે કે આ આપની પછી રાજા થાય ! વળી રાજાએ ત્યાં તો એ સાંભળી આનંદ દેખાડ્યો. સરસ ! ભાગ્યશાળી બાળક ! પરંતુ રાજાના મનને શંકા પડી કે આ પેલું બાળક તો ન હોય ? ત્યારે શું પેલા માણસે બાળકને આ માલણને સોંપી દીધું હશે ? યા બગીચામાં એમજ મૂકી દીધું હોય ને માલણે એને લઇને ઊછેર્યું હશે ? ખેર ! ગમે Page #24 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન તે હો, આના ઉંડાણમાં ઊતરવાની જરૂર નથી, નહિતર પૂર્વની વાત કદાચ બહાર પ્રગટ થઈ જાય. આપણે તો કામથી કામ “હવે બીજા વિશ્વાસુ માણસને જ કામ ભળાવી દેવું જેથી બાળક નામશેષ થઈ જાય.” મૂરખ માણસ સામાનું ભાગ્ય જોતો નથી તે સામાને ખત્મ કરવાના ભયંકર અપકૃત્ય કરવા દોડે છે. ધવલશેઠે શ્રીપાળને ખત્મ કરવા કેટલા વાનાં કર્યા? પરંતુ તેથી શ્રીપાળનું શું બગયું? પહેલાં તો શ્રીપાળનો બત્રીસ લક્ષણા પુરષ તરીકે પકડીને ભોગ આપવાની યોજના કરી, પરંતુ એમાં છેવટે શ્રીપાળને પગે પડવા આવવું પડ્યું ને કાલાવાલા કરવા પડયા કે કુમાર સાહેબ! મારાં વહાણ ચલાવી આપો ને? તમે લક્ષણવંતા અને ભાગ્યવાન મહાપુરુષ છો તેથી તમારા ચરણસ્પર્શથી વહાણ ચાલતા થઈ જશે એવો મને વિશ્વાસ છે ! વળી આગળ પર શ્રીપાળને દરિયામાં પટકી દેવા વહાણના ખીલા વિનાના ઝરખામાં ચડાવ્યા ! ઝરુખો નીચો વળી ગયો. શ્રીપાળ દરિયામાં પડ્યા, પણ મગરમચ્છ તરાપાની જેમ પીઠ પર ઝીલી લઈ થાણા બંદરે ઉતાર્યા ને ત્યાં શ્રીપાળને રાજકુમારી પરણવા મળી. ક્યાં દરિયામાં પટકાવી જવાની ઘટના? ને ક્યાં રાજકુમારી પરણવા મળે? મૂરખ ઘવળ શ્રીપાળને મારી નાખવા ઊંધા ને ઊંધા વેતરણ કરતો ચાલ્યો પણ એમાં શ્રીપાળને અધિક અધિક સંપત્તિ મળતી ચાલી. એમ અહીં ભિખારીમાંથી બાળક બનેલાને બનતું આવે છે. રાજાએ વિશ્વાસુ માણસને કહ્યું પેલી માલણના બાળકને લઈ બહુ દૂર દૂર જંગલમાં જઈ કોઈ કૂવામાં પધરાવી દેજે. માણસ ઘોડા ઉપર બેસી નીકળ્યો. બગીચામાં જઈ જુએ છે તો બાળક એí બેસી રહ્યું છે, તે એને ઉઠાવીને ઘોડા પર ચડી ઘોડો જંગલમાં મારી મૂક્યો. પરંતુ બાળક કાલી કાલી ભાષામાં પૂછે છે “કાકા! ક્યાં લઈ ચાલ્યા? મને ભૂખ લાગી છે, લાડવો ખવરાવશો? ઘોડેસ્વાર માણસ આ સાંભળી અને બાળકનો નિર્દોષ પ્રસન્ન ચહેરો જોઇ, હૈયું પીગળી ગયું. મનને થયું કે “હાય ! આવા ભગવાનના ઘરના રમકડા જેવા બાળકનો મૂર્ખ રાજા નાશ કરાવવા ઇચ્છે છે? કિન્તુ રાજા મૂર્ણ થાય, પણ હું મૂર્ણ ન થાઉં કે આવું ગોઝારું કૃત્ય કરું ! જુઓ બાળકનાં પૂર્વભવના બહુ હોંશે હોશે કરેલા માત્ર પ્રભુદર્શનનું પુણ્ય શું કામ કરે છે! માટે જ જ્ઞાની ભગવંતો કહે છે મનવાંછિત મેળવવા આડા-અવળા પાપધંધા કરવાના ફાંફાં શું મારો? ધર્મનું શરણું લો. જીવનમાં વીતરાગ ભગવાને કહેલા ધર્મની ખૂબ ખૂબ પ્રવૃત્તિ કરો અરિહંત ભગવાનની ખૂબ ખૂબ ભક્તિ કરો. પાપપ્રપંચો જે કામ નહિ કરે તે અરિહંત ભગવાનની ભક્તિ અને ધર્મસાધનાઓ કરશે, ત્યાગ તપસ્યા, વ્રત-નિયમ, બ્રહ્મચર્ય, વગેરેની આરાધના કરશે, પૂછો, Page #25 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન | પ્ર. તો શું ઘર્મ આવી લાલચથી કરવાનો? ઉ. આની સામે પ્રશ્ન છે કે એવી લાલચથી શું પાપપ્રપંચો કરવા સારા? કે ધર્મ કરવાથી દુર્ગતિ થાય? લાલચથી ધર્મ ન કર્યો અને પાપપ્રપંચો ધૂમ કર્યો ગયા, તો એથી સદ્ગતી મળે? લાલચથી પણ ધર્મ કરવાનું જીવના ભાગ્યમાં છે ક્યાં? આજે પૂજા સામાયિક-પોષધ-પ્રતિક્રમણ, વ્રત, નિયમ, શીલ, સદાચાર અને તપસ્યા કરનારા કેટલા? અને સાંસારિક પાપપ્રપંચો કરનારા કેટલા? તે શું આ પાપપ્રપંચો કરનારા વહેલા મોક્ષે જશે ? ને સુખની લાલચથી પણ ધર્મ કરનારા સંસારમાં ભટક્તા રહેશે? શાસ્ત્રોની અવગણના કરવી હોય એ એવા ઊંધા લેખા માંડે કે સુખ માટે ધર્મ કરાય જ નહિ. શાસ્ત્રો તો ઠામ ઠામ સુખના અથને ધર્મ કરવાનું કહે છે. પેલો ઘોડેસ્વાર બાળકને ચીમી ભરીને કહે છે કે બચ્ચા મોટો લાડવો આપીશ. ફિકર ન કર, એમ બાળકને ખિલાવતો ઘોડો ઉંડા જંગલમાં લઈ જઈ એક નરસિંહયક્ષનું મંદિર આવ્યું ત્યાં ઘોડો ઊભો રાખી દે છે, બાળકને લઈને નીચે ઉતરી મંદિરમાં યક્ષની મોટી મૂર્તિના ખોળામાં બાળકને બેસાડી કહે છે, “તું બેસજે અહીં હું લાડવો લઈને આવું છું અને યક્ષને પ્રાર્થના કરે છે “પ્રભુ આને સાચવજો” એમ કહીને બાળકને ત્યાં મૂકી ઘોડેસ્વાર ઉપડી ગયો. અહીં બાળક મૂર્તિની દાઢી પકડી કહે છે દાદા ! ભૂખ લાગી છે લાડવો દો.” યક્ષ જાગતો છે એ જુએ છે કે બાળક કેવું નિર્દોષ અને માબાપથી છૂટું પડેલું છતાં હસતું ખીલતું છે! અવધિજ્ઞાનથી એણે બાળકની પરિસ્થિતિ જોઈ લીધી, વિચાર કરે છે હવે આવા મહાન પુણ્યવંતા જીવની રક્ષા અને ઉન્નતિ કેમ કરવી? ત્યાં જોયું તો થોડે દૂર એક સાર્થવાહનો પડાવ પડ઼યો છે, યક્ષે સાર્થવાહને સ્વપ્ન આપ્યું કે પાસે નરસિંહ યક્ષના મંદિરમાં દેવકુંવર જેવો બાળક છે તું ઝટ જઇને એને લઈ આવ ! સાર્થવાહ વિચારે છે “અહો ! કેટલું સરસ સ્વપ્ન! કોઈ દિવસ નહિ, ને આજે આ સ્વપ્ન આવ્યું લાગે છે. સાચું હોય ને જો સાચું પડે તો તો મારું ભાગ્ય ખૂલી ગયું મને વાંઝિયાને છોકરો તૈયાર મળે? વાહ ! કેવી પ્રભુની કૃપા ! સાર્થવાહ ઊઠ્યો, ચાલ્યો જંગલમાં યક્ષનું મંદિર દેખ્યું, ગયો અંદર, તો બાળક યક્ષની મૂર્તિના ખોળામાં ચડી બેઠું છે ને કાલી કાલી ભાષામાં બોલી રહ્યું છે દાદા ! હવે તો બહુ ભૂખ લાગી છે. ઝટ લાડવો ખવરાવો ! સાર્થવાહ સ્વપ્ન સાચું પડ્યું એના આનંદમાં ગરકાવ થઈ ગયો ઝટ બાળકને ઊંચકી લઈ છાતી સરસો લગાડી ચીમીઓ ભરતો કહે છે, “ચાલ બચ્ચા ! તને લાડવો આપું.” એમ કહી એને લઇને પહોંચ્યો પોતાને આવાસે. પતીને બાળક આપતા કહે છે, “લે લે તારું ભાગ્ય ખૂલી ગયું. ઘણા વખતથી તારી ઝંખના હતી કે ભગવાન બાબો ક્યારે આપે. લે આ તો તારે વગર ગર્ભ Page #26 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન સંભાળવાની પીડાએ ભગવાને આ તને તૈયાર આઈતો માલ રૂપે બાબો આપ્યો. જો તો ખરી કેવી આ ફૂટડો રમકડા જેવો બાબો છે. પતી રાજની રેડ થઈ ભગવાનના ઓવારણાં લે છે “પ્રભુ પ્રભુ ! તમારા ઓવારણા લઉં છું આ કેટલી બધી તમારી દયા! પ્રભુ ! તમારા લાખ લાખ ઉપકાર માનું છું.' શેઠ બાબાને લાડવો ખવરાવે છે, અને પતી કહે છે “આપણને નરસિંહ યક્ષે આ બાળકની બક્ષીસ કરવાનો ઉપકાર કર્યો તેથી કૃતજ્ઞતારૂપે આનું નામ નરસિંહ રાખીએ છીએ.” વિચારવા જેવું છે કે માણસ અભિમાન રાખે કે હું બધું સારું કરી દઉં. હું ધાર્યું પાર પાડી દઉં, તો એ હું પદ અભિમાન કેટલું વ્યાજબી છે? રાજા સત્તાના જોરે બાળકનો નાશ કરાવવા મથતો હતો, ત્યારે બાળકનું પુણ્ય મોટા રાજાની ય ધારણાને નિષ્ફળ કરતી હતી. તો પછી રાજાના ફૂટેલા નસીબમાં શું મળ્યું? ધારણા તો સફળ થઈ નહિ, પણ પાપી વિચાર અને પાપી પ્રવૃત્તિનાં પાપ લમણે લખાયાં ! ડહાપણનું કામ એ હતું કે જોવું જોઈતું હતું કે “જોષીના કહેલા હિસાબે બાળક મારી પછી રાજા થવાનો છે? તો થવા દો. જેમ બનનાર હશે તે બનશે. મારું કામ પ્રભુને વિશેષ ભજવાનું, જેથી મારા માટે એનું ખરાબ પરિણામ ન આવે. આમ વિકટ સંયોગમાં ખોટી ધારણાઓ કરી અભિમાનથી અપકૃત્ય કરવાને બદલે અરિહંત પ્રભુની ભક્તિ તથા તપસ્યા વધારવી એમાં ડહાપણ છે. જુઓ સુભદ્રા સતીનો પ્રસંગ સુભદ્રા શ્રાવક શેઠની કન્યા, એને પરણવા માટે પરદેશી બૌદ્ધ યુવાન શ્રાવક બન્યો. પહેલાં તો કપટથી શ્રાવક પણ પછી શ્રાવકના આચારો પાળતાં પાળતા એ દિલથી જૈન શ્રાવક બન્યો. સુભદ્રાના બાપે એને યોગ્ય ધારી કન્યા આપી. પણ પછીથી જ્યારે સાસરે જવાનું થયું ત્યારે ત્યાં જોયું તો આખું કુટુંબ બૌદ્ધ છે, હવે શું કરવું ? એણે યથાશક્તિ તપ તથા અરિહંતભક્તિ અને સાધુભક્તિ સારી રીતે કરવાનું રાખ્યું. પરંતુ સાસુને આ ખટકવા લાગ્યું, તે એણે કકળાટ માંડ્યો, સુભદ્રાને ટોણા મારે, કહે છે “મૂકી દે જૈન સાધુની સરભરા, આ ઘરમાં નહિ ચાલે એ.” છતાં સુભદ્રા તો સાધુભક્તિમાં સાવધાન રહેતી. છેવટે સાસુએ એને જુદી મેડા પર રહેવા કાઢી. સુભદ્રાને મન જીવનમાં ઘર્મ મુખ્ય છે, એટલે એણે મનમાં જરાય વિખવાદ ન રાખ્યો, ઊલટું એણે આપત કાળ સમજી ધર્મ વધાર્યો. દિલમાં ધર્મની સગાઈ આનું જ નામ છે કે આપત્તિમાં આર્તધ્યાનમાં રોદણાં અને પાપસ્થાનકનાં સેવનને બદલે ધર્મનો જ વધુ આશ્રય લેવાય. Page #27 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન કાકા અજિતસેન રાજાએ શ્રીપાળકુમારના બાપને મરાવી રાજ્યગાદી બચાવી પાડેલી. પરંતુ શ્રીપાળકુમારે મોટો થતાં લડાઈ કરી કાકાને હરાવ્યા, તો કાકા અજિતસેને આ આપતુ કાળ જોયો અને યુદ્ધભૂમિ પર જ ચારિત્ર ઘર્મ સ્વીકારી લીધો. મદનરેખા મહાસતીના પતિનું જેકે ખૂન કરી નાખ્યું. સતીએ એને અંતિમ નિર્ધામણા કરાવી સમાધિ આપી. મદનરેખાએ આ આપત્તિકાળ દેખી શીલના રક્ષાર્થે રાતોરાત જંગલના રસ્તે ભાગી. ક્રમશઃ નંદીશ્વર દ્વીપમાં પહોંચતાં પતિ દેવ થયેલો ત્યાં આવ્યો કહે છે, “તારા ઉપકારની અવધિ નથી કે અંતિમકાળે ભયંકર કષાયમાં નરક તરફ દોડી રહેલ મને તે અટકાવ્યો નિઝામણા કરાવી ઉપશમ રસ પાયો તો હું નરકના બદલે પાંચમા સ્વર્ગમાં જન્મ પામ્યો. બોલ તારું શું પ્રિય કરું? તો ત્યાં મહાસતીએ આપત્તિકાળ બરાબર ધ્યાનમાં રાખી અધિક ધર્મ કરવા માટે ચારિત્ર લેવા સારા સાધ્વી પાસે મૂકી દેવાની માગણી કરી. સુભદ્રા મહાસતીએ પણ સાસુએ એને જુદી રહેવા કાઢી આ આપત્કાળ સમજી ધર્મ વધાર્યો. એનો પ્રભાવ એવો પડ્યો કે એકવાર અભિગ્રહધારી મુનિ વહોરવા પધારેલા. એમની આંખમાં તણખલું ચોંટેલું હતું, તે મુનિ અભિગ્રહવશ પોતે હટાવે નહિ તેથી સુભદ્રાએ પોતાની જીભના અણિયારાથી તણખલું ખેંચી લીધું. પરંતુ એમાં પોતાના કપાળ પરના કોરા કંકુના ચાંદલાનું કંકુ મુનિના કપાળ પર લાગી ગયું. મુનિ મેડા ઉપરથી ઉતરી ગયા નીચે, ને સાસુએ મુનિના કપાળમાં કંકુ જોઈ હોબાળો માંડ્યો કે આ વહુ સુભદ્રા બંદ આચારની છે. માણસ સુકૃત કરવા જાય છે પણ કેટલીકવાર ધારણા બહાર એવું કાંક બની જાય છે કે જે બદનામી ઊભી કરે છે. એક માણસ રસ્તામાં હાંફળો ફાંફળો ચાલતો હતો એમાં એના ગળામાંથી મોતીની કંઠી નીકળી ગઈ, એને ખબર ન પડી આગળ ચાલ્યો એમાં ખીસામાંથી રૂમાલ કાઢતાં સો રૂપિયાની નોટ પડી ગઈ. પાછળ એક ભાઇએ નોટ પડેલી જોઈ તે લઈ પેલા ભાઈની પાછળ જલ્દી જઈ કહે છે લ્યો આ તમારી નોટ રસ્તામાં પડી ગઈ હતી. દરમિયાન પેલા ભાઈને પોતાના ગળામાં કંઠી ન દેખાતાં કહે છે, “કેમ એશ્લી નોટ? કંઠી લાવો” પેલો કહે ભાઈ મને કંઠીની ખબર નથી પેલો કહે “શાની ખબર નથી? લુચ્ચાઈ કરો છો? કંઠી છૂપાવી નોટથી શાહુકારી બતાવો છો ? ચાલો પોલિસ પાસે. જુઓ સુકૃત કરવા જતાં કેવી અણધારી આફત? સતી સુભદ્રા પર આગળ ચડ્યું આપત્તિ આવી એણે ધર્મનું શરણું લીધું કાયોત્સર્ગ ધ્યાનમાં રહી શાસનદેવતા હાજર થઈ પરિસ્થિતિ જાણી લીધી કહ્યું “ફિકર કરીશ નહિ. કાલે વહેલી સવારથી નગરના ચાર દરવાજા બંધ રહેશે કોઈ ખોલી શકશે નહિ તું જઈને ખોલજે.' Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન E બસ, વહેલી સવારથી દરવાજા બંધ ! કોટવાળોથી ખોલ્યા ખૂલતા નથી. લોકો લોટે ક્યાં જાય? હાથમાં લોટા લઈને ટોળેટોળા દરવાજે દરવાજે ખૂલવાની રાહ જોતા ઊભા છે. આખા ગામમાં હો-હા. રાજા આવ્યો લહાર વડે ઘણના ઘા મરાવી તોડાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ વ્યર્થ. બારણા નથી તૂટતા નથી ખૂલતા. હવે શું થાય ? સૌ મુંઝવણમાં ત્યાં આકાશવાણી થઈ કે “જો કોઈ સતી સ્ત્રી ચાળણીને કાચા સૂતરે બાંધી કૂવામાં નાખી કૂવામાંથી એમાં પાણી બહાર કાઢી એ પાણી દરવાજા પર છાંટશે તો દરવાજા ખૂલશે.' બસ, કેટલીક બાઇઓ આગળ આવી પ્રયત્ન કરવા ગઈ ત્યાં કાચા સૂતરે બાંધી ચાળણી જ્યાં કૂવા પર ધરી કે તાર તૂટીને ચાળણી જાય નીચે કૂવાની અંદર ! બે ચાર બાઈઓના પ્રયત બાદ હવે કોઈ બાઈ આગળ આવતી નથી. સૌ વિમાસણમાં બેઠા છે ચોરે ને ચૌટે એક જ ચર્ચા છે. - આ કેવો ઉત્પાત ? એવી તો કોણ સતી મળે કે કાચા સુતરે ચાળણી બાંધી કૂવામાંથી એમાં પાણી કાઢી શકે? બધું જ્યારે સુમસામ છે ત્યારે સુભદ્રા સતી સાસુને કહે છે આપની આજ્ઞા હોય તો હું આ પ્રયત કરું મને વિશ્વાસ છે “હું કાચા સૂતરે ચાળણી બાંધી કૂવામાંથી એમાં પાણી ખેંચી કાઢીશ.” સાસુ તડૂક જોઈ જોઇ મોટી સતી? ઘરની આબરૂ કાઢીશ આબરૂ. બેસ, તને ઓળખું છું હું, ઘરની કુલાંગાર !' આ કહે, “અત્યારસુધી નગરમાંથી કોઈ આ કામ કરી શક્યું નથી, ને હવે કોઇ આગળ આવતું નથી. એમાં પરિસ્થિતિ આવી ને આવી ઊભી રહે છે તો મને પ્રયત કરવા દો, તમારા ઘરની પ્રતિષ્ઠા વધારીશ એવો મને મારા દેવગુરુ ઘર્મ પર વિશ્વાસ છે.' છેવટે સાસુ મંજૂર થઈ સુભદ્રા ઉપડી કૂવે. લોકો પાછળ ટોળેટોળા ભેગા થઈ ગયા છે. કૂવે પહોંચીને સુભદ્રા ! જાહેર કરે છે ““હે અરિહંત ભગવાન ! જો મારું શીલ સતીત્વ અખંડ સુરક્ષિત હોય તો કૂવામાંથી ચાળણીમાં પાણી આવજો અને એ પાણીથી નગરના દરવાજા ખૂલજો'' એમ કહી કાચા સૂતરે ચાળણી બાંધી કૂવામાં ઉતારી કાચું સૂતર તૂટી ન ગયું. ચાળણી પાણીમાં ડૂબી ભરેલી ચાળણી બહાર આવી. લોકમાં જય હો જય હો મહાસતીનો'નો જયનાદ ઊઠ્યો. સતી સુભદ્રા ચાળણીમાં પાણી લઈને ગઈ દરવાજે દરવાજે ને પાણી છાંટે છે. પાણી છાંટતા જ ત્રણ દરવાજા ખૂલી ગયા પણ ચોથે દરવાજે પાણી છાંટવા ગઈ ત્યાં આકશવાણી થઈ હવે આ ચોથો દરવાજો ખોલવો રહેવા દે ભવિષ્યમાં કોઈ સતી ખોલશે.” આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ “મહાસતી સુભદ્રાનો જય હો” આકાશવાણી થઈ, સાસુ નમી પડી માફી માગે છે. શી રીતે આ જયજયકાર ? કહો સુભદ્રા સતી પર આફત આવી ત્યારે એણે ધર્મ વધારી દીધો, ધર્મનો અચિંત્ય પ્રભાવ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પેલા ભિખારીએ સાધુના કહેવાથી ભિક્ષાની દુર્લભતાના કષ્ટમાં દેવદર્શનના ધર્મનો આશરો લીધો તો ત્યાંથી મરીને ગરીબ બ્રાહ્મણનો છોકરો થયો. બે વર્ષનો થતાં બગીચામાં ત્યજાયો. તો માલણનો છોકરો બન્યો. એ પાછો પાંચ વરસનો થતાં જંગલમાં નરસિંહ યક્ષના મંદિરે મૂકાયો. ત્યાંથી નરસિંહ નામથી સાર્થવાહના પુત્ર તરીકે બન્યો. નરસિંહ એવો લાડમાં ઊછરી રહ્યો છે કે હવે એને માલણ માતા યાદ નથી આવતી. વેપારી પણ અમુક સમય દેશાવરે જ રહી પછીથી દેશમાં જાય છે અને ત્યાં જાહેર કરે છે કે પ્રવાસમાં દેશાવરમાં પુત્રનો જન્મ થયેલો અને પછીથી દેશાવરમાં જ એ ઊછર્યો ને મોટો થયો. આમ નરસિંહને વેપારીના પુત્ર તરીકે ઉછરવાનું મળ્યું. જુઓ, - નરસિંહ પૂર્વનું પુણ્ય લઇને આવ્યો છે એ એને એક ગરીબ બ્રાહ્મણના પુત્રમાંથી મોટા શેઠિયાના પુત્ર તરીકે મોટો થવાનું મેળવી આપે છે. ગરીબ બ્રાહ્મણમાંથી ઠીક ઠીક માળીનો પુત્ર અને એમાંથી શ્રીમંત વેપા૨ી શેઠનો પુત્ર. આવી આવી ફેરફારીમાં માણસના અહીંના કયા પુરુષાર્થે કામ કર્યુ ? કશાય નહિ, આજ પુણ્ય શુભકર્મની સાબિતી છે, અને એ પુણ્યના કર્તા તથા આધારભૂત જીવની સાબિતી છે, તેમ આ ભવમાં એવું પુણ્ય ઉપાર્જવાનો પ્રસંગ નથી બન્યો માટે પૂર્વભવે એ પુણ્ય ઉપાર્જ્ય હોય એટલે પૂર્વભવની સાબિતી છે. આમ આત્મા છે, પૂર્વ ભવ છે. પુણ્ય પાપ છે, એ બરાબર નજર સામે રાખી પાપત્યાગની અને પુણ્ય કમાઇના પુરુષાર્થ મુખ્યપણે આદરવા જેવા છે. જીવન તો પાણીના રેલાની જેમ વહેતું ચાલ્યું છે. દિવસ ૫૨ દિવસ પસાર થયે જાય છે. ગયો એક પણ દિવસ પાછો ફરતો નથી, ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે ઘોરા મુહૂત્તા અબલં સરીરં ણો હુ વિણિમંતિ રાઇઓ’’ અર્થાત્ કાળ ઘોર છે, શરીર દુર્બળ છે. રાત્રિઓ પાછી ફરતી નથી. આમાં કાળ ઘોર ભયાનક છે એમ કહ્યું. કેમકે કાળ જીવને ભુલાવામાં નાખી જાણે સ્થિર છે એમ મનાવી સદુપયોગ કરવા દીધા વિના સરકતો જ જાય છે, સરકતો જ જાય છે. વીતેલો એક પણ દિવસ પાછો ફરતો નથી. દિવસ ગયો તે ગયો, હવે દુનિયાભરની સંપત્તિ જેટલી સંપત્તિ આપી દેવા તૈયાર હોય, છતાં એ વીતેલો દિવસ પાછો ન આવે. માટે જે દિવસ હાથમાં આવે છે, એનો સદુપયોગ કરી લો. તન-મન-ધનની, શરીર-વાણી, ઇન્દ્રિયો અને મનની જે શક્તિઓ મળી છે, એને ધર્મની આરાધનામાં અર્થાત્ વિચાર ઉચ્ચાર-વર્તાવથી ધર્મસાધનામાં કામે લગાડી દો. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સન્ન-વિવેચન મનમાં ધારતા હશો કે ‘હમણા તો સશક્ત શરીર છે, પાસે ખાન-પાન વગેરેનો સરંજામ છે, તો હમણાં દુનિયાનાં કામો અને દુનિયાની લહેર કરી લઉં,’ પરંતુ શાસ્ત્રકાર કહે છ કે ‘અબલં સરીર’ શરીર પર ઉપક્રમ આવે તો એનો સામનો કરવા માટે શરીર અશક્ત છે. કોઇ સશક્ત માણસો અચાનક હાર્ટએટેક યા અકસ્માતમાં મરી ગયા ! કેઇ અખમ અપંગ થઇ ગયા. ક્યાં ધારેલું બન્યું રહ્યું ? અને દિવસ ૫૨ દિવસ આવે છે તેમ તેમ જીવન ઓછું થતું જાય છે. વધતું નથી તો પછી માનવજન્મના મહાકિંમતી દિવસોમાંનો એક પણ દિવસ શા માટે ધર્મસાધના વિનાનો વહી જવા દેવો ? અને ભૂલવાનું નથી કે પુરુષાર્થ તો મોટા ભાગે પુણ્ય જ કામ કરે છે. નરસિંહ ભરપુર ગેબી રીતે નીચેથી ઊંચે ઊંચે ચડે છે. યાવત્ જીવલેણ આક્રમણોમાં આબાદ બચી જાય છે. હવે એ સોળેક વરસનો થયો છે, એટલે બાપ એને લઇને દેશાવરે નીકળે છે એમાં પેલા રાજાની રાજધાનીમાં આવે છે. ત્યાં શેઠ રાજાને મળવા જાય છે. સાથે નરસિંહકુમાર પણ છે, રાજાને ભેટણું ધરી નમસ્કાર કરે છે. રાજા પૂછે છે ‘કયો દેશ તમારો ? શેઠ પોતાના રાજ્ય અને નગરની વિગત કહે છે, રાજા પૂછે ‘અહીં કેમ પધારવું થયું ?' શેઠ કહે વેપાર અર્થે આવ્યો છું. એમાં પહેલા આપના મંગળ દર્શન ક૨વા અહીં આવ્યો છું. રાજા પૂછે ‘આ કુમાર સાથે કોણ છે ?’ શેઠ કહે ‘એ મારો દીકરો છે. એટલામાં રાજજોષીની નજર કુમાર પર પડી અને એની આંખો ચમકી ! માથું હસી ઉઠ્યું ! રાજા પૂછે કેમ જોષીજી ! કેમ કાંઇ વિસ્મય ? જોષી કહે ‘હા મહારાજા ! આ નવયુવાનની મુખ પરની રેખાઓ એવી છે કે એ રાજા થવાનો.’ રાજા કહે ‘શી વાત કરો છો ?’ જોષી કહે ‘સાહેબ ! માનો ન માનો, આપનો જ વારસદાર થાય એમ લાગે છે. રાજા ચોંક્યો મનને થયું કે આ ત્યારે પેલો માલણનો છોકરો જ ન હોય. ખેર ! ગમે તે હો, પણ આને જીવતો ન રખાય. છતાં આને એમ નહિ ખત્મ કરાય, કોઇ યુક્તિ દ્વારા એવા સંયોગમાં મૂક્વો જોઇએ કે જેમાં સહજ રીતે એ ખત્મ થઇ જાય. કોઇ યુદ્ધનો મામલો ઊભો કરીને એમાં આને ધક્કે ચડાવી દેવો એ માટે પહેલાં એને તાલિમ અપાવવાના બહાને બહુ અંગત સંબંધમાં લેવો.’ આ બધો મગજમાં ઘાટ ગોઠવીને રાજા વેપારીને કહે Page #31 -------------------------------------------------------------------------- ________________ essess : [ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન તમારો દીકરો બહુ ભાગ્યશાળી લાગે છે. સારું સારું. હવે તમે એમ કરો તમને આવાસની ગોઠવણ કરાવી દઉં છું અને રાજસભામાં રોજ આવ્યા કરજો. અવરનવર આપણા મહેલ પર પણ મળતા રહેજો. અવસરે તમારા જેવા બુદ્ધિશાળીની સલાહ ઉપયોગી થાય અને કુમારને પણ સાથે લાવતા રહેજો આપણા રાજકુમારને એનો સંપર્ક ગમશે !' બસ, દિવાનને કહીને શેઠના આવાસની સગવડ કરાવી દીધી. બીજી પણ સગવડો કરાવી દીધી. અહેસાન ચડયું શેઠ પર. શેઠને બિચારાને ખબર નથી કે આ સગવડો પૂરી પાડવા પાછળ રાજાની કેવી મેલી મુરાદ છે. માથે અહેસાન ચડ્યું એ શરમમાં નાખી કેટલાય પ્રપંચની જાળમાં એને તાણ્યા કરશે. અહેસાન અવસરે ખતરનાક નીવડે છે. માટે તો શાણો માણસ બને ત્યાં સુધી કોઇના અહેસાનમાં આવતો નથી. માલ લેવા બજારમાં જાય ત્યાં વહેપારી ચાહ પીવડાવવા માગે તો નહિ પીએ, ભય છે કે “રખેને ચાહ પીવાના અહેસાન નીચે શરમમાં આવી વેપારીને ભાવમાં ઓછું કરવાનું ન બોલી શકાય તો? યા ન પસંદ સોદો વહોરી લેવો પડે તો?' આવા અહેસાનમાં આવવાનું કોણ કરાવે છે ? લોભ લાલચ. જો લોભલાલચમાં ન પડાય, તો મફતિયું લેવાથી દૂર રહેવાય. શેઠને મફતમાં આવાસ, મફતમાં રાચરચિલું મળે છે. એ મેળવવાના લોભમાં શેઠ તણાયો. પછી તો રાજમહેલે જવા આવવાનું ચાલ્યું. સાથે નરસિંહકુમાર પણ છે, એને રાજકુમાર સાથે દોસ્તી જામી. રાજા શેઠ સાથે મીઠી મીઠી વાતો કરે છે, ને એમાં અવસર પામીને એક દિવસ રાજા શેઠને કહે, શેઠ ! જુઓને રાજકુમારને ઘોડેસ્વારી, તલવારકળા, લક્ષ્યવેધ વગેરેની તાલિમ તો અપાય જ છે, તો તમારા કુંવરને પણ ભેગાભેગે તાલિમ લેવા દો. હોંશિયાર થઈ જશે.” શેઠે જોયું કે આમાં કાંઈ ખર્ચ નહિ, ને મફતમાં સારી કળા- વિદ્યા શીખવા મળે છે તો ખોટું નથી. રાજાને ખુશી ખુશાલીથી હા પાડી દીધી અને નરસિંહને રાજકુમાર સાથે જોડી દીધો. જીવને અનુકૂળતા મળતાં ખુશી ખુશી, અને પ્રતિકૂળતા મળતાં ખેદનો પાર નહિ, પણ પૂર્વાપરનો વિચાર નથી ! પ્ર. આમાં મોટી આપત્તિ શી? ઉ. સંયોગમાં નરદમ આનંદવાળાને સંયોગના ભંગ પર પારાવર ખેદ થાય છે. માટે તો જ્ઞાની ભગવંતે કહ્યું – Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન રીસર-ર ર૩ સંજોગ મૂલા જીવેણ, પત્તા દુખ-પરંપરા' અર્થાત સંયોગના પાયા ઉપર જીવે દુઃખની પરંપરા મેળવી છે. નરસિંહ માટે રાજાની માયામત : પેલા નરસિંહ સુખના પૂરમાં વહી રહ્યો છે. હવે શેઠનો પુત્ર બની એને રાજકુમારની દોસ્તી મલી છે, ને વધારામાં એને શસ્ત્રો ચલાવવા, ઘોડેસ્વારી કરવી, વગેરેની તાલીમ મળી રહી છે. પૂર્વનું પુણ્ય લઈને આવ્યો છે એટલે હોંશિયારી અલ્પ સમયમાં ઘણી આવતી જાય છે. શેઠને આનંદનો પાર નથી. એના મનને થાય છે કે “વાહ રાજાની આપણા પર કેટલી બધી મહેરબાની !' બિચારાને ક્યાં ખબર છે કે રાજાએ નરસિંહને આમાં કેમ હોંશિયાર કરવા માંડ્યો છે ? આગળ જઈને નરસિંહને યુદ્ધમાં ધકેલી ટાઢે પાણીએ ખસ કાઢવી છે. એમ નરસિંહ મરે એમાં રાજાએ એને મારી નખાવ્યો એવું રાજા પર દોષારોપણ થાય નહિ. કર્મસત્તા જીવને ઘણી વાતની સુખ-સગવડ પૂરી પાડે છે. એય કર્મની માયામત છે. એની અંદર પણ જીવનું આગળ જઈને કાટલું નીકળી જાય છે. પરંતુ મૂરખ જીવને સુખસગવડમાં કમરમતની ગમ જ નથી પડતી. મલેચ્છના ઘરમાં બોકડાને સારાં સારાં ખાનપાન ને લાડ મળે છે. એ રષ્ટપુષ્ટ થઇ છેવટે કપાઈ મરવા માટે બને છે. પરંતુ મૂઢ બોકડાને એ ખાનપાન લાડનાં પરિણામે આ કુર કલ થશે એ શાનું દેખાય? એમ નાદાન અક્કલહીન જીવને વિષય સુખસગવડમાં દુર્ગતિઓમાં જૂરપણે દુઃખોમાં રેંસાઈ મરવાનું પરિણામ શાનું દેખાય ? નરસિંહના બાપને પણ, રાજાએ નરસિંહને પૂરી પાડેલી યુદ્ધકળા- તાલિમની સગવડમાં “રાજાની દાનત નરસિંહને પરિણામે ખત્મ કરવાની છે એ દેખાતું નથી. શેઠને નરસિંહ હોશિયાર થઈ ગયો દેખાય છે એટલે હવે એને લઈને દેશમાં જવા રાજાની રજા માગે છે. રાજા કહે “શેઠ! અહીં ધંધો વેપાર કેમ ચાલે છે ?' શેઠ કહે આપની કૃપા છે સારું ચાલે છે. “તો પછી અહીંજ રોકાઓને દેશમાં જવાનું શું કામ છે?' શેઠ કહે “પણ સાહેબ ! દેશમાં જઇને રહીએ તો લોકો નરસિંહની હોંશિયારી જુએ તો નરસિંહને સારા સારા ઘરની કન્યાઓ માટે માગા આવે ને? એટલે મારે જવું તો પડશે જ ! રાજાની શેહમાં શેઠ ઃ રાજા કહે “એની ચિંતા ન કરો મોકો આવસે તો રાજકન્યા પરણાવીશ પણ શેઠ! તમે એકદમ ન જાઓ. નરસિહ પણ જાય, તો મારી કુમાર તો સોસાઈ જ Page #33 -------------------------------------------------------------------------- ________________ 4 શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન જાય. જુઓ છો ને બંનેને કેટલી બધી દોસ્તી છે? માટે તમારે જવું હોય તો ભલે, પણ નરસિંહને થોડો વખત અહીં રાખવો પડશે.” રાજાએ લાલચ કેવી આપી ? “રાજકુમારી પરણાવીશ” જે નરસિંહને કાટલું કાઢી નાખવા ધારે છે એ શું પોતાની કન્યા પરણાવે? પરંતુ નરસિંહનું પૂર્વભવનું બહુવાર વીતરાગના કરેલાં દર્શનોથી ઊભું થયેલ પુણ્ય સંચય શું કામ કરે છે, કોઈ ગેબી સંયોગમાં નરસિંહને એ જ રાજાની કન્યા કેમ પરણવા મળે છે એ આગળ જણાશે. એ જોતાં લાગે કે દુનિયાની ગમતી વસ્તુ મેળવવા માણસ મફતના ફાંફા મારે છે. વીતરાગની ભકિત જ ભરચક કરતા રહેવું જોઈએ. રાજાએ શેઠને શરમમાં નાખ્યા શેઠના મગજ પર પણ રાજાનું અહેસાન હતું એટલે શેઠ ના કહી શક્યો નહિ. શેઠ કહે “મહારાજા સાહેબ ! આ નરસિંહ તો મારા આંખની કીકી છે મારો કલેજાની કોર છે. વળી એની માતાને પણ પ્રાણથી અધિક પ્રિય છે. એટલે અમારે નરસિંહનો વિયોગ એક દિવસ માટે પણ અસહ્ય છે. પરંતુ આપનો બહુ આગ્રહ છે તેથી થોડા દિવસ મૂકી જાઉં છું. પરંતુ એને ખૂબ સાચવજો સાહેબ ! મારે વધારે શું કહેવું?' રાજા કહે “શેઠ તમે જાણો છો ને કે અત્યારસુધી એના પર મારી કેટલી બધી લાગણી રહી છે ! એને કેવોક મહલાવ્યો છે એનામાં કેટલી બધી હોંશિયારી લાવી દીધી છે ! તો તમને શું શંકા છે કે તમારા ગયા પછી એને હું બરાબર સાચવીશ નહિ ?' શેઠ કહે “ના, ના સાહેબ ! જરાય શંકા નહિ. આ તો સહેજ પુત્ર પરના અથાગ પ્રેમ છે તેથી ભલામણ કરાઈ જાય છે. કાંઈ ખોટું લગાડશો મા.” પત્યું, નરસિંહને મૂકી શેઠ ગયો. રાજાએ નરસિંહને અત્યારસુધી કેમ લાગણીથી સાચવ્યો અને કળાવિદ્યામાં કેમ આગળ વધાર્યો એની પાછળ રાજાના દિલમાં રહેલ પાપની શેઠને બિચારાને શી ખબર પડે ? માયાવીનું દિલ બ્રહ્મા પણ ન જાણી શકે. માટે તો કહેવાય છે ને કે સ્ત્રીચરિત્રના ભેદ બ્રહ્મા ય ન કળી શકે. રાજા પ્રપંચ ખેલી રહ્યો છે, પણ પામર જીવને ખબર નથી પડતી કે “એકવાર ને બીજીવાર પ્રપંચમાં પાછો પડ્યો છું, તો હવે પ્રપંચ ન ખેલું એને મનમાં એક ગાંઠ બંધાઈ ગઈ છે કે “આ નરસિંહ મારો વારસદાર ન બનવો જોઈએ” મારું રાજ્ય તો મારા દીકરાને જ મળે ? કે આવા પરાયાને ? ને તે પણ નીચા કુળવાળાને મળે ?' મનની આ ગાંઠ બે વાર પ્રપંચમાં નાસીપાસ થવા છતાં હજી નવા પ્રપંચની Page #34 -------------------------------------------------------------------------- ________________ ને ૮ | શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન : પેરવી કરાવી રહી છે. પણ નરસિંહના પ્રબળ પુણ્ય આગળ એ શું ફાવવાનો ? છતાં, અભાગિયાના નસીબમાં મરે ત્યાં સુધી નિષ્ફળ પાપપ્રપંચો જ કરવાના રહે છે. શેઠના ગયા પછી ચારેક દિવસ બાદ રાજાએ રાજ્યસભામાં વાત મૂકી કે સીમાડાની બહાર અમુક રાજા બહુ અભિમાની થઈ ગયો છે, અને યુદ્ધ આપી એનું અભિમાન ઉતારવાનું છે. કેમ સેનાપતિજી ! કેમ કરશું? સેનાપતિ કહે, “મહારાજા સાહેબ ! એમાં શી મોટી વાત છે? જેવી આપની આજ્ઞા. જાઉં આપણું લશ્કર લઈને, ને જીતી લાવું એને ! રાજા કહે, “એમાં શંકા જ નથી, છતાં એમ કરજો કે આ વખતે આ નરસિંહકુમારને આગેવાની આપજો. વિજયનો જશ એમને મળવો જોઈએ. કેમ નરસિહકુમાર ! બરાબર છે ને?' નરસિંહ કહે, “જશ-બશ તો ઠીક સાહેબ ! પરંતુ આપે મને કળાઓનું જ્ઞાન અપાવ્યું છે, તો એને અમલી કરવાનો આ ખરેખરો મોકો મળ્યો માનું છું. મને આગેવાની આપો છો એ આપનો ઉપકાર માનું છું.” નરસિંહ કેમ યુદ્ધથી ગભરાતો નથી? કહો પૂર્વભવે એણે પરમ સાત્વિક શ્રી વીતરાગ ભગવાનની અહીં એને મહાન સત્ત્વની ભેટ મળી છે. આ પરથી ચાવી લેવા જેવી છે કે આપણે કેટલીય બાબતોમાં નિ:સત્ત્વ બનતા હોઇએ અને એનું આપણને ભરપૂર દુઃખ થતું હોય તો શું કરવું? આ કર્તવ્ય છે કે સત્ત્વ-આદેયતા-સૌભાગ્ય જોઈએ તો પ્રભુને ભજો - પરમ સાત્ત્વિક પરમાત્માની પરમ સાત્વિક તરીકે ખૂબ ભક્તિ કરીએ, તો સામાન્ય સત્ત્વ નહિ, મહાસત્ત્વ મળે. પ્રભુની ભક્તિ કરતાં મનને એમ થાય કે “વાહ! મારા વીતરાગ પ્રભુ! તમે કેવા પરમ સાત્ત્વિક કે મહા દુષ્ટ અનાડીઓએ ભયંકર ઉપસર્ગ વરસાવ્યા, પરંતુ પ્રભુ લેશમાત્ર ડગ્યા નહિ ! દીન ન બન્યા ! યા અનંતબળી છતાં સામનો ન કર્યો !” આવું મનમાં લાવીને પ્રભુની ભક્તિ કરવાની. એમ આપણું વચન બીજા ઝીલતા ન હોય, અને આપણી એ અનાદેયતાઅનાદરણીયતા આપણા મનને કઠતી હોય, તો પરમ આદર્શ પરમ આદરણીય પરમાત્માની એ તરીકે ખૂબ ભક્તિ કરવી. ભક્તિ કરવા જતાં મનને એમ થાય, - Page #35 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન “પ્રભુ ! ધન્ય તમારી પરમ આદેયતાને કે માણસ અને દેવ તો શું, પરંતુ તિર્યંચો પણ આપના વચનને ગદગદ દિલે ને આનંદભર્યા હૃદયે ઝીલે છે! કેવીક આદેયતા!' એમ દર્ભાગ્ય નડતું હોય, બીજાને આપણા પગલાં ન ગમે, આપણી હાજરી ન ગમતી હોય, તો આપણે વીતરાગની ખૂબ ભક્તિ કરવાની; તે એમ સમજીને કે “મારા પ્રભુ પરમ સોભાગી છે.” નરસિંહ લશ્કર લઇને જવા તૈયાર થાય છે ત્યારે રાજકુમાર એની સાથેની ગાઢ દોસ્તીના કારણે સાથે જવા તૈયાર થાય છે. બાપ એને ખાનગીમાં કહે છે “જોજે જાય છે તો ખરો, પરંતુ યુદ્ધમાં મોખરે થઇશ ના. એ કામ તો હોશિયાર ને જંગબહાદુરનું છે, એ માટે નરસિંહ જ યોગ્ય છે.” રાજકુમારને પિતાના પાપી દિલની શી ખબર? એ તો સીધે સીધો માણસ, તે માની લે છે કે પિતાજીની વાત બરાબર છે. હું જો યુદ્ધમાં આગળ થાઉં ને હાર થાય તો? એટલે એ રીતની સમજ રાખી રાજકુમાર જવા તૈયાર થયો. રાજકુમારની સાથે યુદ્ધની મજા જોવા એની બેન પણ તૈયાર થઈ ગઈ. રાજા બધાને આનંદથી વિદાય આપે છે. બોલો, “રાજાની આ ભેદી ચાલમાં નરસિંહને ફસાવાનું થાય કે નહિ? એમાં વળી નરસિંહ નવો છે, એને યુદ્ધનો અનુભવ નથી, તેમ સામો રાજા બળવાન છે, તો નરસિંહને શું નિશ્ચિતપણે વિજય મળશે ? અને મળે તો કોના પ્રતાપે ?' આના પર જે તે વિચાર કરતા પહેલાં જરાક આગળ હકીકત જુઓ. અલબત્ત અહીં એક વસ્તુ વિચારણીય છે કે “નરસિંહ મૂળ બ્રાહ્મણનો દીકરો અને પછીથી વાણિયાના દીકરા તરીકે ઉછેર પામેલો, એ ખૂનખાર યુદ્ધમાં શસ્ત્ર ચલાવવા, સામેથી આવેલા શસ્ત્રોને નિષ્ફળ કરવા, વગેરેની હિંમત અને હોશિયારી દાખવવા શી રીતે તૈયાર થયો હશે? પરંતુ આમાં બહુ વિચાર કરવા જેવું રહેતું નથી, કેમકે સામાન્ય રીતે પૂર્વ ભવની જીવની ઉપર પછીના ભવમાં વિકાસ પ્રાપ્ત થાય છે, સારા પર સારો, નરસા પર નરસો. જંબૂકુમારનો જીવ પૂર્વ ભવે ભવદેવમુનિ, પહેલાં ચળવિચળ થયેલા, પણ પછીથી સાંસારિક નવી પરણેલી પતી શ્રાવિકાએ એમને ચારિત્રમાં સારા સ્થિર કર્યા, તો પછી એમણે સાધુપણામાં જ રહી એવી જોરદાર ત્યાગ-તપોમય જીવની બનાવી કે એના વિકાસમાં પછીના જન્મ રાજપુત્ર-શિવકુમારના ભાવમાં ઉત્કટ વૈરાગ્ય જાગ્યો ! ને પિતા રાજા ચારિત્રની રજા નથી આપતા તો એ માટે ૧૨-૧૨ વરસ સુધી છ૪ને પારણે આંબેલ કરતા રહ્યા ! વળી એવી જીવની પર પછીના જંબૂકુમારના ભવમાં વિકાસ એવો પામ્યા કે ૧૬ વરસની ઉંમરમાં જ ૯૯ ક્રોડ સોનૈયાની સંપત્તિ, અને અસરા સમી નવી પરણેલી આઠ પતીઓ, તથા વહાલસોયા માતા પિતાનો Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન ૧. ત્યાગ કરી સુધર્મા ગણધર ભગવાન પાસે ચારિત્ર લઇ લીધું ! આ સારી જીવની પર પરભવે વિકાસનો દાખલો. ત્યારે નરસી જીવની પર વિકાસના દાખલામાં મરીચિ મહા વૈરાગ્યથી ચારિત્ર પામ્યા છતાં ભ્રષ્ટ થઇ એણે સંન્યાસીની જીવની સ્વીકારી, અને એમાં વળી ઉત્સૂત્રભાષણ કર્યું, તો પછી નરસાપણામાં વિકાસ કેવો થયો કે ભવે ભવે એને મિથ્યાકુળમાં જન્મ તથા સંન્યાસીપણું મળતા ગયા. અહીં રાજાને ક્યાં આ જોવું છે કે ‘હું જે આ ક્રૂર માયાની જીવની જીવી રહ્યો છું એના પરભવે વિકાસ કેવો થશે ? અને અજ્ઞાનતાના અનાર્ય યા તિર્યંચ જેવા અવતારોમાં એ માયા ક્રૂરતાના વિકાસ થવા પર કેવા ભયંકર પાપાચરણ ? ને ત્યાં એનાથી પાછું કોણ વાળવાનું ? નરસિંહ યુદ્ધમાં જીતે છે : રાજાએ તો નરસિંહ યુદ્ધમાં મરે એ હેતુથી એને યુદ્ધ કરવા મોકલેલો, પરંતુ આ નરસિંહ કોણ છે ? પૂર્વ ભવે જિનેશ્વર ભગવાનોનાં ખૂબ હોંશથી ખૂબ જ ખૂબ દર્શનો કરનારો, ને એને એવા અથાગ પુણ્ય ઊભા થયા છે કે યુદ્ધમાં મરવાની વાત શી ? નરસિંહે ઊલટું, દુશ્મન રાજાને પરાસ્ત કરી દીધો ! અને પોતે વિજય મેળવ્યો. રાજકુમાર અને એની બેન નરસિંહનું પરાક્રમ અને વિજય જોઇને બહુ ચકિત અને રાજી રાજી થઇ ગયા. દુશ્મન રાજા પગમાં પડી ગયો, અને માફી માગીને એમને પોતાની રાજધાનીમાં સત્કાર સન્માન સાથે લઈ જાય છે. રાજાના પેટમાં તેલ રેડાય છે ઃ પરંતુ જે આ વિજયના પ્રસંગથી રાજકુમાર અને બીજાઓ રાજી રાજી થઇ ગયા છે, એ જ વિજયના સમાચાર રાજકુમારના બાપ રાજાને પહોંચે છે, ત્યારે એના પેટમાં તેલ રેડાય છે. એને એમ થાય છે કે ‘હાય ! આ હું નરસિંહનું કાટલું કાઢવા માગતો હતો ત્યાં ઊલટું એ યુદ્ધ જીતી ગયો ? અને એનો યશ વધી ગયો ? હવે તો મારે એને સીધો ઉપાય લઇ ઝટપટ ખત્મ કરવો જોઇએ, નહિતર કોને ખબર કાલે એ મારું યા રાજકુમારનું શું ય કરી નાખે ? એટલે હવે રાજકુમાર દ્વારા સીધું એને ઝેર જ અપાવી દઉં, એમ કરી એણે રાજકુમાર પર ખાનગી ચિઠ્ઠિ લખી લખ્યું કે ‘નરસિંહને તરત જ વિષ આપી દે જે.’ પોતાના ખાસ વિશ્વાસુ માણસને ચિહ્નિ પેક કવરમાં આપી ભલામણ કરી કે ‘આ કવર લઇ જા, અને રાજકુમારને ખાનગીમાં આપજે અને કાનમાં કહેજે પિતાજીએ આ કામ તાબડતોબ પતાવવા કહ્યું છે.' જુઓ નહસિંહ જીત્યો, રાજાની ધારણા ધૂળમાં મળી, છતાં રાજાને સદ્બુદ્ધિ ન આવી. કહેવત તો કહે છે ‘ વાર્યો ન રહે, પણ હાર્યો રહે' કિન્તુ અહીં તો ‘હાર્યો જુગારી બમણું રમે' જેવો ઘાટ થાય છે. શ્રીપાળકુમાર સામે પ્રપંચ ખેલનારા ધવળશેઠને Page #37 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન આવું જ થતું હતું ને? આવા અનાડી પ્રપંચી માણસો શું સમજતા હશે? આ જ કે જાણે “સામા પાસે કોઈ અદ્રશ્ય પુણ્ય સત્તા જ નથી, તેથી મારા પાસા પોબાર પડશે.” પરંતુ એમ જો જગતમાં અનાડીઓનું ધાર્યું થતું હોત તો આ જગતમાં સજનોને ઊભવા જગા જ ન રહેત. આ પરથી સમજી રાખવા જેવું કે ક્યારેક કોઈક અનાડી ધમકી આપતો હોય તો ત્યાં ગભરાવવાની ને આર્તધ્યાન કે દ્વેષના સંકલેશ કરવાની જરૂર નહિ. આપણને અરિહંતનો અચિંત્ય પ્રભાવ અને આપણું પુણ્ય બચાવનાર છે. તેથી જ આજ સુધી સુખે સમાધે જીવંત રહી શક્યા છીએ, આ પક્કી શ્રદ્ધા રાખવાની, નરસિંહના પૂર્વભવે દેવાધિદેવના બહુ ભારપૂર્વક કરેલાં દર્શનથી ઊભાં થયેલ પુણ્ય, જુઓ, કેવી ગેબી સહાય કરે છે! રાજાએ માણસ સાથે ચિઢિમાં પોતાના પુત્ર ઉપર લખી મોકલ્યું કે “નરસિંહને તરત જ વિષ આપી દેજે.' છોકરાને ખૂબ આજ્ઞાંકિત માને છે એટલે નિરાંતનો દમ ખેંચે છે કે “કુમારને નરસિંહ સાથે ગમે તેટલો પ્રેમસંબંધ હોય, પણ આ ચિઠ્ઠિ એને પહોંચે કે હાશ! તરત એ નરસિંહને ઝેર આપી દેવાનો.” રાજકુમારની આજ્ઞાંકિતતા એવી હતી એ વાત સાચી, ને એમાં નરસિંહના બચાવની આશા ઓછી, પરંતુ નરસિંહનું પુણ્ય કેટલું જબરદસ્ત કામ કરે છે એ જુઓ, નરસિંહના પુણે યક્ષની દરમિયાનગીરીઃ ચિઠ્ઠિ લઈને જનારો માણસ રસ્તામાં રાત પડી તેથી રાત વીસામા માટે સ્થાન શોધે છે. એમાં નરસિંહના પુણ્યથી સહજ રીતે પાસમાં પેલા નરસિહયક્ષનું મંદિર દેખ્યું, તેથી એ ત્યાં જઈ સૂઈ ગયો. યક્ષને નરસિંહનું પુણ્ય કેવુંક પ્રેરે છે કે એ જ વખતે યક્ષને મંદિરમાં શું ચાલે છે એ જોવા તરફ ખ્યાલ ગયો. અવધિજ્ઞાનથી યક્ષ જુએ છે તો રાજાનો માણસ ચિઠ્ઠિ સાથે દેખાયો, ને ચિઠ્ઠિમાં પોતાના પુત્ર જેવા નરસિંહકુમારને વિષ આપવાનું લખેલું જોવા મળ્યું. યક્ષ ચોંકી ઊઠ્યો, “રાજાની આ દુષ્ટ બુદ્ધિ? તો હવે રાજાને એની બરાબર સજા કરું” એમ વિચારી ચિઢિમાં ‘વિષ' શબ્દમાં કાનો ઉમેરી “વિષા' કર્યું, અને ચિઢિ પેક પાછી ઊંઘતા માણસના કબજામાં મૂકી દીધી. પ્રબળ પુણ્ય ન ધારેલી કન્યા મળી. જુઓ અહીં યક્ષે આમ કેમ કર્યું ? યક્ષ જુએ છે કે “રાજાની કન્યાનું નામ ‘વિષા છે, જે એના ભાઈ સાથે યુદ્ધ જોવા ગઈ છે તો ભલે સોભાગી નરસિંહને આ કન્યા એનો ભાઈ વરાવી દે” બસ, માણસે પ્રભાતે જાગીને ચાલતી પકડી, પહોંચ્યો રાજકુમાર પાસે. એને ખાનગીમાં લઈ જઈ રાજાની ચિઢિ-કવર આપી Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન રાજાએ સૂચવ્યા પ્રમાણે કાનમાં કહ્યું કે ‘કામ તાબડતોબ પતાવી દેવાનું છે, એમ પિતાજીએ કહેવરાવ્યું છે.’ રાજકુમારે ‘સારું’ એમ કહી માણસને આરામ કરવા રવાના કર્યો, પોતે કવર ખોલીને ચિક્રિમાંથી વાંચતાં જ એવો હરખી ઊઠ્યો અને બોલી પડ્યો કે ‘વાહવાહ ! બાપુજી કેવા કદરદાન કે નરસિંહકુમારે આ વિજયનું મહાપરાક્રમ કર્યું તે બદલ કે નરસિંહને બેન ‘વિષા’ તાબડતોબ આપી દેવાનું (૫૨ણાવી દેવાનું) લખે છે ! વાહ ધન્યવાદ બાપુ તમને !’ જુઓ આમાં એક કાનાથી કેટલો ફરક ? કેટલાક કહે છે ને કે સૂત્રમાં જરાક અશુદ્ધ બોલ્યા એમાં શું બગડી ગયું ? પણ કહો ‘સવ્વ’માંથી અડધો ‘વ’ કાઢી નાખી ‘સવ’ બોલાય, દા.ત., ‘નમો લોએ સવ્વ સાહૂણં’ ને બદલે ‘નમો લોએ સવ સાહૂણં’ ‘સવ્વ પાવપ્પણાસણો’ ને બદલે ‘સવપાવપ્પણાસણો’ બોલાય તો કેટલો ફરક પડે ? ‘સવ્વ સાહૂણં' એટલે સર્વ સાધુઓને, પણ ‘સવ સાહૂણં’ એટલે મડદા સાધુઓને નમસ્કાર કરું છું'’ એવો અર્થ નીકળે, એમ ‘સવપાવપ્પણાસણોનો અર્થ ‘મડદાના પાપનો નાશ કરનાર નમસ્કાર મંત્ર' એવો થાય તો શું આ નમસ્કારની સ્તુતિ કરી ? ગુણ ગાયા ? કે હલકાઇ કરી ? સાધુની ય કેવી હલકાઇ ? આ કોનું પરિણામ ? ઉચ્ચારની અશુદ્ધિનું અહીં પ્રસ્તુતમાં ‘તરત વિષ દઇ દેજે’ને બદલે ‘તરત વિષા દઇ દેજે’, માત્ર એક કાનો વધ્યો, તો કેટલો બધો ફરક પડ્યો ? મહારાજા સંપ્રતિના પિતા કુણાલને આવું જ બનેલું. કુણાલ ઉજ્જૈનીમાં હતો ત્યાંના અધિકારી સુબા પર કુણાલના પિતા અશોકે ચિઠ્ઠિ લખી ‘કુમારો અધીયતાં’ અર્થાત્ કુમારને હવે ‘ અધ્યયન કરાવો,’ પરંતુ ચિઠ્ઠિ રાજા લખી ગાદી પર મૂકી બહાર ગયા. શોક્ય રાણી આવી ચિઠ્ઠિ જોઇ એમાં ‘અ’ના માથે પોતાની આંખના કાજળથી બિંદુ લખી દીધું. ‘કુમારો અંઘીયતાં’ ચિઠ્ઠિ વાળી મૂકી દીધી. રાજાએ જોયા વિના માણસ દ્વારા ચિઠિ મોકલી ત્યાં તો નિરીક્ષક માણસ ચિઠિ વાંચી ચમક્યો ! કુણાલ પૂછે છે ‘કેમ ચમક્યા ?’ ‘આવી ચિઠિ આવી છે, પણ તેથી તમને અંધ કરાય ? જરાય નહિ.' કુણાલ કહે, ‘પિતાજીનો આદેશ હું ન માનું તો પછી બીજો કોણ માનશે ?’ પોતાની જાતે તપાવેલા સળિયાથી પોતાની આંખ ખત્મ કરી. કેટલામાં ? ...‘અ’ને બદલે ‘અં’ થવામાં ! આ સૂચવે છે, - (૧) સૂત્ર બોલવામાં જરાય અશુદ્ધ ન કરો. એમ, (૨) બીજા સાથે બોલવામાં હલકા તુચ્છ શબ્દ ન બોલો. Page #39 -------------------------------------------------------------------------- ________________ તા . ને શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન (૩) કઠોર નહિ પણ મૃદુ મધુર પ્રિય શબ્દ બોલો. (૪) કોઈને કાંઈ લખવામાં પણ આ ખ્યાલ રાખો. વળી આવેશનું કે ખોટા બંધાઈ જવાય એવું ન બોલો, ન લખો. જરાકમાં નરસિંહને રાજકન્યા મળી - રાજાની ચિઠ્ઠિમાં વિષ' પર કાનો ચડી ગયો એટલા માત્રમાં નરસિંહને ઝેરથી મોત મળવાને બદલે રાજકન્યા પરણવા મળે છે ! રાજકુમારે નરસિંહને રાજાની ચિઠ્ઠિ બતાવી આગ્રહ કરીને તરત જ એની સાથે બેન પરણાવી દીધી. આ બધું જોઈને ખુશી ખુશી થતો પેલો ચિઠિ લાવનારો માણસ જલ્દીથી રાજા પાસે પહોંચી ગયો. બધી વાત કરી. રાજાના દિલમાં ભારે આઘાત લાગ્યો કે અરરર ! આ શું થયું? નરસિંહ મોતભેગો થવાને બદલે માળો મારી જ કન્યાભેગો થઈ ગયો ? કેમ આમ થયું ?” શું ચિઠ્ઠિમાં વિષનું કોઈએ વિષા કરી નાંખ્યું ? માણસને પૂછે છે, “તું અહીંથી સીધોજ પહોંચી ગયેલો ? કે વચમાં ક્યાંય રોકાયેલો ?' માણસ કહે “મહારાજા વચમાં રાત પડી ગઈ, એટલે એક મંદિરમાં સુતેલો સવારે વહેલો ઊઠીને તરત ચાલ્યો, ને સીધો કુમાર સાહેબ પાસે પહોંચી ગયેલો, ત્યાં તો વિજયનાં વાજા વાગતાં હતા, મેં તરત જ કુમાર સાહેબને એકાંતમાં લઈ જઈ ચિઠ્ઠિ આપી આપની ભલામણ કાનમાં કહી. એ વાંચી એ તો ખુશ ખુશ થઈ બોલી ઊઠ્યા - વાહ વાહ ! નરસિંહકુમારે વિજય મેળવ્યો એની બાપુજીએ સારી કદર કરી! ને વિષાબેનને ધન્યવાદ કે એમને નરસિંહકુમારને દેવાનો બાપુએ આદેશ મોકલ્યો !” રાજા સમજી ગયો કે બફાઈ ગયું, વિષનું વિષા વંચાયું ! હાય ! હાય ! મેં વિષ શબ્દને બદલે સીધો ઝેર શબ્દ જ કેમ ન લખ્યો! રાજા હૈયું બાળે છે વળવાનું કાંઈ? કશું જ નહિ. એ જોતો નથી કે “મેં તો નરસિંહને મારી નાખવાનો પેંતરો રચેલો, પરંતુ નરસિંહ એના પુણ્ય બચી ગયો. એ સૂચવે છે કે એનું પુણ્ય જોરદાર છે તો તો હવે વલોપાત રહેવા દે”. ના, વલોપાતમાં મનમાં ગોઠવી લે છે અને ચાર મારાઓ તૈયાર કરે છે. રાજા કેટલા બધા રૌદ્રધ્યાન કરી નરકનાં પાપ બાંધી રહ્યો છે. શાસ્ત્ર કહે છે, “અટ્ટણ તિરિય ગઈ, દક્ઝારેણ ગમ્મદ નરયં !' અર્થાત આર્તધ્યાનથી તિર્યંચગતિના પાપ બંધાય, અને રૌદ્રધ્યાનથી નરકગતિનાં પાપ બંધાય. આવા દુર્ગાનમાં વળવાનું કાંઈ નહિ, ને પાપ ઘોર બંધાય! ત્યારે વિચારવા જેવું છે કે જીવ જગતની વચ્ચે બેઠો છે એટલે પ્રસંગો તો Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન કોઇ ને કોઇ બન્યા જ કરવાના. પરંતુ જીવ કેટલો બધો મૂર્ખ કે એના પર મન બગાડી આર્ત-રૌદ્રધ્યાન કરી કેટલીય રકમના ભયંકર પાપ બાંધે છે ! તંદુલિયો મચ્છ રૌદ્રધ્યાન કરી મરીને નરકે જાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રૌદ્રધ્યાનમાં ચડેલા તે એમણે નીચે નીચે સાતમી નરક સુધીનાં પાપ બાંધેલ ! એ તો સારું થયું કે પોતાના સાધુપણાનો ખ્યાલ આવી ગયો, દુષ્કૃતગહ પશ્ચાતાપમાં ચડ્યા, જોરદાર ધર્મધ્યાન લગાવ્યું, એમાં એ બધાં પાપો ધોઇ ચારેય ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી ગયા. નહિતર મહાવીર ભગવાને શ્રેણિકને કહેલું કે ‘હમણાં મરે તો સાતમી નરકે જાય !' he આ બતાવે છે કે જીવનમાં ગમે તેવા ને ગમે તેટલાં પાપ આચર્યા હોય, પરંતુ આ જીવનમાં જો પાપથી પાછા વળી જવાની તૈયારી હોય, અને પાપનાં પ્રાયશ્ચિત કરો તો બચાવ મોટો મળી જાય છે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલા ભવે મરુભૂતિ મહાન શ્રાવક, તે ભાઇ કમઠતાપાસને ખમાવવા ગયેલ પણ પેલાએ માથા પર શિલા ઠોકી ! મરુભૂતિને માથું ફાટતાં આર્તધ્યાન થયું, તો મરીને હાથી તરીકે તિર્યંચનો અવતાર પામ્યો ! જો મરુભૂતિ રૌદ્રધ્યાનમાં ચડ્યા હોત તો નરકમાં જાત. પેલો રાજા નરસિંહને મારી નાખવાના રૌદ્રધ્યાનમાં ચડ્યો છે. દાવ નિષ્ફળ ગયો તોય નરસિંહનું મોત ન થયું એનો પસ્તાવો કરે છે. આ સંસારની લીલા છે કે પાપ ન કરી શકાયું એનો ય સંતાપ કરાવે ! હવે જ્યારે નરસિંહકુમાર વગેરે પાછા આવે છે ત્યારે રાજા એમનું સ્વાગત કરાવે છે. મહેલમાં આવી નરસિંહ અને વિષા રાજાના પગમાં પડે છે, ત્યારે રાજા માથે હાથ મૂકી ‘ દીર્ઘાયુર્ભવ !' આશીર્વાદ આપે છે, અને નરસિંહના પરાક્રમના ભારોભાર વખાણ કરે છે. કહે છે, જો તારા પિતાજી તારા માટે કન્યાની ચિંતા કરતા હતા ત્યારે મેં એમને આશ્વાસન આપેલું કે ચિંતા ન કરશો. મોકો આવશે તો રાજકન્યા પરણાવીશ.' એ બરાબર સાચું થયું ને ? પણ એમાં પ્રભાવ તારી લાયકી અને તારા પરાક્રમનો છે.’ નરસિંહ શું બોલે ? કહે છે ‘માફ કરો, આ બધો પ્રભાવ આપનો છે.' રાજા કહે ‘એ તો ઉત્તમ માણસો એમ જ બોલે.’ છે ને રાજાનું માયાવીપણું ? મનમાં નરસિંહનો તરત ફેંસલો કરી નાખવાની ગણતરી છે. તેથી હવે નવો દાવ અજમાવે છે. એમાં એને પોતાની છોકરીને રંડાપો આવે એની ય એને પરવા નથી, અને બોલ કેવા સફાઇના બોલે છે ! આવા પ્રપંચી માણસોને સામાના પુણ્યબળની ખબર નથી હોતી કે ‘પુણ્ય શું કામ કરે છે ?’ ને ખોટા સાહસ કરે છે. આજે તમારો જ દાખલો વિચારોને કે તમારા પોતાના પુણ્યના બળનો વિચાર કર્યા વિના તમે ય કેટલા ખોટા સાહસ કરો છો ? કેટલા અનુચિત બોલ બોલો Page #41 -------------------------------------------------------------------------- ________________ 4 શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન છો ? ને એમ કેટલીય બાબતમાં પુણ્યબળ વિના ધારી સફળતા નહિ, ધારી કાર્યસિદ્ધિ નહિ, એટલે કેટલીય વાતમાં સંતાપ-પશ્ચાતાપમાં બળવાનું ઊભું થયું છે! વિચારવું એ જોઇએ છે કે બીજાના દેખાદેખી રોફ મારવા જાઉં, શેખી મારવા જાઉં, પરંતુ જો પુણ્ય દુબળું હશે તો કુદરતની તમારા પડવાની, ને એ ભારે પડી જશે!” તો શા માટે એવા પુણ્યના ખોટા ભરોસે સાહસ કરું ? રોફ મારું? શેખી લગાવું? એમ બીજાના પ્રસંગ અંગે પણ સામાનું પુણ્ય તપતું હશે અને હું એની નિંદા કરવા જઈશ, એના વિરુદ્ધમાં વર્તીશ, તો એમાં સરવાળે સામાનું તો પુણ્યબળે કશું બગડશે નહિ, ને હું હલકો પડીશ.” પુણ્યના ભરોસા ખોટા દુબળા પુણ્ય સાહસ ખોટાઃ રાવણ રાજાએ (૧) વાલિરાજાને એક નાનો રાજા સમજી એના પુણ્યબળનો વિચાર ન કર્યો કે આનું પુણ્ય કેટલું તપે છે ! તેમજ (૨) પોતાનું પુણ્યબળ એની સામે કાચું છતાં પુણ્ય બળવાન સમજી એના ભરોસે ચાલ્યો. તો પરિણામ કેટલું ખતરનાક આવ્યું કે વાલિએ યુદ્ધભૂમિ પર તલવારનો ઘા મારવા તૈયાર રાવણ રાજાને આખો ઊંચકી છત્રીના ડાંડાની જેમ બગલમાં દબાવીને આકાશગામિની વિદ્યાથી જંબૂદ્વીપને રોન લગાવી ! રાવણનું શું માન રહ્યું ? સંતાપનો પાર નહિ. કેમ વારુ એમ? કહો સ્વ-પરના પુણ્ય બળનો સાચો વિચાર જ ન રાખ્યો, ને “બસ, વાલિને યુદ્ધમાં આમ કચડી નાખું.” એવા એક આવેશમાં આંધળિયા સાહસ કર્યા. અહીં રાજા પણ નરસિંહના પુણ્યબળનો વિચાર નથી કરતો અને આંધળિયા સાહસ કરે છે. ખૂબી એ થાય છે કે એમાં નરસિંહનું કશું લેશ પણ બગડવાની વાત નહિ, ઊલટાનું સુધરતું જાય છે, વિશેષ સારું થતું જાય છે ! રાજાએ એને યુદ્ધમાં મરે એ માટે મોકલેલો પણ ઊલટું વિજય એવો મળ્યો કે ચારેકોર નરસિંહનો યશ ફિલાઇ ગયો ! વળી રાજાએ વિષ આપવાની ચિઢિ મોકલેલી તો એમાંય મરવાની વાત તો દૂર, ઊલટું એ જ ચિઠ્ઠિ પર રાજકન્યા પરણવા મળી ! આમ છતાં રાજાના આવેશ-અભિનિવેશ એવો જબરો છે કે હજી એને એ બોધપાઠ લઈ પ્રપંચથી દૂબુદ્ધિથી પાછો ન ફરવા દે. તે હવે એમ વિચારે છે કે “નરસિંહનું મારાઓ પાસે અંધારી રાતે કાટલું કઢાવી નાખું.' રાજાની નરસિંહ પર મારાઓની યોજનાઃ રાજા એક બાજુ ખાનગીમાં ચાર મારાઓને બોલાવી કહે છે, આજ રાતે નગરના એક દરવાજા બહાર દેવીનું એક મંદિર છે ત્યાં રાતના ૯-૧૦ વાગે એક માણસ પૂજા કરવા આવશે. એના હાથમાં પૂજાપાનો થાળ હશે એ એની ઓળખ. તો જેવો એ નગરની બહાર નીકળી જરાક આગળ ચાલે કે એને ધારિયાથી પૂરો કરી નાખજો. એ આવે એ પહેલાંથી તમે લોકો ઝાડીમાં ગુપચુપ સંતાઈ રહેજો.” Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર વિવેચન E એક બાજુ તો આમ મારાઓની ગોઠવણ કરી, ને બીજી બાજુ નરસિંહને કહે છે, “જુઓ આપણે ત્યાં રિવાજ છે કે લગ્ન કરીને તરત રાતના પૂજાપો લઈ આ નગરના અમુક દરવાજા બહાર દેવીનું મંદિર છે ત્યાં એ દેવી પાસે જવાનું, અને દેવીને પૂજાપો ધરી આવવાનો; કેમકે એ દેવીમાતા આપણા કુળના રખેવાળ છે. તેથી તમો આજે રાત્રે ૯ વાગ્યા પછી પૂજાપો લઈને જજો, ને દેવીમાતાને પૂજાપો ધરી. એ રખેવાળીના આશીર્વાદ માગી લેજો. જો જો સાથે કોઇને લઈ જતા નહિ. રાતના એટલી હિંમત તો રાખવી જ પડે, તો જ દેવીમાતાને વિશ્વાસ પડે કે “આ સાત્વિક છે તો મારે એનું રક્ષણ કરતા જ રહેવું જોઇએ” અમે પણ એ રીતે એક્લા જઈને પૂજા કરી આવેલા.' જુઓ રાજાનો પ્રપંચ ! બંને બાજુ એવી ગોઠવી દીધી કે એને હવે હાશ થાય છે કે “હાશ ! હવે કામ પતી જશે.” - નરસિંહ કહે “મહારાજા ! એની ફિકર ન કરો જેવો આપનો આદેશ. મોટી લડાઈ લડ્યા પછી આમાં શી મોટી હિંમત જોઈએ છે? દેવી માતાની આશીષ તો મેળવવી જ જોઈએ; તેમ કુળના રિવાજનું પાલન પણ કરવું જ જોઇએ. બસ, રાતના નવ વાગ્યા પછી દેવી માતાને પૂજાપો ધરી આશીષ માગી આવીશ.” નરસિંહ આમેય જનમથી હસમુખો છે, ગમે તેવા ફરતા સંયોગમાં ય રોડ નથી, તો અહીં પણ શાનો રોતડ બને? એનું મન ફોરું ફૂલ છે. મનને કશી ચિંતા નથી. આ બક્ષીસ છે પૂર્વ જન્મના વીતરાગ દર્શનનો ધર્મ બહુ ક્યની. ત્યારે જોવા જેવું છે કે એક વિતરાગદર્શનના ધર્મમાં કેટકેટલા સારા બનાવોનાં બીજ પડ્યા હશે? અંશ પડ્યા હશે? એક સુકૃતમાં કેટકેટલા સુખનાં બીજ? બીજ વિના તો સુખનો પાક આવે નહિ. દા.ત. જીવદયા પાળી તો પરભવે મહાન શાતા મળે છે, તો એ શાતાનાં બીજ વર્તમાન જીવદયાના સુકૃતમાં પડેલું સમજવાનું. એમ એક્લી શાતા જ નહિ, બીજા એમાં સમાવાનાં. પૂછો," પ્ર. વર્તમાન સુકૃતમાં ભાવી સુખના બીજ શી રીતે? ઉ. જેમ ઘઉં વાવવાથી પાકમાં ઘઉં આવે છે, એમ વર્તમાન સુકૃતથી કર્મવિપાકમાં ભાવી સુખ અને સુકૃત આવે છે, એ જ પુરવાર કરે છે કે વર્તમાન સુકૃતમાં ભાવી સુખોનાં અને સુકૃતનાં બીજ પડેલાં છે, પછી જેવું સુકૃત, જેવા ભાવવાળું સુકૃત તે પ્રમાણે એના સુખોનાં ને સુકૃતનાં બીજ હોય. અલબત્ત અહીં સુકૃતસેવન સાથે મલિન ભાવ ન જોઇએ. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રવિવેચન નરસિંહે જિનદર્શનનાં પવિત્ર ભાવે સુકૃત એવા અદ્ભુત કરેલાં છે કે એમાં કેઇ જાતના સુખના બીજ પડેલા હશે કે અહીં એનામાં વિપરીત સંયોગોમાં અથાગ સુખના પ્રકાર ઊભા થાય છે. આવા એકમાત્ર જિનદર્શનનાં જબરદસ્ત સુકૃતની સામે રાજા ફાંફા મારે એનું શું વળે ? એણે તાકડો તો એવો ગોઠવ્યો કે નરસિંહ પાસે જો પુણ્યબળ ન હોય, પૂર્વભવની જિનદર્શનની પ્રચંડ સાધનાનું બળ ન હોય, તો તો એનો ઘડો લાડવો જ થઇ જાય. પરંતુ જુઓ એને કેવી રીતે બચાવ મળે છે. 34 નરસિંહ પોતે રાજાને માનનીય ડિલ તરીકે માને છે, ને હવે પાછા પોતાના સસરા બન્યા છે, તેથી રાજાના હુકમ પ્રમાણે કરવામાં એને કશો બીજો વિચાર કરવો નથી. એટલે રાતના નવ વાગતાં પૂજાપાની થાળી લઈને નીકળે છે. બોલો, હવે આમાં નરસિંહને બચવાની આશા છે ? ના, કેમકે હવે એ નગરની બહાર નીકળે એટલી જ વાર છે, ઝાડીઓમાં છુપાઇ બેઠેલા ચાર મારા અંધારી રાતે એના પર તૂટી પડવાના છે, તેમજ નરસિંહ નિશ્ચિતપણે દેવી પૂજાર્થે મુકામેથી નીકળી પડ્યો છે. મારાઓ નિર્દય છે, અને ચિત્રિના ચાકર છે, ને એમને રાજાનો હુકમ છે કે ‘આ સમયે જે પૂજાપો લઇને મંદિર તરફ જતો હોય એને ઠોકી પાડજો,’ એટલે એમને એ જોવાનું રહેતું નથી કે આ કોણ વ્યક્તિ છે. આમ મારા તરફથી દયા મળે એવી નથી, તેમજ રાજા તરફથી પણ દયા નહિ કે એને પાછળી વિચાર ફરે ને મારાઓને પાછા બોલાવી લે, અગર નરસિંહ ૫૨ દયા આવવાથી એને પૂજાપો લઇ ધરવા જવાની ના પાડે. આમ રાજા તરફથી દયા મળે એવી નથી, ત્યાં નરસિંહને બચાવનાર કોણ ? આપણી સામે બે ચીજ છે, - એક, સંયોગો; બીજું આપણાં શુભાશુભ કર્મ. આપણે માત્ર સંયોગો પર મદાર રાખીએ છીએ, ને એમાં ધાર્યું થતું નથી એટલે કષાયો ને દુર્ધ્યાન કરીએ છીએ; પરંતુ આપણા શુભાશુભ કર્મ તરફ નજર જ લઇ જતા નથી, એના પર વિશ્વાસ નથી કરતા. દા.ત. આજે કારમી મોંઘવારી આવી, તો સંયોગો જોઇશું કે ‘આજ સરકાર કેવી થઇ ગઇ છે ? પ્રધાનો અમલદારો કેવા લાંચિયા થઇ ગયા છે ? લાંચ ખાઇ ખાઇને માલના ભાવ વધારાને સરજે છે.’ આ જોઇને કષાયો અને દુર્ધ્યાનમાં દુબળા પડીએ છીએ. પણ આ શું જોયું ? માત્ર સંયોગો જોયા. ખરી રીતે ત્યાં જો આપણા અશુભ કર્મ પર નજર નાખીએ તો દેખાય કે ‘ આપણા પુણ્ય જ દુબળા, અને પાપના એવા ઉદય કે એનું આ જ પરિમામ હોય. પૂર્વ ભવે ઊંધુ ચીતર્યું હોય, ઊંધા વેતરણ કર્યા હોય, એટલે અહીં સારું ક્યાંથી પામવાનું મળે ? માટે કર્મને દોષ આપી સંયોગોને દોષ આપવાની જરૂર નથી, એમાં એથી પણ આગળ વિચારી શકાય કે પૂર્વ ભવે ભગવાનની ભક્તિમાં ને ત્યાગ-તપસ્યાદિ ધર્મમાં ખામી Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન રાખેલી, તેથી પુણ્યોપાર્જનમાં ખામી રહી, એટલે અહીં કાળઝાળ મોંઘવારી ને વસ્તુની અછત વગેરે કેટલીય આપદાઓ આવી પડે છે. માટે હવે અહીં ભગવાનની ભક્તિ વધારું ત્યાગ તપસ્યા આદિ ધર્મ વધારું.'' આમ સંયોગો પર મદાર રાખવાને બદલે શુભાશુભ કર્મ પર મદાર રાખીએ, તો ખોટા દ્વેષ ન થાય, આર્તધ્યાન ન થાય, કર્મસત્તાને આગળ કરવાથી આશ્વાસન મળે, તેમજ હવે માટે અરિહંત-ભક્તિ અને ધર્મ સૂઝે. આર્ય માનવ-જીવન જીવવાની આ જ ખૂબી છે કે સંયોગોને બદલે શુભાશુભ કર્મનો વિચાર મુખ્ય રહે. તેમજ ધર્મપ્રવૃત્તિ વધારવા પર નજર રહે. નરસિંહના પૂર્વ જન્મની દર્શનધર્મ-પ્રવૃત્તિ ગંભીરતાથી વિચારી એવા દર્શનધર્મમાં લાગો. નરસિંહે પૂર્વભવે જિનદર્શનનો ધર્મ એવો શુદ્ધ રીતે અને ખૂબજ હોંશ સાથે કર્યો છે, કે અહીં એને સંયોગ ગમે તેવા પ્રતિકૂળ આવે પણ એને પૂર્વધર્મના સ૨હેલા પુણ્ય અર્થાત્ શુભકર્મ આબાદ રક્ષણ આપી દે છે; ને ઉપરાંત ઉચ્ચ ઉચ્ચતર સ્થાન સામગ્રી આપી દે છે. જુઓ, નરસિંહ અંધારી રીતે સહજ રીતે કેવા જબ્બર રક્ષણને પામે છે. એ જ્યાં રસ્તેથી ચાલ્યો જાય છે, ત્યારે રાજકુમાર પોતાના આવાસના ઝરુખે બેઠો છે. એ નરસિંહકુમારને જતો જોઇ તરત ઊભો રાખી પોતાના આવાસમાં બોલાવી લઈ પૂછે છે, ‘અત્યારે અંધારી રાતે ક્યાં ચાલ્યા ? નરસિંહ કહે ‘બાપુજીનો આદેશ છે કે લગ્ન પછી તરત દેવી માતાને રાતના દસ વાગે પૂજાપો ધરી આવવો જોઇએ. આપણા કુળમાં રિવાજ છે. " રાજકુમાર વિસ્મય સાથે વિચારે છે કે ‘આ વળી રિવાજ ક્યાંથી આવ્યો ? ખેર, પિતાજીનો હુક્મ છે તો પાળવો જોઇએ પરંતુ એ માટે આવા નબીરા મહાન સૌભાગ્યવંતા નરસિંહકુમારને ધક્કો ખાવાની શી જરૂર ? એ તો હું પણ પૂજાપો ધરી આવું તો ચાલે.’ રાજકુમારને નરસિંહ સાથે દોસ્તી તો ગાઢ થયેલી જ હતી, એમાં એણે નરસિંહનો જે મુલાયમ ઉમદા સ્વભાવ જોયો છે, યુદ્ધમાં જે પરાક્રમ જોયું છે. એ બધાથી એને નરસિંહ તરફ એટલું બધું આકર્ષણ છે, નરસિંહકુમાર ઉપર એટલું ભારોભાર બહુમાન છે, કે એ વગર કહ્યે પોતે સામેથી પૂજાપો લઇ જવાની માગણી કરે છે. નરસિંહ આવી મામુલી વાતનું કષ્ટ ઉઠાવે એ એને પસંદ નથી. ગુરુ પર ને મહાન ઉપકારી પર આપણને એવું ઊછળતું બહુમાન હોય તો અવસરે અવસરે એમનાં કષ્ટ આપણે ઉપાડી લઇએ. Page #45 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન જો એ મન નથી થતું તો એનો અર્થ જ એ છે કે એમના પર એ ભારોભાર બહુમાન જ નથી. રાજકુમારને નરસિંહ પર ભારોભાર બહુમાન હોવાથી એટલું બધું આકર્ષણ છે કે નરસિંહને આમ એકલો પૂજાપો ધરવા જવા દેવા તૈયાર નથી, તેથી નરસિંહને કહે, ‘ભલે બાપુજીનો આદેશ છે, ને કુળનો રિવાજ છે તો આ દેવીમાતાને પુજાપો ઘરવો જોઈએ. પણ તેથી કાંઈ તમારે જ જવું પડે એવો કાયદો નથી. તમારા વતી, લાવો પૂજાપો, હું જ ઘરી આવું છું. તમે તમારે જાઓ આવાસ પર, આરામ કરો.' નરસિંહે કહ્યું તો ખરું કે “ના, ના એમ હોય? લગ્ન મારા થયેલાં છે તેથી મારેજ જવું જોઈએ ને?' પણ રાજકુમાર કહે “અરે ! કુમાર સાહેબ! લગ્ન થાય તો દેવીને માત્ર પૂજાપો ધરવાનો હિસાબ હોય. પછી એ ગમે તેના હાથ ધરાય તો ચાલે. તો તમારી વતી જ હું પૂજાપો લઈ જાઉં છું ને? તેથી તમારે પોતાને જવાની જરૂર નથી. હું તમને નહિ જવા દઉં” આમ રાજકુમારના આગ્રહ પર નરસિંહને મંજૂર કરવું પડ્યું. પૂજાપાની થાળી રાજકુમારે લઈ લીધી. નરસિંહ પોતે પોતાના આવાસ તરફ ચાલ્યો ગયો. જુઓ હવે રાજકુમાર અંધારી રાતે પૂજાપાની થાળી લઇને ચાલ્યો છે દેવીના મંદિર તરફ ! કેમ જઈ રહ્યો છે ? ભલાઈનું કામ કરવા . ભલાઇનું કામ કરવા જાય એને આફત આવે? જુઓ, ભલાઈનું કામ કરવા જવું એ સતુ પુરુષાર્થ-શક્તિનું ફળ છે; ને આફત આવવી એ પૂર્વભવનાં કર્મનું ફળ છે. પુરુષાર્થ અને કર્મ એ બે સ્વતંત્ર છે, એટલે વાંકા કર્મની વસ્તુનો દોષ કર્મને અપાય, પણ પુરુષાર્થને નહિ. તેથી એમ ન બોલાય કે ‘લ્યો જુઓ આ ભલાઈ કરવા ગયા એટલે માર પડ્યો.' કેમ ન બોલાય? કહો મારે એ પૂર્વકર્મની વસ્તુ છે, અહીંની ભલાઇના પુરુષાર્થની વસ્તુ નહિ. માટે મારનો દોષ કર્મને અપાય, પુરુષાર્થને નહિ. રાજપુત્ર પર મારાઓઃ રાજકુમારને બિચારાને પોતાના કોઈ એવા પૂર્વના કર્મ ઉદયમાં આવ્યા કે પોતાના સગા બાપે કરેલી કરપીણ માયા-યોજનાનો ભોગ પોતે જ બની જાય છે! જો જો કર્મની વિચિત્રતા. જેવો એ રાજપુત્ર બિચારો નગરની બહાર નીકળી જંગલમાં ઊતર્યો કે ઝાડીમાં છૂપાઈ બેઠેલા ચાર મારાઓ ઝાડીમાંથી બહાર નીકળી ધારિયાઓથી રાજકુમાર પર તૂટી પડ્યા. ચીસો પાડવાનો સમય જ નહિ એવા એક - ક્ષણમાં એને ખત્મ કરી મારાઓ ભાગી ગયા. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન હવે રાતના કોણ તપાસ કરે કે રાજકુમાર ક્યાં છે? એ તો સવારે લોકો જંગલ જતાં જુએ તો રાજકુમાર કપાઈ મરેલો પડ્યો છે ! ત્યાં હાહાકાર થઈ ગયો. રાજાની પાસે વાત પહોંચી. પરિવાર સાથે એ દોડતો આવ્યો. નગરમાં વાત ફેલાઈ ગઈ. લોકો ય ખૂબ ઉદ્વિગ્ન થઈ ગયા. લોકમાં વાત ચાલી, - “અરે ! કોણ દુષ્ટ આવા ઉમદા રાજકુમાર બિચારાને આવી કરપીણ રીતે મારી નાખ્યો ? મારનારનું સત્યાનાશ જજો”... નરસિંહ પણ ત્યાં આવ્યો. એ તો પોકે પોક રુએ છે, - “ઓ મારા પ્રાણપ્યારા દોસ્ત ! આ તને ક્યા હરામીએ મારી નાખ્યો? ઓ મારા ભગવાન ! આ બિચારા નિર્દોષ જીવની તેં રક્ષા ન કરી? હાય રે હૈયા ! આ જીગરજાન મિત્રને મરેલો જોઈ તું કેમ ફૂટી જતું નથી?...” અંદરમાં સમસમી ગયો કે “આ શું? પૂજાપો લઈને હું જ જતો હતો, તો હું ત્યાં ગયો હોત તો શું મારી આ જ દશા થાત ? મિત્ર મર્યાનો ભારે ખેદ કલ્પાંત કરે છે. રાજાનો કલ્પાંત ઃ ત્યારે રાજા તો અવાક જેવો જ થઈ ગયો. એણે જોયું કે જે નરસિંહને મારે ખત્મ કરાયેલ જોવો હતો, એ પૂર્વની જેમ અહીં તે પણ સુરક્ષિત છે, ને મારો અતિપ્રિય પુત્ર જ ખત્મ થયો? હાય ! હાય ! આ શું થયું? મારાં જ કર્યા મારા જ લમણે વાગ્યાં? ખરેખર ! જેનું પુણ્ય જોર કરે છે એને કોણ કશું કરી શકે? આ મારો હવસ જ ખોટો હતો. એમાં નરસિંહ પર વારંવાર આક્રમણ લઈ ગયો છતાં એને ઊની આંચ ન આવી, ને મેં વ્યર્થ પાપનાં પોટલા બાંધ્યા ! અને અંતે મારા પોતાના જ દીકરાની બિચારાની કરપીણ હત્યા થઈ. હાય ! હાય !' રાજાને પસ્તાવાનો પાર નથી. એના મનને એમ થાય છે કે, મારા આ ગોઝારા છૂપા પાપ મને કેવી નરકમાં લઈ જશે? હજી પણ જગત મને સારા રાજા તરીકે ઓળખશે ! મારા જેવા ભયંકર પાપીના સન્માન કરશે ? અને હું માયાવી કપટ બન્યો રહી શું એવા ખોટાં માનપાન લઈ હજી પણ ઘોર પાપ બાંધતો રહેવાનો ? આ મનુષ્ય જનમ શા માટે મળ્યો છે ? શું પુણ્ય ભોગવી ભોગવીને ખલાસ કરવા માટે ? અને ભરચક નવા ભયંકર પાપોના પોટલાં કમાવા માટે મળ્યો છે? કે નવા પાપ બંધ કરી પૂર્વનાં જનમ-જનમનાં પાપોનો નિકાલ કરવા અને ભગવાનની ભક્તિમાં જ લાગી જવા માટે ? પરંતુ આ ભગવદ્ ભજન સાચું ક્યારે થાય? પાપી છતાં દુનિયાની આગળ સારા દેખાવાની માયા મૂકી દઉં તો જ સાચું ભજન વાસ્તવિક ભજન થાય. કોઈ પણ નાની ય ધર્મસાધના માયા-કપટ-દંભ રાખીને નિર્મળ થઈ શકે જ નહિ. Page #47 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન માટે હું દુનિયા આગળ ખુલ્લો થઈ જાઉં પછી ભલે કદાચ દુનિયા મારી નીચતા જાણી ગુસ્સે થઈને મને કૂટી મારે ! તો પણ મેં જે ઘોર પાપ કર્યા છે, તેનાં નરકનાં ફળ આગળ અહીંનું કૂટાવાનું કાંઈ વિસાતમાં નથી. મારું આ મહાપાપી નાલાયક શરીર લૂટાવા લાયક જ છે. રાજા સંતાપ-પશ્ચાતાપમાં એવો ચડ્યો, એવો ચડ્યો, કે સ્વમાન યાને જાતની વડાઈ અને અહંત પર ચોકડી મારે છે. નહિતર જાતના આવા પાપોનો લોકો આગળ ઇકરાર કરવો સહેલો છે? પરંતુ પોતાના પાપોનો પશ્ચાતાપ એટલો બધો તીવ્ર છે કે પોતાની જાત અધમાધમ લાગે છે, જાતનું કશું માન જ લાગતું નથી, એટલે પાપોના ઇકરારમાં માનહાનિ શી માનવી? એને જાતે જ વડાઈ-અહત્વ તોડી નાખવા છે, અને પોતાના દાખલાથી જગતના જીવો પાપ કરતાં અટકે એવું કરવું છે, એ માટે ત્યાં લોકોની આગળ ઇકરાર કરે છે, રાજાનો પાપોનો ઇકરાર હે મંત્રીઓ ! અમલદારો ! અને પ્રજાજનો ! તમે સાંભળો આ નિર્દોષ રાજકુમાર બિચારો શી રીતે આ કરપીણ હત્યાનો ભોગ બન્યો એની તમને ખબર નથી, પરંતુ જાણી લો, એની હત્યામાં હું મહાપાપી જ કારણ છું. તમને લાગશે કે “શું આ દીકરો મને ગમતો નહોતો તે મેં એની હત્યા કરાવી નાખી?” ના, ના, એવું કશું નથી. કુમાર તો મને બહુ જ વહાલો હતો, પરંતુ મેં પાપાત્માએ આ મહામાનવ નરસિંહકુમારને મરાવી નાખવા પેંતરો રચેલો, એમાં એ તો એના પુણ્ય બચી ગયો, ને નિર્દોષ બિચારો રાજકુમાર એ પેતરામાં ફસાઈ ગયો! ત્યારે તમને આશ્ચર્ય થશે કે આવા મહાલાયક મહામાનવ નરસિંહકુમારને મારી નાખવાનો પેંતરો ? હા, એનું કારણ મૂળ આ નરસિહ ગરીબ બ્રાહ્મણનો દીકરો, બાળપણે એને એનો બાપ મારા પગે પાડવા લાવેલો, ને રાજજ્યોતિષીએ એની મુદ્રા-રેખા જોઈ મને કહ્યું કે “આ તમારી ગાદીએ રાજા થશે,' ત્યારે એ બહારથી તો આનંદ દેખાડ્યો પરંતુ અંતરથી દુભાયો કે “હું શું આવો માગણિયાનો છોકરો મારો વારસદાર ? એને અત્યારથી જ ઠેકાણે પાડી દઉં.'- એમ વિચારી એને ખાનગીમાં મારાને ભળાવ્યો, મારો મારા જેમ અધમ પાપી નહિ તે એને વળી દયા આવી હશે તે એને ઉદ્યાનમાં મૂકી આવેલો, એટલે આ નરસિંહ હવે માલણનો છોકરો થઈ ઉછરવા લાગ્યો. પાંચેક વરસનો થયો ત્યારે એને લઈને માલણ ફૂલ આપવા આવી, ત્યાં પણ પાસે બેઠેલા રાજજોષીએ આ જ ભવિષ્યવાણી ઉચ્ચારી કે આ છોકરો ભાગ્યશાળી છે તમારી રાજયગાદીએ આવશે. એટલે મને વહેમ પડ્યો કે “આ પેલું બાળક તો નહિ” Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર વિવેચન E હોય? ગમે તે હો પણ આને ખત્મ કરાવી નાખવા બીજા મારાને ખાનગીમાં કામ સોંપતાં કહ્યું “જો આને દૂર દૂર જંગલમાં લઈ જઈ કોઈ કૂવામાં પધરાવી દેજે.” “પરંતુ હે નગરજનો! જુઓ કે જેને રામ રાખે તેને કોણ ચાખે? માણસ બીજાનો દ્રોહ કરવા ફોગટનાં પાપો કરે છે. સામો પુણ્યવંતો હોય તો એથી એનું કશું બગડતું નથી. આ નરસિંહકુમાર મહાપુણ્યવાન તે જંગલમાં ગમે તે બન્યું હશે, મારાએ કૂવામાં નાખી દેવાને બદલે કોઈ મોટા શેઠને સોંપ્યો હશે, તે આજે મોટા શેઠનો દીકરો બની અહીં આવ્યો, ને ફરીથી રાજજોષીએ એને જોતાં પાછી એ જ આગાહી કરી ! ત્યારે મારું દુષ્ટ હૃદય એ વસ્તુ સહન કરી શક્યું નહિ, ને મેં આને વહાલ દેખાડી મારા પુત્રની સાથે યુદ્ધની કળા શીખવી, અને અવસર આવતાં દુમનની સામે એને લડવા મોકલ્યો. “એક જ મારી ધારણા હતી કે યુદ્ધમાં મરશે ને કાંટો નીકળી જશે.” મારા જેવા અધમ માણસોને ઉચ્ચ માનવજનમની કદર નથી, તે એવો પરોપકારાદિ સગુણ સાધી લેવાને બદલે પરદ્રોહ-વિશ્વાસઘાત જેવા ભયંકર કુકૃત્ય કરે છે. એને ખબર નથી કે જેની ખાતર આ દુષ્ટ કૃત્યો કરે છે એ પદાર્થો તો અહીં મરીને છુટી જવાના છે, પછી શા સારુ એવા નાશવંત પદાર્થ ખાતર દુષ્કૃત્યો કરી તારા અવિનાશી આત્માનું બગાડે ? વળી દ્રોહ કરી સામાનું બગાડવા ઇચ્છે છે, પરંતુ જેનું પ્રબળ પુણ્ય તપે છે, એને ઊંધા પાસા સવળા થઈ જાય; તે નરસિંહકુમાર યુદ્ધમાં મરવાને બદલે વિજેતા બન્યો ! એટલે વળી પાછો પેંતરો કર્યો. યુદ્ધ જોવા સાથે ગયેલા પુત્ર પર ચિઢિ મોકલી કે “આને વિષ આપી દેજો.” ત્યાંય નરસિંહકુમારનું પુણ્ય જબરું, તે ગમે તે રીતે ચિઢિમાં “વિષ'ને બદલે “વિષા” થઈ ગયું ! અને ત્યાં ગયેલી બેન વિષાને ભાઈએ આની સાથે પરણાવી દીધી ! નરસિંહકુમાર જમાઈ થઈને પાછો આવ્યો ત્યારે મને આશ્ચર્ય સાથે દુઃખ થયું કે “અરર ! આ ક્યાંથી મારો જમાઈ બની ગયો ?' માણસનું ધાર્યું શું થાય છે, જ્યાં બળવાન કર્મસત્તાનું સામ્રાજ્ય ચાલી રહ્યું હોય છે? છતાં મૂઢ માણસ પાપપ્રપંચો કરવામાં બાકી રાખતો નથી; એટલે કેટલા હજારો લાખો દુઃખભર્યા દુર્ગતિના અવતારોની પરંપરાના આંધણ ચડે એમાં નવાઈ શી? પાપપ્રપંચો કરી અહીં કશું વળવાનું તો નહિ, તે અંતે બધું મૂકીને મરવાનું અને પાપનાં પોટલા માથે લઈ દુર્ગતિના પ્રવાસે નીકળી પડવાનું! છતાં આશ્ચર્ય છે કે અહીં પાપપ્રપંચો છોડવા નથી! પણ એનું કારણ પરલોક નજરમાં લેવો જ નથી. આવી જ મારી પાપિચ્છતા જુઓ કે “દીકરી રાંડે તો ભલે રાંડે પણ આ નરસિંહને Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ખત્મ કરું' એવા દુષ્ટ વિચારથી એક બાજુ મેં ચાર મારાઓને ખાનગીમાં તૈયાર કર્યા, અને રાતના પૂજાપો લઈને દેવીમંદિરે જતો હોય એને ખત્મ કરવાનું ભળાવ્યું, અને બીજી બાજુ નરસિંહને કહ્યું ‘આપણે ત્યાં લગ્ન પછી દેવીમાતાને રાતના પૂજાપો ધરી આવવાનો રિવાજ છે તો તમારે ધરી આવવાનો.’ નરસિંહકુમાર પૂજાપો લઈ નીકળ્યા હશે, પણ મારા પુત્રે પૂજાપો લઈ જવાનું કર્યું હશે, એમાં એ બિચારો મારાઓથી મારી નખાયો ! ‘‘આ મારા જીવનની કાળી કથની છે. હું મહાપાપી છું અધમાધમ છું. મારા જેવો જગતમાં કોઈ દુષ્ટ માણસ નહિ હોય. લાખ વાનાં કર્યા. પરંતુ નરસિંહકુમારના પ્રબળ પુણ્ય આગળ મારા પાસા અવળા પડ્યા. ‘‘હવે હું નરસિંહકુમારની ક્ષમા માગું છું, ને રાજ્યગાદી એમને સુપરત કરું છું. મારી તમો સૌને સલાહ છે કે ભગવદ્-ભજન માટે મળેલા આ કિંમતી માનવદેહને પાપિષ્ઠ કાર્યો, પાપિષ્ઠ વાણી-વિચારો અને પાપિષ્ઠ વર્તાવોથી અભડાવશો નહિ.’’ રાજાએ નરસિંહકુમારનો રાજ્યાભિષેક કર્યો. એટલામાં જાણવા મળ્યું કે જ્ઞાની મહાત્મા પધાર્યા છે, એટલે રાજા અને બીજાઓ મહાત્મા પાસે ગયા. ત્યાં રાજાએ પૂછ્યું કે ‘ નરસિંહકુમારનું એટલું બધું પુણ્ય શાથી?' મહાત્માએ જ્ઞાનથી જોઈને કહ્યું કે પૂર્વભવે એણે ભિખારીપણે વીતરાગ પ્રભુનાં દર્શન ખૂબ કરેલાં એથી પ્રબળ પુણ્ય ઊભાં થયાં, તે અહીં આ જનમમાં એના ગુંડા ફળ પામી રહ્યો છે. જ્ઞાનીનો ઉપદેશ : ‘જીવનમાં ધર્મ જ સાર છે, બાકી બધું અસાર છે, માલ વિનાનું છે. અસારને છોડી સારભૂત ધર્મને સેવે એ સુખી થાય છે. અહીં આ ઉત્તમ જનમમાં સુખ-સગવડો મળી એ પૂર્વે સારભૂત ધર્મ આરાધ્યાનું ફળ છે; માટે અહીં પણ સારભૂત ધર્મને સારી રીતે આરાધી લો. સારભૂત ધર્મ પણ જો સર્વ પાપત્યાગ સાથે થાય, અર્થાત્ સર્વ વિરતિમય અહિંસા-સંયમ-તપ ધર્મની આરાધના કરાય તો, એની એટલી બધી પ્રચંડ તાકાત છે કે એ માત્ર આ જનમના જ શું, જનમ-જનમનાં પાપ તોડી નાખે ! અરે ! એમાંય સામાન્ય પાપો તો શું, પણ ભયંકર પાપોને ય નષ્ટ કરી દે ! એટલે તો એક વખતના ભયંકર પાપી પણ આત્માઓ અહિંસા- સંયમ-તપથી કર્મ માત્રનો ક્ષય કરી મોક્ષ પામી ગયા છે. નરસિંહને આ જન્મમાં ભારે આફતો અને એમાંથી ગજબના બચાવ તેમજ સરવાળે રાજ્યગાદીના વૈભવ મળે છે, એ બધાના મૂળમાં શું છે ? કહો, પૂર્વભવમાં ભિખારી અવસ્થામાં પણ જિનમંદિરોમાં કરેલ પ્રભુદર્શનનો ધર્મ. Page #50 -------------------------------------------------------------------------- ________________ નાનકડો પણ મહાન પ્રભાવવંતો જિનદર્શન-ધર્મ. જોજો, આમ જોઈએ તો દર્શનનો ઘર્મ નાનકડો સામાન્ય ઘર્મ ગણાય, છતાં એની તાકાત કેટલી બધી મોટી? નરસિંહના અવતારમાં એનાં જે ફળ નીપજ્યાં એ પરથી દર્શન-ધર્મની તાકાત સમજાય ને? જિનદર્શનની આ પ્રચંડ તાકાતનું કારણ આ જગતમાં વીતરાગ દેવાધિદેવ એ સર્વશ્રેષ્ઠ કલ્યાણવિભૂતિ છે. એમને સહેજ મન પર લાવો એટલામાં ય મોહરાજાને ત્યાં ઉથલપાથલ થઈ જાય. વીતરાગમાં મન ગયું, અને વીતરાગ પર આંખ ગઈ, એ વીતરાગ તરફ ખેંચાણ રાગ-દ્વેષના શત્રુ તરફ થયું, અને એમાં ય મન એટલે આખા શરીરતંત્ર અને આમતંત્રના સંચાલક; એ મનને રાગ અને મોહનાં પાત્રો પરથી ઉઠાડી વીતરાગમાં જોયું, સાથે આંખ જોડી દર્શન કર્યા, એથી એવા શુભ અધ્યવસાય થાય કે મનમાંથી રાગ-મોહ આદિના કચરાના અધ્યવસાય મોળા પડી જાય. એની તાકાત આ - જનમ જનમનાં પાપ તોડી નાખે, મહાન સ્વર્ગ સુધીનાં પુણ્ય ઊભા કરી આપે, તથા શુભ સંસ્કારો અને એના દ્વારા સબુદ્ધિ-ધર્મબુદ્ધિની પરંપરા સરજી આપે. ત્યારે આવા લાભ કરાવનાર પ્રભુદર્શન કરવામાં કષ્ટ કેટલું? ખર્ચ કેટલો? જે પ્રભુદર્શન ભિખારી કરતો ગયો, એવાં પ્રભુદર્શન આપણને આવડે? પૂછો,- “એમાં શું આવડવું છે? પ્રભુ આગળ હાથ જોડી માથું નમાવીએ એટલે દર્શન થયાં. પેલો ભિખારી તો કદાચ સ્તુતિ નહિ બોલતો હોય, અમે તો સ્તુતિ ય બોલીએ, પછી અમારાં દર્શનમાં શું બાકી રહ્યાં ?' પરંતુ કહે છે ને કે “નમો નમન મેં ફેર હૈ,' એમ દર્શન દર્શનમાં ફરક છે. દા. ત., આ દર્શન પરાણે થાય, દર્શન ઉમળકાથી થાય. 0 દર્શન રેઢિયાળ રીતે થાય, દર્શન ઢંગથી થાય. 0 દર્શન ભોજન ખુલ્લું કરવા થાય, દર્શન ભોજનમાં ઝેર ન ચડે માટે થાય. T દર્શન રોડ ચહેરે થાય, દર્શન ઉછળતા ઉલ્લાસ-ઊછરંગથી થાય. આ દર્શન રાબેતા મુજબ રોજનો રિવાજ સમજીને થાય, દર્શન નવનવી હોંશ ને હરખથી થાય. આ દરેક જોડકામાં એક કરતા બાજામાં કેટલો ફરક? કહો, બહુ મોટો ફરક. દર્શન દેવપાલે જંગલમાં મળેલી મૂર્તિનાં કર્યા. એ દર્શનમાં એવો ઘેલો ઘેલો થઈ ગયો કે પહેલાં તો આ નિયમ કર્યો કે “રોજ આ પ્રભુનાં દર્શન વિના મોમાં પાણી ય નહિ નાખું.” એ કર્યું કે સાત દિનની વરસાદની હેલીમાં પાણીના ચડેલા મોટા Page #51 -------------------------------------------------------------------------- ________________ 2006:0 % ae%e0%aa% શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પૂરમાં દર્શને જઈ ન શક્યો, તો ભૂખ્યો રહ્યો ! ને આઠમે દિન પૂર ઊતરી જતાં પ્રભુ પાસે જઈ ભક્તિથી ખૂબ રોયો, - “પ્રભુ ! તારા દર્શન વિના મારા ૭-૭ દિન વાંઝિયા ગયા ! ઓ પ્રભુ! મને ભલે ભૂખ્યો રાખજે; પરંતુ આવી દર્શનબંધની સજા કદી ન કરીશ.” વિચાચે. દેવપાલને દર્શનની કિંમત કેવી? ૭-૭ દિવસના ઉપવાસ થયા છતાં આઠમે દિન દર્શન કરી હાશ નથી માનતો કે “ચાલો આજે ખાવાનું ખુલ્લું થશે.' પરંતુ દર્શન વિનાના સાત દિવસ વાંઝિયા ગયા એનું રુદન કરે છે. પ્રભુનાં દર્શનને એ કેવી કિંમતી સમજ્યો હશે. આઠમે દિવસે એનાં ભક્તિરુદનથી આકર્ષાઈ ચક્રેશ્વરી દેવી આવીને કહે છે,- “દેવપાલ ! દેવપાલ ! તારા આ ઋષભદેવ ભગવાનની હું અધિષ્ઠાયી દેવી છું. તારી પ્રભુભક્તિથી તુષ્ટમાન થઈ ગઈ છું, તો તું આ ભક્તિનાં બદલામાં માગી લે, હું તારું શું પ્રિય કરું? હું તને શું આપું?' ત્યાં દેવપાલ કહે છે, “મને ભક્તિ આપ.' દેવી આગ્રહ કરે છે કે “ભક્તિ તો તારી પાસે છે જ. બીજું કાંઈ માગી લે !' ત્યાં દેવપાલ કહે છે “તું આપે એ ગધેડા તુલ્ય છે. મારી પ્રભુભક્તિ ઐરાવણ હાથી જેવી છે. તે કહે છે ભક્તિના બદલામાં કાંઇક માગ, એનો અર્થ એ કે તું તારો ઐરાવણ હાથી વેચી દે, ને બદલામાં ગધેડો ખરીદી લે. એમ કરવા જેટલો હું મૂર્ખ નથી.” - દેવપાલનાં પ્રભુદર્શન અને બીજી ભક્તિ કેવાક હશે એ જોવા જેવું છે એની સામે આપણાં પ્રભુદર્શન સરખાવો. દર્શનનું ફળ દેવતા સામે ચાલીને આવી આગ્રહપૂર્વક આપવા માગે તો આપણે એ નથી જોઈતું ને? અરે ! પ્રભુનાં દર્શન કરતાં કોઈ દેવતા દર્શન દે, તો ખીલી ન ઊઠીએ ને ? દર્શન-ધર્મને એટલું બધું ઊંચું અને મહાકિંમતી માનીએ ખરા કે એની આગળ કરોડો અબજો રૂપિયા તુચ્છ લાગે? આદ્રકુમારનાં દર્શન - આકુમારને અભયકુમારે જિનપ્રતિમા ભેટ મોકલી. “તમે જાજો વિદેહમાં, કહેજો ચાંદલિયા ! સીમંધર તેડું મોકલે.” આ આપણે ગાઈએ ત્યારે સીમંધર ભગવાનનાં દર્શન કેવાક ઝંખીએ છીએ? જુઓ આદ્રકુમારની ઝંખના આદ્રકુમારને પૂર્વ ભવ અને ત્યાં પાળેલું સંયમ ખ્યાલમાં આવી ગયું. અનાર્યદેશમાં જન્મેલાને વીતરાગ પ્રભુદર્શન અને સંયમસાધના એવા કિંમતી લાગ્યાં કે બીજું બધું તુચ્છ લાગ્યું, તે દેશ મૂક્યો, કુટુંબ મૂક્યું, રાજ્યવૈભવ મૂકી અનાર્યદેશમાંથી અહીં આદેશમાં આવી, ચારિત્ર સંયમ લઈ લીધું. અનાર્યદેશમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન જન્મેલો પ્રભુદર્શનમાંથી કેટલો આગળ વધી ગયો ! આર્યદેશમાં જન્મેલા આપણે પ્રભુદર્શન કેટલી હોંશથી કરીએ છીએ ? સુદર્શનની દર્શનઝંખના : મહાવીર ભગવાન વિચરતા વિચરતા એક નગર બહાર પધાર્યા છે. એમના દર્શને સુદર્શન શ્રાવકને જવું છે, પરંતુ માતાપિતા કહે ‘ભાઈ ! હજી અર્જુનમાલીએ સાત હત્યા પૂરી કર્યાનો ઘંટ નથી વાગ્યો, તેથી ઘરની બહાર નીકળવામાં ભય છે કે એ આકાશમાંથી નીચે ઊતરીને મોગરના ધાથી મારી નાખે !' ત્યારે સુદર્શન કહે ‘બાપુ ! ફિકર ન કરો, પ્રભુની દયાથી કશો વાંધો નહિ આવે, મારે તો પ્રભુ પધાર્યાનું સાંભળ્યા પછી પ્રભુનાં દર્શન વિના બેસી રહેવાય નહિ, કે બીજું કશું કામ થાય નહિ. આપ મારા માથે હાથ મૂકો, આશીર્વાદ આપો જેથી મારે હેમખેમ દર્શન થાય.’ સુદર્શન કહીને ચાલ્યો, અધરસ્તે સામે ઉપર આકાશમાંથી અર્જુનમાલી મોઘર ઉલાળતો આવતો દેખાયો. સુદર્શનને કોઈ પસ્તાવો નથી કે · હાય ! ક્યાં આ જોખમમાં આવ્યો ?' એ તો વિચારે છે ‘મારે પ્રભુદર્શનની તીવ્ર ભાવના છે, એમાં કદાચ અહીં મૃત્યુ ય થઈ જાય તો ધન્ય મૃત્યુ ! ધન્ય અવતાર ! આ જગતમાં મોત તો ઘણા દેખ્યા, પરંતુ આવું પ્રભુદર્શનની ભાવનામાં મૃત્યુ ક્યારેય નહિ મળ્યું હોય ! નહિતર તો મારા આત્માનો ઉદ્ધાર થઈ ગયો હોત....' આમ વિચારી સુદર્શન ત્યાં સાગાર અનશન કરી કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભો રહી જાય છે; અને ત્યાં ચમત્કાર એવો થયો કે સુદર્શનના ધર્મતેજથી અર્જુનમાળીના શરીરમાં રહેલો દેવ અંજાઈ ગયો, તે ત્યાંથી ભાગી જ ગયો ! ને અર્જુનમાળી ઊંચેથી નીચે જમીન પર પડ્યો. ઊઠીને સુદર્શન પાસે આવ્યો. મહાન શ્રાવક સુદર્શન એને સમજાવીને મહાવીર પરમાત્મા પાસે લઈ ગયો, ત્યાં અર્જુનમાળીએ પ્રભુ પાસે શરણું માગ્યું, ચારિત્ર માગ્યું, ને પ્રભુએ એને ચારિત્ર-દીક્ષા આપી. સુદર્શનની પ્રભુદર્શનાર્થે આ ઝંખના હતી કે આવા ઘોર હત્યારા અર્જુનમાળીથી પોતાની હત્યા થવાનો ભય ભલે હોય, પણ પ્રભુ પધાર્યા છે તો પહેલું કામ પ્રભુનાં દર્શનનું કરવાનું તે કરવાનું. સુદર્શનની જેમ આપણને કોઈ આફત ન દેખાતી હોય છતાં પહેલું કામ પ્રભુદર્શનનું એમ હૈયામાં નિર્ધાર ખરો ? શસ્થંભવને પ્રભુદર્શન ઃ શય્યભવ બ્રાહ્મણ યજ્ઞના સ્તંભ નીચેથી નીકળેલ ભગવાનની પ્રતિમાનું દર્શન કરતાં સ્તબ્ધ થઈ ગયા ! મનને થયું કે ‘અહો વીતરાગ ભગવાનની આ શાંત પ્રશાન્ત મુદ્રા ! આમના પ્રભાવે યજ્ઞસમારંભની ચારે કોર કીર્તિ ફેલાયેલ ? તો આ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પ્રભુનાં સ્વરૂપને જાણવું જ જોઈએ.' આપણે હજારો પ્રભુદર્શન કર્યા, કયે દિવસે ‘આ પ્રભુનું સ્વરૂપ ગુરૂ પાસેથી મારે જાણવું જ જોઈએ' એવું થયેલું ? વાત આ છે કે દર્શન હોંશથી, અને ભયને બાજુએ રાખી પ્રભુમાં એકમેક-તન્મયતા ઊભી કરીને કરવા જોઈએ. એનાં સુખદ ફળનું પૂછવું જ શું ? તે તે દૃષ્ટાન્તોમાં આપણને ફળ જાણવા મળે છે. દા. ત., શય્યભવને તરત જ ચારિત્ર મળ્યું, અને આઠેક વરસમાં ચૌદ પૂર્વધર યુગપ્રધાન બની ગયા ! * ૩. ચિલાતીપુત્રનો પૂર્વભવઃ ચિલાતીપુત્રનું નામ સાંભળ્યું છે. ચારણમુનિના મુખેથી ‘વસમ, વિવેગ, સંવર,’ એટલું જ માત્ર જિનવચન મળતાં એનું જબરદસ્ત ઉત્થાન થયું. મનને થશે કે પ્ર. - એટલા એક જ નાનકડા વચનથી શી રીતે એમ બન્યું ? ઉ. એની પાછળ પૂર્વ જીવનની જિનવચનની ભરપૂર સાધના હતી. સાધનાની સાથે થોડી વિરાધના થયેલ, તેથી અહીં દાસીના પુત્ર તરીકે જન્મી પછી લૂંટારો થાય છે, પરંતુ સાધના એવી જબરી હતી કે એનો સંસ્કાર વારસો એને અહીં અંતે ક્ષણવા૨માં જબરદસ્ત સાધક બનાવી દે છે ! મૂળ એ પુરોહિત બ્રાહ્મણ પક્કો વેદશાસ્ત્રી; તે જૈન સાધુને ય બકાવે ! એમાં એને સાધુ માથાના મળી ગયા, રાજસભામાં વાદ નક્કી થયો, અને શરત એ કે જે હારે તે જીતનારના મતમાં આવી જાય. ww પુરોહિતના જૈનધર્મ-વિરુદ્ધ પ્રશ્ન ઃ બસ, પછી વાદ શરૂ થતાં એણે વિધાન કર્યું કે જૈન સાધુ (૧) સ્નાન કરતાં નથી માટે અપવિત્ર છે, (૨) વેદને માનતા નથી માટે નાસ્તિક છે. (૩) મહા ઉપકારક સૂર્યની પૂજા નથી કરતા માટે કૃતઘ્ન છે, (૪) જગતકર્તા ઇશ્વરને નથી માનતા તેથી તત્ત્વના અજાણ છે. પુરોહિત સમજે છે કે ‘આમાં હવે જૈનાચાર્ય શો બચાવ કરી શકવાના હતા ?' એટલે જાણે વિજેતાની અદાથી છાતી મજ્જુ ઊંચું રાખીને બેઠો છે ! પરંતુ એને બિચારાને જૈનાચાર્ય અને સર્વજ્ઞકથિત જૈન ધર્મની તાકાતની ક્યાં ખબર છે ? શેરને માથે સવાશેર હોય, એ મદોન્મત એના મગજમાં શાનું યાદ આવે ? હશે પણ મામાનું ઘર કેટલે ? Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન જડબાતોડ જવાબ : જૈનાચાર્ય હવે એનો જવાબ કરે છે. વાદમાં મધ્યસ્થ-સ્થાને રાજા છે. એમને ઉદ્દેશીને કહે છે, - (૧) જુઓ રાજન ! આ ભાઈ જૈનમુનિઓ સ્નાન નથી કરતા માટે એમને અપવિત્ર કહે છે. પરંતુ એમને જ કહો કે તમારા જ મહાભારતમાં સ્નાન કેવાં કહ્યાં છે ! એમાં કહ્યું છે કે, - અહિંસા સત્યમસ્તેયં, બ્રહ્મચર્ય ચતુર્થકમ્ । પંચમં તુ જલસ્તાનં સ્નાનાન્યેતાનિ પંચધા અર્થાત્ સ્નાન પાંચ પ્રકારે છે. (૧-૪) અહિંસા એજ સ્નાન, સત્ય એજ સ્નાન, ચોરીત્યાગ એ જ સ્નાન અને બ્રહ્મચર્ય એજ સ્નાન (૫) પાંચમું છે જલસ્તાન. એમ સ્નાન પાંચ પ્રકારે છે. સ્નાન શેને કહે છે ? પવિત્ર કરે તેને ને ? કોને પવિત્ર કરે ? ખોખાને કે આત્માને ? ખોખું ઉજળું થયું પણ આત્મા મેલોદાટ છે, બીજી બાજુ ખોખું મેલું છે, પરંતુ આત્મા ઉજ્જવળ થયો, તો બેમાંથી શું વધુ સારૂં ? આત્મા પવિત્ર બને એ જ ને ? બહારના સ્નાનથી જીવોની હિંસા થાય છે, અને એ આત્માને કર્મથી મેલો કરી દે છે, જ્યારે અહિંસા આત્માને પવિત્ર કરનારી છે. શરીરની શુદ્ધિ કરનારો તો આત્મા જ છે, પરંતુ ખુદ પોતે અશુદ્ધ બનીને જડ કલેવરને ઉજળું કરવામાં કોઈ બુદ્ધિમત્તા નથી. માટે કહ્યું કે પહેલું સ્નાન શ્રેષ્ઠ સ્નાન અહિંસા છે. એવું બીજું સત્યસ્નાન, ત્રીજું અ-ચૌર્ય સ્નાન, ચોથું બ્રહ્મચર્યસ્નાન એ પછી છેલ્લું જળસ્નાન. મહાભારતના આ કથનથી જૈન મુનિઓ તો શ્રેષ્ઠ સ્નાનવાળા કહેવાય, મહાપવિત્ર ગણાય. જૈનાચાર્યના આ કથન પર રાજા અને સભાને એ વાત હૈયે બરાબર બેસી ગઈ. પુરોહિત પણ જુએ છે, હવે એ શું બોલી શકે ? વેદને જૈનો જ માને છે ઃ પછી આચાર્ય મહારાજે એના બીજા પ્રશ્નનો નિકાલ કરતાં કહ્યું કે વેદને ખરેખર માનનારા તો જૈન જ છે, કેમકે વેદનું મુખ્ય સૂત્ર છે ‘મા હિંસ્યાત્ સર્વભૂતાનિ.’ કોઈપણ સ્થૂલ કે સૂક્ષ્મ જીવની હિંસા નહિ કરવી. હવે વૈદિક ધર્મે ભલે પૃથ્વીકાય અકાય જીવ ન માન્યા, પરંતુ વનસ્પતિજીવ તો માને જ છે. તો એની પણ અહિંસા વેદાનુયાયી ક્યાં પાળે છે ? વનસ્પતિની હિંસા તો કરે જ છે. ત્યારે જૈન મુનિઓ તો એને અડતા પણ નથી, અડવામાંય અંશે હિંસા સમજે છે. તો વેદના આદેશનું પાલન કરનારો એ વેદને માનનારો ગણાય ? કે આદેશનું પાલન નહિ કરનારો એ વેદને માનનારો ગણાય ? Page #55 -------------------------------------------------------------------------- ________________ ન શ્રી ભગવતીજી સુત્ર વિવેચન હવે અહીં પેલો વૈદિક પુરોહિત શું બોલી શકે? પહેલી સ્નાનની બાબતમાં પાછો પડ્યો; આ બીજા વેદ માનવાની બાબતમાં ય પાછો પડયો. (૩) ત્રીજી સૂર્યપૂજાની બાબત અંગે પણ જૈનાચાર્યે કહ્યું કે, જૈનો જ સૂર્યના સાચા પૂજારી છે. કારણ કે સૂર્ય જ્યાં અસ્ત પામવાની આફતમાં આવે છે ત્યાં એ ભોજન-પાણી છોડી દે છે તે બીજે દિવસે સૂર્ય પાછો ઉદયસંપત્તિ ન પામે ત્યાં સુધી. સાધુ પુરોહિતને કહે છે “તમે શું કરો છે? એક બાજુ તો મીઠા મીઠાશબ્દોથી સૂર્યની સ્તુતિ કરો છો, અને બીજી બાજુ રાત્રિભોજન એટલે આવો ઉપકારી મહાઉપકારી તરીકે માનેલો અને સ્તુતિ કરાયેલ સૂર્ય અસ્ત પામવાની મહા આફતમાં મૂકાઈ ગયા પછી ઘીકેળાં ઉડાવો છો ! કયાં રહ્યો એનો શોક, અફસોસી? Æય કેટલું ધિટું હોય ત્યારે ઉપકારીના આપત્કાળમાં ભોજનપાણીની મોજ ઉડાવાય? અને વેદે ફરમાવેલ સર્વ જીવોની અહિંસાને અવગણી જ્યાં રાત્રિના કાળે રાત્રિચર જીવાતની ભારોભાર હિંસા થવાનો સંભવ છે એવા રાત્રિભોજનને રોજ ને રોજ સેવાય? આમાં સૂર્યની પૂજા ય ક્યાં રહી? ને વેદની માન્યતા ય શી ધરી ?' અહીં પણ બિચારો પુરોહિત શું બોલી શકે ? સૂર્યસ્તુતિ નહિ કરતા જૈનોને કૃતજ્ઞતા વિનાના ઠરાવવા નીકળ્યો હતો, પણ પોતે જ સૂર્ય પશ્ચિમસાગરમાં ડૂબી ગયાના કાળે ભોજન-પાણીની મોજ કરતાં ઉપકારીની આફત સામે ધિઢાઈ કરનારો ઠર્યો ! (૪) ચોથી બાબત જગત્કર્તા ઈશ્વરને માનવામાં પંડિતાઈ અને ન માનવામાં અજ્ઞાનતા અંગે મુનિએ કહ્યું કે પરમેશ્વરને જગતના સર્જનારા માનવામાં જ મહા અજ્ઞાનદશા છે. કેમકે એમાં તો પરમેશ્વર જીવોના હિંસક શસ્ત્રો-સાધનો સર્જવામાં નિર્દય ઠરે છે ! વળી જીવોને ગુન્હા કરતા જ ન અટકાવવામાં અસમર્થ ઠરે છે ! પાછળથી જીવોને ક્રૂર રીતે પીડવામાં કઠોર દિલનો ઠરે છે ! પરમેશ્વર જેવી વ્યક્તિમાં આવી વિકૃતતા માનવી એમાં પંડિતાઈ ક્યાં આવી? ઈશ્વર બધુ સર્જનાર એટલે ધરતીકંપ, હેલી, દુકાળ, વિજળીપાત, આગ-દાવાનળ, સમુદ્રતોફાન, હિમ વગેરે અનેક આફતો સરજનાર પણ માનશો. આમાં ખરું કારણ તો જીવોનાં કર્મ છે, સર્જનહાર કર્મ છે, એના બદલે ઈશ્વરને માથે આ ક્રૂર ઘાતકી સર્જનનો આરોપ મૂકવામાં કઈ વિદ્વત્તા કે બુદ્ધિમતા રહી? પાછો વળી એ ભક્તને ન્યાલ કરી દેનારો અને વિરોધીને દંડી નાખનારો માનવામાં એને રાગ-દ્વેષથી ભર્યોભર્યો માનવો પડે ! એવું માનવું એ બુદ્ધિમતા છે કે મૂર્ખતા? ઈશ્વર તો આદર્શ છે, એ જેવા સ્વરૂપનો નજર સામે રહેશે, અને સ્તવાશે, એવા સ્વરૂપના જ કર્તવ્ય મન પર જામવાના ને ? આમાં રાગ, દ્વેષ, ભૌતિક ગડમથલ વગેરેના આદર્શ કલ્પવા જતાં બુદ્ધિમતા રહી કે Page #56 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સુગવિવેચન ગમારતા? પાછું જગકર્તા માનવા જતાં એ ન જોયું કે પહેલાં તો એનું શરીર જ કોણ બનાવશે ? કંઈ સામગ્રીથી બનાવશે ? અને જો પોતાને શરીર જ નહિ, હાથ નહિ પગ નહિ, મોં નહિ, તો બીજું સર્જન કેવી રીતે કરી શકે? ઉપદેશ કેવી રીતે આપી શકે ? વળી જો એ સર્જન (૧) ક્રીડા-લીલા તરીકે કરે તો બાળક જેવો બન્યો ! (૨) કૃપાથી કરે તો બધાને સુખી અને સુખનાં જ સાધન સર્જવા જોઈએ ! (૩) જીવોના કર્મ પ્રમાણે સર્જન કરે તો જીવોને સુખ-દુઃખ આપવામાં પોતાની સ્વતંત્રતા ન રહી, કર્મની પરાધીનતા રહી ! આવી બધી આપત્તિવાળી જગકર્તૃત્વની કલ્પના કરવામાં શું વિદ્વત્તા? કે અજ્ઞાનદશા? પંડિતાઈ તો જૈનોની છે કે જે પરમેશ્વરને આવી વિટંબણામાં ન જોડતાં એવો વિકૃત ન કલ્પતાં, અનંતગુણસંપન્ન અને યથાર્થ મોક્ષમાર્ગોપદેશક માને છે. અહીં પણ પુરોહિત હવે શું બોલી શકે ? જૈનોને અપવિત્ર, નાસ્તિક, કૃતજ્ઞતાહીન અને અજ્ઞાન કહેવા જતાં પોતેજ એવો ઠર્યો! અને ઊલટું જૈનો તો અહિંસાદિ સાચાં સ્નાન કરવાથી પવિત્ર, વેદોક્ત મા હિંસ્યાનું પાલન કરવાથી સાચા આસ્તિક, સૂર્યાસ્ત કાળે ભોજનત્યાગવાળા હોઈ સાચા સૂર્યપૂજક, અને સાચા આદર્શભૂત ઇશ્વરને માનવાથી બુદ્ધિમાન સાબિત થયા. બસ. રાજા અને સભા બધા જ મુનિના પ્રતિપાદનથી પ્રભાવિત થઈ ગયા, અને પુરોહિત ભોંઠો પડી ગયો. એની હાર જાહેર થઈ ગઈ. હવે કેમ? તો કે શરત મુજબ સાધુદીક્ષા લઈ મુનિના શિષ્ય બનવું પડ્યું. પણ પછી તો ચારિત્ર અને જૈન આગમ શાસ્ત્રના પરિચય વધતો ચાલ્યો. એમાં વિશેષ વિશેષ પ્રકાશ થતો ગયો. ત્યાગ અને તપ, અહિંસા અને સત્ય, વગેરેની આરાધના વધતી ચાલી. એમાં એવું એક સામર્થ્ય ઊભું થઈ ગયું કે જે ભવાંતરે પાછું પ્રગટ થઈ જતાં ઘોર ઉપસર્ગ-પરીસહ ભારે સમતાથી સહી લેવાનું સુલભ બની ગયું. પૂર્વ જીવનમાં જો એવું સામર્થ્ય ઊભું ન કર્યું હોત તો અહીં ચિલાતીપુત્રના ભવમાં એકાએક એ ક્યાંથી આવત? એમ જિનાગમની પૂર્વે એટલી રટણા ન હોત તો અહીં ઉપશમ, વિવેક, સંવર” એટલા ત્રણ જ શબ્દના જિનવચન પર તન્મય અને એને અમલી કરનારા શું બનત? આ ખૂબ ધ્યાનમાં લેવા જેવું છે. આ જીવનમાં (૧) અવસરે અવસરે કષ્ટ-આપત્તિ-પ્રતિકૂળતામાં સમતા-શાંતિ જાળવવાનું સત્ત્વ સામર્થ્ય કેળવ્ય જઈએ તો એ સત્વ-સામર્થ્યના સુસંસ્કાર ભવાંતરે અતિશય ઉપયોગી થાય, અને (૨) જિનાગમનો ખૂબ ખૂબ .પરિચય-પરિશીલન રાખ્યા હોય તો ભવાંતરે એ થોડુંય મળે તો પણ એના પર તન્મય થઈ એને અમલમાં ઉતારવાનું બની આવે. એથી ઊલટું અસંયમ અને શાસ્ત્રજ્ઞાનની બેપરવાઈ તો માનવભવની ઉત્તમતાને કચરી નાખનારી બને ! Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રવિવેચન પુરોહિત સાધુ થઈને જિનવચનનો પરિચય સારી રીતે સાધવા માંડયો, તત્ત્વજ્ઞાન નવું નવું મેળવવું, જુનું મેળવેલું રટયા કરવું, એનું પુનરાવર્તન ચિંતનમનન ચલાવ્યા કરવું, એમાં સારી રીતે પુરુષાર્થ કર્યે રાખ્યો. એનું એ પરિણામ કે ભવાંતરે ચિલાતીપુત્રના અવતારે માત્ર એક ‘ઉવસમ વિવેગ સંવર’ એટલા જિનવચન ઉપર વિસ્તૃત વિચારણા કરી શક્યા. વિચારણા પણ એવી કે જે કડક અમલમાં ઉતરી ! પ્રશ્ન એટલો થાય, પ્ર. - ચારિત્ર લઈ જિનવચનની આવી સુંદર આરાધના જો હતી તો પછી એક દાસીના પુત્ર તરીકે કેમ જન્મ્યો ? અને તે પછી પણ લૂંટારો કેમ બન્યો? ઉ. - આનું કારણ એ બન્યું કે એમને સાધુ જીવનમાં પોતાની સંસારી પતી પર મોહ ઊભરાઈ આવ્યો, એથી સંયમની વિરાધનામાં પડ્યા. આર્કુમારને શું થયું હતું ? પૂર્વભવે એને પણ એવો પતીમોહ થઈ આવેલો. તેથી જ એ અનાર્ય દેશમાં જન્મી પડ્યા ! પછી જાતિસ્મરણે પાછા ચારિત્રમાર્ગમાં આવ્યા તો પણ પૂર્વની પતી અહીં શ્રેષ્ઠિકન્યા થયેલી પાછી મળી તો ચારિત્રથી ચુકાવે એવો મોહ જાગી ગયો ! ત્યારે ચિલાતીપુત્રને પણ પૂર્વ જન્મની પતી અહીં પોતાના શેઠની કન્યા તરીકે મળી, તો એના મોહમાં તણાયા. વિરાધનાની શિરોરી : સંયમજીવનની વિરાધના કેટલી બધી ખતનાક છે ! મોહને કેવો સીલપેક કરી આપે છે ! સાથે, જનમ પણ કેવી હલકી જગાએ અને જૈન ધર્મથી કેવો વંચિત સ્થિતિમાં ! બીજી રીતે તો સાધનાબળ એવું ઊભું કર્યું છે કે જે ભવાંતરે સારા ઊંચા લઈ આવશે, છતાં તે પહેલાં આ વિરાધના એમને કેવી કફોડી હાલતમાં મૂકે છે ! મેતારજ જેવા ચરમ શરીરીને પણ એવું જ બન્યું ને ? અવતાર ભંગણીના પેટે ! પછી જનમતાં જ પરાવર્તન સારા વણિકના ઘરે થવા છતાં અને દેવ પ્રતિબોધ કરવા આવવા તથા પૂર્વ જન્મનો ખ્યાલ આવવા છતાં વિષયભોગની કારમી લંપટતા ! શાથી એમ ? કહો વિરાધનાની શિરજોરીના લીધે . ચિલાતીપુત્રને પણ આવું બને છે. વિરાધનાને લીધે શેઠની નોકરડીના પેટે જન્મી મોટો થતાં શેઠની છોકરીને રમાડવાનું કરે છે. એ છોકરી પોતાની પૂર્વની પત્નીનો જ જીવ છે. એ રડતાં બીજી રીતે છાની ન રહેતાં આ ચિલાતીપુત્ર એના અવાચ્ય ભાગને અડતાં શાન્ત થઈ જાય છે. બસ પછી તો ચાલ્યો એ ધંધો. બંનેના કેવા મોહનો ઉદય ? પૂર્વ વિરાધનાના આ પ્રત્યાઘાત છે. આપણે આપણા વર્તમાન જીવનની અનિચ્છનીય બાબત અંગે પણ આ કલ્પી શકીએ કે પૂર્વ જન્મની વિરાધનાના આ પ્રત્યાઘાત છે. માટે સમજી લેવાનું કે હવે અહીં દાન-શીલ-તપ વગેરે કોઈપણ આરાધનામાં વિરાધનાથી બચવાનું. આરાધના Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન E ઓછી થાય એનો ખેદ રાખવાનો, કમભાગ્ય સમજવાનું, પણ વિરાધના નહિ થવા દેવાની. આ જો ઝંખના નહિ રખાય, તો વિરાધના તૈયાર જ છે કૂદી પડવા ! વિરાધનાનો પ્રસંગ : બહુ ખબરદાર બનવાની જરૂર છે. નહિતર જ્યાં આરાધના નહિ કરવી હોય ત્યાં વિરાધના ત્રાટકી પડે એવું કેટલીક વાર બની આવે છે. દા.ત. એમ સમજોને કે કોઈ ગામડાવાળા ધર્મખાતાની ટીપ લઈને આવ્યા. હવે સામાને પૈસા દેવાના નથી, આમાં દાનની આરાધના નથી કરવી. એટલે કહેશે “ના, બને એવું નથી.' ત્યાં પેલા કરગરશે, જરા દાબીને ય કહેશે. ત્યાં પેલો ઉકળી ઊઠે છે, બોલે છે, “શું બધાએ મને એકલાને જ ભાળ્યો છે. તે બધા અહીં જ તૂટી પડો છો ?” ટીપવાળા કહે છે “શેઠ ! આ તો પુણ્ય તમને દીધું છે એટલે કોઈ આશા કરીને આવે.' આ કહે છે, “એટલે ધાડ મારે ઘેર જ ?' અરે શેઠજી ! આ કોઈ લૂંટારાની ઘાડ નથી. કાંઈ અમારા ઘર માટે નથી જોઈતું. આ તો ધર્મખાતાનું કામ છે. ત્યાં પેલો તડૂકે છે.” બેસો બેસો, મોટા ઉપદેશ આપવા નીકળી પડ્યા છે ? અમારૂં ઘર-કુટુંબ વેચી આવો અને તમારૂં તરભાણું ભરો !' બસ, આ શું ચાલ્યું ? ધર્મખાતાની માગણીને લૂંટારાની ધાડ સમજે છે ! કોઈ ગોરનું તરભાણું માને છે ! અને હજી પણ વાત આગળ વધતાં કદાચ ધર્મખાતા વિરુદ્ધ, ધર્મખાતાનું કામ કરવા નીકળેલાની વિરુદ્ધ, યાવતુ ધર્મની વિરુદ્ધ પણ કાંઈનું કાંઈ બોલી નાખશે ! કદાચ કહેશે, કયાં ભોગ લાગ્યા તે એક બે ટીપમાં આપ્યું?... જુઓ મોટા દાનના ધતીંગ કાઢી બેઠા છે !...' આ બધું શું છે? આરાધના નથી કરવી ને વિરાધનામાં ચડી જાય છે! ઘર્મ, ધર્મક્ષેત્રે એનું સેવાભાવે કામ કરનાર ધર્મસેવકો, સંઘ વગેરેની વિરુદ્ધ બોલવું મનમાં લાવવું, એ વિરાધના નથી તો બીજું શું છે? ડહાપણ હોય તો શક્તિ અનુસાર દઈ દે, અને ન દઈ શકતો હોય તો કહે ભાગ્યશાળી ! કામ તો ઉત્તમ છે. પણ હવે મારું મન વધતું નથી એટલી પુણ્યની ખામી છે. જે કાંઈ મારાથી પૂર્વે થયું છે એની અનુમોદના રહેવા દો.” પણ આવું કાંઈ નથી સૂઝતું પણ અભિમાનના એલફેલ બોલ આવડે છે ! આરાધના નથી ત્યાં વિરાધનાના સોદા કરે છે ! આવું બીજું પણ બની આવે છે. મંદિરમાં દર્શને ગયો, પૂજા કરવા ગયો, ઉપાશ્રયે ગયો, અને ત્યાં ઝગડી પડતાં પછી ગમે તેમ બોલે છે ! કદાચ કોઈ સાધુ ભૂલા પડી જઈ કહે છે “લ્યો લ્યો આ નિયમ કરી લો.” ત્યાં ઉકળી જઈ કાંઈનું કાંઈ બોલી નાખે છે ! ઘરવાળા કહે છે,”આજે ચૌદશ છે, તો કાંઈ એકાસણા જેવું તો Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન કરો, ત્યાં ગુસ્સે થઈ તપની વિરુદ્ધે ય બોલી નાખશે, ‘જોયા જોયા તમારા એકાસણાં ! ધરમ બધો એમાં જ આવી ગયો ? બીજી વાતનું ઠેકાણું નથી, ને લાંઘણ કરી એટલે ધર્મ ?...' છે બોલવાનું ભાન ? કોઈ વિવેક ? કોઈ પરલોકચિંતા ? ના, મદમાં ભરાયો ઘોર વિરાધનામાં પડતાં કોઈ આંચકો નથી. એ જોવાની પરવા નથી કે ‘આ જાણી જોઈને કરેલી વિરાધનાનો કદાચ જીવનમાં કયારેય પસ્તાવો નહિ થાય, ગુરુ આગળ આલોચના કરી પ્રાયશ્ચિત લેવાનું નહિ થાય અને એનાં બંધાયેલા કૂડા પાપકર્મ ભવાંતરે ધર્મહીન અને પાપિષ્ટ બનાવશે ! અહીં પાપવિચારો, પાપશબ્દો, પાપી દેખાવ વગેરે સૂઝે છે એ વળી પૂર્વ જીવનની વિરાધનાનું ફળ છે, એમ આગળના ભવે પણ આથી વધુ પાપિષ્ઠતા લાવશે.’ આ બહુ સમજી રાખવા જેવું છે કે ઉકળાટ આવેશમાં વિરાધનાનું બોલી વિચારી નાખેલું, અને એમાં પછી સામા ચૂપ થઈ ચાલી ગયા એના પર સંતોષ વાળેલો, એનો પસ્તાવો થતો નથી; કેટલુંય તો એવું ભૂલાઈ જાય છે; એટલે પછી ગુરુ આગળ આલોચના પ્રાયશ્ચિત્ત કરી એ પાપથી પાછા વળવાનું થતું નથી. એ પાપનાં શલ્ય આત્મામાં જડબેસલાક ચોંટી જાય છે ! અને ભવોના ભવો સુધી પાપાસક્ત બનાવે છે ! લક્ષ્મણા રુકમી, જમાલી, મરીચિ વગેરેનું શું થયું ? આવું જ વિરાધના કરી અને પછી એનું પ્રાયશ્ચિત પ્રતિક્રમણ થયું નહિ, એથી જન્મોના જન્મો પાપાચરણ લલાટે લખાઈ ગયા ! આર્દ્રકુમાર મેતારજ, ચિલાતીપુત્ર વગેરેને વળી મૃદુ રૂપમાં વિરાધના થઈ હશે, તે પછીના એકજ ભવમાં પાપ નડ્યું. પણ નડ્યું કેવું ? આર્દ્રકુમારને અનાર્ય દેશમાં જન્મ ! જાતિસ્મરણ જ્ઞાનથી વળી ચારિત્ર પામ્યો, તો પણ પૂર્વ ભવે સંયમજીવનમાં સ્નેહ કરેલ પત્તીનો જીવ અહીં પાછી કન્યા તરીકે મળી આવતાં ચારિત્રમાંથી પતન ! પૂર્વ જન્મનું સ્મરણ છતાં ચારિત્રમાંથી પડવાનું ! તેમ સ્વેચ્છાએ લીધેલા ચારિત્રમાંથી ? હા, વિરાધના કરી અને એની પાછળ આલોચના પ્રાયશ્ચિત નહિ, એટલે એના ભવાંતરે પ્રત્યાઘાત જાણકારીને ય દબાવી દઈ પાપમાં પાડે. માત્ર વિરાધના કાંઈક મૃદુ દિલની હશે, તે અહીં અશુભોદય ભોગવ્યા પછી એનો અંત આવ્યો, ને આગળ પર પાછા ચડી ગયા માર્ગે, બાકી કઠોર દિલની વિરાધના તો ભવોના ભવો પાપમાં જ રુલતા રાખે. મેતારજને ચરમશ૨ી૨ી તદ્ભવમુક્તિગામી છતાં અને પોતે જ દેવલોકમાં સંકેત કર્યા મુજબ દેવતાએ આવી પ્રતિબોધ કરવા છતાં, જાલિમ વિષયલંપટતા નડી, વર્ષોના વર્ષો ધર્મ ન સૂઝયો ! માત્ર ‘ચારિત્ર તો ઉત્તમ, પણ આમ પરાણે ન અપાય,’ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રવિવેચન પત્ર એવી વિરાધના કાંઈક મૃદુ રૂપની હશે તે એનો અહીં અશુભોદય ભોગવી અંત આવ્યો, પૂર્વની ચારિત્ર-આરાધના પાછી તાજી થઈ આવી, ઘોર તપ- સંયમસમતામાં ચડી ગયા, અને મરણાંત ઉપસર્ગસહી કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવી ગયા. પણ જો પૂર્વભવે કઠોર વિરાધનામાં ચડયા હોત ‘ગુરુએ આમ પરાણે ચારિત્ર ન અપાય. ગુરુ છે જ એવા.બસ લ્યો જાણે પઠાણગીરી ! આમને આમ જ લોકો પર ધોકો ચલાવે છે ! એમને કોઈ માથાનો મળતો નથી, નહિતર ખબર પાડી દે, લ્યો મોટા ધર્મની પ્રભાવના કરવા નીકળી પડયા છે ! આમ ધોકામાં ધર્મ ?.............' આવા કોઈક આવેશ ઉકળાટ કર્યા હોત તો પછી એક ભવે એમાં દારુણ વિપાકથી ન પતે, એ તો ભવોના ભવો સુધી ખબર લઈ નાખે. પ્ર. - તો મરીચિને શી એવી કઠોરતા આવી, તે ભવોના ભવો નડી ? , ઉ. - મરીચિએ સમ્યગ્દર્શનની વિરાધના કરી,મિથ્યાધર્મ પર સત્યધર્મની બરાબરીનો સિક્કો લગાવ્યો,આજે અજ્ઞાન માણસો કહે છે ને કે'બધા ધર્મ સરખા' ! એમ મિરચિએ કેઈકને દલીલપૂર્વક સમજાવેલું કે ‘ભાઈ ! ધર્મ જોઈ તો હોય તો મારી પાસે નથી, ધર્મ તો ઋષભદેવ ભગવાન અને એમના ત્યાગી મુનિઓ પાસે છે; માટે ત્યાં જાઓ હું તો પતિત છું, ચારિત્રભ્રષ્ટ છું;' આ સમજુતીના હિસાબે પોતાના દિલમાં શુદ્ધ ધર્મ કેટલો યુક્તિસિદ્ધ ઠસ્યો હશે ! એ હવે શિષ્ય કરવાના લોભમાં એ પણ ધર્મ હોવાનું કહે, ત્યારે વિચારો કે હૈયું કેટલું કઠોર બનાવ્યું હશે ? એવા કઠોર ધિન્ના દિલની સમકિત-વિરાધના અને પછી ક્યારે ય એનો પશ્ચાત્તાપ-આલોચના-પ્રાયશ્ચિત નહિ, એ કેમ ભવોના ભવો ખબર ન લઈ નાખે ? દિલની કઠોરતાનું માપ વિરાધનાની ઉગ્રતાનું માપ, માત્ર ધમધમવા ઉપર નથી મપાતું; પણ સંયોગ, પરિસ્થિતિ, ધિઢાઇ, દિલની ગાંઠ, ચિત્ત પરિણામની ચિકણાશ વગેરે વગેરે ઉપર આધાર રાખે છે. એ હોય તો એક ભવે એની શિક્ષા અને પાપાચરણથી ન પતે; એ તો જન્મોજન્મ પાપિષ્ઠ બનાવ્યે રાખે. મૃદુ પણ વિરાધના કેવી નડે છે : ચિલાતીપુત્રને પૂર્વભવે ચારિત્રમાં પતીના સ્નેહથી વિરાધના થઈ, પણ એવી ચિકણી નહિ હોય તે અહીં ચિલાતીપુત્રના એક જ ભવે નડી; પણ એવી નડી કે દાસીના પેટે અવતાર ! આવેશમાં લૂંટારાગીરીનો ધંધો ! અને એજ શેઠની છોકરી ઉઠાવી ભાગતાં, શેઠ અને એના છોકરા પૂંઠે પડયા જોઈ એમની મમત મૂકાવવા છોક૨ીનું ગળું કાપી નાખવા સુધી પહોંચી ગયો ! નરકમાં સિધાવવાનો જ ધંધો ને ? જિનાગમની આરાધનાનો પ્રભાવ : છતાં જુઓ, પૂર્વ જીવનમાં જિનાગમની આરાધના કરી હતી તે કેવી આડે આવીને ઊભી રહી ! કેવો એણે એને એક અધમ દુરાત્મપણામાંથી ઊંચકી ઉત્તમ Page #61 -------------------------------------------------------------------------- ________________ 982520589%80%essessessessessweeeeeeeeeeeeews 4 શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન મહાત્માગીરીમાં ચડાવ્યો ! ચિલાતીપુત્ર જંગલમાં હવે એક હાથમાં લોહી-નીગળતું છોકરીનું ડોકું અને બીજા હાથમાં તલવાર લઈ દોડી રહ્યો છે; વચમાં ચારણમુનિ અર્થાત ગગનગામી લબ્ધિવાળા વિદ્યાધર સાધુમહાત્મા મળ્યા એમને “શું કહેવા માગો છો?' એમ ગુસ્સામાં તડકાવે છે, ત્યારે મુનિ કહે છે, “ઉવસમ વિવેગ સંવર.” કહીને તરત આકાશમાં ઊડી જાય છે. ચિલાતીપુત્ર આ જોઈ ચોંકી ઉઠે છે. ! મુનિએ કહેલા ત્રણ પદ પર ચિંતનમાં ચડી જાય છે. સંભવતઃ ત્યાં એને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવે છે. એ વિચારે છે કે, “અહો ! આ મહાત્માએ શું કહ્યું? “ઉવસમ, ઉપશમ; શાનો ઉકળાવાટમાં ઉકળી રહ્યો છે?' શાંત થા.ખરેખર ! આ તલવારના જોર પર હું ક્રોધમાં ધમધમી રહ્યો છું, ઉકળતો છું, ત્યાં સુધી બીજાને દબડાવું ખરો કે “શું કહેવા માગો છો? પરંતુ ખરેખર હું પોતેજ સ્વસ્થ નથી, જાતેજ ઉકળાટમાં સીધું વિચારી શકતો નથી, પછી બીજાની હાજરી લેવાની શી લાયકાત ? સાચું લાઈનસરનું વિચારવું-કરવું હોય તો પહેલાં જાતે જ કષાયના ઉકળાટ વોસિરાવવા જોઈએ, કષાયમુક્ત થઈ શાંત પ્રશાંત ઉપશાંત થઈ જવું જોઈએ ,બીલકુલ સ્વસ્થ સમભાવમાં આવી જવાય પછીજ યોગ્ય સીધી લાઈનની વિચારણા આવી શકે ને એ આવ્યા પછી જ ખરાં જીવનકર્તવ્ય સૂઝે.' બસ, એટલું વિચારતાં જ ચિલાતીપુત્ર તલવાર ફેંકી દઈ શાંત-સ્વસ્થ બન્યો. ત્યારે વિચારો કે એવા દેવી-દેવતા જે શસ્ત્ર હાથમાં રાખી બેઠા છે, એ શાંત-સ્વસ્થ ક્યાંથી હોય ? અજ્ઞાન લોક એને ઈષ્ટ દેવ માને છે ! એવા આદર્શમાંથી એ શું મેળવે? સમતા ઉપશમ ? કે વિરોધી પર ધમધમાટ ? ચિલાતીપુત્ર તલવાર ફેંકી દઈ ઉપશાંત-સ્વસ્થ બની આગળ વિચારે છે, અહો ! મુનિએ શું કહ્યું? “વિવેગ', વિવેક કર. તારી કઈ ચીજ, અને પારકી કઈ, એનો વિભાગ સમજ. આ છોકરીને શાની તારી માની હજી એનું ડોકું હાથમાં ઝાલી રહ્યો છે? તારી હોય તો ધડ કપાઈ શાનું જાત? તારી હોત તો મરી કેમ જાત? મુનિએ ખરું કહ્યું, આ મારી ચીજ નથી. મારાં તો દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, જે કજે કર્યા, પ્રગટ કર્યા પછી મારી સાથે જ રહે. મારી તો આ ચીજ, કે જે મને ભયમુક્ત કરે, દુઃખ મુક્ત કરે, તારે, પણ કદી મારે નહિ. બાકી તો જગતની ચીજો ન મારી, ને સાથે જ રહેનારી, ન નિર્ભય રાખે, ન દુઃખમુક્ત કરે. તો પછી આ ડોકાનું ય મારે શું કામ છે ?' બસ, એટલું વિચારી ડોકું ફગાવી દીધું, અને સ્નેહ-કામવાસનાથી મુક્ત બન્યો. ત્યારે એ પણ જોવા જેવું છે કે જે દેવ સ્ત્રીને સાથે રાખી બેઠા છે, એ નેહમુક્ત, Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન ૫૭ કામમુક્ત શી રીતે ? અને એવા દેવ ભક્તને આદર્શ કેવો પૂરો પાડે ? દેવ વીતરાગ હોય તો એમને શસ્ત્ર શા ? સ્ત્રી સંગ શાનો ? ચિલાતીપુત્ર સમજપૂર્વક ડોકું ફેંકી દઈ બાહ્ય વસ્તુના રાગ સ્નેહ વિનાનો બન્યો. વાત આ છે કે રાગદ્વેષથી બચવું હોય તો પહેલાં એ કરાવનાર-પોષનાર જડ-ચેતન વસ્તુના સંગ મૂકો, એનો સંયોગ છોડો. નહિતર જો નિમિત્ત પાસે છે તો એવા દુષ્ટ ભાવ દિલમાંથી ખસશે નહિ. બાધા-વ્રત-નિયમનો શો મહિમા છે ? આ જ કે એ નિમિત્તથી દૂર રખાવે છે. મનમાંથી એનો સંગ છોડાવી દે છે. નિયમથી ગભરાતો હશે, એને તો મનના ઉંડાણમાં નિમિત્ત વસેલા રહેવાનાં. એટલે પછી ક્યારેક બહારથી આવી મળશે ત્યારે પાપી ભાવ ઊભો થઈ જવાનો. ચિલાતીપુત્રે રાગનું નિમિત્ત ડોકું ફગાવી દીધું અને એના કામરાગ-સ્નેહરાગથી છૂટયો. હવે વળી વિચારે છે, ‘‘અહો ! મહાત્માએ ત્રીજી વાત શી કરી? ‘સંવર'. અર્થાત્ રાગ-દ્વેષનાં બાહ્ય નિમિત્ત ડોકું અને તલવાર છોડ્યાં, પણ હજી જગતના કોઈ પદાર્થોની આશા-અપેક્ષા કયાં છોડી છે? ક્યાં કાયા-માયા, ઇન્દ્રિયો, કષાયો, હિંસા-અસત્યાદિ પાપ ક્રિયાઓ, વગેરેના હૃદયથી ત્યાગ કર્યા છે ? જો એ અંતરથી નથી છોડયા, તો આત્મામાં પાપોનો પ્રવાહ પેસવા માટેની એ નીકો ખુલ્લી છે. જ્યાં સુધી પ્રતિજ્ઞાબદ્ધ એના ત્યાગ કરી દરવાજા બંધ નહિ કરે, એ નીકો-આશ્રવો માથે ઢાંકણ નહિ દઈ દે, સંવરણ નહિ કરે, ત્યાં સુધી પાપમુક્ત નહિ; તો ભયમુક્ત નહિ, ભવકટ્ટી નહિ, સંસારભ્રમણ અટકે નહિ. મુનિની વાત સાચી છે. શા માટે હવે જગતના પદાર્થોની કે હિંસાદિ પાપોની, યાવત્ આ મારી નાશવંત કાયાની મમતા-આશા-અપેક્ષા રાખવી ? બસ બધુ જ વોસિરે. બધું જ મારે ત્યાગ. હું તો હવે મારા જ્ઞાન-દર્શન- ચારિત્રના સ્વરૂપમાં જ લીન બની જાઉં ! વિનશ્વર માટીની માયા સાથે મારે કોઈ નિસ્બત નથી.’’ પત્યું, ચિલાતીપુત્રે સર્વ આશ્રવોના ત્યાગરૂપ સંવરમાર્ગ અપનાવી લીધો, દુનિયાના સંબંધ અને હિંસાદિ પાપોનો ત્યાગ કરી દઈ, કષાયો-રાગદ્વેષ વગેરે ફગાવી દઈ ત્યાંને ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહી ગયો. હવે તો મહાત્મા ચિલાતીપુત્ર એવા બન્યા કે પેલા ડોકામાંથી પોતાના શરીર ૫૨ વહેલા લોહીની ગંધથી કીડીઓ ઉભરાઈ, શરીર પર ચડી એને ખાવા માટે ચટકા દે છે, કોચી કોચીને શરીરની અંદર પેસે છે, અંદરથી આરપાર કોચતી કોચતી બીજી બાજુ બહાર નીકળે છે ! શરીરને ચાળણી જેવું કરી દે છે ! આવી સેંકડો-હજારો કીડીઓના ઠેઠ મર્મસ્થાન સુધીના ભયંકર ચટકાથી કારમી વેદના ઊઠે છે ! પરંતુ મહાત્મા ચિલાતીપુત્ર જરાય હાલતા નથી, ચિત્ત વિહ્વળ કરતા નથી, કીડીઓ ૫૨ લેશમાત્ર રોષ કે પીડાની હાયવોય અને સહેજ પણ ત્યાંથી ખસવાનું કરતા નથી ! જાલિમ પરિસહ સહે છે ! શાનો પ્રતાપ ? ‘ઉવસમ વિવેગ સંવર' એવા જિનવચનનો ! જિનવચનના, જિનાગમના, જૈન શાસ્ત્રોના ભરચક પરિચયે પૂર્વજીવનમાંથી વારસો કેટલો Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન અદ્ભુત લઈ આવ્યા હશે કે અહીં હવે એક નાનકડું “ઉવસમ વિવેગ સંવર'નું જિનવચન મળ્યું તો એના પર મહાલયલીન મહાધ્યાનસ્થ મહાત્મા અને તે પણ ઘોર પીડા-વેદનાની વચ્ચે અત્યંત ઊંચી ક્ષમા-સમતા અને જિનવચનના એકાગ્ર ચિંતનમાં સ્થિર થઈ ગયા. તે મરણ આવ્યું ત્યાં સુધી! જિનવચનની સમજુતીઓ : જિનવચન કેટલું અદ્ભુત કે આવી ઘોર વેદના શાંતિથી સહવાની તાકાત આપે છે ! શું એ પીડા વખતે દુઃખી હતા? ના, મહાદુઃખ છતાં જરાય દુઃખી નહિ! મન જિનવચનના પ્રકાશમાં એટલું બધું મસ્ત હતું કે સમજતા કે (૧) કાયાએ કરેલા પાપગુમડાનું આ નસ્તર ચાલી રહ્યું છે. (૨) જે કાયા પાપમાં કૂદેલી, એવી દુષ્ટ કાયાને આ ઠીક જ વળતર છે. (૩) બીજાને હોંશથી મારવાની તાકાત હતી તો હોંશથી મરી જાણવાની પણ તાકાત છે. (૪) પીડાવા દો કાયાને, મારે તો આત્માનો પાપ કચરો સાફ થઈ રહ્યો છે. વિધાય વિંધાય કાયા! તું વિંધાય એમ મારાં કર્મ વિંધાય.” (પ) કાયાદિ પરભાવના વફા નીચે દટાયેલ આત્મસમૃદ્ધિ તો જ પ્રગટ થાય કે જો આ ધરા ખોદાઈ પિંખાઈ જાય. (૬) કીડીઓ બિચારી ભલે તૃપ્ત થાઓ. આ કાયા તો માટીનું ભાંડ, તે આમેય એક દી ફૂટી જનારી જ હતી, તો ભલે અત્યારે ફૂટો. (૭) આ જીવો બિચારા કર્મનો માર તો ખાઈ રહ્યા છે, તેથી દયાપાત્ર છે, તો મારે દયાપાત્ર પર દ્વેષ કરવાથી સર્યું. (૮) હું ઉપશમ-વિવેક-સંવરમાં છું. કાયાની મમતા મારે નથી, કાયા મારો પરિગ્રહ નથી, તો એના પરના આક્રમણમાં મારે ઘેવાઈ જવાનું શું ? મારે તો સંવર, મમતા ઠેષ વગેરે આશ્રવ પર ઢાંકણ જ સલામત રહો. - ચિલાતીપુત્રને જિનવચનથી આ સમાધાનો મનમાં રમતાં હતાં, તેથી મનને જરાય દુઃખ નહોતું. પણ આ જિંદગીમાં પહેલી જ વારના મળેલા આ નાનકડા જિનવચનના પ્રભાવનું કારણ પૂર્વ જીવનમાંના જિનવચનના ભરપૂર પરિચય-પરિશીલન હતા. માટે આ વાત છે કે દ્વાદશાંગી શ્રુતમાંથી ઘણું નષ્ટ થઈ જવા છતાં જે આજે અલ્પ પણ મળે છે એનાં શ્રવણ-મનન-પરિશીલનનો ખૂબ અભ્યાસ રાખો. જિનવચનના આ અભ્યાસને જીવનમાં મુખ્ય બનાવવાથી ભવાંતરમાં એ સુંદર જવાબ આપશે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્રી ભગવતી સૂત્રમાં શું છે ? A વર્તમાનમાં મળતા શ્રુતમાં અંગસૂત્રો ૧૧, ઉપાંગ ૧૨, છેદ ૬, મૂળ ૪, પન્ના ૧૦ અને નંદી-અનુયોગ ર એમ ૪૫ આગમ છે, એના પર નિર્યુકિત-ભાગ્ય-ચૂર્ણટીકા, એ મળી પંચાંગી આગમ બને છે. ઉપરાંત ઉપદેશમાલા, પ્રશમરતિ, સન્મતિતર્ક, અનેકાંતવાદ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે અનેકાનેક શાસ્ત્રો એ પણ શ્રત છે. આમાં ૧૧ અંગસૂત્રો પૈકી પહેલું આચારાંગ, પછી સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, બાદ પાંચમું અંગ વિવાહપન્નતિ એજ શ્રી ભગવતી સૂત્ર કહેવાય છે. આના પર અહીં વ્યાખ્યાન કરવાનાં છે. શ્રી ભગવતી સૂત્રમાં અનેકાનેક વિષયો પર ગૌતમસ્વામિજી વગેરેના પ્રશ્નો છે, અને પ્રભુશ્રી મહાવીર દેવના એના ઉત્તરો છે. એમાં ભરચક મસાલો છે. વિજ્ઞાનની જ્યાં ચાંચ ખૂંચે નહિં, એવા પદાર્થો એમાં બતાવ્યા છે. એમ જે વાત વિજ્ઞાન આજે સાબિત કરે છે એ વાત અહીં અઢી હજાર વર્ષ પૂર્વે કહેવાઈ ગયેલી પડી છે. એ બધી વાતો મહાબુદ્ધિવિધાનોથી મનાતી સ્વીકારાતી આવી છે. શું શાસ્ત્રોમાં લખી નાખી એટલા માત્રથી માની લેવાની ?હા અનંતજ્ઞાની વીતરાગ ભગવાનથી કહેવાયેલી છે, સર્વજ્ઞવચન છે, માટે અજ્ઞાન એવા આપણે અવશ્ય માની લેવાની. કહે છે “આજે બુદ્ધિવાદનો યુગ છે એમાં એમ કેવી રીતે મનાય?' પણ ખરો બુદ્ધિવાદ તો પૂર્વે હતો કે જ્યાં સનાતન કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા ચેતન તત્ત્વને મુખ્ય નજર સામે રાખીને સચોટ સૂક્ષ્મ તર્કના આધાર પર વસ્તુનિર્ણય કરાવામાં આવતો. આજ તો નજરમાં જડને જ મુખ્ય રાખી વિચાર કરાય છે. ત્યાં વિકસ્વર બુદ્ધિવાદ શાનો? મુદ્દામા ચેતન તત્ત્વનું જ વિસ્મરણ કરીને વિચાર કરાય તે શું બુદ્ધિનો ઉપયોગ છે? જુઓ વિચારો કે વિજ્ઞાનની વાતો થાય છે એ વખતે ચેતન આત્મા એના ભાવો અને ઈદ્રિયાદિ આશ્રવો એથી એના પર કર્યજૂથનાં સર્જન-બંધન,એના વિપાકમાં આ ચતુર્ગતિમય સંસારમાં આત્માની દુઃખદ દુર્દશા વગેરે કશું લક્ષમાં ખરું? આટલા મહાઅગત્યના અને જડ પર અસર કરનારા આત્મતત્ત્વ પર દ્રષ્ટિ જ નહિ એ શું વિકસિત બુદ્ધિનો યુગ છે? કે જ્યારે એ લક્ષમાં રાખીને વિચાર થતો હતો, એ બુદ્ધિયુગ? પરંતુ એમ કહો કે આજના બુદ્ધિવાદનો અર્થ એવો છે કે પ્રત્યક્ષ દેખાય એના પર વિચાર કરવાનું માને. ત્યારે શું જગતના પદાર્થ બધા જ ચર્મચક્ષુથી દેખાય એવા જ છે? કે અતીન્દ્રિય પદાર્થો પણ છે? એનું ઉઠાંતરૂં કરાય એ શું બુદ્ધિનો ઉપયોગ છે? Page #65 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન વિજ્ઞાને ચક્ષુથી પ્રત્યક્ષ કરવા માટે અણુનું વિભાજન કર્યું, એમાં ન્યુક્લીયર વિજ્ઞાનથી ઇલેકટ્રોન પ્રોટોન વગેરે ૯૨ તત્ત્વ શોધી કાઢયા,અને એને છેલ્લા અવિભાજ્ય પદાર્થ માન્યા. ત્યારે પ્રશ્ન થાય કે, “અણુ' એટલે શું? પરમાણું જ ને? પરમાણુ ,”એટલે તો છેલ્લામાં છેલ્લો અવિભાજ્ય અંશ; એનું પછી વિભાજન થઈ શકે ? અને જો થાય, તો એમાં સમાવિષ્ટ મળતાં અંશને જ અણુ કહેવો? કે એ અંશોના જૂથને ? જૈન તત્વજ્ઞાને તો હજારો વર્ષ પૂર્વેથી આ વિજ્ઞાન આપ્યું છે કે અનંતા સૂમ નૈૠયિક અણુનો એક વ્યાવહારિક અણુ બને છે. વિજ્ઞાને નવું શું કહ્યું? આજે શોધો આવિષ્કારોથી પ્રગટ કરાતા પદાર્થ કરતાં કેટલાય સૂક્ષ્મ પદાર્થ શ્રી તીર્થકર ભગવાને પોતાના કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ કર્યા છે, અને જગતને ઉપદેશ્યા છે. (૧) વિજ્ઞાન તો સંશોધનથી આજે નવી જેવી વાત કહે છે કે “હાઈડ્રોજન ઓક્સિજન વાયુના મિશ્રણી પાણી બને છે. પરંતુ જૈન દર્શન તો પ્રાચીન કાળથી કહેતું આવ્યું છે કે વાયુ એ પાણીની યોનિ છે.વિજ્ઞાને કયાં નવું શોધ્યું? (ર) વિજ્ઞાન દાવો રાખે છે કે “અમે વનસ્પતિમાં જીવ અને એની વિવિધ લાગણીઓ હોવાનું નવું શોધી કાઢ્યું,” પરંતુ જૈન તત્વજ્ઞાન તો હજારો લાખો વર્ષ પૂર્વે માત્ર વનસ્પતિ જ નહિ, કિંતુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ પણ જીવનાં શરીર હોવાનું કહેતું આવ્યું છે, અને જીવ-ચૈતન્યશક્તિનાં લક્ષણ આહારગ્રહણ, શરીરવર્ધન, ઘાં-પૂરણ વગેરેથી એ જીવશરીર હોવાનું પુરવાર કરે છે. એમાંથી જીવ નીકળી ગયા પછી તેવાં નિર્માણ નથી બનતા એ હકીકત પૂર્વાવસ્થા-અનંતર અવસ્થા વચ્ચે તફાવત સૂચવે છે. વિજ્ઞાને શી નવી વાત કહી? (૩) વિજ્ઞાને ફોટોગ્રાફી શોધી. શું એ નવા જ તત્ત્વનો આવિષ્કાર છે? જૈન તત્ત્વજ્ઞાન તો પરાપૂર્વથી કહેતું આવ્યું છે કે પુગલમાંથી છાયાણ નીકળ્યા જ કરે છે, બરાબર તેવા તેવા રંગના. વિજ્ઞાને ફોટોગ્રાફિક પ્લેટ-ફિલ્મ ઉપર એને પકડવાનું કર્યું. પણ એનું તત્ત્વ તો સર્વજ્ઞ ભગવાને કહેલું જ ને? પૂછો, પ્ર. - તો પછી જો સર્વજ્ઞ બધું જ જાણતા હતા તો માત્ર છાયા બતાવીને એ ઝીલવાની ફોટો-પ્લેટ કેમ ન બતાવી? ઉ. - એટલે શું એમ કહેવું છે કે એ છાયા જાણતા હતા અને ફોટાની પ્લેટ કેમ બને એ નહોતા જાણતા? એવું કાંઈ નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં કશું અજ્ઞાત નથી. માત્ર એ જોતા હતા કે આવું અણુનું વિશ્લેષણ અને એમાંથી ઉત્પન્ન થતી ઈલેક્ટ્રિસીટી, ટેલીફોન, ટેલીવિઝન, રેડિયો, ફોટોગ્રાફ વગેરે તો જીવોના Page #66 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન E અહિતમાં છે, વિલાસી વૃત્તિના પોષક ને ઇન્દ્રિયોને મહેકાવનારા તથા આત્મદ્રષ્ટિ પરલોકદ્રષ્ટિ વગેરેથી દૂર પાડનારા છે. માટે જગતના બચાવ અર્થે એ બધું જાણતાં છતાં બતાવ્યું નહિ. પરંતુ મિથ્યાત્વનો કેફ હોય ત્યાં આ વાત નથી સમજાતી કે જ્ઞાનીઓએ કહ્યું નહિ બતાવ્યું નહિ માટે એ નહોતા જાણતા એમ નહિ. જાણતા તો હતા જ, પરંતુ જીવોનું અહિત ન થઈ જાય એટલા માટે બતાવ્યું નહિ; જીવોનું અહિત એટલા માટે કે જીવો અનાદિરૂઢ મોહની વાસનાઓથી ભરેલા છે, પાછા મૂઢ છે તેથી જડની આસક્તિને લીધે જડની વધારે સગવડ કરવા જતાં અહિત થાય એ સમજતા નથી. આજે દેખો છો ને કે યંત્ર, રેલગાડી, મોટર, વિમાન, ટેલીફોન, રેડિયો વગેરે વગેરેની સગવડો થવાથી, માણસની જરૂરિયાતો એટલે કે લોભ કેટલો વધ્યો છે? એ મેળવવા પાપ પ્રવૃત્તિ કેટલી બધી વધી પડી? સારા ગણાતા શ્રાવકો પણ રાત્રિભોજન કરતા થઈ ગયા છે ને ? ટેક્ષચોરી ધૂમ ચાલી પડી છે ને ? બજાર ધંધા અને બીજાને મળવા કરવાની બહુ લપમાં શ્રાવકનાં અનુષ્ઠાન પ્રતિક્રમણ-પૌષધ વગેરેની બેપરવાઈ કરી રહ્યા છે ને? આમ પાપપ્રવૃતિ કેટલી બધી વધી પડી? ત્યારે લક્ષ્મી અને જડસરંજામ વધાર્યા પછી એને સાચવવા પાછળ કેટકેટલા આર્તરૌદ્રધ્યાન, પાપવિકલ્પો, મમત્વના આવેશ, માયા પ્રપંચ વગેરે વધી પડયા છે? તો ભોગવવામાં લંપટતા મદ-અહંકાર વગેરે કેટલા? આજે તો સામાન્ય સ્થિતિના માણસોને ય ઉદ્ભટ ભોગ સુલભ થઈ ગયા! ત્યાં આત્માની કેટલી બધી દુર્દશા? પૂર્વના કાળે લક્ષ્મી તો હતી, પરંતુ વિજ્ઞાને શોધેલ સગવડો નહોતી એ વખતે જીવનમાં જડના વિચારવાણી-વર્તાવ કેટલા ઓછા ને આજે કેટલા ફાલ્યા-ફૂલ્યા? એ તફાવત લક્ષમાં લઈએ તો સમજાઈ જાય કે જ્ઞાની ભગવંતોએ જાણવા છતાં આ ચીજો ન બતાવી એમાં જીવોનું હિત હતું. બાકી વિજ્ઞાને શોધી કાઢેલ વાતોનાં મૂળ જ્ઞાની ભગવંતે બતાવ્યા છે. ઉપરાંત પણ એવું એવું પદાર્થ સ્વરૂપ બતાવ્યું છે કે જેમાં એમને પ્રયોગ-અખતરા કરવા પડયા નથી, અને આજના વૈજ્ઞાનિકો હજી જેને સ્પર્શી શક્યા નથી, એવું એવું બતાવીને પણ એના પર મોહના ઉન્માદ નહિ કિન્તુ તત્ત્વદ્રષ્ટિ-જ્ઞાનદ્રષ્ટિ વધે એ રીતનાં નિરૂપણ કર્યા છે. શ્રી ભગવતી સૂત્રમાં એવી કેટલીક વાતો ભરી પડી છે કે જે જીવની તત્વદ્રષ્ટિને ખીલવે છે. એમાં વળી જીવનની કેટલીક સમસ્યાઓના ઉકેલ પડ્યા છે. આજના વિજ્ઞાનની એ તાકાત નથી. કેમકે દ્રષ્ટિ જ ખોટી છે. નહિતર જુઓને આજે કેટલીક દુઃખદ સમસ્યાઓ, સગવડો વધ્યા પછી ઊકલી જવાને બદલે કેમ અધિક વધી પડી ? અને તેથી અશાંતિ, અજંપો, ભય વગેરે શાથી ઉભરાઈ પડયા છે ? Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન આટઆટલી જંગી ઉત્પાદન કરી શકે એવી વિજળી, યંત્ર વગેરેની શોધથી તો ઊલટુ જીવનધોરણ ડાટ મોઘું થઈ ગયું ! મોંઘવારી, અછત, તે તે પ્રાંતના નિકાસ અંકુશ, બેકારી, હડતાલો વગેરે વગેરે સમસ્યાઓ આજે કેટલી બધી ઉભરાઈ ઉઠી છે ? મધ્યમ વર્ગ કેટલો રેંસાઈ રહ્યો છે ? આજના વિજ્ઞાન પાસે આના ઉકેલ જ ક્યાં છે ? મૂળમાં દ્રષ્ટિ જ ખોટી, એટલે વિકટ સમસ્યાઓ ઉકેલવાને બદલે દહાડે દહાડે નવી ઉભી કરે છે ! અનાદિના જડાસક્તિના સંસ્કારવારસાવાળા જીવોને જડની અધિકાધિક સગવડો અપાય ત્યાં જડની લોલુપતા ઔર વધે વધે અને તેથી કલેશ ન વધે એ કેમ બને ? વધે જ. ત્યારે જ્ઞાનીઓની દ્રષ્ટિ ચૈતન્યને મુખ્ય કરવાની; તેથી જડની ગુલામી ઓછી કેમ થતી આવે એજ મુખ્ય આશય. પછી એવી એવી બાબતો એવી વાતો બતાવી કે જેથી જડાસક્તિ વધવા ૫૨ ઊભી થતી સમસ્યાઓ ઊકલતી આવે. જ્ઞાનીઓનાં વચન મુજબ ચાલનારને જીવનમાં એવી સમસ્યાઓજ નહિ કે જીવને જે મુંઝવ્યા કરે. અરે ! એ વચનને સચોટ માથે ધર્યા પછી ય ઘણું ઉકલી જાય છે, ત્યારે આચરણમાં ઉતારી દીધા પછી તો પૂછવાનું જ શું ? આજે ‘જૈન' નામ ધરાવવા છતાં અને ‘અમે જિનને માનીએ છીએ' એવો દાવો રાખવા છતાં જિનવચનને સચોટ માનવાનું એકમાત્ર એના પર અવિહડ શ્રદ્ધા ધરવાનું મોંઘું થઈ ગયું છે. એટલે જડ વિજ્ઞાનની વાતોમાં મુંઝાઈ જવાય છે. અને જીવનમાં કેટલીક સમસ્યાઓનો ભોગ બનાય છે. નહિતર ચંદ્રલોક પરના ઉતરાણની કે બીજી ગમે તેવી વાતો આવે એમાં મુંઝાવાનું શું હોય ? એમ, ‘અરે ! આટલી જાલિમ મોંઘવારી ? આ શું થવા બેઠું છે ? ક્યાં સુધી આ ચાલવાનું ?... આ ભાઈ કેમ વાંકો ?.... પત્નીનું કેમ દિલ ઓછું થઈ ગયું છે ?... પાડોશી કેમ પૂંઠે પડયો છે ?... શ્રાવકો કેમ એક બીજા પર ચડા-ઉતરી કરે છે ?.... સંઘમાં કેમ અરાજકતા જેવું દેખાય છે ?.... ‘વગેરે વગેરે સમસ્યાઓ કેમ ચિત્તને કોર્યા કરે ? કેમ એનાં માત્ર રોદણાં જ ગાયા કરવાનું થાય ? વરસોના વરસો જવા છતાં સમસ્યા ઊકેલવાનું બને નહિ અને બદબોઈ ગાવાનું એવું ચાલ્યા કરે કે જેમાં બીજાના દિલ પણ નિંદા, અવગણના, તિરસ્કાર ભર્યા બનાવાય ? કેમ આવું બધું ચાલે ? કહો, જિનવચન ૫૨ સર્વેસર્વા શ્રદ્ધા નહિ, ને વિજ્ઞાનના આવિષ્કાર તથા એની સાથોસાથ શરૂ થયેલ. નવી જીવનપદ્ધતિઓનાં અંજામણે અંજાઈ જવાનું બને.જેને મહત્વ આપવાનું બન્યા કરે, એટલે પછી પહેલાં કહ્યાં તેવા ચિત્તસંતાપો કર્યા ક૨વાનું અને બફારા કાઢવાનું બને એમાં નવાઈ નથી. નહિતર, જો જડનાં આકર્ષણ એવાં ન રાખ્યા હોય, અને જિનવચનને સર્વેસર્વા માન્યા હોય, તો બહાર સંઘમાં દોષ પ્રસર્યાની બૂમ મારતા પહેલાં જાતે તો એવા દોષોથી બચે ને ? જિનવચને ફરમાવેલ અમૂઢ દ્રષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન $3 વાત્સલ્ય અને પ્રભાવનાના મર્મને ચિત્તપર લે કે નહિ ? જીવનમાં એને ઉતારવાનું કરે જ ને ? એ દર્શનાચારો જો ઝગમગતા જીવાય તો પછી બોલ ઉકરડાના કઢાય કે ઉદ્યાનના ? જિનવચન પર જ મદાર રાખ્યો હોય તો મોંઘવારીની સમસ્યા શી ? રોજના એના સંતાપ અને બખાળા શા ? કહે છે ‘અમે સંઘના હિતમાં બોલીએ છીએ,’ પણ વિચારવાનું છે કે એમ વર્ષો સુધી બોલીને એ સમસ્યા ઊકેલી ? આજે મોંઘવા૨ીમાં કપરી સ્થિતિ અનુભવતાનાં દિલ ઠાર્યા? અને શ્રીમંતોને ઉદાર તથા સમસ્યા ફેડનારા બનાવ્યા ? એ તાકાત તો વિજ્ઞાનમાં અંજામણ અને નવી જીવન પદ્ધતિઓનાં આકર્ષણ હેઠાં મૂકી જિનવચનને મહત્વ આપવાનું કરાય તો બને. જિનવચન તો કહે છે, તે આજના વિષમ યુગમાં આવી પડવાથી સમજાય છે કે પુણ્ય કાચાં છે, એટલે પછી પરિસ્થિતિ એવી જ જોવા મળે. પરંતુ જીવન જો વ્રત-નિયમ, સંયમન, અને બહુ ઓછી જરૂરિયાતોવાળું તથા લહેલાટ-લોકસંજ્ઞા અને લાલસાઓ વિનાનું બનાવાય, તો ઘણી સમસ્યા ઉકલી જાય. જિનવચન તો જીવન અગવડમાં મૂકાય એના કરતાં મન દુર્ધ્યાન-સંતાપ-સંકલ્પ વિકલ્પોમાં રહ્યા કરે એ બહું ખતરનાક કહે છે, દુ:ખદ દુર્ગતિદાયક, અને શુભ ગુમાવી અશુભ ભાવોના અનુબંધ પોષનારૂ કહે છે. એના ડરવાળો તો એ દુર્ધ્યાન આદિથી બચવાનું પહેલું કરે. એ બચવા માટે જિનવચનનું જ આલંબન પકડે; સમજે કે ‘સોંઘવારી વગેરે માલ પુણ્યનાં નાણા પ્રમાણે મળે, પુણ્ય દુબળું તો માલ પણ એવા જ પ્રાપ્ત થાય. છતાં મને જે બીજી બાજુ આવા અરિહંત પરમાત્મા વિશુદ્ધચારિત્રી સદ્ગુરુઓ અને લોકાત્તર જિનશાસન મળ્યું છે એ અપૂર્વ નિધાન છે, કોહિનૂર હીરા મળ્યા છે પછી કાચના ટૂકડા બે રાશિ મળ્યા પર ખેદ શાનો ? મોંઘવારી તો આખા જગતને પીડી રહી છે, પણ મને જૈનધર્મની આરાધના મળી છે એ મારૂં મહાન અહોભાગ્ય છે, તો એને જ મુખ્ય રાખું.’ આમ જિનવચન આ સમસ્યાનો ઉકેલ લાવી આપે છે. ત્યારે ભાઈ કે પાડોશી વગેરેની વાંકાશની સમસ્યા પણ જિનવચન એવી ઉકેલી આપે છે કે પહેલાં તો જિનવચનના આધારે પોતાના દિલમાં મૈત્રી-કરુણા-પ્રમોદ અને માધ્યસ્થની ભાવનાઓ અને એ ભાવો એવા મહેકાવતા જવાય કે એની સામા પર જબ્બર અસર પડે. સામો જીવ બિચારો કદાચ ભારે કર્મથી પીડાતો હોય તો ભલે એની ઉપર અસર ‘ન’ પડી, તોય એની ભાવદયા વિચારવાનું થાય અને પોતાને પોતાનાં અશુભ કર્મનું જ પરિણામ નડતું માની એના નિવા૨ક અરિહંત પ્રભુનું વિશેષ શ૨ણ-સ્મરણ-ભક્તિ થાય. પછી સમસ્યા ક્યાં ઊભી રહે ? Page #69 -------------------------------------------------------------------------- ________________ t ને શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન આ જ વાત છે કે જડવિજ્ઞાનના પલ્લે ન પડાય, એનાં આકર્ષણ-મૂલ્યાંકન ન કરાય, અને જિનવચન પર જ અથાગ બહુમાન ધરાય, તો જીવનની કઈ સમસ્યાઓનો ઉકેલ આવે. જિનવચન શ્રદ્ધા ગણધર મહર્ષિઓ અને પ્રખર શાસ્ત્રકાર આચાર્ય ભગવંતો કમ બુદ્ધિના નહોતા, મહા બુદ્ધિનિધાન હતા એમ એમનાં શાસ્ત્રો કહે છે. છતાં એમણે પણ એકજ વાત રાખી હતી કે “તમેવ સર્ચે નિસ્સેકં જ જિPહિં પવેઈઅં” “જે જિન ભાખ્યું તે નવિ અન્યથા” એવો દ્રઢ રંગ રાખ્યો હતો. જિનવચનને ટંકશાળી સત્ય માનતા હતા. શ્રી ભગવતી સૂત્રમાં અને એની ટીકાગ્રંથમાં આ સ્પષ્ટ દેખાય છે. એનું કારણ મૂળમાં પુરુષ વિશ્વાસ. કહેનાર કોણ છે? વીતરાગ સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુ એ સાચા આમ પુરુષ છે. જગત પર એકાંત કરુણા વરસાવનારા, તત્ત્વ સંબંધમાં લેશમાત્ર અજ્ઞાનતા મૂઢતા વિનાના અને સ્વયં રાગ-દ્વેષાદિ દોષોથી તદ્દન મુકાયેલા માટે પુરુષ-વિશ્વાસે વચનવિશ્વાસ; એ ન્યાયે એમનાં વચન પર અનન્ય અને અથાગ શ્રદ્ધા કરવાની. સમર્થ બુદ્ધિનિધાનોએ જો જિનવચન પ્રમાણ કર્યું તો આપણે કોણમાત્ર? અલબત ભગવતીસૂત્રમાં તર્ક દલીલો આવે છે, એથી વાત દિલને જી જાય, છતાં પણ બધે જ કાંઈ દલીલ ન મળે. એટલે પછી ત્યાં શું અશ્રદ્ધા કરવાની ? ના, વચન પ્રમાણ જ કરવાનું. ગણધર ગૌતમસ્વામીજી જેવાએ વચન પ્રમાણ કર્યું તો આપણે પણ એ જ કરીએ. પ્ર. - તો પછી પ્રભુનાં શું લોક અંગેના વચનો કે આવાં નરકસ્થાનો છે, આવા દેવલોક છે, વગેરે, તે શું એમજ માની લેવાય? આજે ચંદ્રલોક અને મંગળલોકની તો વૈજ્ઞાનિકો જુદી વાત કરે છે. ઉ. - પ્રભુના વચન જરૂર માની લેવા જોઈએ. વિજ્ઞાનની વાતો તો દહાડે દહાડે ફરે છે. ૨૫-૫૦ વરસ પહેલાં કેવી વાતો હતી ? ને આજે કેવી છે ? ગુરુત્વાકર્ષણના નિયમ પર કેટલો બધો મદાર હતો ! ત્યારે પ્રો. આઈન્સ્ટાઈનની Theory of Relativity સાપેક્ષવાદ અને પરસ્પર સંબંધના સિદ્ધાન્ત એમની માન્યતાઓને કેવી ફેરવી નાખી ? વૈજ્ઞાનિકોનાં સંશોધન અધુરાં છે, અને સદા અધુરા રહેવાના. માટે એના પર મદાર ન બાંધતાં જિનવચન પર જ મદાર બાંધવા જેવો છે, જે ત્રિકાળસત્ય છે. ભલે એની નરક-દેવલોક જેવી વસ્તુ પ્રત્યક્ષ ન દેખાય, પરંતુ જ્યારે પહેલાં કહી તેવી અણુ-પરમાણુની વાત, છાયાપુદ્ગલની વાત, શબ્દપુદગલની વસ્તુ, પાણીની યોનિભૂત વાયુની હકીક્ત વગેરે વિજ્ઞાન-સંશોધનથી સાચી પડે છે, તે ઉપરાંત પણ બીજી કેટલીક કર્મફળ વગેરેની વાતો, તેમજ જીવનને Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન મહા શાંતિ-સ્તુર્તિભર્યું બનાવનાર વ્રત-નિયમ દેશવિરતિ-સર્વવિરતિની વાતો પ્રત્યક્ષસંગત કે બુદ્ધિસંગત બને છે, તો પછી બીજી અતીન્દ્રિય વસ્તુઓ પણ જિને કહેલી કેમ ન માની લેવી? સારી સુશીલ નિઃસ્વાર્થ માતાના કેટલાંક વચન પ્રત્યક્ષ હિતકર અને માતાની ભરપૂર પ્રેમલાગણી જોઈ બાળક એનાં બીજાં પણ વચન માત્ર શ્રદ્ધાથી માની લઈને જ મોટો થાય છે, ગુણિયલ થાય છે. તો અહીં જિનેશ્વર ભગવાન તો પરમ સુશીલ, પરમ નિઃસ્વાર્થ અને પરમજ્ઞાની છે, વળી આપણને કઠિન આરાધના માર્ગ બતાવતા પહેલાં એથી ય કઈ ગુણો મહા કઠિન આરાધનામાર્ગ એમણે સ્વયં આરાધ્યો છે, પછી કેવળજ્ઞાન પામ્યા બાદ જ એ ઉપદેશ કરે છે, તો પછી એમનાં સમસ્ત વચન કેમ જ ટંકશાળી સત્ય ન માની લેવાં? નહિ માનીએ તો દોરંગી દુનિયાના રવાડે ચડી ખુવાર થવાનું થશે ! અહીં પણ સાચી શાંતિ સ્વસ્થતા ઉન્નતિ નહિ, અને પરલોકમાં તો વાતેય શી? માટે ભગવતી સૂત્રમાં પ્રભુનાં વચન અટલ શ્રદ્ધા-બહુમાન અને જ્વલંત સંવેગ-ધર્મરંગથી સાંભળજો. જમાનાની અસર લેશો નહિ. નહિતર જો એ વચમાં આવી તો એમાં તો વિજ્ઞાનના ચમત્કારો, નવી ઉદ્ભટ જીવન પદ્ધતિઓ કષાયપ્રેરિત નવા સિદ્ધાન્તો વગેરે આવવાનું. એની અસર નીચે આવી જતાં મહાજ્ઞાનીઓનાં શાસ્ત્રની વાતો પર સંવેગ-ધર્મરંગ વધવાને બદલે કુતર્કો, કુ-વિકલ્પો, ઉપેક્ષાભાવ વગેરે ઊભા થશે. માટે આપણે તો એકજ વાત, કે જગતમાં તો કાળે કાળે પરિવર્તનો આવ્યાં જ કરે છે, એની વચમાંથી આપણે પસાર થવાનું છે. ત્યાં ત્રિકાળસત્ય જિનવચન જ પ્રમાણ કરીને ચાલવાનું. એ માટે પહેલાં કહ્યા તેવા મુદ્દાથી જિનવચન પર અથાગ શ્રદ્ધા રાખવાની. ફરીથી ગણી લો એ મુદ્દા. જિનવચન પર અનન્ય શ્રદ્ધા રાખવા આ વિચારો : (૧) જિનેશ્વર ભગવાને અસત્ય બોલાવનારા રાગ-દ્વેષ, મોહ-અજ્ઞાન વગેરે દોષોનો સદંતર નાશ કરી એ વીતરાગ સર્વજ્ઞ બનેલા છે. માટે એમને અસત્ય બોલવાને કોઈ કારણ નથી. તેથી જિનવચન પ્રમાણભૂત છે. (૨) મહાબુદ્ધિનિધાન મહર્ષિઓએ જિનવચન ઝીલ્યા છે, અને સાંગોપાંગ પ્રામાણિત કર્યા છે, તો અજ્ઞાન-મૂઢ એવા આપણા માટે તો જિનવચન સુતરાં પ્રમાણ હોય. ગૌતમસ્વામી હરિભદ્રસૂરિ મહારાજ વગેરે કયાં ઓછા વિદ્વાન હતા? એમણે જિનવચનને સર્વેસર્વા પ્રમાણ કર્યા, તો આપણે શું એમના કરતાં વધારે વિદ્વાન અને બુદ્ધિમાન છીએ તે જુદા વિચાર કરીએ? (૩) મોટા ચક્રવર્તી રાજામહારાજા અને શેઠ શાહુકારોએ જિનવચનને સંપૂર્ણ અપનાવ્યા છે, અને જીવન સોંપ્યા છે, તો પછી એમ કરવામાં આપણે શો વિચાર શી આનાકાની કરાય? Page #71 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી ભગવતીજી સુત્રવિવેચન (૪) જિનવચન સો ટચના સોનાની જેમ કષ, છેદ અને તાપની પરીક્ષામાં પૂર્ણ પસાર છે, માટે એ પ્રમાણભૂત જ હોય, એજ પ્રમાણભૂત માનવાનાં. એમાં i) “કષ-પાસ” એટલે સુયોગ્ય વિધિ-નિષેધ છે કે દાન-શીલ-તપ-ભાવના કરો, અને હિંસાદિ પાપસ્થાનક ન લેવો; (i) “છેદ-પાસ” એટલે એમાં એ વિધિનિષેધના પાલનને અનુકૂળ આચાર-અનુષ્ઠાનો અને યોગ્યતાના ગુણોનું પ્રતિપાદન છે, પણ નહિ કે વિધિનિષેધ કયાં, ને આચાર આદિ એથી ઊલટા! (iii) તાપ-પાસ” એટલે વિધિનિષેધ અને આચાર આદિ સંગત થાય એવાં તત્ત્વ-સિદ્ધાન્ત વર્ણવ્યા છે. દા.ત. સ્યાદ્વાદ-અનેકાન્તવાદનો સિદ્ધાન્ત હોવાથી આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. એમાં નિત્ય હોઈ જે દાનાદિ કરે છે, એ જ એનું ફળ ભોગવે છે, તેમ અનિત્ય હોઈ પહેલાં દાનાદિ ન કરવાની અવસ્થામાંથી હવે એ કરવા જોગી અવસ્થામાં પરિવર્તન પામી શકે. એકાન્ત નિત્ય જ હોય તો આ ન ઘટે,સંગત ન થઈ શકે. આમ જિનવચન ત્રિવિધ પરીક્ષામાં પાસ હોવાથી પ્રમાણભૂત જ છે. (૫) જિનવચનોમાં પરસ્પર વિસંવાદ નથી. જૈન શાસ્ત્રોમાં એક જગાએ અમુક કહ્યું ને પછી બીજે ક્યાંક તેથી વિરુદ્ધ જ બતાવ્યું, એવું નથી. જિનવચનો અ-વિસંવાદી છે, પરસ્પર મેળવાળા છે, વિરોધરહિત છે. (૬) જિનવચનમાં કોઈએ ન બતાવી હોય એવી કેટલીક વાતો પ્રત્યક્ષસંગત મળે છે, તો પછી એની બીજી અતીન્દ્રિય વાતો પણ માન્ય જ કરવા યોગ્ય હોય. માટે સમસ્ત જિનવચન પ્રમાણ છે. (૭) જિનવચન (અ) પૂર્વે કહ્યું તેમ વસ્તુમાત્રને અને એના ઘર્મ તથા કાર્યને ન્યાય આપે એવા અનેકાંતવાદાદિ સિદ્ધાન્તને કહેનારાં છે, તેમજ (બ) ઠેઠ પૃથ્વી કાયાદિ એકેન્દ્રિય સૂક્ષ્મ જીવો સુધીના જીવોની તેમજ અજીવ-પુણ્યપાપ-આશ્રવસંવર વગેરે તત્ત્વની ઓળખાણ કરાવે છે. અને (ક) એ જીવોની ભરપૂર-સંપૂર્ણ દયા, મન-વચન-કાયાથી એની હિંસા ન કરવા, ન કરાવવા અનુમોદવારૂપે અહિંસા આદિ કર્તવ્યોનું પ્રતિપાદન કરે છે. જે આ સિદ્ધાન્ત જીવાદિ પરિચય અને કર્તવ્યોનું વિધાન બીજે નથી; વળી (ડ) અન્યત્ર અલભ્ય કર્મવિજ્ઞાન, પદ્રવ્ય વિસ્તાર, અણુવિજ્ઞાન વગેરે પ્રરૂપે છે. માટે એવાં અકાટય સિદ્ધાન્ત, સંપૂર્ણ જીવાદિ તત્ત્વ, કર્મવિજ્ઞાનાદિ અને વ્યાપક અહિંસાદિ કલ્યાણ કર્તવ્યને કહેનારાં જિનવચન ટંકશાળી પ્રમાણ છે. (૮) જિનવચન આત્માના ઉત્થાનનો ક્રમ વ્યવસ્થિત બતાવે છે. ૧લા ગુણસ્થાનકથી ૧૪મા ગુણસ્થાનક સુધીનો યુક્તિસિદ્ધ ઉત્થાન-ઉત્ક્રાન્તિનો માર્ગ બતાવે છે; એમ અપુનબંધક માર્ગાનુસારિત્વ, સમ્યક્ત દેશવિરતિ વગેરે સાધનાઓનાં ક્રમને યથાસ્થિત રજૂ કરે છે, માટે એવાં જિનવચન પ્રમાણ જ હોય. Page #72 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી ભગવતીજી પુત્ર વિવેચન E ૧૦ | (૯) જિનેશ્વરનાં વચન એમના જેવા પરમેશ્વર થવાનો માર્ગ બતાવે છે, માટે એ નિઃસ્વાર્થ-વચન હોઈ પ્રમાણભૂત છે. બીજે ક્યાંય આ માર્ગદર્શન નથી; ત્યાં તો પરમેશ્વરપણાની સોલ એજન્સી અમુક જ વ્યક્તિને અપાઈ ગયેલી છે. બીજો કોઈ એવા પરમેશ્વર થઈ ન શકે. ત્યારે અહીં તો માર્ગ ખુલ્લો મૂકયો છે, એ માર્ગે ખુશીથી પરમેશ્વર થાઓ. માટે આ કહેનારાં જિનવચન પ્રમાણ બને છે. (૧૦) જિનવચનને જ સાંગોપાંગ રૂપે મોટમોટા ચક્રવર્તી રાજામહારાજા અને મહારાણીઓ તથા બુદ્ધિનિધાન મંત્રીઓ ને શેઠશાહુકારોએ અતુલ સમૃદ્ધિ સત્તા સન્માનને ત્યજી દઈ જીવનમાં અપનાવ્યા છે. જિનવચનને અણીશુદ્ધ અનુસર્યા છે, તો એવાં તારક એકાંત કલ્યાણકર જિનવચન પર શંકા લવાય જ કેમ? એને મુખ્ય બનાવ્યા વિના ચાલેજ કેમ? આવી આવી રીતે જિનવચનને “તમેવ સર્ચે નિસ્મક માની “એસેવ અટ્ટ પરમટ્ટ, સેસે સવૅ ખલુ અણિ'-“આ જિનવચનકથિત તત્ત્વપૂર્ણ મોક્ષમાર્ગ જ ઈષ્ટ છે, પ્રાચ્યું છે, અર્થ છે, પરમાર્થ છે, બાકી બધું અનર્થ-અનિષ્ટ-અપ્રાર્થ્ય છે,” - એવી અટલ શ્રદ્ધા ઊભી થવી જોઈએ, દ્રઢ બનાવવી જોઈએ. જેથી ન તો વિજ્ઞાનની શોધોના લેશ પણ અંજામણ થાય, કે ન તો વૈભવ-વિલાસના કોઈ મહત્ત્વ દિલને અડી જાય. પછી ભગવતીસૂત્રનું શ્રવણ થશે એ ખૂબજ ભાવભર્યું થશે. જ ૬. શ્રી ભગવતી સૂત્ર શ્રવણની શરતો : સાંભળેલું સ્વજીવનમાં લાગુ કરો : ઉછળતા ભાવથી સૂત્રશ્રવણ કરાય એનું પરિણામ આ આવીને ઊભું રહે કે એને પોતાના જીવનમાં ઘટાવવાનું થાય. સારા શ્રવણનું લક્ષણ આ છે કે એને જીવનમાં ઘટાવવાનું થાય, લાગુ કરવાનું થાય. આટલું ભવ્ય સૂત્ર, ને એનું શ્રવણ મળે, પછી જો પોતાના જીવનમાં એને યથાયોગ્ય લાગુ કરવાનું ન કરાય, તો સાંભળ્યાથી શુ પામ્યા? અનંતા શ્રવણ આમ જ નિષ્ફળ કર્યા છે કે એ સાંભળેલી વસ્તુ પોતાના જીવન સાથે કાંઈ જ લેવાદેવા રાખી નથી; કાં તો લક્ષ પુણ્યકમાઈ અને પૌલિક સમૃદ્ધિમાનપાન મેળવવા પર, કાં શૂન્ય મગજે શ્રવણ, અથવા જેવાં બીજાં શ્રવણ કોરા દિલના એવું આ પણ શ્રવણ! પરંતુ એથી શું વળે? ભવના ફેરા ન ટળે; આત્માનું ઉત્થાન કે શુદ્ધિકરણ ન થાય. એ તો મેલા આશયો કાઢી નાખી ભાવભર્યા શ્રવણ થાય તો ઊંચા અવાય. અને એવા ભાવભર્યા શ્રવણ માટે સૂત્ર પર જિનવચન પર ઊંચા આદર-બહુમાન જોઈએ. શાસ્ત્ર પર જેટલું બહુમાન એટલી એની વાતો જીવનમાં ઉતારવાનું થશે, અને એ બહુમાનનું માપ એના લેખન, ઊંચા દ્રવ્યોથી પૂજન વગેરે પર અંકાશે. માટે તો જાણવા મળે છે, કે સંગ્રામસોની અને પેથડશા મંત્રી આ પાંચમું અંગ શ્રી ભગવતી Page #73 -------------------------------------------------------------------------- ________________ * **** =શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન સૂત્ર સાંભળતાં ગૌતમ સ્વામીના ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરમાં મહાવીર ભગવાનના શ્રીમુખેથી જ્યાં જ્યાં “ગોયમા'! શબ્દ સાંભળવા મળતો, ત્યાં ત્યાં એકેક સોનામહોર સાથિયા પર મૂકતા ! આ શું છે ? શાસ્ત્ર સૂત્ર પ્રત્યે હૈયામાં ઉછળતા ગૌરવ બહુમાનને એમણે સોનામહોરથી પૂજનમાં સક્રિય કર્યું. ચરિતાર્થ કર્યું. બાકી તો શક્ય પૂજન વિનાનું બહુમાન તો બુંદી કોટાની ભાવના જેવું થાય. જેટલા પ્રમાણમાં વચન પર આદર-બહુમાન ઊંચા, એટલા ઉછળતા ભાવથી એનું શ્રવણ થશે. માટે તો જાણો છો ને કે “કાલે વિણયે બહુમાણે ઉવહાણે તહ ય અનિન્યવણે વંજણ અત્થ તદુભએ...” એ જ્ઞાનના ૮ આચારીમાં છઠ્ઠો નંબર સૂત્રનો સૂત્રપઠન-શ્રવણનો આવે છે ? પહેલું તો સ્વાધ્યાયનો કાળ સાચવો, પછી સૂત્ર અને સૂત્રપાઠકનો ભરપૂર વિનય અને બહુમાન ઊભું કરો, સૂત્રનું પુસ્તક જ્ઞાન આપે છે, જ્ઞાનદાતા એ ગુરુ કહેવાય. માટે પુસ્તક લઈ ભણવા બેસતાં, પહેલાં એને પગે લાગવું પછી ભણવાનું શરૂ થાય; આ વિનય. પુસ્તકને બગલમાં ન મરાય, કે એને માથા નીચે ઓશીકું ન બનાવાય, એને પગ ન અડાડાય, કે ભોંય ન મૂકાય, એ વિનય. એમ ગુરુનો વિનય સાચવવાની ભક્તિ બહુમાન કરવાના. ભક્તિ બાહ્ય સરભરાથી એને બાહ્ય બહુમાન કહેવાય. આંતર બહુમાન આંતર પ્રીતિ-ગૌરવ વસાવવાથી. એમ ચોથો જ્ઞાનાચાર ઉપધાન એટલે કે તપ, તપસહિત જોગ વહેવવાના. પાંચમો જ્ઞાનાચાર સૂત્ર અને ગુરુનો કદી અપલાપ ઈન્કાર નહિ કરવાનો. અવસર આવ્યે ઉપકારી ગુરુનો નિર્દેશ કરતાં શરમ કે નાનમ નહિ લાગવી જોઈએ. આ પાંચ પ્રકારનો જ્ઞાનાચાર પાળો પછી જ સૂત્રનો અધિકાર આવે, સૂત્ર ભણવાનું કરાય, આચારો પાળવા નથી અને સીધું પુસ્તક લઈ સૂત્ર ભણવા લઈ બેસાય એ અધિકાર-લાયકાત વિનાની ચેષ્ટા છે. એથી એ કાળ-વિનયાદિ આચારોથી દબાય એવા દોષો-સ્વચ્છંદતા, અવિનય-ઉદ્ધતાઈ, સંસાર બહુમાન, ઉપકારી ગુરુ તરફ કૃતજ્ઞ ભાવ, ને સુખશીલતા -એ ઊભા રહે છે. પછી એ તફડંચી સૂત્રવિદ્વતા મેળવી લે એ પચે ક્યાંથી ? એવી વિદ્વત્તા પર જ એ સ્વચ્છંદતાદિ દોષ વધુ ફાલવા-ફૂલવાના ! આ પરિણામ લાવે એને “જ્ઞાન” કહેવાય કે “મહાઅજ્ઞાન' ? શાસ્ત્ર કહે છે, તજ્ઞાનમેવ ન ભવતિ યદ્ગિદિતે વિભાતિ રાગગણ ' એ જ્ઞાન જ નથી કે જેના ઉદયમાં રાગાદિ દોષ સમૂહ ઝળકતો રહે.' સૂર્યના કિરણ પ્રસર્યા પછી અંધકાર શાનો ટકી શકે? જ્ઞાન તો સૂર્ય છે, એનો પ્રકાશ &યપટ પર પાંગર્યા પછી રાગાદિ અંધકાર શી રીતે ઊભો જ રહી શકે? ગુરુવિનય-ગુરુબહુમાનાદિ આચારોનાં ઘરખમ પાલન વિના એમજ જ્ઞાન ભણનારા અને ભણી રહેલામાં આ દેખાય છે કે Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન રાગ આદિ દોષો એમજ તાંડવ ખેલતા હોય છે. પૂજ્ય પ્રત્યે વિનય-બહુમાનાદિ વિનાનું તે કાંઈ જીવન છે ? એ આચારોની પરવા નહિ એટલે સહેજે કષાયો અને સ્વચ્છંદચારિતા ફાલેફૂલે. એક નવકાર સૂત્રનો પાઠ પણ આ પાંચ આચાર પાળીને લેવાનો છે. શ્રવણની શરતો એટલાજ માટે શ્રી ભગવતી સૂત્રનું શ્રવણ આ આચારોના પાલન પૂર્વક કરવાનું છે, એ ન ભૂલશો. શ્રવણની આ એક શરત છે. શુશ્રુષા-શ્રવણું ચૈવ ગ્રહણ ઘારણું તથા 1 ઊહાડપોહોડર્થ વિજ્ઞાન તત્ત્વજ્ઞાનં ચ ધીગુણાઃ ॥ ૧. સાંભળવાની ઇચ્છા, ૨. શ્રવણ, ૩. સંભળાતું સમજવું, ૪. સમજેલું લક્ષપૂર્વક ધારી રાખવું, ૫-૬. વિષય પર સાધક બાધક વિચારણા તે ઉહા અને અપોહ એમ કરીને, ૭ મનમાં પદાર્થનું સ્પષ્ટ ચિત્ર ખડું કરવું, ૮. એના પર તત્ત્વનો નિર્ણય, સિદ્ધાન્તની તારવણી કરવી. G શ્રવણની બીજી શરત એ કે બુદ્ધિના ૮ ગુણનો ઉપયોગ રાખીને શ્રવણ ક૨વાનું. બુદ્ધિના ૮ ગુણ આ. (૧) શુશ્રુષા જોઈએ. શ્રવણ કરવા આવતાં પહેલાં સાંભળવાની ઇચ્છા જોઈએ. મનને થાય કે ‘મારે તત્ત્વ-ઉપદેશ સાંભળવો છે.’ એ ધગશ ન હોય તો સાંભળતાં ઝોકાં આવે, ડાફોળિયા મરાય, બીજી વિચારણામાં ચડી જવાય અને તેથી વાસ્તવિક શ્રવણ ન થાય. (૨) મનનો ઉપયોગ રાખીને બરાબર શ્રવણ કરવું; જેથી એક અક્ષર પણ લક્ષ બહાર જાય નહિ. નહિતર આગળનું જે સાંભળવામાં આવે એનું પૂર્વ સાથે અનુસંધાન ન મળે. તેથી કદાચ ખોટું સમજાઈ જાય. (૩) શ્રવણ કરેલાનું ગ્રહણ કરતા ચાલવું જોઈએ. અર્થાત્ જે જે અક્ષર સંભળાય તેને સમજમાં ઉતારતા ચાલવું. ભલે સૂત્ર સાંભળવા મળે અને એને તરત સમજવાની આપણી તાકાત નથી, ‘તોય સૂત્રના આ આ શબ્દ બોલાઈ રહ્યા છે’. એટલી તો સમજ જાગતી રાખવી પડે. તો એ સૂત્રનું શ્રવણ કરતાં ગ્રહણ કર્યું કહેવાય, બાકી આપણી ભાષામાં એની પર વિવેચન ચાલે એ તો સમજમાં લઈ.શકાય. (૪) જેમ જેમ સમજમાં ઉતારતા જઈએ તેમ તેમ સાથે સાથે મનમાં એને ધારી રાખવું જોઈએ, એની ધારણા વ્યવસ્થિત કરીએ તો ઘેર લઈ જવા જોગું ભેગું કર્યું ગણાય, તે એની પર આગળના બુદ્ધિગુણ લાગુ થાય. એટલે શ્રવણ કરતા જઈએ સમજમાં લેતા જઈએ, એમ ચોક્કસ કરતા જઈએ કે આ મળ્યું, આ વિષય આવ્યો ! વળી થોડેક જઈને ધારણા પાકી કરીએ કે પહેલાં અમુક આવ્યું ને હવે અમુક ચાલે છે. એની પૂર્વ સાથે કડી જોડાય. એમ આગળ આગળ જો કડી જોડતા જઈએ તો અખંડ વ્યાખ્યાનનું ચિત્ર મનમાં અંકિત થાય; તે પછી એ યાદ આવે. Page #75 -------------------------------------------------------------------------- ________________ enossosareeswwwessessoms | શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન (૫) સાંભળી સમજી ધારી રાખેલ પર ઉહાપોહ કરવા જોઈએ. “ઊહ' એટલે એ વસ્તુ જ્યાં બરાબર લાગુ થાય ત્યાં એને કહ્યા પ્રમાણે પરિણામ આવે છે, એનું ચિંતન કરવું તે. “અપોહ' એટલે એ જ્યાં લાગુ નથી થતી ત્યાં એનું પરિણામ પણ નથી આવતું, - એનું ચિંતન. દા.ત. સાંભળ્યું કે “ક્રોધ કરવાથી અનર્થ ઊભા થાય, એ કથનને બહાર જગતમાં કોઈ દાખલામાં તપાસવું કે “એ પ્રમાણે બને છે ને?' એ ઊહ કર્યો કહેવાય. ત્યારે એ જોવું કે “જેણે ક્રોધ ન કર્યો, તો એ અનર્થ પણ ન પામ્યો ને?' એ અપોહ કર્યો ગણાય. (૭) એ પ્રમાણે ઊહાપોહ કરીને પદાર્થનો નિર્ણય કરાય તે અર્થવિજ્ઞાન નામનો સાતમો બુદ્ધિગુણ. દા.ત. ‘ક્રોધથી અનર્થ થાય' એ વાત નક્કી છે. (૮) એના પર તત્ત્વ, સિદ્ધાન્ત, રહસ્ય, તાત્પર્યને નક્કી કરવો એ તત્ત્વજ્ઞાન નામનો ત્યાં બુદ્ધિગુણ છે. એ દા.ત. પેલામાં નક્કી કર્યું કે “ક્રોધ એ ત્યાજ્ય છે.” એ તત્વજ્ઞાન. શ્રવણમાં ધારણા અને ઊહાપોહ બે બહુ મહત્ત્વના છે. સાંભળતા સાંભળતા ધારણા કરતા જઈએ તો મનમાં એ ટકેલા પર ઊહાપોહ થઈ શકે. તેમ ઊહાપોહ કરતા રહીએ તો સાર મળે, તત્ત્વજ્ઞાન હાથમાં આવે, હૃદયમાં પરિણમન થાય. ભગવતીસૂત્ર સાંભળવું છે ને? આ રીતે સાંભળવું જોઈએ. તો સુંદર ભવ્ય તત્ત્વો પામી જશો, જીવનમાં ઓતપ્રોત થશે,તમારા આત્મામાં પરિણમન પામશે, જે તમારા ચોક્કસ ઊર્ધ્વગામી બનાવ્યું જશે. વાત આ કે જિજ્ઞાસાપૂર્વક ચોક્કસ લક્ષ રાખી સાંભળતા જવાનું, એના પર સમજ અને ધારણા કરતા ચાલવાનું અને પછી ઊહાપોહથી પદાર્થનિર્ણય અને તત્વનિર્ણય કરતા જવાના. શ્રવણની ત્રીજી શરત ઃ આ રીતે શ્રવણ કરો તેમાં ત્રીજી શરત એ છે કે નિદ્રા વિકથા દૂર જ રાખવાની તેમજ ઈદ્રિયોને બીજી દિશામાંથી સંગોપી-સંકોચી રાખવાની, જેથી એ બીજા વિષયોમાં જઈ મનને ત્યાં તાણી ન જાય; અને અંજલિ જોડી સાંભળવાનું. નિદ્રાના અનર્થ : જો ઝોકા આવ્યાં તો રીતસર પગથિયા માંડી બહુ સરળ કરી સમજાવેલા પદાર્થ પણ એમજ ધ્યાન બહાર ચાલ્યા જશે, અને પછી એના પર મંડાયેલ પદાર્થની સમજ મનમાં નહિ ઉતરે, પછી ખોટું ખોટું લાગ્યા કરશે કે આ વિષય તો બહુ અઘરો. તેથી કદાચ આગળ સાંભળવા-સમજવા માટે અરુચિ ઊભી થશે, અને મુકાઈ જશે ! એમાં જો કોઈએ આગ્રહ કર્યો તો સંભવ છે કે અભાવ-દુર્ભાવ પણ થાય. એક નિદ્રા પાછળ કેટલા અનર્થ ઊભા થાય છે ! Page #76 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન વિકથાના અનર્થ : એમ, જો સાંભળતી વખતે અંદર અંદર વિકથા, કુથલી વાતો માંડી, તો ય નિદ્રાની માફક અનર્થ તો થવાના જ; ઉપરાંત વાચનાની અને વાચનાદાતા ગુરુની અવગણનાનું પાપ પણ લાગવાનું. કોઈ મોટા માણસને મળવા ગયા, ને એ તમને કાંઈક કહેતા હોય, એ વખતે વિકથા-વાતોચીતો કરો ખરા? કરો તો એ સામાને અપમાન જેવું લાગે કે નહિ? તો અહીં તો સુધર્માસ્વામીની વાચના છે, એની તરફ બેપરવાઈ કરી વાતચીતો કેમ કરાય ? વાચનાના અપમાનથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. જ્ઞાન લેવા આવો ત્યાં જ્ઞાનાવરણ તૂટવાને બદલે બાંધીને જાઓ એ કેટલી મૂર્ખાઈ ? કોઈ વાત કરાવવા આવે ત્યાં આ વિચારો કે “ લેવાના બદલે દેવાના થશે” જ્ઞાનાવરણકર્મ તૂટવાને બદલે બંધાવાનું થશે માટે વાતો નહિ જોઈએ. નહિ કરવાની; ન સાંભળવાની” એમ વાતોમાં થતી ગુરુની અવગણના પણ ગુરુ પ્રત્યેના બહુમાનને તોડી નાખશે. સાધુ કે આચાર્ય પ્રત્યેનું બહુમાન તૂટે, પછી “નમો આયરિયાણં' “નમો લોએ સવ્વસાહૂણં' જપો એની શી કિંમત ? પ્ર. - આટલા અનર્થ હોય તો તો સાંભળવા જ ન આવીએ એ સારું ને? ઉ. - શું સારૂં? એમાં તો એ બેપરવા કરી કે “ચાલો આપણે ગુરુસેવા ય ન જોઈએ, ને શાસ્ત્રશ્રવણ પણ નહિ.” આમ ગુરુસેવા અને શાસ્ત્રશ્રવણની બેપરવા કરાય, એ કેટલું મોટું પાપ ? પેલામાં તો આ બંનેની પરવા ગરજ ઊભી છે, વાતચીતોને લીધે થોડી અવગણના ઊભી થાય છે એટલું જ પાપ છે, ને એ પાપ પણ મનને સમજાવીને છોડી શકાય છે. ઇન્દ્રિય ચંચળતાના અનર્થ : ત્યારે ઇન્દ્રિયોને જો સંગોપી ન રાખો, તો એ ચળવિચળ થઈ કોઈ ને કોઈ વિષય તરફ ભટકશે. આંખ ક્યાંક જશે, કાન વળી બીજે, ત્યારે નાક કોઈ સુવાસ તરફ, તો સ્પર્શેન્દ્રિય કોઈ સ્પર્શ પરખવામાં પડશે... આના અનર્થ સમજો છો ? આવાં પછી કોઇ પણ શુભ યોગમાં સ્થિરતા જ નહિ આવે, ચંચળતા-ચળવિચળતા જ રહ્યા કરશે. ત્યારે યોગચાંચલ્ય એ મોટો દોષ છે. કેમકે મન શુભ યોગમાં બંધાતું જ નથી. પછી અનાદિના વિષયલુબ્ધ મનને વિષયોની રટણ-રમણતામાંથી શી રીતે બચાવી શકાવાનું હતું? શુભ યોગો શુભ ધર્મપ્રવૃત્તિઓનું પ્રયોજન એ છે કે એમાં મન બંધાવાથી વિષયરમણતા ઓછી થતી આવે, ને એના સંસ્કાર ઘસાતા જાય. પરંતુ જો યોગચાંચલ્ય જ રહ્યા કરે, તે પણ મહાન પુણ્યોદયે શુભ યોગસાધના કરવાનો અવસર મળ્યો ત્યારે પણ એવાં મનને જો બાંઘવું નથી, સ્થિર નથી કરવું, તો પછી શુભયોગ વિનાના કાળે તો બચવાનું રહે જ શાનું? અનાદિ વિષયલુબ્ધ મન વિષયોમાં ભટક્યા કરવાનું. એટલે જ યોગસ્થિરતા માટે ઈન્દ્રિયો સંગોપી Page #77 -------------------------------------------------------------------------- ________________ | ૭ર : અને શ્રી ભગવતીજી સૂત્રનવિવેચન રાખવી અતિ જરૂરી છે. તો સૂત્રશ્રવણ વખતે પણ અત્યંત આવશ્યક છે કે વિકથાદિથી સર્વથા દૂર રહી શ્રવણ યોગમાં મનને સ્થિર રખાય. નહિતર પછી એ વિકથા ડાફોળિયાં કે સંકલ્પ વિકલ્પની કુટેવ ૬ઢ બનવાથી ચંચળ મનથી કરાતી હજારો વર્ષની ય યોગસાધના જીવને ઊંચો નહિ લાવી શકે. આ વસ્તુ વર્ષોના એ રીતે સાધનારાઓમાં દેખાય છે કે એ વર્ષો પછી પણ ત્યાંના ત્યાં જ છે, એવા જ યોગચાંચલ્યવાળા છે. માટે નિદ્રા- વિકથા વગેરે ત્યજી દઈને એકાગ્રતાથી અંજલિ જોડી શ્રવણ કરવાનું. અંજલિ જોડી રાખવાથી સૂત્રવચન અને વક્તા ઉપર બહુમાન જાગતું રહે છે ને અનાદરદોષથી બચાય છે. શ્રવણની ચોથી શરત એ, કે સાંભળતા જવાય તેમ તેમ એને સ્વાત્મામાં લાગુ કરતા જવાય, ઘટતી અસર લેતા જવાય. શાસ્ત્રાશ્રવણનો આ ઉદ્દેશ છે કે શાસ્ત્રનાં વચનોનું હૃદયમાં પરિણમન થાય; હૃદય એના કહેલા ભાવથી ભાવિત થાય. શ્રવણની આ મોટામાં મોટી શરત છે, અતિ અગત્યની શરત. કેમકે, બીજી બધી શરતો પાળી સાંભળ્યું પરંતુ કહેલી વસ્તુનું જો હૃદયમાં પરિણમન ન કરવાનું હોય, દિલને એનાથી ભાવિત-વાસિત ન કરવાનું હોય, હૃદયમાં એની અસર ન લેવાની હોય, તો શાસ્ત્રોનાં કિંમતી વચનોનો લાભ શો ? જેટલો વખત શ્રવણમાં ગયો એટલો સમય બાહ્ય આશ્રવોથી પાપ કથલાથી બચ્યા એટલો જ? પછી હૃદય એની એ મિથ્યા મતિ, એના એ રાગ-દ્વેષ, મદ-તૃષ્ણા, વગેરેથી વાસિતનું વાસિત? એને કશો ધક્કો ન લાગ્યો ? એના પર કોઈ અસર ન પડી? પ્ર. સાંભળીએ એટલે અસર તો પડે જ ને ? ઉ. - ને, એવો કોઈ નિયમ નથી. નિર્ધાર હોય કે હું જે માનું છું અને કરૂં છું, એ બરાબર જ છે, તો સાંભળ્યાની કશી અસર ન થાય. તીર્થકર ભગવાનના સમવસરણમાં એવા કેટલાય પાખંડીઓ કુ-વાદીઓ મિથ્યામતિઓ બેસે છે, જે સાંભળે છે બધું, પરંતુ એની અસર લેવાની વાત નહિ. પાછા સાંભળીને બહાર જાય એટલે ભગવાનનાં વચનની સામે બખાળા કાઢે, એનું ખંડન કરે, લોકને સામે કુયુક્તિઓ ઘરી કહે “જિન વચને કહેલું ખોટું છે'. આમાં સાંભળ્યાંની ક્યાં અસર લીધી? મનમાં જો લોચા વાળે કે “ઠીક છે, આ બધું કહે છે તે તર્ક- દલીલના જોરથી કહે એટલે બરાબર સાચા જેવું લાગે, પણ એ તો બુદ્ધિનો-વાણીનો ચમત્કાર છે. બાકી આપણે જે દેખીએ-માનીએ છીએ એ બરાબર છે. શું આખી દુનિયા માનતી-કરતી હશે તે ખોટું ?' - આવા હિસાબ મનમાં રાખી મૂક્યા હોય, ત્યાં શ્રવણની શી અસર? જંગલમાંથી જતા મુનિએ સામેથી આવતા એક પાપી જીવને પાપથી બચાવવા ઉપદેશ આપ્યો, યાવત પાપની ભયાનકતા દેખાડવા એનો પૂર્વ Page #78 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન : ભવ કહ્યો. એ સાંભળીને પેલાને પૂર્વ જનમનું સ્મરણ પણ થઈ આવ્યું. ત્યારે હવે એ કહે છે, “વાહ જબરો જાદુગર ! જેવું બોલે છે, તેવું દેખાડી પણ આપે છે.' પરંતુ હું ક્યાં એમ ભોળવાઉં એવો છું ?' કહો અહીં આબેહુબ પૂર્વજન્મ યાદ આવ્યો, તો ય ક્યાં અસર લેવાની વાત રહી ? એટલે અસર તો લેવી હોય તો લેવાય, જુની પકડો મૂકવી જ ન હોય તો કશી જ અસર ન થાય. એવા કેટલાય ડોસા ડોસી હોય છે જે કહે છે, “મહારાજ કહે એ બધું માત્ર સાંભળવાનું, પણ કાંઈ લહેવાઈ જવાનું નહિ. કલેજું ઠેકાણે રાખી સાંભળીએ તો શાના ઊછળી પડાય?” બોલો હવે, આવાઓ રોજ ને રોજ સાંભળે છતાં સાંભળ્યાની શી અસર એને ? અસર થઈ જાય એને કાચાં કાળજાના ગણતા હોય, પછી એવા છોકરા જુવાનિયાને શાના સાંભળવા લાવે ? મૂઢતા તે કેટલી કે જિનવચનની અસર લે એના કાચાં કલેજાના ગણે? અને કશી અસર ન લે એ પાકું કલેજું? અરે ! પાકું કે ધિટું નિષ્ફર ? એવું કલેજું ઠેકાણે ગણાય ? કે ખસી ગયેલું ? અને સારી અસર લે એ ઠેકાણે આવ્યું કહેવાય કે કાચું કહેવાય ? પેલા મગર વાંદરાની વાત જાણો છો ને? મગર રોજ વાંદરાને પીઠ પર બેસાડી સમુદ્રની લહેર કરાવતો હતો, એમાં એક વાર સમુદ્રની વચ્ચે જઈ કહે છે, દોસ્ત ! આજે તારી ભાભીને તારું કલેજુ ખાવાની ઇચ્છા થઈ છે, તો કાઢી આપ.” - હવે વાંદરો શું કરે? જો ના કહે તો પેલો સમુદ્રમાં જ ડૂબાડી દે તો? ને હા કહે તો પેટ ફાટી મરવાનું જ આવે ને? પણ એ હોશિયાર હતો. ઝટ મગરને કહે છે, વાહ રે વાહ દોસ્ત! “ભાભીને બિચારીને કોક દિ' ઇચ્છા થઇ. તો તે પહેલાં ન કહ્યું? આપણે લઈને આવત ને? આજ ઝાડેથી ઠેકતાં મારૂ કાળજું ખસી ગયું, તે જઇને પડ્યું કાદવમાં. એટલે એને ધોઈને સૂકવ્યું છે ઝાડ પર. એ...પેલું દેખાય ઝાડ પર. ચાલ જલ્દી જઈને લઈ આવીએ.” મગર ભોળો, તે લઈ ચાલ્યો વાંદરાને કિનારે, વાંદરો ઝટ ઠેકડો મારી ચડી બેઠો ઝાડ પર. કહે છે, “જા મૂરખ જા, કાળજું મારું તો ઠેકાણે જ છે. તારું ખસી ગયેલું, તે કાળજું ખસવાનું સાચું માની લીધું ?' કહો જો કાળજું ઠેકાણે કોનું? ને ખસી ગયેલું કોનું? પાકું કોનું ને કાચું કોનું? સાચા યથાસ્થિત તત્ત્વ અને માર્ગ કહેનારાં જિન વચનની અસર લઈ પોતાની અસત્ માન્યતા ઘોરણોને તિલાંજલિ આપીને એને અંતરમાં ઉતારે એનું કલેજું ઠેકાણે ? કે પોતાનું ખોટું પકડી રાખી મહાદુર્લભ મળેલ સત્ય વસ્તુ ને જતી કરે એનું? Page #79 -------------------------------------------------------------------------- ________________ - - - --- - --- - - - - - મા છે. શ્રવણની છાયા જયણા જ = == વાત આ છે કે સાંભળીને તે સાંભળ્યાની અસર લેવાની છે. જીવનમાં ઘટાવતા જવાનું છે. કોરા તત્ત્વની વાત હોય તો એના પર અટલ શ્રદ્ધા થવા સાથે આલ્હાદ થાય કે “અહો ! સર્વજ્ઞ પ્રભુ વિના આ કોણ બતાવે? કેવો એમનો અનંત ઉપકાર કે આ તત્ત્વદર્શન કરાવ્યું !” એ તત્ત્વની વળી આપણાં જીવન પર એને અનુરૂપ જે છાયા પડવી જોઈએ તે છાયા પાડવાની. ત્યારે જો શ્રવણ કોઈ માર્ગનું મળ્યું તો એને આપણા જીવનમાં કેમ ઘટાવવું એ તો સમજાય એવું છે. તત્ત્વની છાયામાં, દા.ત., ભગવાને ભગવતી સૂત્રમાં એક સ્થાને બતાવ્યું છે કે વસ્તુનું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, ને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે.” અર્થાત્ દા.ત. ઘડો માટીમય તરીકે છે, અતિ, તો એ તરીકે છે જ, “નથી” નાસ્તિ નહિ. એમ સુવર્ણમય તરીકે નથી, નાસ્તિ, તો નથી, “અસ્તિ' નહિં. હવે આની છાયા શી લેવાની ? છાયા આ, કે વસ્તુ જે અપેક્ષાએ જેવી છે, એ અપેક્ષાએ, ભલે આપણને એ પ્રતિકૂળ હોય તોય, તેવી રહેવાની જ. દા.ત. બાપ છોકરાના જનક તરીકે બાપ છે જ, પછી ભલે એ એક કડક શિક્ષક જેવો હોય. તો છોકરાએ એ કડકાઈ દેખીને એમ ન મનાય કે “આ મારો બાપ નથી.” એમ બાપ એમના પિતાના પુત્ર છે એટલે છે જ. પછી પૌત્રને દાદા પૂજ્યના પણ પૂજ્ય જ છે. ભલે બાપ પુત્રની સગવડો વધુ સાચવતો હોય, તેથી કાંઇ પુત્રને દાદા પૂજ્ય તરીકે મટી જાય નહિ. તત્ત્વમાંથી છાયા લેવાની આ વાત છે. તત્ત્વનું શ્રવણ કોરે કોરું શું કામ જવા દઇએ? જીવનમાં એને યોગ્ય રીતે ઘટાવવું જોઇએ. “આત્મા નિત્યાનિત્ય છે. એ તત્ત્વ સમજવા મળ્યું તો એને જીવનમાં એમ ઘટાવી શકાય કે દુઃખ આવે, કષ્ટ આવે, તો ય આત્મા આત્મા તરીકે તો નિત્ય ઊભો જ છે. એનો એક પ્રદેશ પણ ખેરવાતો નથી. પછી મન બગાડવાનું શું કામ? શા માટે અધીરા અને દીન-રાંકડા બનવું? એમ વૈભવ-માનપાન મળ્યા ત્યાં આત્મા વૈભવી તરીકે અનિત્ય હોઈ ટકવાનો નથી, તો શા ગુમાન કરવા? દુઃખમાં દ્રવ્યદ્રષ્ટિ અને સુખમાં પર્યાયદ્રષ્ટિ રાખવામાં આવે તો ચિત્ત-સમાધિ જળવાઈ રહે, ખેદ-હર્ષ થાય નહિ. નિત્ય આત્મા પર દ્રષ્ટિ એ દ્રવ્યદ્રષ્ટિ કહેવાય, આત્માના પલટાતા ભાવ યાને અનિત્ય અવસ્થા પર દ્રષ્ટિ એ પર્યાયદ્રષ્ટિ કહેવાય. નિત્યાનિત્ય તત્ત્વ જાણવા-સાંભળવા મળે, તત્ત્વ દર્શન મળે, એમાંથી આ રીતે જીવનમાં ઘટાવવાનું કરી શકાય. Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ૧૫ ત્યારે પ્રભુએ કરાવેલ માર્ગદર્શન પર પણ જીવનમાં ઘટાવ્યા - ઉતાર્યા વિના એ શ્રવણ એમજ નહિ જવા દેવાનું. માર્ગ સાંભળ્યો કે જયણા એ કર્મબંધથી બચાવનારી છે માટે કર્તવ્ય છે, ત્યારે અજયણા એ કર્મબંધનું કારણ હોવાથી ત્યાજ્ય છે. એટલે આ માર્ગ બતાવ્યો કે જયણા સાચવો સાવધાની રાખો, બિનસાવધાન ન બનો. હવે જીવન પર આ માર્ગશ્રવણની પહેલી છાયા એ પાડવાની કે કમમાં કમ દ્રષ્ટિ જયણા તરફ ઝૂકનારી બને. જયણાની વાત પર પહેલી નજર જાય, અજયણા દેખી દુઃખ થાય. માનો કે છોકરીએ ગરમાગરમ ચાહની તપેલી ચૂલેથી ઉતારી, ને ઉઘાડી મૂકી. હવે એ જોઇ મનને શું થાય ? ‘અરે ! આ ઠંડી પડી જશે' એજ ને ? બસ ત્યાંય રસનાના વિષય તરફ દ્રષ્ટિ ગઇ ! કર્મબંધમાં ફસાયા. પરંતુ જો જયણા તરફ ધ્યાન હોય તો એમ થશે કે ‘હાય ! આમાં કોક જીવજંતુ પડશે તો ?' આ જયણા દ્રષ્ટિ કર્મબંધથી બચાવનારી છે. ખૂબી જુઓ કે કાર્ય એકજ છે, ‘ગરમ ચાહ ઉઘાડી ૨હે એ સારૂં નથી ઢાંકવી જોઇએ.' પરંતુ દ્રષ્ટિમાં ફેર છે. એક ઇન્દ્રિયવિષયની દ્રષ્ટિ, અને બીજી જયણાની દ્રષ્ટિ છે. એકમાં કર્મનાં બંધન વધે છે, બીજામાં બંધન અટકે છે. માર્ગશ્રવણમાંથી જીવનમાં યોગ્ય અસર લેતાં આવડે તો બચાય, નહિતર છતે શ્રવણે બંધાવાનું ને ડૂબવાનું થાય. જીવન તો પ્રસંગોથી ભરચક ભરેલું છે. પ્રસંગો તો આવ્યા જ કરવાના પણ જયણાની દ્રષ્ટિ રહે તો બચાય, ને વિષયરસની દ્રષ્ટિ રહે તો ડૂબવાનું થાય. જયણા સમજો છો ? જયણા એટલે આત્માની જતના, આત્માનું જતન. કોઇ પણ પ્રસંગમાં સ્વાત્માને જેટલા અંશે પાપથી, કર્મબંધથી, મોહની પરિણતિથી બચાવી લેવાનું કરાય તેટલા અંશે જયણા થઇ કહેવાય. તપેલી ગરમ ચાહની ઉઘાડી છે, એમાં જીવજંતુ પડે તો બિચારા મરે, એ હિંસાથી બચી જવું, એ જીવ પ્રત્યેની ઉપેક્ષા કે નિર્દયતાથી બચવું. અધિકરણ એટલે કે પાપના સાધન યા રગડોઝગડામાં સાવધાન બની જવું જેથી પાપ નલાગે. આને જયણા કરી કહેવાય. બાઇ ચૂલો સળગાવે છે. એમાં જો પહેલાં મુલાયમ પૂંજણીથી ચૂલાને પૂંજી લે જેથી ત્યાં જીવજંતુ હોય તો આઘાપાછા થઇ જાય, એમ કોલસા ચાળી લે, અગર લાકડાં ખળખોળી જોઇ લે જેથી એને ચૂલામાં ઘાલતા પહેલાં જીવજંતુ ન રહે, તો એ જયણા કરી કહેવાય. એવી રીતે કાંઇ બોલવાનો પ્રસંગ આવ્યો ત્યાં પહેલેથી વિચારી લે કે જે બોલશે એમાં જૂઠ કે જૂઠમિશ્રણ નહિ આવે, સામાના હૃદયને ઘા નહિ કરે, કોઇ પાપોપદેશ રૂપે કે વિકથારૂપ શબ્દ નહિ નીકળે, તો એ જયણા કરી કહેવાય. માણસ દુકાન ચલાવે છે. ધંધો કરે છે, એ પાપ છે ને ? કે સામાયિક જેવી ધર્મક્રિયા છે ? ના, પાપ ક્રિયા છે. છતાં એમાં જયણા ધર્મ દાખલ કરી શકાય. શી Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન રીતે? આમ, જો લક્ષ રાખે કે જરાય અનીતિ ન થાય, જૂઠ ન બોલાય, બહુ લોભ ન વધી જાય. ધંધાને જીવનનું સર્વસ્વ ને સારભૂત ન મનાઈ જાય, ટૂંકમાં પરલોક બગાડી નાખે એવા તત્ત્વથી આઘા રહેવાનું લક્ષ રખાય એ જયણા કરી કહેવાય. એવું સંસારના બીજા વ્યવસાયોમાં સમજવાનું. ઘર્મક્રિયાઓમાં પણ પ્રમાદ રાગદ્વેષ, વિકથા, વગેરેથી બચવાનું લક્ષ રખાય એ પણ જયણા કરી કહેવાય. એમ ધર્મનો અનાદર, અનુત્સાહ વગેરેને ન પેસવા દેવાય એ પણ જયણા થઈ. એવી રીતે શક્ય એટલી બધી વિધિ બરાબર સાચવવાનું અને ન સાચવી શકાય ત્યાં અવિધિના ખેદ સાથે વિધિની ગરજ-અપેક્ષા રાખવાનું પાકું લક્ષ રખાય એ જયણા કરી કહેવાય. સારાંશ, આત્મહિતનો નાશ કરે, પરલોક બગાડે, નિરર્થક જીવહિંસા થાય, એવા ભાવ અને પ્રવૃત્તિથી બચવાનું જાગતું લક્ષ રખાય, એ જયણા કરી કહેવાય. માનવજીવન આવી જયણા પાળવા માટે અનન્ય ઉચ્ચ જીવન છે. કેમકે સુખદુઃખની મધ્યમ સ્થિતિ છે અને વિશિષ્ટ વિવેકબુદ્ધિશક્તિ છે. દેવભવમાં ભરપૂર સુખ - વિલાસ એટલી બધી ઘેરી અસર કરનારા મળે છે કે એ જીવને ગળિયો કરી દે છે. જીવને વિષયોથી બચાવી લેવાનું જોમ નહિ. ત્યારે નરકગતિમાં અપરંપાર જાલિમ દુઃખ એવાં કે એમાં ક્ષણ વાર પણ શાંતિ નહિ. તેમ તિર્યંચગતિમાં તેવી વિવેકશક્તિ વિશિષ્ટ બુદ્ધિશક્તિ નથી. જ્યારે અહીં માનવભવે જયણા પાળવા માટે બધી અનુકૂળતા છે. આમે ય સુખ મધ્યમ હોઈ જયણાના પાલન માટે થોડા સુખ વિલાસ જતા કરવા હોય તો કરી શકાય છે. મનને સમજાવી દેવાય કે મૂક મૂક આ ગોઝારી સુખશીલિયા વૃત્તિ. આમેય ક્યા એવા દિવ્ય સુખ મળ્યા છે કે એમાં ગળિયો થાય છે? થોડા જતા કરીશ એમાં બહુ ગુમાવવાનું નથી, ને જયણા પાળીશ એથી મહાન આત્મબળ, પુણ્યબળ, ધર્મબળ ને સંસ્કારમૂડી ઊભી થશે. મૂળ વસ્તુ જયણાની કદર જોઈએ. કેમ આપણા આત્માને શક્ય એટલા પ્રમાણમાં હિંસાદિ પાપથી, ઈદ્રિય-વિષયોથી, ક્રોધાદિ મેલી લાગણીઓથી, દેવ-ગુર-સંઘ-શાસ્ત્ર વગેરેના અવિનય આશાતનાથી, વગેરે વગેરે પાપસ્થાનકથી શક્ય એટલો બચાવી લઈએ એવી કાળજી, એવો યત્ન, વતન, એ જયણા કરી કહેવાય. શ્રી ભગવતીસૂત્ર શું કે બીજું શાસ્ત્ર શું, એના શ્રવણની આત્મા પર અસર લેવાની આ વાત ચાલે છે. શ્રવણ કર્યું સાર્થક ત્યારે થાય કે આત્મા એનાથી થોડા ઘણા અંશે ભાવિત થાય, એની દિલ પર અસર થાય. એ શ્રવણ કોઈ હેય વસ્તુનું હોય, ઉપાદેય વસ્તુનું શેય, અગર શેય તત્ત્વનું હોઈ શકે. એનો આત્માને બોધ મળ્યો, પ્રકાશ મળ્યો, એટલે આત્માને એનાથી ભાવિત કરવાનો. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન ૭ ભાવિત કરવો એટલે એની અસર ઊભી કરવી. હૃદયમાં અસર ઊભી કરવી એટલે સાંભળેલી વસ્તુ પ્રત્યે એને યોગ્ય વલણ ઊભું કરવાનું. દા.ત. શ્રવણ કોઇ પાપ-સ્થાનકના વર્ણનનું અને એની ત્યાજ્યતાનું કર્યું. તો એને યોગ્ય વલણમાં પહેલું તો એ ત્યાજ્ય તત્ત્વની વાત છે, અનર્થ કારક વસ્તુની વાત છે, માટે એ વસ્તુ અનિષ્ટ લાગે, એના પ્રત્યે આજ સુધી જીવ રુચિ-આકર્ષણ ધરતો હતો, એમાં હોંશહર્ષ રહેતા હતા, તે હવે હૈયાનું વલણ બદલાય. હવે એના પ્રત્યે અરુચિ અણગમોવિરોધ ઊભો થાય અને એમાં ભય લાગે. કંપ ધ્રુજારી ગ્લાની અનુભવમાં આવે. દા. ત. સાંભળ્યું કે આ આ રીતે અવિનય પાપ છે, અને એ ત્યાજ્ય છે, અહિતકર છે, તો આજદિન સુધી એવા એવા અવિનયના પ્રકાર પ્રત્યે નિશ્ચિત હતા, કોઇ ગ્લાની નહોતી, તે હવે એ અવિનયની પ્રત્યે અનિષ્ટતા- અરુચિ- તિરસ્કારનું વલણ ઊભું થાય. દિલને ભય લાગે કે આવા તો કઇ વાર મેં અવિનય કર્યા, તો મારૂં થશે શું ? કેટલાં પાપ અને કેટલો કુસંસ્કારનો જથ્થો ભેગો કર્યો ? કલેજું કંઇક કંપે, ખટકો થાય. અને અવિનય આચરવા યોગ્ય નથી એવું ચોક્કસ લાગે. આનું નામ એના પ્રત્યે દિલનું વલણ બદલાયું. એ પરિવર્તન થયું એ શ્રવણની અસર થઇ કહેવાય. એવી અસર હવે જાગતી રખાય, એનું નામ દિલ શ્રવણથી ભાવિત કર્યું કહેવાય. જેવું આમાં, એવું બીજા હિંસાદિ પાપો, ઇંદ્રિયવિષયો, ક્રોધ-લોભાદિ મલીન લાગણીઓ અને આશાતનાઓના પાપસ્થાનકોનાં શ્રવણ પર દિલમાં એ પાપસ્થાનકોની પ્રત્યે ભય અરુચિનું વલણ ઊભું થાય, દિલમાં એની અસર જાગતી રહે, એ દિલને શ્રવણથી ભાવિત કર્યું કહેવાય. આ ભાવિતતાનું પરિણામ જયણામાં આવે. મન જયણાશીલ બને, શક્ય એટલા પ્રમાણમાં એ પાપસ્થાનકથી બચવાની કાળજીવાળું બને. પહેલાં દિલ જે એના પ્રત્યે નિરપેક્ષ હતું તે હવે સાપેક્ષ બને. અકાર્ય થયું પાપ લાગ્યું, એની પરવા નહોતી, ચિંતા નહોતી એ નિરપેક્ષપણું કહેવાય. હવે એ મટી પરવા ઊભી થઇ, ચિંતા રહે છે, એ સાપેક્ષપણું કહેવાય. સઘળા ઉપદેશના શ્રવણની સાર્થક્તા આ છે કે કર્તવ્યાકર્તવ્ય પ્રત્યે સાપેક્ષ બનો, સચિંત બનો, શક્ય એટલા પ્રમાણમાં કર્તવ્યપાલન અને અકર્તવ્યત્યાગ તરફ કાળજીવાળા, પ્રયત્નશીલ, યતનાવાળા થાઓ; અને એમાં કચાશ રહે ત્યાં દિલમાં મુંઝવણ કંપ ખેદ અનુભવો. એક બારી બંધ કરવી છે, દિલ જો પાપ પ્રત્યે નિરપેક્ષ નહિ હોય તો, ઝટ બારીના સંધાનની ભાગ તરફ નજર નાખશે કે કોઇ વાંદો, ગીરોલી, કરોળિયો વગેરે જીવજંતુ તો નથી ને ? નહિતર બિચારૂં બારી બંધ કરતા કચરાઈ જશે ! જંતુ ઝીણું હોઇ તરત નજરે ન પણ ચડ્યું, તો ય સુકોમળ કપડાના છેડાથી સાંધાના ભાગ પૂંજી લેશે જેથી જીવજંતુ હોય તો આપાછું થઇ જાય, જેથી પછી બારી-બારણું Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન બંધ કરતાં જીવ મરે નહિ. આ જીવજંત જોવાની કાળજી એ સાપેક્ષપણું કહેવાય એને બચાવવાના યત્ન એ જયણા કહેવાય. એમ વાસણમાં કાંઇ પાણી વગેરે નાખવું છે, ત્યાં પણ પહેલાં એમાં જીવજંતુ જોવા તરફ અને એને બચાવવા તરફ દ્રષ્ટિ એ સાપેક્ષ પણું કહેવાય, જયણા કહેવાય. એવું કપડું ધોવામાં કાઢતાં પહેલાં એમાં કોઇ માંકણ વગેરે નથી ને એ જોવા તરફ અને બચાવવા તરફ દ્રષ્ટિ ગઇ એ સાપેક્ષ હ્રદય કહેવાય. એમ, બોલવામાં કાળજી રખાય, પહેલું ધ્યાન જાય, કે અસત્ય ન આવે, અપ્રિય ન બોલાય, કોઇને અહિતકર ન બને, એ સાપેક્ષતા કહેવાય. એમ, કોઇની સાથેના વ્યવહારમાં આપણાથી અન્યાય, અનીતિ, વિશ્વાસભંગ, વગેરે ના સેવાઇ જાય એ માટેની સચિતતા કાળજી સાવધાની રહે એ સાપેક્ષતા કહેવાય. એવું, ક્યાંક સામે કે આજુબાજુ જુઓ છો એમાં પરસ્ત્રી તરફ રાગ-આકર્ષણથી ન જોવાઇ જાય એવી ચિંતા કાળજી સાવચેતી રખાય એ સાપેક્ષતા કહેવાય, જયણા-યતના કરી ગણાય. એમ જીવન વ્યવહારમાં બ્રહ્મચર્યની નવ વાડનો ભંગ ન થાય એની સાવચેતી રખાય એમાં દિલ સાપેક્ષ, જયણાવાળું કહેવાય. ત્યારે પરિગ્રહપાપમાં ધ્યાન રહે કે બહુ લોભ તો નથી થતો ને ? અતિશય તૃષ્ણા તો નથી થતી ને ? મમ્મણ શેઠની મમતા તો જાગતી નથી ને ? પરિગ્રહ તો પૂર્વના પુણ્યનો ખુરદો કરે છે, ને આય-વ્યયમાં પાપસ્થાનકો સેવરાવી નવો પાપોનો ઢગ ભેગો કરાવે છે. તો એવા પરિગ્રહમાં આત્માનો શક્ય બચાવ કેમ કરૂં !..' ઇત્યાદિ સાવધાની રહે એ સાપેક્ષતા છે. નહિતર તદ્દન નિરપેક્ષ નિષ્ઠુર નિર્ભીક હૃદય ગણાય. ઇન્દ્રિય-વિષયોના અંગે પણ સાપેક્ષ દિલ અને જયણા જરૂરી છે. દા.ત. પકવાન્ન જમવા મળ્યું, ત્યાં જીભડીની ચળ અને મનની લોલુપતા ન પોષાય, ગાઢ રાગથી વાસના કુસંસ્કાર ન દ્રઢ થાય, રસની કવિતા ન ગવાય, પાપના થોક ન બંધાય, વગેરેની કાળજી કરવી એ સાપેક્ષતા છે. નિરપેક્ષ હૃદયને આની કોઇ ચિંતા પરવા હોતી નથી. એવું બીજા વિષયોમાં, દા.ત., સંગીતના કે સન્માનના શ્રવણમાં, કપડાં, મકાન, ફર્નીચર વગેરેના ઠઠારામાં, સુંવાળા ગાદલા વગેરેમાં, સિનેમા-નાટક, પ્રદર્શન જોવામાં, ફૂલ-અત્તર- ઇસેન્સ સુંઘવામાં વગેરે વગેરે વિષયોમાં કોઇ બચાવની ચિંતા જ નહિ, પરવા જ નહિ, આંખ મીંચીને જ એમાં પ્રવર્તવાનું,-એ બધું નિરપેક્ષ દિલના ચાળા છે. ત્યાં ‘અરે ! ગૃદ્ધિ-આસક્તિલંપટતા-મદ વગેરેના કુસંસ્કાર વધારે દ્રઢ બને, અને થોકબંધ ચિકણાં અશુભ કર્મ બંધાય, બીજી બાજુ ત્યાગ, તપ, દાન, શીલ, વગેરે ધર્મ માટે જીવ નિઃસત્વ અસમર્થ Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન નાલાયક બને !' એનો કમકમાટીભર્યો વિચાર રાખી ને એથી શક્ય એટલો આત્માને કેમ બચાવું એની કાળજી રખાય, સાવચેતી સેવાય, એ સાપેક્ષતા કહેવાય, જયણાયતના કહેવાય. આવીજ સાપેક્ષતા દેવ-ગુરૂ-ધર્મની ઉપાસના અંગે રાખવાની છે, કે એમના પ્રત્યે જરાય અવિનય ન સેવાઇ જાય ! આશાતના ન થઇ જાય ! નિંદા-અવર્ણવાદ ઘસાતું બોલવાનું ન બની જાય ! તેમ બીજાની દેવ-ગુરૂ-ધર્મોપાસનામાં અંતરાયભૂત ન થઇ વાય ! આની પાકી ચીવટ, કાળજી સાવચેતી રાખવાની. १८ એવી સાવચેતી, ક્રોધ-લોભ, મદ-માયા, હાસ્ય-મશ્કરી, ઇર્ષ્યા-અસૂયા, વૈર-વિરોધ વગેરે મેલી લાગણીઓથી જીવને શક્ય એટલો બચાવી લેવાની ’કાળજી-સાવધાની રહે એ સાપેક્ષતા છે, જયણા છે. ઉપદેશ શ્રવણની અસર આ રીતે લેવાની છે. આના કેટલાક દાખલા જુઓ, કુમારપાલ મહારાજા પચાસ વરસની ઉંમર સુધી રાજા સિદ્ધરાજ જયસિંહના ભયથી રખડપટ્ટીમાં રહ્યા, પછી રાજ્યગાદી પામ્યા, ને વર્ષોની જહેમતથી કેટલા દુશ્મન રાજાઓને જે૨ કરી ૧૮ દેશના સમ્રાટ બન્યા. હવે તો નિરાંતે સત્તા-ઠકુરાઇ અને અમન-ચમનમાં જ મશગુલ ૨હેવાનું મન રહે ને ? પણ ના, ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ પાસે ધર્મનું શ્રવણ એવું કર્યું કે એ ઉપદેશથી પોતાના દિલને ભાવિત કરતા ગયા. એના પરિણામરૂપે એમણે સાપેક્ષતા કેવી કેળવી ? એ જયણાશીલ કેવા બન્યા ? કે ભલે રાજ્યના સંરક્ષણ અર્થે ૧૧ લાખ ઘોડા રાખ્યા છે, પરંતુ એને પાણી ગળેલું જ પાવાનો પાકો પ્રબંધ રાખ્યો. બોલો આજે શ્રાવકના જનાવરને શું, પણ શ્રાવકના સંતાનને અળગણ પાણી ન જ વાપરવા ન જ પીવાનો આગ્રહ છે ? ના, જયણાધર્મ અને સાપેક્ષ હૃદય, કે જે જૈનશાસનની અનેરી બક્ષીસ છે, મહામૂલ્યવંતો ધર્મ છે, એની ગમ જ નથી, ગમ છે તો કદર નથી. પ્ર. કળિયુગની બલિહારી છે ને ? ઉં. કળિયુગ તો કુમારપાળ રાજાના વખતે પણ હતો. તો એમને કેમ ન નડ્યો ? કેમ એ ભાન ભૂલા ન બન્યા ? માટે બલિહારી કળિયુગની ના માનો, પણ નીતરતા ભૌતિક જડવાદી વાતાવરણની અંજામણની સમજો. એમાં ખોટાં અંજાઇ જાઓ છો, એને કિંમતી લેખો છો, માટે આજે સામાન્ય પણ જયંણા ગઇ, દિલ સાપેક્ષ મટી, પાપ-નિરપેક્ષ બની ગયું. કાચા પાણીના અસંખ્ય જીવ તો મરે, પણ એને ગાળીને જે સૂક્ષ્મ ત્રસ બચાવી શકાય એમ છે, એને ય હોઇયાં કરી જવામાં કે ન્હાવા-ધોવામાં કચડી નાખવામાં દિલને કોઇ ક્ષોભ નથી. અરેરાટી નથી, દયા નથી. જડવાદી ભૌતિક લાલ-પીળાનાં અંજામણ ફગાવી દો, અને જિનવાણી Page #85 -------------------------------------------------------------------------- ________________ ને શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન કે જે આ જગતમાં અતિ અતિ દુર્લભ છે અને અનંત કલ્યાણસાધક છે, એનાં અંજામણ દિલ પર ધરો જો, પછી જુઓ કેવા સાપેક્ષ અને જયણાશીલ બની જવાય છે ! ૧૮ દેશના માલિક મહારાજા કુમારપાળને હૃદય પર જિનવચનના અંજામણ લાગી ગયાં હતાં. એમને મન “શી વાત જિનવચન ! કેવાં અમૂલ્ય, કેવાં વિશ્વહિતકર, કેવાં સંસારચ્છેદક જિનેન્દ્ર પરમાત્માં વચન ! દિલને આ અહો અહો, આ સંભ્રમ આ અંજામણ જિનવચનનાં હોય એટલે પછી સહેજે એના કહેલ માર્ગ તરફ હૈયું સાપેક્ષ બને જ. તમે પણ આ ઊભું કરો, જિનવચનને સર્વશ્રેષ્ઠ અને એકજ તરણતારણ તથા શરણ કરવા યોગ્ય માનો, તો તમે પણ એવા બનવા લાગશો. ભૂલશો નહિ, જગતનાં ધન-માલ વગેરે તો ઘણું મળે, પણ જિનવચન મળવાં અતિ બહુ કઠિન છે. એ મળ્યાં છે તો હવે આજની ગમે તેવી ભૌતિક વિજ્ઞાનની શોધો અને સગવડોથી અંજાવાનું શું? જિનવચનના અંજામણ મહાકર્તવ્ય છે ! મહારક્ષક છે ! મહારાજા કુમારપાળનું જિનવચન-જિનશાસન પ્રત્યેનું આકર્ષણ કેવું અને એના પર સાપેક્ષતા તથા જયણા કેવી કે પોતાને લડાઈ લડવા જવું છે એ માટે ઘોડા પર સવારી કરતાં પહેલાં ઘોડાના પલાણને સુંવાળી પૂંજણીથી પૂંજી લેવાનું, જેથી કોઇ નિર્દોષ- નિરપરાધી જીવ ન મરે ! કેવી સ્વ-પરરક્ષાની જયણા ! જિનવચનનું અંજામણ એ કરાવે છે. ગુરુ પાસે શાસ્ત્રશ્રવણ કરીને એ મેળવ્યું છે. wwww * ૮. લોકસંજ્ઞાના અંજામણ જ માણસ લોકસંજ્ઞાના અંજામણમાં ભૂલે છે. અનાદિ આ ભવપર્યટનમાં કેમ જાણે લોકે લોકસંજ્ઞાએ બાહ્યભાવે જીવના મન પર જાદુ કર્યો છે, કામણ કર્યા છે, એટલે જીવ એ તરફ ખેંચાય છે. કામણ વશીકરણ એ જ કરે છે ને? જીવની પ્રજ્ઞાને દબાવી એવો પરવશ કરે છે કે એ સહેજે સહેજે એ તરફ ખેંચાય છે. સામાથી એવો એ અંજાઈ ગયો છે કે એને જ એ દેખે. જીવનું અહીં એવું જ બને છે. લોકસંજ્ઞાનું અંજામણ જીવને એની તરફ જ તાણે છે. કુમારપાળને જો એ અંજામણ હોત તો સંગ્રામ માટે નીકળવા વખતે એ જોયું હોત કે ઘોડાના પલાણને પંજણીથી પુંજી લેવા અંગે આજુબાજુ ઊભેલા સામંત રાજાઓ અમલદારો વગેરે શું માનત? એ લોકો કાંઈ એવા જિનશાસનના પરિચિત નહિ, પરમાર્થ દ્રષ્ટિવાળા નહિ, તેથી હાંસી કરત કે “મોટા પંચેન્દ્રિય મનુષ્યજીવોના ઘાતની લડાઈ લડવા જવા વખતે આ નાના જીવની રક્ષાનું પુંજવા પ્રમાર્જવાનું શું?” અને ખરેખર એક સામંત રાજા પાછળથી મશ્કરીમાં હસ્યો ય ખરો. પરંતુ કુમારપાળ મહારાજાને એવા લોકનું લોકસંજ્ઞાનું અંજામણ નહોતું. ગુરુ પાસેથી જિન વચનનું શ્રવણ કરીને એની એવી અસર લીધી Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન છે કે હવે જાણે જિનવચને એમના પર જાદુ કર્યો છે કે કામણ વશીકરણ કર્યું છે તે એને જ સર્વસ્વ દેખે છે. કહો જિનેશ્વર ભગવંતે જ જાણે કુમારપાળના મન પર જાદુ-કામણ-વશીકરણ કર્યું છે તે એ એમના વચન તરફ સહેજે સહેજે ખેંચાય છે. જિનનું જિનના વચનનું કુમારપાળના મન પર મોટું અંજામણ છે, તે હવે શાના લોકથી લોકસંજ્ઞાથી અંજાય? એટલે જ લોકોને શું લાગશે એની પરવા કર્યા વિના ઘોડાના પલાણને પુંજણીથી પુંજી લે છે. ત્યાં એક સામંત રાજાને હસવું આવવા પર એ સમજી ગયા,, એને આગળ બોલાવી એના પગ પર પોતાનો પગ મૂકી ભાલો આરપાર ઉતાર્યો. જ્યાં પોતાનો પગ વીંધી ભાલો પોતાના પગને વીંધવા ગયો ત્યાં એ કમકમે છે. - કુમારપાળ કહે છે, “કેમ ભાઈ ! લડાઈમાં ભાલા ખાવા પડશે તો એ ખાવાની થોડી તાલિમ અહીં લેવી જોઇએ ને?” પેલો કહે “મહારાજ ! એની તે તાલિમ લેવાની હોય?” “તો પછી લડાઇમાં મોટા જીવ મારવા પડશે માટે અહીં નાના જીવ મારવાની તાલિમ લેવી પડે ખરી? મૂર્ખ ! તને શું ખબર નથી કે લડાઇમાં તો સામે અપરાધી શત્રુ આવે છે એટલે આપણી સંસાર- લાલસાએ એને મારવા પડે છે. પરંતુ નાના જંતુનો શો ગુનો તે અહીં પલાણ પર તો બિચારા નિરપરાધી નાના જીવ બેઠો હોય, તે એને શું વગર વાંકે કચડી નાખવાના? આ તને વગર વાંકે સહેજ ભાલાની અણી વાગે એ નથી ગમતું, તો એ નાના જીવોને આખા પ્રાણના નાશ થઈ જાય એ ગમે ? આપણા પ્રમાદથી એને કચડી નાખવાના ?' સામંત રાજા તરત સમજી ગયો, મહારાજા કુમારપાળનો ઉચ્ચ વિવેક, ઊંચી જાગૃતિ અને સાચી જીવદયા પર ઓવારી ગયો, તરત પગમાં પડી ક્ષમા માંગે છે, ને કુમારપાળની પ્રશંસા કરે છે. વાત એ છે કે લોકના અંજામણ મન પરથી કાઢી નાખી જિનનાં અને જિનવચનનાં અંજામણ ધરો. જિનવચનને સાપેક્ષ બનો. એની જરાય અવગણના બેપરવા, વિસ્મરણ થાય નહિ. એ જિનવચનને બંધાયા રહેવાની અપેક્ષાભાવ જયણાના મહાધર્મને સુલભ કરે છે. મદાંધ જુલ્મી દત્ત રાજા કાલિકસૂરિજી મહારાજને સભામાં બોલાવી પૂછે છે “બોલો યજ્ઞનું શું ફળ?' આચાર્ય મહારાજ કહે છે, “યજ્ઞનું ફળ હિંસા'. રાજા પૂછે, - “હિંસાનું ફળ શું?” અહીં આચાર્ય મહારાજના મન પર રાજા કે લોકોને અંજામણ નથી. એમના મન પર તો જિનવચનનું અંજામણ છે. “શી વાત જિનવચન એટલે ! કેવા અહોભાગ્ય કે આ વિશ્વમાં અત્યન્ત દુર્લભ એવાં જિનવચન મળ્યાં! બસ, મારે તો Page #87 -------------------------------------------------------------------------- ________________ S easessmeeeeeeeewsweeeeeeeeessessenessessoms ( શ્રી ભગવતીજી સત્ર વિવેચન પ્રાણ નહિ પણ એ જિનવચન જ સર્વસ્વ'.- આવાં એનાં અંજામણથી એના તરફ ખેંચાયા ઉત્તર કરે છે કે, - ‘હિંસાનું ફળ નરક.” આ ઉત્તર કરતાં ભીતિ નથી કે એથી યજ્ઞમાં હિંસા કરનારો રાજા એને નરકગામિતાની ગાળ લાગવાથી ગુસ્સે થઈ કંઈ કરી નાખશે તો? આવો કોઈ ભય નથી. કેમકે ભય તો પોતાના શરીર પર જુલ્મ આવે એનો ને ? પરંતુ પોતાની કાયાનું ય એવું અંજામણ નથી જેવું જિનવચનનું અંજામણ છે. રાજા ગુસ્સે થઈ કહે છે, “તો શું હું નરકગામી? ત્યારે તમે ક્યાં જશો?' કાલિકસૂરિજી મહારાજ કહે છે, - “અમારે તો અહિંસાથી સ્વર્ગે જવાનું.” રાજા કહે “મારી નરકગામિતાની ખાતરી શી ?' આચાર્ય મહારાજ કહે છે. એની ખાતરી છે કે તું આજથી સાતમે દિને ઘોડા પર બેઠે તારા મોઢામાં વિષ્ઠાનો કણિયો પડશે, ને તું કમોતે મરીશ. રાજાને ગુસ્સાનો પાર નથી. પણ કરે શું? છતાં કહે છે, - “તમને સાત દિવસ અટકાયતમાં રાખીશ. જો તમારું વચન ખોટું પડ્યું તો તમને દેહાંત દંડની સજા મળશે !' - બસ, રાખ્યા આચાર્ય મહારાજને અટકાયતમાં. રાજા પણ મહેલમાં ભરાઈ બેસે છે રખે ને ક્યાંકથી મોંઢામાં વિષ્ઠાનો કણિયો પડે તો ? દિવસ છ પસાર થઈ ગયા, પણ રાજા એ ભ્રમણાથી માની લીધું કે સાત દિન વીતી ગયા, તે હવે ખુશ થતો કાલિક સૂરિજી મહારાજની ખબર લઈ નાખવા બહાર નીકળ્યો. મદાંધપણામાં ઘોડા પર બેસી એને જોરથી દોડાવતો ચાલ્યો. રાજાના મોંમા વિષ્ઠાનો કણિયો: હવે અહીં બન્યું એવું કે રાજાનો માળી વહેલી પરોઢે ફૂલ આપવા આવતો હતો એને વડી સંજ્ઞાની જોરદાર હાજત લાગી, તે રસ્તા વચ્ચે જ એણે અંધારાનો લાભ લઈ હાજત ટાળી ને પોતાની વિષ્ઠાના પોદરા ઉપર ફૂલ પાથરી દીધા, ને ત્યાંથી ચાલ્યો ગયો. બસ, હવે રાજા ઘોડો દોડાવતો એ જ રસ્તે નીકળ્યો છે. તે ચારે પગે કુદતા ઘોડાનો પગ પેલા પોદરા પર પડવાથી વિષ્ઠાના કણ ઊછળીને જાય રાજાના મોંઢામાં. છે ત્યાં ખટ્ર રાજા ગભરાયો. લાગ્યું કે પોતે દિવસ ગણવામાં ભૂલ્યો, અને સૂરિજીનું વચન સાચું પડ્યું. પણ હવે આગળ જતાં ક્યાંક મૃત્યુ ન આવે માટે મહેલ તરફ પાછો ફરે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સ્ત્ર-વિવેચન E અહીં બન્યું એવું કે એના જુલ્મથી મંત્રી અમલદારો નોકરો ત્રાસી ગયા છે. રાજા સામે બળવો કરવાની તાલાવેલીમાં છે. તેની તૈયારી પણ કરી લીધી છે. તે જેવો રાજા પાછો આવ્યો કે તરત એને સિપાઇઓએ પકડી લઈ ખતમ કરી નાખ્યો. આચાર્ય મહારાજનો યશવાદ ગવાઈ ગયો. કાલિકસૂરિજી મહારાજ જિનવચનથી અંજાયેલા હતા, જિનવચન પ્રત્યે સાપેક્ષ ભાવવાળા હતા. તેથી અવસરે સત્ય પ્રકાશનમાં ડર્યા નહિ. વાત એ છે કે મનમાં કઈ કઈ વાતોને અંજામણ લાગી ગયા હોય છે. એ જગતના જીવોમાં આપણે ઘણા રંગ જોઇએ છીએ અને આપણા જીવનમાં પણ અનંતા સંસારકાળમાં અનુભવ્યું છે. તે તે જીવનમાં કોઈ અન્નદાતાના, કોઇ શેઠના, કોઈ રક્ષકના, કોઈ સેવાકારકના, કોઈ જોષીના કે કોઈ વૈદ ડાક્ટરનાં અંજામણ મન પર ધર્યા છે. આજે દેખાય છે ને કે કોઈ કહે છે, “ભાઈ ! મારે તો આ ડૉક્ટરની દવા પર ગાડું બરાબર ચાલે છે.” બીજો કહે છે “આપણે તો પેલા જ્યોતિષીએ કાઢી આપેલ વરતારા બરાબર બનતા આવે છે. ત્યારે કોઈને સારો નોકર મુનીમ મળી ગયા પર ઇતબાર છે. બીજાને વળી સારી પત્ની મળી ગયા પર ભારે હુંફ છે. આ શું? પાકાં અંજામણ. સવાલ માત્ર આ છે કે જિનવચનનું અંજામણ ક્યાંય ધર્યું ? શ્રી ભગવતીજી સૂત્ર સાંભળવું છે ને? એ સાંભળેલું સફળ ક્યારે થાય? સાંભળવા પર ભાવોલ્લાસ કેવી રીતે જાગે ? જિનવચનનું ભારે અંજામણ મન પર વસ્યું હોય તો જ તો. પરમ તારક, પરમ કલ્યાણકર, પરમ રક્ષા-શરણાદાયી, જિનવચનથી મન એવું અંજાઈ ગયું હોય, પ્રભાવિત બન્યું હોય, વશીભૂત થયું હોય, મનને લાગ્યા કરે કે આ સંસારમાં સારભૂત જિનવચન છે, સત્ત્વ-જોમ શાંતિ-સમાધિ, પુણ્યબળ અને બાદશાહી આપનાર કોઈ હોય તો તે જિનવચન જ છે. એને જ જીવનસૂત્ર બનાવવામાં એકાંતે વિજય છે, વિનોનો નાશ જ થતો આવે છે, મહાન કર્મ જંજીરો તૂટતી આવે છે. એ કાર્ય ધન, માલ, પરિવાર પ્રતિષ્ઠા કે આપણી આંતરિક ક્રોધ લોભ માન મદ ભય કે માયા વગેરેથી શક્ય નથી ત્યારે જ જ્યાં મોકો આવે ત્યાં એ બધાંની આશા બાજુએ મૂકી બંધન કોરાણે રાખી મારે તો જિનવચનનું જ શરણ લેવાનું. સાજન વણિકને છીપાના ઘરમાં ભાડે રહેતાં પ્રસંગવશ એના વાડામાં ખોદતા સોનાની કઢાઈ નીકળી આવી. અહીં જો ધનનું અંજામણ મન પર હોત તો તો મનને થાત કે ચાલો ફાવી પડ્યા ! ઘર છીપાનું ને માલ ઘરમાં છૂપાયેલો, પણ ભાગ્ય આપણાં ઊઘડી ગયા કે કોઈ જાણે નહિ, ને ભાડવાતગીરીમાં આપણને એ માલ મળી ગયો. બસ એને ઘાલી દો આપણી તિજોરીમાં !” લક્ષ્મીનું અંજામણ હોત તો Page #89 -------------------------------------------------------------------------- ________________ Essessessessessessessme98eases0029ossessessessesses સોનાની કઢાઈ પચી કરી દેત. પરંતુ ના, એને અંજામણ હતું જિનવચનનું, અને જિનવચન તો કહે છે, ચોરી-અન્યાય અનીતિ ન કરીશ. એનો માલ પચશે નહિ પણ ફૂટી નીકળશે. “ચોરીનું ઘન ન રહે ઘરમાં, ચોર સદા ભૂખે મરે'જે પુણ્ય આવો ઊંચો માનવભવ આપ્યો છે, એનું સહચારી પુણ્ય ખાવા જેટલું તો આપી દેશે. અને એટલુંય પુણ્ય નહિ હોય તો લાખ અનીતિ કરવા છતાં ખાવા જેટલુંય નહિ પામે. માટે અધિક મેળવવાના લોભમાં ચોરી અનીતિથી આ સુવર્ણજીવનની માટી ન કરીશ. ધ્યાન રાખજે કે ચકચકતા સોનૈયા કિંમતી નથી, કિંમતી તો તારું પવિત્ર હૃદય છે. એના પર જ બીજા લખલૂટ લાભદાયી ગુણો અને શુભ અધ્યવસાયો શુભ ચિત્તભાવો ઊભા કરી શકાય છે. માટે પવિત્ર દિલ પહેલું સાચવવાનું. સમજી રાખવાનું કે હૈયું નિર્મળ રાખ્યું હશે તો જ બીજા શુભ ભાવો કમાઈ શકાશે, સગુણો સગાં થશે. માટે ધનના ખોટા લોભમાં હૃદય મેલું અપવિત્ર નથી કરવું.” - જિનવચન આ કહે છે. એનાથી અંજાયેલું મન એના આદેશ પર જ મદાર રાખી પ્રવર્તવાનું. સાજન એ કરે છે અને સોનાની કઢાઈ ચાઉં કરવાનું જરાય મન જ થતું નથી. એ લઇને ઊયો ભાડાનો ઘરમાલિક છીપા પાસે અને એને કહે છે, લો આ તમારા ઘરમાંથી નીકળેલી સોનાની કઢાઈ ખોદતાં મળી આવી છે.” ત્યારે છીપો ય જબરો નીકળ્યો. એ કહે, - “ના, મારી શેની? મારા ભાગ્યમાં હોત તો હું ઘર ભોગવતો હતો ત્યારે જ મળી હોત ને ? મકાન તો હાલ તમારા તાબામાં છે, ને મળી આવી છે, માટે હકપૂર્વક ઘર ભોગવો એમ આ પણ ભોગવો.” બસ, બંને વચ્ચે ન લેવાની ખેંચાખેંચ ચાલી. એકે ય રાખી લેવા તૈયાર નહિ ! શું સોનાની કઢાઈ? આજે સગા બે ભાઈ વચ્ચેય બે વાસણ તાણી લેવાની લડાઈ ચાલે છે, ને અહીં સોનાની કઢાઈ પણ ન લેવાની ખેંચાખેચ ચાલે છે ! બસ કેસ પહોંચ્યો રાજા સિદ્ધરાજ જયસિંહ પાસે. આ એમાંથી પરિણામ એ આવ્યું કે રાજાએ સાજનને પોતાનો દંડનાયક મંત્રી બનાવ્યો, અને સામંત રાજાઓ પાસેથી ખંડણીઓ ઉઘરાવવાનું કામ સોંપ્યું. પ્રામાણિક્તા જોઈ ને ? ૯. જિનવચનના અંજામણ મ :::::::: જિનવચનનાં અંજામણ અન્યાય અનીતિથી બચાવે છે. એમ દુરાચારથી રક્ષણ કરે છે, ચાહ્ય બીજી ગમે તેવી આપત્તિ આવે. સુદર્શન શેઠને જાણો છો ને? સુદર્શન શેઠે શું કર્યું? મિત્ર પત્ની કપિલાએ પોતાના ઘરમાં “તમારા મિત્ર માંદા છે જોવા ચાલો’ એમ જૂઠું હંકારી ઘેર બોલાવીને એકાંત ઓરડામાં દ્વાર બંધ કરી દઈ ભોગની માગણી કરી. વિષય મોજ માણી લેવાની તક છે ને ? ચાલે છે WW Page #90 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન E આવું દુનિયામાં. પિયરથી સાસરે જવા જાય, ને રસ્તામાં સાગ્રીતનો લાભ લેવાય. કોણ હિસાબ રાખવાનું હતું કે ક્યારે નીકળી પિયરથી, ને ક્યારે પહોંચી સાસરે ? એમ ઘણી ગયો છે ધંધાર્થે, ને પાડોશી બપોરે ભોજન-આરામ અર્થે ઘેર આવ્યો છે. મકાન જોડે જોડે એવા છે કે ઉપરના માળ, અગાશી બારણા વગેરેથી સીધા એકથી બીજામાં જઈ શકાય છે પછી અનર્થ ચાલ્યા કરે. શેઠાણી કોઈ કાર્યનાં બહાને ગુમાસ્તા-પત્નીને ઘેર બોલાવે છે, અને પછી પોતે શેઠનાં કારસ્તાનમાં સામેલ છે. અનર્થ ચાલતાં શી વાર? કોણ બચાવશે આર્ય પ્રજાને? સંતતિ નિયમનનાં સાધન સગવડ વધ્યા પછી આજના કોલેજિયન સાથે ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની કઈ દશા છે? સાથે લેસન કરવાના બહાને, નોટચોપડી એકબીજાના ઘેર લેવા જવાના બહાને, ફરવા જવા સભા મેળાવડામાં જવા કે સિનેમા જોવા જવાના બહાને શા અનર્થો નહિ થતા હોય? કપિલાએ જાળમાં સુદર્શનને ફસાવ્યા. પરંતુ એ તો સાવધાન છે. જિનવચનથી અંજાયેલા છે વિષયરંગથી નહિ. અને જિનવચન તો કહે છે કે “સાધુ અને શ્રાવક તણાં વ્રત છે સુખદાઈ શીલ વિના વ્રત જાણજો કુસકાસમ ભાઈ રે શીલસમો વ્રત કો નહિ. કઠોર વ્રતોનું પાલન હોય, ઘોર તપસ્યા હોય, અગાઘ શાસ્ત્રબોધ હોય, પરંતુ જો શીલ ન હોય, તો એ બધું કુશકી જેવું છે. એનું કારણ એ છે કે શીલની બેપરવાહીમાં અને કુશીલની વૃત્તિમાં મૂળ હૃદય જ અપવિત્ર રહે છે, પછી અપવિત્ર દિલની વ્રત-તપ-જ્ઞાનની વૃત્તિઓ શી રીતે પવિત્ર હોય? વળી કુશીલનું પાપ એવું ખતરનાક છે કે એને મનમાં ઘાલો એટલે એ બાબતનો સંતોષ રહે નહિ, દિલ જઈ જઇને કુશીલ પાપ તરફ ખેંચાયા કરે વિચાર સરણી મેલી ને મેલી રહ્યા કરે. પછી એવા એ તરફ ખેંચાઈ ગયેલું મન વ્રત આદિમાં કરી શકે નહિ. ત્યારે મુખ્ય કિંમત હૃદયની પવિત્રતાની છે. હૃદયને મલીન અને એવા પ્રત્યે આકર્ષાયેલું રાખવું હોય, પછી સારું તત્ત્વ ભલે કાયા કે વાણીમાં ઉતાર્યું પરંતુ એ હૃદયમાં ક્યાંથી પ્રવેશી શકે ? માટે જિનવચન આ કહે છે કે “મૂળ વિના તરુવર જેહવા, ગુણ વિના લાલ કમાન શીલ વિના વ્રત એડવાં, ભાખે શ્રી વર્ધમાન રે,-શીલ સમું વ્રત કો નહિ.” - સુદર્શન શેઠને જિનવચનનું અંજામણ છે. એનો રંગ છે, એટલે એકાંતમાં યુવાન સ્ત્રી એની મેળે આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી ઊભી છે, છતાં એની કઇ જ લલચામણ નથી, આકર્ષણ નથી, એમાં ભોગસુખને ઝેર સમજે છે, નરકની કાતિલ કટારી દેખે છે, ધીખતી ભઠ્ઠી લખે છે. ધર્મ એમાં પડવામાં જિનવચનનો ભયંકર ભંગ અને બધા વ્રત નિયમ ધર્મ સુકૃતો ઉપર કાજળનો કૂચડો ફરી વળવાનું દેખે Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન છે. એ કાંઈ આ માનવ અવતારે પોષાય એવું નથી. કેમકે અહીં ચૂક્યા એટલે તો પછી હલકા ભાવ અને હલકી કુશીલ અને બીજાં દુષ્ટ દુષ્કૃત્યોની પરંપરા જ ચાલે ! ત્યાં પાછું એની ખરાબી સમજાવનારે ય ન મળે અને જાતે એની ગંધ પણ ન આવે ! એટલે આંખ મીંચીને દુઃશીલ - દુષ્કૃત્યો અને દુષ્ટ વૃત્તિઓમાં ડૂબી જ જવાનું રહે. એટલે પછી ખલાસ ! નરક નિગોદાદિ દુર્ગતિઓમાં ભટકતા થઈ જવાનું ! અસંખ્ય કાળે પણ છૂટકારો મુશ્કેલ ! અહીંના ક્ષણિક ક્ષુદ્ર કુશીલસંગના સુખ માટે આ ભયાનક્તા કોણ ઊભી કરે? સુદર્શન શેઠને આ ફાંસામાંથી બચવું છે, ને પેલી બાઈ ધર્મની હલના ન કરાવે એ પણ સાચવવું છે. એટલે એને કહે છે, “અરે ! – ભૂલી પડી. હું તો નપુંસક છું.' સાંભળતાં જ કપિલા ઝંખવાણી પડી ગઈ. તરત જ કહે છે, “એમ? તો તો જાઓ, કોઈને આ કહેશો નહિ.' બસ, સુદર્શન છૂટી ગયા, ને મનમાં ગાંઠ વાળી કે એકલી સ્ત્રીવાળા મકાનમાં જવું ય નહિ, ને ઊભા ય ન રહેવું. સુદર્શનનો જિનવચન પરનો રંગ કેવો? એ જરા આગળ પણ જુઓ, કપિલા રાજરાણી અભયાની સખી હતી. એણે એને વાત કરી ત્યારે અભયા કહે છે, “ઘેલી રે ઘેલી ! સુદર્શન તને બનાવી ગયો ! એ નપુંસક નથી, એને તો છ છોકરા છે. મૂર્ખ ! આવડત જ નહિ નહિતર હાથમાં આવેલો જતો કરાય ?' કપિલાને ટોણો લાગ્યો. એ કહે છે, “હવે તમારામાં આવડત છે તે જોઇશું.” અભયા કહે છે, “એમાં શું? હું તને બતાવીશ.” કપિલા કહે, “શું બતાવશો? હવે તો એ શિખાઈ ગયો. તમારે ત્યાં એય આવે જ શાનો? કે તમારાથી એને ત્યાં એકાંતમાં મળાય જ શાનું?' અભયા કહે ધીરી પડ. તું તો સાવ ભોળી. એના રસ્તા જુદા અવસરે કરી દેખાડીશ.” બસ અભયાએ પેંતરો રચ્યો. સુદર્શનની તપાસ કરાવી કે એ એકલા કયાં મળે? પત્તો લાગ્યો કે પર્વતિથિએ શુન્ય ઘરમાં ધ્યાનમાં રહે છે. પછી એણે સુદર્શનના દેહ પ્રમાણ સોને મઢેલું એક પૂતળું કરાવ્યું ને બરાબર પોષધની રાતમાં માણસો પાસે બહારથી એ પૂતળું મંગાવ્યું. માણસો રાણીના મહેલ પર લઈ આવતાં નીચે દરવાને પૂછે છે આ શું ઢાંકીને લઈ જાઓ છો ? પેલા કહે છે, આજે રાણી સાહેબને કામદેવની પૂજા વિધિ કરવાની છે તે એમની મૂર્તિ લઈ જઈએ છીએ. લ્યો જૂઓ' એમ કહીને પૂતળા ઉપર ઢાંકેલું કપડું ખસેડીને બતાવે છે. થયું જવા દીધું પૂતળું અંદર. થોડી વાર પછી એને ફૂલહારથી શણગારી કરી બહાર કાઢ્યું. લઈ ગયા ગામ બહાર. ધોઈને પાછું લાવ્યા. વળી દરવાને પૂછતા Page #92 -------------------------------------------------------------------------- ________________ [શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન - એજ ઉત્તર. અંદર લઈ જઈ એજ વિધિ, એજ પ્રમાણે પાછું ગામ બહાર. વળી ત્રીજી વાર લઈ આવ્યા. દરવાને પૂછતાં કહે છે, “એજ કામદેવની મૂર્તિ છે. લો જોવી હોય તો જુઓ. આ તો અનેક પૂજાઓની વિધિ હોવાથી લાવવી લઈ જવી પડશે.' થયું હવે દરવાન જોવાનું માંડી વાળે છે. એટલે પેલા નિશ્ચિત્ત થયા પછી પૂતળાને બદલે આખા ને આખા ધ્યાનમાં ઊભેલા સુદર્શન શેઠને કપડામાં ઢાંકી ઉપાડી લાવે છે. અહીં દરવાન કાંઈ પૂછતો નથી. તે ક્ષેમકુશળ સુદર્શનને રાણીની સામે ખડા કરી દીધા, ને માણસો ગયા. તે ભલું હશે તો પોતાનામાં એક માણસનોજ કપડે ઢાંકી બહાર લઈ ગયા હશે, જેથી દરવાન જાણે કે મૂર્તિ ગઈ. અહીં રૂપ-સૌંદર્યવાળા સુદર્શનને જોઈ રાણી વધારે કામવિહ્વળ બની. શેઠની આગળ હાવભાવ કરતી પ્રાર્થના કરે છે. શેઠ ! આખરી અવસર મળ્યો છે. લ્હાવો લ્યો. હું તૈયાર છું. અહીં એકાંત છે. મારા જેવી એક રાણી તમારી સેવામાં છે.” બોલતી જાય છે ને પવૈયાને પાનો ચઢે એમ કામચેષ્ટા, અંગપ્રદર્શન અને આંખના કટાક્ષ લગાવતી જાય છે. આજુબાજુ વાતાવરણ પણ વિલાસભર્યું છે. રાત્રિનો સમય છે અને રાણી પાછી કહે છે, “માની જાઓ, ફાવે એટલો વિલાસ કરો, મારી આગ બુઝવો, નહિતર તમને ફજેત કરીશ તો રાજા તમને ગરદને મારશે. રંગરાગ ખેલશો, તો ક્ષેમકુશળ તમને બહાર પહોંચતા કરીશ.' છે કાંઇ બાકી ? રાજાની રાણી અને એકાંતમાં સામે ઊઠીને કરગરે છે. ભલભલાને પિગળાવી નાખે. વાસના-વિવશ કરી નાખે, એવી એની ચેષ્ટાઓ છે. પરંતુ આ તો સુદર્શન છે, જિનવચનથી અંજાઇ ગયેલા દિલવાળો છે. એને મન વિષયો હળાહળ છે. કુશીલસેવન વિટંબણા છે, ચામડાની રમત મૂર્ખચેષ્ટા છે. કૂતરા-કૂતરીના ખેલ છે. ઉચ્ચ માનવના અવતારે એ એ પાછું પશુ ક્રીડામાં કાં જવું? સુદર્શનને લેશમાત્ર વિકાર નથી થતો. મનને નિર્ધાર છે કે “મારે મોહનું નથી માનવાનું, જિનનું જ માનવાનું છે.” પ્રસંગ આવતા પહેલેથી સતત ભાવના ભાવ્યા કરી હોય કે ગમે તેવા સંયોગ આવી લાગો, એકાંતમાં મોટી ઈદ્રાણી જેવી યુવતી ગમે તેવા હાવભાવ દેખાડતી હો, પરંતુ હું એને પશુક્રિયા પશુ સમજું છું. બાલિશ ગદ્ધાગીરી દેખું છું. મારે મારા આત્માને એની સાથે કશું લાગતું વળગતું નથી. ખુદ મારા અંગો સાથે કશું લાગતું વળગતું નથી. હું નિર્વિકાર શુદ્ધ જ્ઞાનમય આત્મા છું. શુદ્ધ જ્યોતિમય મારે કાયાના સુખદ દુઃખદ સ્પર્શ કે ઈદ્રિયોના ઇષ્ટ-અનિષ્ટ વિષયો સાથે શું લાગેવળગે ?...આવી વારંવાર ભાવના કરવાનું રાખ્યું હોય, તો એ અવસરે જવાબ આપે. Page #93 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન સુદર્શન શેઠને તદ્દન નિર્વિકાર જોયા, શરીરનું એક રૂંવાડું ય ન ફરકયાનું જોયું ત્યારે હારેલી રાણી વિફરી, પોતાના હાથે પોતાના ઝટિયા તામ્યા, શરીર પર નહોરિયા ખણ્યા, ને બૂમ મારી “દોડો દોડો કોઈ દુષ્ટ મારા પર આક્રમણ કરે છે.' સુદર્શન શેઠે તો પહેલેથી સમજી મૂક્યું હતું કે રાણી જાય તો કેટલી હદના તોફાન સુધી જાય. તેથી ગભરાવવાનું નથી, શીલરક્ષા પાછળ પ્રાણ પણ જતા કરવા પડે તો તૈયારી છે. તેથી શાન્ત ધ્યાનમાં ઊભા છે. સિપાઈઓ દોડતા આવી એમને પકડી અટકમાં રાખી સવારે રાજા પાસે હાજર કરે છે. રાણી કહે છે, - “જુઓ આ દુષ્ટ મારા શરીર પર ધસી આવી આ મને લહુરિયા ભર્યા. સારું થયું કે સિપાઈઓ આવી ગયા. નહિતર કોણ જાણે આ દુષ્ટ શું યા કરત ? મારે તો શીલભંગ પહેલા જીભ કચડીને મરવાનો સમય આવત. રાજા ન્યાયી છે. એક પક્ષનું ગમે તેવું યુક્તિયુક્ત સાંભળીને પણ દોરવાઈ જાય એવો નથી. એમાં વળી આ તો સામે પ્રસિદ્ધ સુદર્શન શેઠ છે. એટલે એકદમ રાણીનું સાચું શાનો માની લે ? તેથી સુદર્શનને પૂછે છે, “શેઠ ! આ શું છે? મારે તો બંને પક્ષનું સાંભળી ન્યાય તોલવાનો છે? તો કહો અહીં શી રીતે આવ્યા? કેમ આવ્યા? ને શું કર્યું તમે ?' - હવે અહીં જુઓ શેઠ કેવા જિનવચનની ઘારાએ ચાલે છે, એ જુએ છે કે જો હું સત્ય હકીકત કહું, તો રાજા આજુબાજુ તપાસ કરે, તો સંભવ છે રાણીનો પ્રપંચ ખુલ્લો પડે, ને તેથી રાજા એને ભયંકર સજા કરે. મારે ચોથું વ્રત તો સચવાઈ ગયું, પણ પહેલા અહિંસાવ્રતના હિસાબે રાણીના કષ્ટમાં નિમિત્ત કાં બનવું? માટે મારું ગમે તે થાઓ મારે મૌન રાખવું એજ શ્રેયસ્કર છે. શું કર્યું આ? જિનવચનનો પાકો રંગ છે, ને જિનવચન કહે છે કોઈની હિંસા ન કરો, બીજાને દુઃખ કષ્ટ થાય એવું ન આચરો ન બોલો. એમાં નિમિત્ત ન થાઓ.’ બસ તો પછી આ અસાર જીવનમાંથી એ સાર પકડી લેવાનો. શેઠ ફરીથી પૂછવા છતાં કાંઈ બોલતા નથી. એટલે રાજા કહે છે, “જુઓ આ પરથી સાબિત થાય છે કે તમે ગુનેગાર હોઇ બોલતા નથી. માટે તમને અવળે ગધેડે ચડાવી તમારા ગુનાની જાહેરાત કરતાં શૂલીએ લઇ જવાની અને શૂળીએ ચડાવી દેવાની સજા કરૂં છું.” કહીને શેઠને સિપાઈઓને હુકમ બજાવવા સોંપી દીધા. કેવું દ્રશ્ય? શેઠ છતાં અક્ષર બોલતા નથી. નહિતર કહી ન દે? કે જુઓ આવી રીતે મને માણસો કપડે ઢાંકી ઊંચકી લાવેલા. પૂછો તમારા રાણીવાસના દરવાનને કહ્યું હોત તો રાજા ઊંડો ઊતરત. તપાસ થાત ને રાણીનું પોકળ બહાર આવત પણ શેઠને બોલવું જ નથી ને? કેવું સત્ત્વ ! કેવું વૈર્ય ? કેવાં જિનવચનનાં અંજામણ ! Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન પ્ર. સુદર્શન શેઠને એવો વિચાર કેમ ન આવ્યો કે જો અહીં સત્ય હકીકત કહી દઉં અને સાથે અભયા રાણી માટે અભયદાન માગી લઉં, તો હુંય બચી જઉં ને એ પણ બચી જાય, અને હું જીવતો રહીશ તો પછી ઘણો ધર્મ આરાધી શકીશ ? ઉ. એમ કરવામાં નિશ્ચિત નથી કે અભયાનો એવો ઘોર પ્રપંચ સાંભળીને અત્યંત ગુસ્સે ભરાયેલો રાજા અભયાને શિક્ષા વિના જતી કરે ? વળી પોતે સત્ય પ્રકાશવા જતા અભયાનું મર્મ ખૂલવાથી એના દિલને જબરદસ્ત આઘાત તો થાય જ એ નિશ્ચિત છે. અહિંસા અને દયાના મહાન ઉપાસક સુદર્શન શેઠ એ કેવી રીતે વધાવી લે ? આપણા દિલમાં એવો દયાભાવ ન હોય એટલે સામાના હ્રદય મર્મ ભેદાતાં એને કેટલો સજ્જડ આઘાત લાગે છે અને તીવ્ર દુઃખ થાય છે એની કલ્પના નથી આવી શક્તી. ત્યારે સુદર્શન શેઠ જે શ્રાવકધર્મ પામ્યા છે, અને જે એમણે અહિંસા, સત્ય વગેરેનાં વ્રત લીધા છે, એમાં એનો પરમાર્થ એનું રહસ્ય એનો ઊંડો ભાવ હૈયે એવો વસાવ્યો છે કે એ જીવો પ્રત્યેનો દયાથી છલો છલ ભરેલો છે. પછી ત્યાં સામાએ પોતાને ઘણો બધો ત્રાસ આપ્યો કેટલી વિટંબણા કરી એને આડે આવવા દેતા નથી. તેની ગણતરી કરતા નથી અને સામાના દુઃખનો વિચાર પહેલા કરે છે. સામાને દુઃખ પડે એનાથી પોતાનું દિલ દ્રવિત થઇ ઊઠે છે. મહાવીર પ્રભુને છ મહિના સુધી રંજાડનારો અને એક રાતમાં અતિ ભયંકર ઉપસર્ગ કરનારો સંગમ દેવતા હવે હારીને જવા લાગ્યો ત્યારે પ્રભુને એ જુલ્મનો હિસાબ ન ગણતાં એને ભાવી નરકાદિ દુઃખો વરસવાની કલ્પના પર દિલ દ્રવી ઊઠ્યું ને ? આંખમાં આંસુ આવી ગયા ને ? હું આવા માલિકનો આજ્ઞાંકિત છું એ ગૌરવ હૈયે વસ્યું હોય તો આપણને પણ આપણા ૫૨ દુઃખ વરસાવનાર દુઃખી થયા અંગે દયા કેમ ન ઊભરાય ? સુદર્શન શેઠને જિનેશ્વર ભગવંતના અને એમનાં વચનનાં એવાં અંજામણ છે કે એમના દિલમાં અભયા પ્રત્યે એ દયા ઉભરાય છે. એણે કેવા પ્રપંચ અને જુલ્મ કર્યા એ તદ્દન ભૂલી જઇને એનો મર્મ ખુલ્લો ક૨વામાં એના દિલને કેટલો બધો આઘાત કરે એની દયાથી દ્રવિત થઈ જાય છે. એટલે એ રહસ્ય ખોલનારૂં સાચું પણ વચન કેમ બોલે ? વળી પોતે જીવતા રહે તો ભવિષ્યમાં ઘણો ધર્મ કરી શકે એ વિચારમાં પણ ધર્મની વિશેષ ભૂખ કરતાં પોતાના પ્રાણ બચાવવાનો લોભ મુખ્ય હોવાની ગંધ આવે છે. કેમકે પહેલું તો જીવ પોતાને બચાવવા માટે સામાના ગુપ્ત દુષ્કૃત્યને જે પ્રકારમાં લાવશે એથી એને જ સડ હૃદયાઘાત લાગે અને કદાચ એને ભયંકર સજા થાય એ તરફ આંખમિંચામણા થાય છે. અર્થાત્ સામાને ઊભા થનાર દુઃખ પ્રત્યે ઉપેક્ષા, કઠોરતા, નિર્દયતા થાય છે. જો એ હોય અને પોતાનો જીવ બચાવવો છે તો એનો અર્થ એ, કે બીજાના ભોગે પોતાના બચાવની તાલાવેલી મુખ્ય બની. પછી ‘ભવિષ્યમાં હું ધર્મ ઘણો કરીશ' એ એક બહાનું અથવા ગૌણ ઇચ્છા થઇ. Page #95 -------------------------------------------------------------------------- ________________ w શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પોતાના પ્રાણના લોભે, હાથવેંતમાં રહેલ પ્રત્યક્ષ દયાધર્મને કચડવા જતાં ભાવી ધર્મસાધનાની લાગણી જોરદાર રહેવાનું શી રીતે કહી શકાય? માટે તો કુમારપાળ મહારાજાએ કંટકેશ્વરી દેવીને વરસોવરસ અપાતા બોકડાના ભોગમાં સંમતિ ન આપી. દેવીએ ત્રિશૂલ મારી કોઢિયા બનાવ્યા તો પણ વધની સંમતિ ન આપી. અને બળી મરવાની તૈયારી કરી. ત્યાં એમ ન વિચાર્યું કે હું જીવતો હોઈશ તો ભવિષ્યમાં ઘણી શાસન પ્રભાવના કરીશ. ઘણો ધર્મ કરી શકીશ. કેમ નહિ ? કારણ આ જ કે બોકડા પ્રત્યે દયા અને અહિંસાની જિનાજ્ઞાનું અંજામણ. એથી પોતાના પ્રાણના સંકટે પણ એ બજાવવામાં ઝાલ્યા રહી શક્તા નથી. અંજામણ ચીજ એવી છે. સુદર્શન શેઠને જિનવચનનું અને જિનવચને કહેલ દયા અને વ્રતધર્મનું એવું અંજામણ છે એટલે પોતાના બોલવા પર અભયા રાણીને આઘાત અને સજા થાય એ જોવા તૈયાર નથી. બસ રાજાના હુકમ મુજબ એમને શૂળીએ લઈ જવામાં આવ્યા. શૂળીએ ચડવા સુધીની તૈયારી છે, પછી લોકો ફિટકાર કરે એની શી ગભરામણ હોય કે “રાજાને તો તો સાચું કહી દેવા દે ને ? એવું મનમાં ય ઊઠે? ના, એ તો ખુશ છે કે રાણીને આપત્તિમાં ન મુકાવું પડ્યું. કઈ હદની દયા? એક ગૃહસ્થ માણસ ભયંકર લુચ્ચાઈ અને દુષ્ટ અપરાધ કરનાર સામા પર દયા કરે ? એને દુઃખ ન આવો એ ફિકરમાં હોય ? અને એ માટે જરૂર પડી તો પોતે કેટલી હદનો ભોગ આપે ? શૂળીએ ભેદાઈ જવા સુધીનો ? સુદર્શન શેઠ માત્ર પોષધમાં જ મહાત્મા હતા? કે પોષઘ પાર્યા પછી પણ મહાત્મા? એકલદોકલ નથી હો. બૈરા-છોકરાવાળા છે. છ છોકરાંના બાપ છે. છતાં ખૂબી છે કે એ બધા પછી, જિનવચન પહેલું, વ્રતો પહેલાં, ઘર્મ પહેલો. નગરનો પ્રસિદ્ધ વેપારી, શ્રીમંત માણસ રાણીવાસમાં ઘુસી દુરાચાર સેવવા ગયેલ અને રાણી પર આક્રમણ કરનાર તરીકે નગરના માર્ગો પર લોકનિંદા પામતો લઈ જવાઈ રહ્યો છે. છતાં એમાંથી બચવા દુશ્મન રાણીની દુષ્ટતા પ્રગટ કરવી નથી. કેટલી બધી સમતા, સૌમ્યતા અને પ્રાણિદયા ? એમાં જાત નિંદાની કેવી બેપરવાહી? પ્રભુ પાસે આવું માગવાનું મન થાય ખરું કે “મને પણ જાતની નિંદા-અપમાન-જાનજોખમે પણ ભયંકર દુમનની દયા કરવાનું મળો ?' જિનવચનનું મન પર અંજામણ હોય તો એવું માગવાનું મન થાય. કેમકે જિનવચન એ જ કરવાનું કહે છે. “અપરાધીશું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ,' એ સમકિતનાં પહેલાં લક્ષણનું સ્વરૂપ છે. એટલે એ જો આપણામાં ન હોય, તો પ્રભુ પાસે એની પ્રાર્થના કરાય. પ્રભુની પાસે ઘણુંય માગતા હશો, તો આવું આવું માગો; મહાપુરુષોના જીવનમાં સધાયેલા આવાં ઘર્મ પરાક્રમ આપણને કેમ મળે એ માગો. પ્ર. શું માગવાથી મળે ? Page #96 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન | ઉ.- હા, વિશુદ્ધ ભાવે માંગવામાં પ્રણિધાન યાને મનનું કેન્દ્રીકરણ થાય છે. અને પ્રણિધાન એ સિદ્ધિનું બીજ છે. પ્રણિધાનથી પ્રવૃત્તિ અને વિજ્ઞજય દ્વારા સિદ્ધિ થાય છે. એમ ષોડશક અને “યોગવિંશિકા'-શાસ્ત્ર કહે છે, તેમ ગણધર ભગવાને જયવયરાય” સૂત્રમાં પ્રણિધાન માટે જ “ભવનિવ્વઓ' વગેરે માગણી મૂકી છે. વારંવારની શુભ માંગણી અને વારંવારના પ્રણિધાનથી અંતરાય કર્મ તૂટે છે; પછી સિદ્ધિ કેમ ન થાય. માગણી અરિહંત પરમાત્મા આગળ કરીએ છીએ અને એ પ્રભુનો અચિંત્ય પ્રભાવ પંચસૂત્ર શાસ્ત્ર ને “લલિતવિસ્તરા” શાસ્ત્ર કહે છે. એમના અચિંત્ય પ્રભાવે સિદ્ધિ થાય એ નિશ્ચિત છે, નિસંદેહ છે. માટે અરિહંત પરમાત્મા પર એમની અચિંત્ય શક્તિ પર અટલ શ્રદ્ધા રાખી માગો, નિરંતર નિયમિત વારંવાર માગો, જરૂર મળશે. ખરેખરૂં માંગવાનું આ સત્ત્વ છે, આમાં પરાક્રમ છે, કે માથા વાઢ દુશ્મનની પણ દયા આવે, હૃદયભીની કરુણા ઊભરાય એ બિચારાનું ભલું થાઓ, એને કષ્ટ ન આવો” એવો હૈયે દયાલચબચ સદ્ભાવ ઊઠે. સુદર્શન શેઠ સ્વયં પવિત્ર રહીને ફસાવનારી અને લોકનિંદા તથા ઠેઠ શૂળી સુધી પહોંચાડનારી અભયારાણી ઉપર આ દયા કરી રહ્યા છે. પરંતુ એમની પત્ની મનોરમાને શેઠની પવિત્રતાની ખાતરી છે, એટલે એને તો લોકનિંદા અને વિશેષ ધર્મનિંદા અસહ્ય થઈ પડે છે. એ કેમ બેસી રહે? એણે શેઠનું કલંક ઊતરે એ માટે કાઉસ્સગ્ગ માંડ્યો. શાસનદેવતા હાજર થઈ પૂછે છે, કેમ શું છે?' -મનોરમા કહે છે, “આ જુઓને નગરમાં શું ચાલી રહ્યું છે ? આવા પવિત્ર આત્માની જગતમાં હલકાઈ અને શાસનની નિંદા થાય ?' બસ, પેલી બાજુ જ્યાં સુદર્શન શેઠને શૂળીએ ચડાવી છૂટકારાનો દમ ખેંચે કે હાશ, રાજાનો હુકમ બજાવાઈ ગયો !” અનાડી લોક ખુશી થાય છે કે, “બરાબર, આ લુચ્ચાને ઠીક સજા મળી !” પણ ત્યાં તો શાસન દેવતાએ ઝટ શૂળીનું સિંહાસન બનાવી દીધું ! લોકો જુએ તો શેઠને એના પર બેઠેલા અને માથે છત્ર, બે બાજુ ચામર, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ તથા “જય હો નિષ્કલંક શીલધારી સુદર્શન શેઠનો', એવો જયનાદથી દીપી ઊઠેલા દેખે છે અનાડીઓનાં મોઢા પહોળા થઈ ગયા કે હૈ? આ શું?' રાજા ખબર પડતાં આશ્ચર્ય પામી દોડતો આવ્યો. પૂછે છે, “શું આ? શેઠ શી હકીકત છે ?” પરંતુ શેઠને ક્યાં બોલવું છે? અરે ! હજીય એમને તો એ ચીંતા છે કે “કદાચ બિચારી અભયારાણી મુશ્કેલીમાં ન મૂકાય!” શેઠ નથી બોલતા. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર વિવેચન વિચારજો શેઠનું હૃદય, એમની ઉત્તમતા, એમને ચોલમજીઠ લાગેલા જિનવચનના રંગ, એમણે કેળવેલી મહાત્માગીરી ? છે વિચારવા જેવું ? એ શીલપાલન તે આટલી પરાકાષ્ટા પર્યન્તના આત્મભોગ અને દુશમનદયા સુધી કરવાનાં પરાક્રમ સાથે કરે, અને આપણે ચાલુ સુખદ સંયોગોમાં ય શીલપાલન ન કરીએ ? સહેજ આંખને સખણી ન રાખી શકીએ? શીલભંજક વાંચન-દર્શન છોડી ન શકીએ? આજના સિનેમા-ચિત્રપટો ટી.વી. શું છે? આંખ અને મનથી શીલ ભંગાવનાર કે શીલરક્ષા આપનાર ? એટલી ય જોવાની નફટાઈ ન છૂટે? શેઠનો ગજબનાક પરાક્રમ જાણ્યા પછી પરસ્ત્રી માત્રનો આંખ, મન અને કાયાથી ત્યાગ ન થાય ? ત્યારે શેઠની દયા પણ કેટલી બધી ઊંચી? હજીય ‘દુષ્ટ અભયા કષ્ટમાં ન મૂકાઓ એ ભાવનામાં રમે છે! દેવતાઈ સન્માન મળ્યાં! લોક અને રાજા આ દિવ્ય બનાવ પર પાગલ થઈ ગયા છે ! નિંદા ટળી ને ભારોભાર પ્રશંસા પ્રસરી ગઇ છે ! છતાં એની કોઈ ખુશ ખુશાલી શેઠને નથી; એમને તો બિચારી રાણી કષ્ટમાં ન પડો” એ ચિંતા છે. એટલે હજી પણ રાજાના પૂછવા છતાં બોલતા નથી. આવી જીવલેણ દુશ્મનભૂત અભયા ઉપર પણ દયા હોય એમને બીજા સાથે વૈર-વિરોધ કે દુશ્મનાવટ હોઈ શકે? ત્યારે, આપણે કદાચ એ દયા સુધી હજી ન પહોંચ્યા હોઈએ, પરંતુ ચાલુ જીવનમાં વૈર-વિરોઘથી ન બચી શકીએ? સાજી સારી સ્થિતિમાં ય જગમૈત્રી ચિંતવી ના શકીએ? વાતવાતમાં ઝગડવાનું કે સામાન્ય બાબતમાં ક્યારેય પણ ઝગડવાનું ન છોડી શકીએ? ત્યારે એવો કોઇ વન્ય પ્રસંગ ન બનાવીએ કે આપણો અપરાધ કરેલાને ઉદારતાથી ક્ષમા આપી ઉપરથી એને કોઈ સહાય કરાય ? શેઠ તો જીવલેણ અભયા કચ્છમાં ન મૂકાય માટે બનેલ વસ્તુ કહેતા નથી, પરંતુ શાસનદેવતાને લોકનિંદા મિટાવવી છે તે તરત જ આકાશવાણી કરી લોક અને રાજાને બધી વિગત કહી દે છે. શેઠ નાઇલાજ બન્યા. રાજાને રાણી પર હવે ગુસ્સાનો પાર નથી. સ્ત્રી જાતને મારી તો શું નખાય, એને દેશવટો દઈ દીધો. લોકમાં શેઠનો, સત્યનો અને શાસનનો જયજયકાર ફેલાઈ ગયો. આ બધો પ્રતાપ જિનવચનના રંગનો, અંજામણનો. જિનવચન પાળવાનું આવ્યું ત્યાં બીજાં પ્રલોભનો કૂચા અને ભયંકર આપત્તિ પણ વિસાતમાં નહિ! એટલો બધો એ બધા કરતાં જિનવચનનો ભારે પક્ષપાત, શી વાત જિનવચન એટલે ! જગતમાં હીરા-માણેક મળે, દેવતાઈ વિમાન ને અપ્સરાઓ મળે, પરંતુ જિનવચન ક્યાં મળે? ક્યારે મળે? મારે તો એકજ આશ જિનવચનની. Page #98 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન ભગવતી સૂત્ર સાંભળવું છે, એ જિનવચન છે, માટે એના પર આ રંગ ઊભો કરીને, મન પર એનું કામણ-અંજામણ ઊભું કરીને શ્રવણ કરવાનું છે. તો એ શ્રવણ અભુત લાગશે, તન્મય ચિત્ત થશે અને જીવનસ્પર્શી બનશે. આ પ્ર. પણ પહેલું તો જિનવચનનું એવું અંજામણ જ શી રીતે થાય કે જેથી બીજી વસ્તુની પરવા ન રહે ? ઉ. થાય. જિનેશ્વર ભગવંતનું અંજામણ લાગી જાય તો પછી એમનાં વચનનું - અંજામણ લાગવું સરળ છે. પુરુષ વિશ્વાસે વચનવિશ્વાસ. જુઓ છો ને કે બાળકને માબાપ પર આસ્થા છે, તો એમનાં વચન પર ઝટ વિશ્વાસ પડે છે. બીજા ગમે તેટલા લોભાવવા-લલચાવવા આવે, પણ એ લાલચ કરતાં મા બાપનું અંજામણ ભારે છે એટલે બાળક લાલચ પડતી મૂકી માબાપ તરફ ઢળેલું રહે છે. મામા-માશી કે કાકા-કાકીનું ખાઈ આવે, કંઈ બક્ષીસ લઈ આવે, તો પણ એના મન પર માબાપની ઘેરી છાયા હોય છે, ને એમનાં વચનને ત્યાં ને ત્યાં આગળ કરે છે. કષ્ટ દેખાતું હોય તો પણ એ પાળવાનું પણ કષ્ટથી ભાગવાનું નહિ. માબાપની જો રોજની કેળવણી હોય તો બચ્ચાં મોટાં થયા પછી પણ આ છાયા, આ અંજામણ રાખશે. મા ૧૦. બ્રાહણીની ૩ છોકરીઓનું દ્રષ્ટાંત *** ** પેલી બ્રાહ્મણીની ત્રણ છોકરીનું દ્રષ્ટાંત જાણો છો ને? “અનુયોગદ્વાર સૂત્રની ટીકામાં એ દૃષ્ટાન્ત આવે છે. એમાં માતાને છોકરીઓ પતિ સાથે સુખી જીવન ગાળે એવું કરવું છે. એટલે પહેલાં મોટી છોકરીને પરણાવ્યા પછી સાસરે પહેલી વાર મોકલતાં કહે છે, “જો તું આટલું કરજે. તારા પતિ પહેલી રાતે તારી પાસે આવે ત્યારે પહેલાં જરાક એમને લાત લગાવજે.' જુઓ કેવી સલાહ? ઉતાવળ કરીને “ગાંડી' કહેશો નહિ. બ્રાહ્મણી ગંભીર અને દીર્ઘ દ્રષ્ટિવાળી છે. એ આગળ સમજાશે, પણ તમારા જેવાને આ સલાહ જરા અજગતી લાગે. તો પેલી નાદાન છોકરીને ન લાગે ? પણ ના, માતાએ એની કાળજીભરી એવી કેળવણી કરી છે કે એના પર માતાનું અંજામણ છે. તેથી મા કહે છે તે વિચાર કરીને જ કહેતી હશે એવી અટલ શ્રદ્ધા છે. એટલે એ વચન એ તરત સ્વીકારી લે છે. જિનેન્દ્ર ભગવાનનું આપણા મન પર આ અંજામણ છે? હોય તો તો એમનાં વચનની મન પર ઘેરી છાયા અંજામણ રહે. ઝટ “તહત્તિ'- તથાસ્તુ થાય. કષ્ટનો વિચાર ન રહે. “શી વાત મારા ભગવાન !' પહેલું આ જોઇએ. છોકરીને એ છે શી વાત મારી મા !' એટલે એ અંજામણ નીચે એનું વચન માન્ય કરી લઈ ગઈ Page #99 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન સાસરે. હવે એને પતિ પર કેટલો બધો રાગ ઊછળતો હોય? એ પહેલો મળે ત્યારે કેવી હોંશ અને હેતથી ? આ બધું તો તમારા અનુભવનું છે ને? એ બધું છતાં ક્ષણભર એ ઊભું રાખીને બ્રાહ્મણપુત્રીએ પતિ પહેલપહેંલો પાસે આવતાં માતાની સલાહ મુજબ એણે પતિને લાત લગાવી. કોઈ જિનવચનનાં આકર્ષણ નીચે, બીજી બાજુ આપણા પર સામાને ઊભરાતો રાગ છતાં, એને ઘડીભર ટક્કર લાગવા જાય એવું આચરણ કર્યું છે? પૃથ્વીચંદ્ર રાજકુમાર પરણી લાવેલી આઠ નવોઢાને પહેલી મુલાકાતે કહે છે, “સાંભળો ગુણોના ભંડાર! જેના મનોરથ લઈને આવ્યા છો એ ભોગસુખના વિપાક કેવા ભયંકર કટુ છે એ જાણો છો ? વિપાકફળનાં સુખ તો એક જ વાર નસો ખેંચાઈ તણાઈને મોત નીપજાવે, પરંતુ આ વિષયભોગ તો સુમાર વિનાના દુઃખભરી દુર્ગતિઓના અને દુઃખદ મૃત્યુઓ આપે! શું અહીં વિષયભોગથી તૃપ્તિ થવાની છે? ભૂલા પડતા મા. અગ્નિ જો ઝૂમે ઈધણે, નદીએ જો જલધિ પૂરાય; તો વિષયસુખ ભોગતાં, જીવ એ તૃમો થાય.' વિષયભોગ રૂપી ધનથી તો જીવનો કામાગ્નિ બૂઝે નહિ, વધે છે. આ સંસારચક્રમાં ભમતાં જીવે અનંતી વાર દેવલોકના વિષયભોગ પણ કર્યા , છતાં ક્યાં છે આજે તૃપ્તિ ? માટે વિષયોમાં મૂઢ ન બનો. વિષયભોગથી સુખી બનવાની આશા રાખો મા. ઝાંઝવાના નીર જેવા એ સુખની લત મૂકી દો.' પહેલી મુલાકાતે નવોઢા પત્નીઓના ઊછળતા રાગ-સ્નેહ અને ભારે બહુમાન છતાં જિનની જિનવચનની છાયા-અંજામણ નીચે એ રાગને ટક્કર લગાડી જાય એવા કેવા આ બોલ ? તમારે આવો પ્રસંગ તો શાનો પરંતુ મહાપુરુષ પૃથ્વીચંદ્ર રાજકુમારની આ બોલવાની વર્તણુક તમારા હૈયે જચે ય ખરી? સમજ્યા નહિ? તમને શું એમ લાગે ખરું કે “વાહ! એણે અવસર-સર ખરેખરૂં કહ્યું? કે શું એમ થાય કે “આવું તે પહેલી તબક્કે કહેવાતું હશે? સામી બિચારીને કેટલો આઘાત લાગે ! સાધુ થયો હોય તો તો ઠીક, પણ ઘરમાં બેસીને આવું પહેલ પહેલાં કરાય?’ - જો આવું લાગે તો એનો અર્થ જ એ કે, પૃથ્વીચંદ્રનો એ વર્તાવ હૈયે જચતો પણ નથી, આચરવાની તો વાતે ય ક્યાં? પૃથ્વીચંદ્રના બોલ શા ખોટા છે? જિનવચનને અનુસરતા એ બોલ છે. પ્ર. પણ તે આવા ટાણે બોલાય? ઉં. ત્યારે શું સામાને ભોગના કીચડમાં ખેંચાવ્યા પછી બોલાય? વાઘને લોહી ચખાડ્યા પછી લોહીનો ત્યાગ શિખવવાનો? કે લોહી ચખાડ્યા પહેલાં ? વાત એ છે કે મન પર જિનવચનનું અંજામણ નથી, એનું કારણ જિન-વીતરાગને ખરેખરા Page #100 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ઓળખીને એમના પર મન ઓવારી જતું નથી માટે જાતે એને આદરવાની વાત તો કયાં, કિંતુ બીજાએ આદરેલું હૈયે જચતું પણ નથી. જુઓ બીજો દાખલો સમરાદિત્ય રાજકુમારને પહેલી મુલાકાતે, પરણી લાવેલી બે રાજકન્યાઓ સાથે બેઠેલી સખી કુમારને પાનનું બીડું આપતાં કહે છે, - ‘કુમાર સાહેબ ! લ્યો આ આપની પ્રાણપ્રિયાઓએ તૈયાર કરેલું પ્રેમનું બીડું.' કુમારને તો જિનવચનના અંજામણ નીચે કશું બોલવાની તક જ જોઈતી હતી; એટલે તક ઝડપી પૂછે છે, - હું? પૂછો તમારી સખીઓને કે એમને મારા પર પ્રેમ છે?' તમારે કોઈને ભાગ્યે જ પહેલે તબક્કે આવો પ્રશ્ન કરવાનું બન્યું હશે. છતાં સમરાદિત્યનું આ પ્રશ્ર કરવાનું હૈયે જચે ખરૂં ? કે એમ લાગે છે કે “આવું તે પૂછાય ? તે ક્યારે? પહેલા મીલને?' બસ, અહીં જ કસોટી છે. ઉત્તમ પુરુષોના સત્ કર્તવ્યો, તાત્ત્વિક બોલ અને વિવેકભર્યો વર્તાવ હૈયે જચે છે કે કેમ ? એના જાત માટે મનોરથ જાગે છે ખરા ? જો નથી જચતા, મનોરથો નથી જાગતા, તો જિનવચનનાં મન પર અંજામણ ક્યાં રહ્યા ? અંજામણ હોય તો લાગે કે “ ખરો નરવીર, ખરૂં પૂછયું.' બાકી તો જાત આચરણ તો દૂર, પણ મહાપુરુષોએ આચરેલું પચાવવાની ય ત્રેવડ નહિ, ત્યાં જિનવચનરંગના વાંધા. સમરાદિત્યના પ્રશ્ન પર પેલી સખી કહે છે, “કુમાર સાહેબ ! પ્રેમનું શું પૂછો છો ? જ્યારથી એણે આપનો ગુણભર્યો પરિચય સાંભળ્યો છે ત્યારથી તો એ રાતદિવસ આપના માટે તૂરી રહી છે! ગાંડીતૂર બની છે ! આપની રટમાળા ચાલુ કુમાર કહે, - “તો પછી એમને એ પૂછો કે “પ્રેમીજન પોતાના પ્રિય પાસે એવું કરાવવા ઇચ્છે ખરું કે જેથી એ પ્રેમપાત્રને આ સંસારકારાગારમાં રુલવું પડે ?' કેવો પ્રશ્ન? જિનવચનના અંજામણમાં એને નવી પત્નીઓને એ ઠસાવવું છે કે “તમે મારી પાસે જે વિષયભોગ કરાવવા આવ્યા છો, એ ચીજ એવી છે કે જેથી મારે પછી આ ભવકેદમાં જકડાયા રહેવું પડે ને દુઃખદ ભવભ્રમણ કરવાં પડે. એવી મારી પરિસ્થિતિ સર્જવાનું તમે કરાવો એમાં શું તમારો પ્રેમ ગણાય, કે નિષ્ફરતા ? સાચો પ્રેમી તો સામાને ઊંચે ચડવાનું કરી આપે, નીચે પટકવાનું નહિ, એ તો દુશ્મનનું કામ ગણાય.” તમે તે પ્રેમી થઈને આવ્યા છો કે દુશ્મન? Page #101 -------------------------------------------------------------------------- ________________ we:ewsssssssssssssssssssssssessoas00.00% શ્રી ભગવતીજી સત્ર વિવેચન પૃથ્વીચંદ્ર અને સમરાદિત્ય બંનેની પત્નીઓએ પ્રથમ તબક્કાની વાત પરથી બુઝી ગઈ. જિનવચનના અંજામણ નીચેના કુમારોના બોલે પેલીઓના રાગને ટક્કર લગાવી દીધી. અહીં બ્રાહ્મણીની કન્યાએ માતૃવચનને અનુસારે પતિના રાગને ટક્કર મારે એવું કાર્ય કર્યું! શું? પહેલી મુલાકાતે પતિને લાત મારી! પણ પતિ લંપટ નહોતો, ગુલામ નહોતો તે એ તો એવો ગુસ્સે થઈ ગયો કે કહે છે, “નાલાયક!આ ધંધો? કેવા કુળની છો ? ઊઠ અહીંથી, હમણાં ને હમણાં ચાલી જા તારા બાપના ઘેર. જિંદગીમાં ફરી અહીં આવીશ નહિ.” એમ કહીને કાઢી ઓરડાની બહાર, અને સવારે પિયેર રવાના કરી. અલબત્ બ્રાહ્મણપુત્રીને દુઃખ થયું, પરંતુ એમાં એને પોતાની માતા ઉપર અભાવ-અરુચિ નથી થતાં. કારણ? માને અંજામણ એના મન પર છે, - “શી વાત મારી મા !” ઘરે આવી માતાને હકીક્ત કહી કહે છે, - મા! તેં કહ્યું તેમ કર્યું, પણ હવે તો એ કહે છે કે જિંદગીમાં અહીં આવીશ નહિ ! હવે મારે શું કરવાનું ?' માતા એને આશ્વાસન આપતી કહે છે, “મુંઝાઈશ નહિ. હમણાં જમાઈને સમજાવી દઉં છું. પણ એક વાત સમજી લે, તારા માટે ઘર તો બહુ જોઈ વિચારીને સારૂં પસંદ કર્યું હતું, કિન્તુ જમાઈનો સ્વભાવ જાણવો હતો એ માટે આ પ્રયોગ કરાવ્યો હતો. જેથી પછી તારે કેમ વર્તવું એ બતાવી શકાય. એનું કારણ એ છે કે આમ તો સાસરૂ શ્રીમંત હોય તો સુખ તો મળે પણ પતિ જો મિજાજી હોય અને તને યોગ્ય વર્તાવ આવડે તો એ તને દબડાવ્યા કરે, ને જીવન ખારૂં બની જાય. ત્યારે જો ઘર મધ્યમ હોય ને પતિ સામાન્ય મિજાજી હોય અને તું પણ સામે જવાબ દેતી થાય, તો ય જીવન કલેશભર્યું રહે. ત્યારે જો પતિ ગુલામી માનસનો હોય, ને તું બહુ આજ્ઞાકાંક્ષી રહેવા જાય, નમતી ને આજ્ઞા માગતી રહેવાનું કરે, તો પતિને ગમે નહિ. આ બધી પરિસ્થિતિમાં કેવા થઈને રહેવું, કેવો વર્તાવ રાખવો, કે જેથી સ્વભાવનો મેળ જામી સુખદ જીવન ચાલે, એ ખાસ કરવાનું છે.' આ હિસાબે હવે જો કે તારા પતિનો સ્વભાવ એવો કડક છે કે એ તારી ભૂલને જરા પણ સહન નહિ કરે. એ વખતે જો તું બચાવ કરવા જઈશ તો એ વધારે ગુસ્સે થશે. માટે તારે આ ધ્યાન રાખવાનું કે એમની એક દેવતાની જેમ ઉપાસના કરવાની. બનતા લગી ગુનામાં નહિ આવવાનું ને કદાચ ભૂલ થઈ ગઈ તો તરત ક્ષમા માગી લેવાની. આમ જો ચાલીશ તો તું સુખી જીવન ગાળી શકશે. બસ, દીકરીને આમ બરાબર શિખવી કરી એને લઈ બ્રાહ્મણી ગઈ એના સાસરે. ત્યાં એના પતિને ખૂણામાં બોલાવી કહ્યું કે “આ તમે શું કર્યું? તમને લાત Page #102 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન મારવાનું લાગ્યું, ને તેથી આ મારી કન્યા ઉદ્ધત લાગી, પરંતુ તમારી ગેરસમજ થઈ. આ તો અમારા કુળનો રિવાજ છે કે પહેલા મીલનમાં આમ કરવાનું એટલે બિચારીએ એમ કરેલું. બાકી તો તમે જોશો કે દીકરી મારી કેવી વિનયી, નમ્ર અને આજ્ઞાંકિત છે.' જમાઈ જરા ઝંખવાણો પડી ગયો. કહે છે, “એમ ? તો આની મને ખબર નહિ, ખેર ! હવે મારા મનમાં કાંઈ નથી.” પત્યું. કન્યા રહી ત્યાં, ને માતાએ કહેવા મુજબ વર્તન રાખ્યું. પતિને ઘણો સંતોષ થયો, ને બંનેનું જીવન સુખદ ચાલ્યું. ત્યાર બાદ બ્રાહ્મણીની બીજી કન્યાનો વારો આવ્યો. એ પણ માતાથી અંજાયેલી અને એના વચન પર ભારે ઇતબારવાળી, તે એણે એ પ્રમાણે પતિને લાત મારતાં. પતિએ જરા મોં બગાડી કહ્યું કે “આમ કરાય ? જો હવે ફરીથી આવું કરીશ નહિ” એમ સહેજ રોષ દેખાડી શાંત થઈ ગયો. બીજે દિવસે કન્યાએ માતાને કહેતાં માતા બોલી, - જો તારા પતિ મધ્યમ સ્વભાવના છે. માટે તું ગમ ખાતાં શીખજે. ક્યારેક એ ગુસ્સે થશે, પણ તું સામો બોલ-બચાવ નહિ કરે, તો પોતાની મેળે એ શાંત થઈ જશે. એટલે તું સમજ કે તારે એક દેવતા નહિ, પણ સર્જન મનુષ્યની ઉપાસના કરવાની છે. તેથી ઉદ્ધત અક્કડ પણ નહી ને બહુ નમતા કરગરતા પણ નહિ, એવું જીવન જીવવાનું.” ખરેખર એમ વર્તતાં છોકરીનું જીવન સુખદ ચાલ્યું. - ત્રીજી પુત્રીનો વારો આવ્યો ત્યારે એણે પતિને જ્યાં લાત મારી ત્યાં પતિ તો ઉલટો એને કહે છે કે “અહો દેવી ! શું તારો પ્રેમ ! કેવો તારા પગનો સુકોમળ મીઠો સ્પર્શ ! પણ તને વાગ્યું હશે, લાવ પંપાળું એમ કરી એના લાત લગાવનાર પગને પંપાળવા બેસી ગયો ! બીજે દિવસે માતાને જઈને કહેતા એણે દીકરીને એવી સલાહ આપી કે, - જો આ તારા પતિના વર્તાવ પરથી લાગે છે કે એ બહુ આજ્ઞાપેક્ષી સ્વભાવના છે, આજ્ઞાકારી સ્વભાવના નહિ, એમને તું આજ્ઞા પૂછવા જાય, નમ્ર કરગતી થઈને રહે એ નહિ ગમે. એ તો ઊલટો તારી આજ્ઞાની અપેક્ષા રાખશે. તેથી જેમ જેમ તું પ્રેમભરી આજ્ઞા કરશે, તેમ તેમ એ ખુશી થશે. માટે એ ઉપાસ્ય દેવતા નહિ, પણ તું દેવતા થઈને રહેજે, તો બંનેનો પરસ્પર મેળ જામશે, પ્રેમ વધશે ! ખરેખર છોકરી એમ પતિ પર હુકમ બજાવતા કરતાં સુખી થઈ.' આમાં એક મહત્વની જીવનચાવી જડે છે. લોક કહે છે કે “સામા સાથે સંબંધ બાંધવો હોય તો પહેલાં તો એના સ્વભાવ આપણને અનુકૂળ હોય એ જોવું પડે.” પરંતુ એ જોવામાં કેટલીક વાર માણસ થાપ ખાય છે. કેમકે સામાને સંબંધ બાંધવો હોય એટલા પૂરતું પહેલાં દંભથી અનુકૂળ સારો સ્વભાવ દેખાડે. પછી સંબંધ ચાલુ Page #103 -------------------------------------------------------------------------- ________________ 4 શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન થઈ ગયો એટલે કેમ? તો કે પેટમાં પગ ઘાલીને પહોળા કરે ! દેખાય છે ને કેટલાકનાં લગ્ન, કેટલાયની વેપારની ભાગીદારી, કેટલાયની મિત્રાચારી યાવત્ કેટલાયના ગુરુ-શિષ્યના સંબંધ ખારા થઈ ગયા! કારણ છે, સામાને ગરજ હતી એટલે સ્વભાવ સારો દેખાડી સંબંધ જોડયો, પણ પછી કેમ ? તો કે “આ જા ફસા જા.” પોત પ્રકાશ્ય ! ત્યારે સંબંધ બાંધનારને લાગે છે કે “અલ્યા આપણે ફસાયા! આનો સ્વભાવ સારો નહિ.” પણ કરે શું? ઘંટીનું પડ ગળે પેઠું, હવે કેમ નીકળે ? ત્યારે કેટલીક વાર એવું બને છે કે સામો તો ઠીક જ સ્વભાવવાળો હોય પરંતુ પોતાના મનને અનુકૂળ ન લાગવાથી માન્યા કરે કે “આમનો સ્વભાવ સારો નહિ' અને પોતાની પદ્ધતિએ ચાલવાનું કરે, એટલે પછી ઘર્ષણ થયા કરે. જુઓ સ્વભાવ સારો જોવા ગયા અને જોઈને સંબંધ બાંધ્યો, છતાં આજે કેટલા ઘરોમાં ને વેપારમાં સામાનો સ્વભાવ સારો નહી હોવાના રોદણાં છે? ઘણી કહે છે “પત્નીનો સ્વભાવ સારો નહિ, ' ત્યારે પત્ની કહે છે ઘણીનો સ્વભાવ સારો નહિ, એમ ભાગીદાર-ભાગીદારનું, બાપ-દીકરાનું, મા-દીકરાનું, શેઠ-નોકરનું ચાલ્યા કરે છે. ડાક્ટર દરદીના અને દરદી ડાક્ટરના સ્વભાવનો વાંક કાર્યો કરે છે. માસ્તર કહે છે “વિદ્યાર્થીનો સ્વભાવ સારો નહી ને વિદ્યાર્થી કહે છે “માસ્તરનો સ્વભાવ સારો નહિ. સામાના સ્વભાવનો વાંક કાઢી માને છે કે આપણે સંબંધ જોડવામાં ફસાયા, ક્યાં રહ્યું સંબંધ બાંધતાં સ્વભાવ સારો જોવાનું પરિણામ? નથી લાગતું કે ક્યાંક ગંભીર ભૂલ થાય છે ?' પ્ર. - પણ સ્વભાવ તો સારો જોવો પડે ને? એ જોયા વિના એમજ આંધળિયા કરે તો પસ્તાવું ન પડે ? ઉ. - તો પછી શું બધાય આંધળિયા જ કરે છે? તે કેમ આજે રોદણાં રોવાય છે, કે સામાનો સ્વભાવ સારો નહિ? શું પહેલાં સ્વભાવ સારો જોવાનું નહોતું કર્યું? અલબત્ સ્વભાવ સારો સર્જન જરૂર જોવાનો, પછીજ સંબંધ બાંધવાનો. પૈસા પ્રેમ, સુખ, શિષ્ય વગેરેની લાલચમાં સામાનો ખરાબ દુર્જન સ્વભાવ જાણવા છતાં સંબંધ બાંધવાના આંધળિયાં નહિ કરવાના. પરંતુ એટલું સમજી લેવા જેવું છે કે, - આપણે સારા સ્વભાવના છીએ અને બીજા બધા ખરાબ સ્વભાવના છે, એવી ગણતરી જ ખોટી છે. આપણે ત્યાં ખખડાટ જોઈ આપણા સંબંધીના સ્વભાવનો વાંક કાઢીએ ને બીજાને ત્યાં સારો મેળ જોઈ કહીએ કે એમને સંબંધી સારા સ્વભાવના મળ્યા છે, એ તારવણી ખોટી છે. ખરી રીતે જ્યાં સારું ચાલે છે, ત્યાં પોતાની આવડત છે કે “સામાનો સ્વભાવ સારો અનુકૂળ જોવા કરતાં પોતે એના સ્વભાવને અનુકૂળ થઈ વર્તવું.” માટે સારું ચાલે છે. એટલે, Page #104 -------------------------------------------------------------------------- ________________ 83 %e3eeeeeeeee e e | શ્રી ભગવતીજી સત્ર વિવેચન ખરી રીતે સામાનો સ્વભાવ સારો, આપણને અનુકૂળ હોવો એ મુખ્ય નથી, કિંતુ પોતે સામાના સ્વભાવને અનુકૂળ બની જવું એ અગત્યનું છે, એ સુખદ જીવનની ચાવી છે. બ્રાહ્મણી આ ચાવી સમજતી હતી એટલે એણે ભલે પહેલાં પોતાની કન્યાનો ઉમેદવાર સારા સર્જન સ્વભાવવાળા તરીકે શોધ્યો હશે, પરંતુ માત્ર એના પર મદાર ન બાંધી. એને તો મુખ્ય એ રાખ્યું કે મારી દીકરીએ સામાના સ્વભાવ-રીતભાતને અનુકૂળ થઈ જવું જોઈએ,” અને એ મારે સામાનો સ્વભાવ-રીતિનીતિનો પત્તો લગાડવા લાતનો પ્રયોગ કરાવ્યો, ને પછી દીકરીઓને શિખવાડ્યું તમારે આ રીતે પતિને અનુકૂળ બની જવું. કન્યાઓ એમ વર્તીને સુખી થઈ. પહેલી દીકરી રોદણું રોવા ન બેઠી કે “પતિ ખરાબ સ્વભાવનો છે, ને ભારે મિજાજી છે, તે આપણી જરાક શી ભૂલમાં ભારે સજા ઠોકે છે ! ક્યાં આવા સાથે પાનું પડ્યું?' ના, એ પોતે પતિના સ્વભાવને અનુકૂળ થઈ ગઈ. એના સ્વભાવને માતાએ ઓળખાવી દીધા પછી એની દેવની જેમ ઉપાસના કરનારી થઈ. ક્યાંક ભૂલ થઈ તો તરત જ ભૂલ કબૂલી ક્ષમા માગી લેતી, ને પતિની ચોકસાઈની પ્રશંસા કરતી. એટલે પેલાને વિફરવાની તક જ નહોતી રહેતી. ઊલટું એને પત્ની તરફ આવર્જન-આકર્ષણ ઊભું થઈ ગયેલું. પછી શાનો ચડભડાટ કરે ? સામાનો તીખો કે કડક સ્વભાવ હોય છતાં આપણે પણ કોઈ અહત્વ સાચવવાના સ્વભાવમાં કોઈ ધનલાલસા કે વિષય લંપટતાના, કોઈ સામાના દોષ જ જોવાના, સામાને મૂકી બીજા પર જ પક્ષપાત કરવાના વગેરે સ્વભાવમાં તણાઈએ છીએ એટલે સામા સાથે મેળ ખાતો નથી, ને એના કડક સ્વભાવનો વાંક કાઢીએ છીએ. આત્મજાંચ કરો, તપાસો આપણી સામાના સ્વભાવને અનુકૂળ થવાની કેટલી તૈયારી છે ? આ યાદ રહેવું જોઈએ કે સામાનો સારો સ્વભાવ મુખ્ય નથી પરંતુ આપણે એને અનુકૂળ થઈ જઈએ એ અગત્યનું છે. સુખી કોણ ? વસ્તુ વ્યક્તિ કે પ્રસંગ અનુકૂળ શોધનારો નહિ, પણ વસ્તુ વ્યક્તિ કે પ્રસંગ ને પોતે અનુકૂળ બની જનારો. વસ્તુ અનુકૂળ શોધવા જનારો કદાચ એ મેળવશે, પણ આજનાં પુણ્ય કાચાં, તે પછી એમાં કોઈને કોઈ દ્રષ્ટિએ ઉણપ દેખાશે, તે સહી નહિ શકે, ને રોદણું ઊભું થશે. બસ ત્યાં સુખ લુપ્ત ! એના બદલે પોતે જ એને અનુકૂળ બની જશે, તો કશી ન્યૂનતા નહિ લાગે એટલે સુખ અખંડ. દાખલા તરીકે સમજો કે દરજીએ કોટ સીવી આપ્યો, પરંતુ કપડું ધોયે ચડી જાય એવું નીકળ્યું તે પહેરવામાં જરા તંગ કરે છે. હવે જો “એ કોટ અનુકૂળ નહિ, અનુકૂળ નહિ,” એમ કર્યા કરવાનું થશે તો મોંઘવારીમાં કપડા-સિલાઈના મોટો Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રવિવેચન 100 ખર્ચ થયા હોવાના હિસાબે એ કોટ કાઢી તો નખાય એવો નથી, પહેરવો તો પડશે જ, પણ એને અનુકૂળ જોવાની દૃષ્ટિમાં જ્યારે જ્યારે પહેરશે ત્યારે ત્યારે રોદણાં જ લલાટે લખાયેલાં ! એના બદલે પોતે એને અનુકૂળ થઈ જો એમ વિચારશે કે ‘કામમાં પડું ત્યારે આ કોટ તંગ છે એવું ક્યાં યાદે ય આવે છે ? અને નવરો પડયે કે પહેરતા યાદ આવી જાય છે, તો ત્યાં એમ માનું કે ચાલો આ પણ એક ચીજ એવી મળી કે જે આપણું સત્ત્વ, ધીરજ, સહિષ્ણુતા કેળવવા તક આપે છે. બધું સારૂં સારૂં ને અનુકૂળ અનુકૂળ મળે એમાં ક્યા સત્ત્વ કેળવવાનો અવસર જ છે ? શી ધીરજ અને સહિષ્ણુતા વધારવાની રહે છે ? વસ્તુ પ્રતિકૂળ છે અને આપણે વિકૃત નથી થતા, ઊંચા નીચા નથી થતાં, શાંતિથી આનંદપૂર્વક વધાવીએ છીએ, તો આપણું એમાં સત્વ ખીલે છે. આપણી સહિષ્ણુતા Resisting Power કેળવાય છે.’ માટે એને આપણે અનુકૂળ થઈ જાઓ. એ આપણને અનુકૂળ હોવી જોઈએ એ માથાકૂટ મૂકો. એમ કોઈ વ્યક્તિ આપણાં છિદ્ર શોધે છે. બહાર આપણી વિરુદ્ધ બોલે છે, ત્યાં આપણે એને અનુકૂળ થવાનું એ કે આપણે માનવું કે ‘ચાલો આ પણ ઠીક છે કે આપણને જાગતા રાખશે કે જેથી ક્યાંય ભૂલભાલ ન કરી બેસીએ. તેમ બહાર આપણી ચોકખી પ્રતિષ્ઠા જ હોવાના ખોટા ભરોસે ન બેસીએ. આપણને સાવધાન રાખવાનો ને ચેતીને ચાલવાનો આ લાભ કરાવે છે, ને જીવનમાં એ બહુ જરૂરી છે.’ એમ કોઈના ટોણાં-ટપકાં ખાવા પડે ત્યાં પણ એ સ્થિતિને અનુકૂળ થવાનું એ, કે મન કહે, ‘ઠીક છે આ પણ; એથી ક્ષમા કેળવવાની તક મળે છે. કોઈ આપણે ‘ભાઈ ભાઈ’ કરે એમાં શી ક્ષમા રાખવાની મળે’? એ તો કડવું સાંભળવા મળે ત્યાં ક્ષમા રાખવાનો અવસર ઊભો થાય છે. વળી આ જગતમાં જેટલું સહવાનું મળે એ લાભમાં છે. એથી પાપ ખપી જાય છે. માટે તો શાસ્ત્ર કહે છે, ‘દેહે દુકખં મહાફલ’ - આપણી કાયા પર દુ:ખ આવે એ કર્મક્ષય સહિષ્ણુતા-સમતા, સત્વ, ભગવત્સ્યરણ વગેરે મહાન લાભને કરનારૂં બને છે. બસ આ રીતે વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને લાભદાયી માની શાંત-સ્વસ્થ-ધીર બની જઈએ એ આપણે એને અનુકૂળ થયા કહેવાય; ને એમાં સુખ અખંડ રહે; આપણે સદા સુખી. પ્રસંગ ગમે તે બનો, પણ પોતે અનુકૂળ થઈ જવાથી હ્દયમાં કોઈ સંતાપ, વિકલ્પો કે રોદણાં નહી રહે, સીતાની નિંદા થઈ, પણ પોતે માન્યું કે ‘આ પાપનો Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન : ઉદય છે,” માની સમાધિ-સ્વસ્થતા રાખી તો, કશું રોદણું નહિ, ને પાપ ખપી જતાં જશનો પાર ન રહ્યો. ઢંઢણ અણગારને છ મહિના પોતાની લબ્ધિની ભિક્ષા ન મળી, ને એક વાર એવી ભિક્ષા હોવાનું માની લઈ આવ્યા પણ તેમનાથ પ્રભુએ કહ્યું “આ તારી લબ્ધિની નહિ, પણ કૃષ્ણ રાજાએ તને રસ્તા વચ્ચે વંદના કરી તે દેખી “ઓહો આ મહારાજાના પણ પૂજ્ય છે?' એમ સમજી વહોરાવનારે વહોરાવ્યું એ કૃષ્ણની લબ્ધિની ભિક્ષા થઈ,” તો ઢંઢણે હતાશ ન થતાં ચાલો હજી અંતરાય કર્મ ખપે છે. એમ માની એને અનુકૂળ બની જઈ પરઠવી દેવા ગયા, ને ત્યાં શુભ ભાવનામાં વધતાં સર્વ અંતરાયાદિ ઘાતી કર્મ તોડી વીતરાગ થયા ! ભિક્ષા અનુકૂળ કરવા મથ્યા હોત તો ? સુખી કોણ? વસ્તુને પોતે અનુકૂળ બની જાય એ. દુઃખી કોણ? વસ્તુને અનુકૂળ કરવા મથે એ. આમ, સુખ-દુઃખ એ મન અનુકૂળ કે વસ્તુ અનુકળ બનાવવા પર નિર્ભર છે. બ્રાહ્મણીની પુત્રીઓ પતિને અનુકૂળ બનાવવાની મથામણમાં ન પડતાં પોતે પતિને અનુકૂળ બની ગઈ, તો સુખી થઈ. વિષયલંપટતાની દુર્દશા કેવી ? જગતમાં જીવોના સ્વભાવ કેવા વિચિત્ર હોય છે ! બ્રાહ્મણીની ત્રણ પુત્રીના પ્રસંગમાં પહેલો પતિ અલબત્ સંસાર સુખનો અભિલાષી હતો માટે તો પરણ્યો હતો, પરંતુ જરાય એવો કામલંપટ નહોતો કે હેજ પણ અપમાન વેઠીને એ વિષયસુખ પસંદ કરે. ત્યારે બીજો પતિ મધ્યમ તે અપમાન ભર્યા વિષયસુખ પર જરા ગ્લાની વાળો થાય, પણ પાછો સુખનો ચાહક તો ખરો એટલે અપમાન ફરીથી ન થાય એની શિખામણ આપી અપમાનને ગળી જનારો હતો. ત્યારે ત્રીજો તો વળી એવો એકલો સુખલંપટ, તે અપમાનને અપમાન સમજવાને બદલે સુખ ચટાડનારી પત્નીની એ મહેરબાની વરસી એમ સમજી વધારે કાલાં કરવા જાય ! વિષયસુખની લંપટતા માણસને કેવો ઘેલો પાગલ બનાવે છે ! ગાળને ઘીની નાળ અને અપમાનને મહેરબાની સમજે છે ! બસ એકજ દ્રષ્ટિ છે, - “ઇન્દ્રિયોને ચાટવાનું મળે છે ને? પછી લત લાગી પણ તે મુલાયમ મધુરા સ્પર્શવાળી પત્નીની લાત છે તો એને પણ એક વિષય-પિરસણ સમજવાનું ! ને એમાં પત્નીનો ઉપકાર મહેરબાની કૃપા માનવાની !' આવા માણસ લાત મારવા જેવું કરનાર પણ વિષયો જરા આઘાપાછા થાય એમાં નાખુશ થાય છે, ને તેથી લાતને મહેરબાની માની વધારે ચાપલુસી-ચાગીરી કરતા બેસે છે ! પછી એની પાસે સ્ત્રી પોતાના કપડાં ય ધોવરાવે તો ઊલટા ખુશી થશે ! એવાને તો “શી વાત પત્ની એટલે !' એમાં એ ભાન ભૂલે, સ્વમાન ભૂલે, મર્યાદા ભૂલે, ત્યાં ધર્મ તો ફરકે જ શાનો? Page #107 -------------------------------------------------------------------------- ________________ જામક IN ૧૧. ધર્મરસ અને ધર્મ કેમ નથી જાગતા ? (૧) વિષયસુખની લંપટતા એ ચીજ જ એવી છે કે એની આંધીમાં ઘર્મ રુચે નહિ, દેવ-ગુરુ-ઉપાસના ગમે નહિ કેમકે એમાં તો થોડો વિષયસંગ જતો કરવો પડે ને ? હૈયુ વિષયરસથી પડકાયેલું હોઈ વિષયત્યાગ બતાવનાર ધર્મનો રસ જામે જ ક્યાંથી? ધર્મરસ વિના ઘર્મ શે સધાય ? એમ પૈસાના લંપટ, માન-પ્રતિષ્ઠાના ભૂખ્યા, વાતોના રસિયા, હરવા ફરવાના શોખીન, ખાવાના લાલચુ વગેરેની દશા જુઓ. એની પાછળ એ ઘેલા થઈને ફરશે, પણ એને ધર્મ નહિ ગમે ! કેમકે એમાં પોતાની લંપટતાનો વિષય સંગ થોડો જતો કરવો પડે ને? (૨) લક્ષ્મીના લંપટને દાન-પરોપકાર-ભક્તિ કરવાનું શાનું ગમે ? એમાં તો એના પ્રાણભૂત પૈસા થોડા ખરચવા પડે ! એટલે પછી કેમ, તો કે ઘરે લક્ષ્મીના ઢેર થવા લાગે પણ થોડોય દાન ધર્મ નહિ કરી શકે. અરે ! સીધો ઉપભોગ પણ નહિ! એમ, પૈસા મળતા હશે તો કૂદશે, નાચશે, પણ અન્યાય, દ્રોહ, વિશ્વાસભંગ વગેરે કશું નહિ જુએ. સગા બાપનો કે ભાઈનો ઘન-માલ ખાતર વિરોધ કરશે ! જુઆપું કરશે ! આ જગતમાં પૈસા, વેપાર, મકાન, યાવતુ રાજ્યપાટની લંપટતાએ કેવા કેવા કુકૃત્ય અને શા શા અનર્થ નથી જગાવ્યા ? એ તો એમાંથી તે બચે કે જેને ધન-માલની લંપટતા ન હોય. કાશીનરેશની ઉદારતા આદિ ગુણોએ બહુ પ્રશંસા થતી તેથી કોશલનરેશે એના પર ચઢાઈ કરી. કાશીનરેશે જોયું કે “આમ લડવામાં તો પ્રજાને ઘણું સોસાવું પડશે; ને મારા લોભમાં શા સારૂ એમ થવા દઉં?' તેથી પોતે રાજ્ય છોડી ચાલી ગયો. જંગલમાં જઈ મુકામ કર્યો. અહીં હજી પણ લોક કાશી નરેશના ગુણ ગાય છે. તેથી કોશલનરેશે ઇર્ષાના માર્યા હજી પણ કાશીના નરેશનો પ્રપંચ જાણી ઢંઢેરો પિટાવ્યો કે જે કાશીનરેશનું માથું લઈ આવશે અને હજાર સોનામહોર ભેટ મળશે. પણ બહુ લોકપ્રિય કાશીનરેશનું માથું કાપવા કોણ તૈયાર થાય? કોઈને એ ઈનામનો લોભ નથી. હવે પછી બન્યું એવું કે એક પરદેશી બ્રાહ્મણ પોતાની કન્યાના લગ્ન ખર્ચ માટે કાશીના રાજા પાસે મદદ લેવા જતો હતો, તો જંગલમાં પૂછાતાં કાશીનરેશને જ કહે છે. “હું કાશી નરેશની પાસે સહાય લેવા જાઉં છું; કેમકે એ બહુ ઉદાર છે, તે મારી પુત્રીના લગ્ન માટે ખર્ચની મદદ કરશે.' - કાશીનરેશે જેયું કે “એ બિચારો મને ઓળખતો નથી, તેમ જાણતો પણ નથી કે કાશીમાં તો હવે કોશલનરેશનું રાજ્ય છે. હવે એ ત્યાં માગવા જશે તો કોને Page #108 -------------------------------------------------------------------------- ________________ * | શ્રી ભગવતીજી સત્ર-વિવેચન ખબર પેલો આને સહાય કરે કે કેમ? તેથી હું જ એને મદદ મળી જાય એવું કરું.” એટલે એ બ્રાહ્મણને કહે “ચાલ હું તને રકમ અપાવું.” આ તો રાજી રાજી થઈ ગયો. બંને જણા કાશી રાજાના દરબારમાં પહોંચ્યા. ત્યાં કોશલનરેશને પ્રણામ કરી કાશીનરેશ કહે છે, - “જુઓ તમે જેનું માથું લાવવા ઢંઢેરો પિટાવ્યો છે, એજ હું કાશીનરેશ છું, તો મારું મસ્તક કાપી લો અને મને અહીં લાવનાર આ ગરીબ બ્રાહ્મણને હજાર સોનૈયાનું ઈનામ આપી દો, જેથી એ બિચારાને કન્યા પરણાવવા મદદની જરૂર છે તે એને મળી જાય.' આમેય કાશીનરેશના ગુણ સમજનારી સભા આટલી હદની ઉદારતા અને આત્મભોગ દેખી સ્તબ્ધ થઈ જાય એ તો નવાઈ નહિ, પણ હવે તો કોશલનરેશ પણ ચકિત થઈ ગયો કે આ શું? મારાથી નહિ પકડાતો આ કાશીનરેશ સામે પગલે ઉઠીને માથું આપવા આવે છે ? તે પણ મારા ઢંઢેરા મુજબ એક પરદેશી બ્રાહ્મણને હજાર સોનૈયાની મદદ કરાવવા ખાતર ? આ હું શું જોઈ રહ્યો છું? કોશલનરેશના દયનું એકદમ જ પરિવર્તન થઇ ગયું. હૈયાને પોતાની સરાસર અધમતા માટે ફિટકાર છૂટ્યો. તરતજ સિંહાસન પરથી ઊઠી સામે આવીને કાશીનરેશની ક્ષમા માગવા પગે પડવા જાય છે! પણ કાશીનરેશ એને બાવડેથી ઝાલી લે છે. ત્યારે એ રડતી આંખે દડદડ પાણી પડવા સાથે કાશીનરેશને ભેટી પડી કહે છે, કોશલનરેશનો પશ્ચાત્તાપ : નરેશ! નરેશ! તમે તો ગજબ કરી ! આ કેટલી બધી તમારી ઉદારતા કે એક ગરીબ માણસને મદદ કરાવવા તમે જાન આપવા તૈયાર થઈ ગયા છો ! અરે ! પ્રજાને કષ્ટ ન પડે માટે તમે પણ યુદ્ધ ટાળવા રાજ્યપાટ છોડી ગયા!” આ પાપ ભરેલી પૃથ્વી ઉપર પણ આટલી ઊંચી પુણ્ય કરણી હોય છે? ક્યાં હું બિનહકનું તમારું રાજ્ય પડાવી લેનારો અધમાધમ લૂંટારો ! ને ક્યા તમે દઈ દેનારા મહાન દાતાર ! આવા ઉચ્ચ ત્યાગીનું ય માથું કપાવવાની મારી દુષ્ટ બુદ્ધિ ક્યાં? અને ક્યાં તમારો એક અજાણ્યા પરદેશી ખાતર પ્રાણત્યાગની તૈયારીનો ઉચ્ચ આશય? ભાગ્યવાન ! મારી અધમતાની જ્યારે હદ નથી, ત્યારે તમારી ઉત્તમતા અપરંપાર છે! માફ કરજો આ મારા દુષ્ટ કૃત્યને ! આ તમારી જનેતાને પણ ધન્ય છે કે જેની કુક્ષીએ તમારા જેવું રત્ન પાકયું ! ત્યારે નાલાયક મેં માતાની કુક્ષીને કલંકિત કરી ! કેવાં આકાશ-પાતાળના અંતર ! સમાન માનવભવ છતાં જ્યારે તમે આટલાં ઊંચા સુકૃતને કરી શકો છો ત્યારે હું પાપી દુષ્ટતાની માઝા મુકું છું! કેવી મારી ભયંકર Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૬ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ઇર્ષા? ભયંકર રાજ્યલંપટતા? ભયંકર પાશવીપણું? માફ કરજો મારા આ ઘોર અપરાધને, હું તમારી ક્ષમા માગું છું. ને લ્યો આ તમારું રાજ્ય તમને સુપરત કરૂં છું, એમ કહી કાશીનરેશને પકડીને બળાત્કારે રાજ્યગાદી ઉપર બેસાડી દે છે ! કોશલરાજ હાથ જોડીને રડી રહ્યો છે, સભા પણ રડી રહી છે. કાશી નરેશની આંખ પણ ભીની થઈ જાય છે. એ કહે છે, - કાશીનરેશના ચોગ્ય બોલઃ “નરેન્દ્ર ! અત્યારે તમારા કબજામાં છતાં તમે આ એક ગરીબની જેમ ક્ષમા માગી રહ્યા છો, ગગદ દિલે રાજ્ય સુપરત કરી રહ્યા છો એ તમારી કેટલી મોટી વિડાઈ? સત્તાધીશ છતાં આ કરગરતા માફી માગવી એ કોઈ મામુલી વાત નથી. જીવન પાપથી ભરેલા હોય એની આ જગતમાં કોઈ નવાઈ નથી; પરંતુ પાપનો ત્યાગ કરવાની, પાપનો પ્રશ્ચાત્તાપ અને પ્રક્ષાલન કરી એનાથી પાછા હટી જવાની નવાઈ છે. મહારાજ ! રાજ્યપાટ અને જીવન ક્યાં ટકવાના છે ?” ગમે તેટલાં સાચવ્યા ક્યાં સચવાવાના છે ? એક દિવસ આ બધું છોડી ચાલ્યા જવાનું છે પણ એ જતાં પહેલાં જીવ પાપોને તિલાંજલિ આપી દે એના જેવું બીજું પરાક્રમ નથી, બીજું શાણપણ નથી. સાથે લઈ જવાની ચીજ બે, - સુકૃત અને દુષ્કૃત્ય. એમાં શા સારૂ દુષ્કૃત્યોને પડતા મૂકી સુકૃતોનો ભંડાર જ સાથે ન લઈ જવો ? આજ તમારી આ ઉદારમનસ્કતા જોઈ મારૂં હૈયું ગગદ થઈ જાય છે! બસ, કોશલનરેશ રાજ્ય સોંપીને પોતાના સ્થાને ચાલ્યો ગયો અને કાશીનરેશે પેલા બ્રાહ્મણને આ મહા સુખદ પ્રસંગનું નિમિત્ત માની વિશેષ મોટું દાન કર્યું. એને રાજ્યલક્ષ્મીની પણ લંપટતા નહોતી તેથી અવસરે એને જતું કરવામાં લેશ પણ આંચકો ન આવ્યો, ત્યારે અર્થલંપટોની દશા ભૂંડી છે કે મળવામાં તો પૈસાનો કશો ભલીવાર ન હોય, અત્યન્ત મામુલી મળ્યું હોય, પરંતુ ઘર્મ ખાતર એમાંથી સહેજ પણ જતું કરવા તૈયાર નહિ ! ને એ ઠીકરા જેવાને ય બાથ ભીડીને બેસી રહેશે ! થોડું ય દાન નહિ કરે. એમ ટૂકડા ખાતર પણ જૂઠ બોલશે, અનીતિ કરશે, કિન્તુ સત્ય-નીતિનો ધર્મ સાચવવાની વાત નહિ ! વિષયલંપટોની પણ એ જ દશા છે કે એની આંધીમાં ચડેલા એમને એ અધમ ગલીચ વિષયસુખ જરાય જતા કરી ઘર્મ સાધવાનો મોખ નથી ! ખાનપાનની લંપટતા પણ કેવા ભૂલાવે છે ? આજે આઠમ ચૌદશ જેવી પર્વતિથિએ પણ એક નાનાં બેસણાં જેવો ય તપ ક્યાં છે? તિથિએ પણ એક ધી વિગઈનોય ત્યાગ અને જૂઠનો ત્યાગ ક્યાં છે? પર્વતિથિનો માથે કોઈ ભાર જ નથી ! શાસનનો માથે ભાર નથી કે “આ પામ્યાની રૂએ મારે આટલું તો કરવું જ જોઈએ. જુઠું ક્યારે ય ન બોલાય, પણ કમમાં કમ મહાન પર્વતિથિ જેવા દિવસે તો Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન એ છોડું,'ના, કશો ભાર જ નહિ, બંધાયેલાપણું નહિ, વિશ્વ શ્રેષ્ઠ શાસન ભલે ને મળ્યું, ભલે ને એ ત્યાગના કેટલા ય આદેશો કરતું હોય, કિન્તુ આપણે એને બંધાયેલા નથી કે એ બધું કરવું જ પડે. ભાવના હોય એટલું કરીએ આપણી મરજીની વાત છે.” ખાનપાનાદિની લંપટતા શું શું કરાવે ? : કોણ બોલાવે છે આ? કોણ આ માથે શાસનના ભાર-બંધન વિના સ્વચ્છંદતાનું વિચારાવે છે? ખાનપાનાદિ વિષયોની લંપટતા. રખેને ખાવાનું રહી જશે ! રખે કાયા દુબળી પડી જશે! માંદો પડીને મનગમતું ખાવાનું રહી જાય કે શરીર દુબળું પડે, એનો વાંધો નહિ. વાંધો માત્ર ધર્મખાતામાં જોખવાનો ! ઘર્મની, શાસનની અને અતિ અતિ દુર્લભ મોક્ષમાર્ગની કિંમત નથી, આકર્ષણ નથી, સાચું સેવકપણું નથી. કિંમત છે વિષય-સુખોની! આસક્તિ - સેવકપણું છે વિષયોનું, તે એમાંથી થોડુંય જતું કરી, નથી કોઈ તપ કરવો, નથી કોઈ ત્યાગ, નથી કોઈ વ્રતનિયમમાં આવવું. માનવના ખોળિયે જનાવરની સંજ્ઞાને પોષવી છે ! આગળ વધીને રાત્રિભોજન-અભક્ષ્યભક્ષણ-ઈદ્રિયગુલામી સેવતાં પણ સંકોચ નથી. પરસ્ત્રીઓ જોવાના ને વિલાસી વાંચન કરવાના આંખોના દુરાચાર, * બિભત્સ કામગીતો ને નિંદાઓ-પાપકથાઓ સાંભળવાના કાનના દુરાચાર,એમ, + નિંદા-વિકથા-પાપોપદેશ કરવાના જીભના દુરાચાર અને * પરનું ભંડ, તથા અનાચારો અને અસત્ય-અનીતિ-ઈર્ષ્યાદિ ચિતવવાના મનના દુરાચારો. એ સેવતાં આંચકો નથી. ઉચ્ચ માનભવની કિંમત હોય તો ને ? વિષયગૃદ્ધિ એનો વિચાર જ નથી કરવા દેતી. કલેવર માનવનું, પણ હૃદય જંગલી પશુનું ! જોવું નથી કે મોટમોટા શેઠ શાહુકારો, તથા રાજા મહારાજ અને ચક્રવર્તી જેવાઓએ પણ કેટલું ભરપૂર મળેલું છતાં એની તેવી આસક્તિ નહોતી, લંપટતા નહોતી, ને આ ભવની કિંમત હતી, તો કેવા અભુત ત્યાગ-વ્રતનિયમ અને સંતોષ કેળવેલા? વિષયલંપટતા ઓછી કરાય તો જ થોડોય આ ત્યાગ-વ્રતનિયમ-સંતોષનો ધર્મ સૂઝે. વિકથા-કુથલીની લંપટતા : એમ, વાતોના રસિયાની પણ દુર્દશા છે કે એ રસમાં કલાકો બગાડશે, પણ નવકારવાળી, સામાયિક, શાસ્ત્રસ્વાધ્યાય વગેરે કઈ નહીં સૂઝે. લાવો Page #111 -------------------------------------------------------------------------- ________________ 1. શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન મહાપુરુષોનાં ચરિત્ર વાંચીએ, રાસ વાંચીએ, પ્રતિક્રમણ કરીએ, એવું કશું મનમાં નહિ આવે, આવશે વાતો કરવાનું ! જીવ એમાં ફોરો થતો લાગે છે ! એમાં નવનવું જાણવાનું મળવાથી જ્ઞાની સબુઝ સમજદાર થતો લાગે છે ! વાતોનો ચડસ, ગામ-ગપાટાની લંપટતા, નિંદા કુથલીની આંધળી આસક્તિ, લાખેણી ધર્મકરણીની કિંમત કોડીની લેખાવે છે. મનમાં હલક્ટ વાતોના કચરા ભરતાં કોઈ સંકોચ નથી ! કચરો લાગે તો ને? ભાન નથી કે “અનંતા કાળની આવી ને આવી ઊંધી રમતે ઝેરી રાગ-દ્વેષ-મૂઢતાની વાસનાઓ તો લઈને આવ્યો છે, એમાં વળી અહીંની પ્રત્યેક નિંદા-વિકથા-કુથલી એ કુટિલ વાસનામાં વધારો કરી રહી છે. પછી એ વાસનાઓને ઘસારો પાડવાની કયારે ?' વાસનાપોષણના પ્રત્યાઘાત : ભૂલતા નહિ, એક પણ બોલ નકામો નથી જતો, વાતોના બોલ બોલાય છે તે રાગ-આસક્તિ કે દ્વેષ-અરુચિના અસતુ પુરુષાર્થ ઊભા કરીને બોલાય છે! અને વળી બોલતાં બોલતાં કે સાંભળતાં એ મેલી લાગણીઓ ખીલે છે. એના પ્રત્યાઘાત ભૂંડા ! પછી અહીં વૈરાગ્ય આદિના ઉપદેશ કે પ્રસંગદર્શન હૈયે જચવા ન દે ઠરવા ન દે, ત્યારે પરલોકમાં તો દારુણ દુર્દશા ! સંસારમાં જીવની એવી પુષ્ટ રાગરિની વાસનાઓ જ એને દુઃખ-ત્રાસ-પીડામાં ખદબદતો રાખે છે. માટે આવી વાસનાઓની પોષક વાતોના રસ-ચડસ ભૂંડા ! કેમકે એ હાથ વેંતમાં રહેલ ઉત્તમ આધ્યાત્મિક વાંચન-શાસ્ત્રસ્વાધ્યાય- સામાયિકજાપ આદિ ધર્મ નહિ સૂઝવા દે ! કારણ કે પેલો આનંદ જતો કરવો પડે ને? એટલે જ કદાચ કુળધર્મથી કે આજુબાજુવાળાના સંસર્ગને લીધે, યા કોઈ બાધા-નિયમ આદિના હિસાબે ધર્મપ્રવૃત્તિમાં બેસવું પડ્યું તો ત્યાંય દૃયમાં પેલી વાતો-વિકથાનો રસ ભર્યો પડ્યો હોવાથી જરાક મોકો મળ્યો કે વાત-વિકથા-કુથલી કરવા લાગી જશે ! અહીંજ દેખાય છે ને કે પાંચ મિનિટ કોઈ કારણસર વ્યાખ્યાન બંધ પડ્યું એટલી વાર; ઝટ વાતો ગરબડ શરૂ થઈ જાય છે ! એ વાતચીત શું સાંભળી ગયેલ વ્યાખ્યાનના વિષય અંગે હોય છે ? ના રે ના, એ તો આડીઅવળી મફતિયા વાતોસ્તો.મૂઢ જીવને ભલે ને વીતરાગ સર્વજ્ઞ ભગવાનની અનુપમ વાણીનો યોગ મળ્યો. પણ હૈયામાં રસ-ચડસ-લંપટતા પેલી વાતો-વિકથા-કુથલીનો બેઠો છે, એ ધર્મમાં ચિત્ત તન્મય-રસિયું-ગુલતાન ક્યાંથી બનવા દે. વિશેષ દુઃખદ તો પાછું એ છે કે એ વિકથા-કુથલી-નિંદા કર્યા પછી પણ એનાં ખેદ નથી કે “અરે ! મેં આ શું કર્યું? ઉત્તમ માનવકાળ આ કુથલીની અધમ ચર્યામાં ક્યાં વેડફી નાખ્યો? અનાદિ કુવાસનાઓને ઘસારો પાડનાર સુંદર ભાવનાઓ, Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન ધર્મવાંચન, ધર્મકથા, વગેરેને છોડી કુવાસના દ્રઢ કરનારી આ વિકથાદિ દુષ્ટ ચર્ચામાં કયાં પડ્યો ? આવી અફસોસી પણ નથી. કેમકે દિલમાં એની દુષ્ટતા લાગી હોય તો ને ? આંધળો રસ એ લાગવા જ ન દે ને ? જીવની આ કેટલી મૂઢતા ? મોહ રાજાની આંધળી ગુલામી નીચે મૂઢ જીવ અસત્ કાર્યો કરે તો છે જ પરંતુ એને ખોટાં માનવા ય તૈયા૨ નહિ, ને એનો ખેદ કરવાનીય વાત નહિ ! પછી વાતો-વિકથામાં જાતનું તો બગાડે પણ બીજાને ય એમાં ઘસડવામાં એને કોઈ અરેકારો નહિ કે ‘આ બિચારા એક ભવ્ય જીવને હું ક્યાં મારા ચડસથી પાપમાં પાડું ? ક્યાંય આમાં પાપનો ખેદ-ખોટાપણું લાગવાનું છે ? જો નહિ તો સમ્યક્ત્વ ક્યાં રહેવાનું ?’ સમ્યક્ત્વ પાપના રાજીપા ને સારાપણા ઉપર નહિ રહી શકે. કેમકે ત્યાં પછી એનો અનંતાનુબંધી કષાય જાગતો રહે છે, જે સમ્યક્ત્વ ઘાતક-પ્રતિબંધક છે. એ પગભર હોય ત્યાં મિથ્યાત્વ પગભર રહી સમકિતને આવવા દે નહિ, કે પહેલાં આવ્યું હોય તો એને ટકવા દે નહિ. તો વિચારજો વાતો-વિકથા નિંદા-કુથલીનો રસ-ચડસ-લંપટતા જીવને ક્યાં સુધી નીચે પટકે છે ? એટલો સમય ધર્મ કરવો તો ચૂકાવ્યો, ઉપરાંત એ વિકથાદિનો ખેદ અને ધર્મ ચૂકાયાનો ખેદ પણ ન રહેવા દીધો ! પછી જ જ્યાં ધર્મ ચૂકાયાનો ખેદ નહિ, ત્યાં ધર્મની અત્યંત કર્તવ્યતા લાગે જ ક્યાંથી ? એ જો ન લાગે તો એના સુસંસ્કાર શી રીતે પડે ? અને એ જો ન પડે, તો ભવિષ્યમાં ધર્મમમતા શે મળવાની ? એ જો ન મળે તો જીવન કેવું પાપભર્યું ને પાપના ચડસભર્યું બનવાનું ? બીજી બાજુ વિકથાના જે વિષયનો રસ પોષાયેલો એના કુસંસ્કાર અને પાપકર્મ કેટલો અનર્થ કરશે ? વાતોના ૨સ, નિંદા-વિકથાના ચડસ ઇંદ્રિય-વિષયોની લંપટતા, લક્ષ્મીની લંપટતા, વગેરેના અનર્થ જોવા જેવા છે. કે એ જીવને કેટલો બધો નીચે પડકે છે ! ચૌદ પૂર્વધર મહામુનિ જેવા પણ વિકથાના રસમાં નીચે ગબડતા હશે તે શું એમ ને એમ ? કે ઠેઠ સમ્યક્ત્વ અને ધર્મપ્રીતિ પણ ગુમાવીને ? માટે જ ડહાપણ એ છે કે મૌન અને અતિ અલ્પ ખાસ જરૂરી જ બોલવાનો અભ્યાસ પાડવા જેવો છે. ગળા સુધી કાંક બોલવાનું આવી ગયું હોય છતાં મન કઠણ કરી એને દાબી દેવાનું. મન સામે ઝટ એ ખડું કરવાનું કે ‘જો આ કુથલી-વાતોનો રસ પોષ્યો છે તો ધર્મરસને જબરદસ્ત ફટકો પડશે ! અને એના પ્રત્યાધાત ભયંકર ! સાચી ધર્મસગાઈ નહિ રહે. માટે હાલ અને ભાવી માટે મારી ધર્મલેશ્યા ટકાવવા વાતો- કુથલી મને ન ખપે.’ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન દાળ ભેગી ઢોકળી : આ રીતે મન મારીને મૌન કેળવવાની જરૂર છે. નહિતર વાતો ચિતો-વિકથાના રસ-ચડસમાં તો પછી દાળ ભેગી ઢોકળી ચડવા જેવું થશે એ ભૂલવા જેવું નથી. એમાં લાગ્યા એટલે, (૧) સહેજે અભિમાન પોષાવાનું, કેમકે વાતો કરવામાં હોશિયારી બતાવવા તરફ સહેજ દિલ હોય છે, ને હું સાચું કહું છું, તમારા પરની લાગણીથી કહું છું” એવો સામા પર ભાસ કરાવનારું હુંપદ હોય છે. પોતાનું સાચું ઠરાવવા તરફ અહંત રહે છે. (૨) વળી વાતોની લંપટતાથી વાતો-વિકથા કરવામાં અસત્ય, અજુગતું ને વધારે પડતું બોલવાનું પણ થાય છે. (૩) એમ, વાતોના તે તે વિષયથી રાગ, લોભ, માયા બીજા પર દ્વેષ, વગેરે કષાયો પણ જાગે છે, વધે છે, પોષાય છે. - (૪) બીજાનાં ગુપ્ત રાખવા જેવાં રહસ્ય બોલી કાઢવાનું થાય તેથી વિશ્વાસઘાત પણ કર્યાનું બને. (૫) જાતની ક્ષુદ્રતા નીચવૃત્તિ પોષાય. (૬) એમ, કેટલીક વાર બીજાના છતા પણ દોષની નિંદા ચાડી, અને અછતા દોષનું આરોપણ, આક્ષેપ, અભ્યાખ્યાન પણ થાય. આ બહું ભયંકર પાપ છે, કોઈનામાં જે દોષ નથી, ભૂલ નથી, એનું આળ ચડાવવા જેવી નીચતા જગતમાં બીજી કઈ હોય? તે પણ વાતોના ચડસમાં એનાથી ખાનગી ! એટલે કેમ? તો કે પછી એનો પ્રચાર ચાલવાનો. હૃદય ધિટું કઠોર નિર્દય બને ત્યારે આવું અભ્યાખ્યાનનું પાપ થાય. બહુ વાતરસિયાને આ સુલભ છે. (૭) વાતોના ચડસમાં પાપોપદેશ-પાપસલાહ-પાપાનુમોદના અને પાપપ્રેરણાનો હિસાબ નથી રહેતો. કંઈ ને કંઈ વાત કરવી છે ને ? એટલે જેમ ગધેડાને કંઈ ને કંઈ આરોગવું છે, તેથી ઉકરડાનો કચરો આરોગે છે. એમ અહીં વાતોના રસમાં પોતે કરેલ પાપકાર્યોની હોશિયારી બતાવશે, પાપાનુમોદન કરશે ! પછી ત્યાં પાપનો ડંખ પણ ક્યાં ઊભો રહે ? સીધો એ પાપના અનંતાનુબંઘના રાગમાં તાણી જાય ! ને સમકિતથી ભ્રષ્ટ કરે ! વળી વાતોનો ચડસ; એટલે સામાને પાપની સલાહ-પ્રેરણા આપવાનો. ભોજનની, સ્ત્રીની, દેશની કે રાજ્યની એવી વાતો માંડશે કે જેથી સામાને રાગ-દ્વેષ થાય અને એને કોઈ પાપની પ્રેરણા પણ મળે. જરૂર પડયે આ વાતોડિયો એને હિંસાની જૂઠની કે અનીતિ-માયા વગેરેની પણ સલાહ આપતાં અચકાશે નહિ ! એમ સામાના પાપકાર્યની પ્રશંસા કરશે, યા એમાં મg મારશે. પેલો કહે “આપણી Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન છોકરી જરા રાશિ, પણ ગમે તેમ ઓઠકોઠ કરીને ઠેકાણે તો પાડવીને ?’ એટલે આ વાતોડિયો કહેશે કે ‘હાસ્તો, ઠેકાણે પાડવી જ પડે ને ?' શું કર્યું આ ? સામો એ ઠેકાણું પાડવામાં જે માયા-પ્રપંચ રમે એમાં મત્તું માર્યું ! સંમતિ આપી, ભયંકર પાપ ‘માયા’ની અનુમોદના કરી ! આવાં આવાં તો કેઈ દુષ્ટ પાપો વાતોના ચડસમાં પોષાય છે. માટે જ બહેતર છે કે ઘરના ખૂણે બેસી રહેવું અથવા સંતસાધુના સંસર્ગ સાધવા, વાંચન કરવું કે જાપ વગેરે કરવો, પણ વાતો-વિકથા-કુથલીમાં લેશ પણ નહિ ઉતરવું. માન-પ્રતિષ્ઠાની લંપટતા જગતમાં ધર્મ૨સ ન જાગવા દેનારી અને ધર્મ ભૂલાવનારી લંપટતાઓ કેટકેટલી છે ? વાતોના રસની જેમ માન-પ્રતિષ્ઠાની લંપટતા પણ ધર્મ ભૂલાવે છે, ધર્મરસ જ જાગવા નથી દેતી. એ તો એક જ જોશે કે ‘આપણને માન ક્યાં મળે છે ? આપણે સારા કેમ લાગીએ ? આપણી પ્રતિષ્ઠા કેમ વધે ?' અર્થ-કામ-ઠઠારાની લંપટ દુનિયામાં સારા દેખાવું છે, માન મેળવવું છે, આબરૂ વધારવી છે, એટલે પછી જીવ એ અર્થ, કામ, વિષયો અને દેખાવ-ઠઠારાની પ્રવૃત્તિમાં જ લાગ્યો રહેવાનો. ત્યાં ધર્મને જગા જ શાની મળે ? ધર્મ કદાચ ક૨વાનું કરે, તો પણ એની પાછળ આશય તો માન મેળવવાનો જ હોય એટલે પછી ધર્મ તરીકે ધર્મનો રસ હોય જ શાનો ? શુદ્ધ ધર્મરસ કેવો : આ જો રસ હોય તો તો મનને એમ થાય કે દુનિયાના બાહ્ય માન-સન્માનની આકાંક્ષા એ તો લોભપાપ છે, અને લોભ સૌથી ભૂંડું પાપ છે. તો કમમાં કમ જ્યારે હું ધર્મસાધનામાં જોડાઉં છું ત્યારે તો એ આકાંક્ષાના પાપને દૂર રાખું. કેમકે એ આકાંક્ષા ચિત્તના અધ્યવસાયરૂપ છે એટલે જો એ ઊભી હશે તો નિર્લોભતાની અર્હત્વત્યાગની, જિનવચનરાગની વગેરે વગેરે ધર્મ આકાંક્ષાને જગા ક્યાંથી મળશે ? પેલી માનાકાંક્ષાનો અશુભ અધ્યવસાય રહેવામાં આ ધર્મઆકાંક્ષાના શુભ અધ્યવસાયની ઉપેક્ષા-બેપરવાહી રહેવાની ! ધર્મ કરીને ધર્મરસ પોષવાને બદલે પાપ પોષાવાનું ! એ કેમ પાલવે ? માટે આ માનની લાલસા ભૂંડી ! બાહુબળજીના યુદ્ધભૂમિ ઉપર બાર બાર મહિના સુધી ચારિત્ર, સળંગ ઉપવાસો અને કાઉસ્સગ્ગધ્યાને એક સ્થાન પર ખડા રહેવાની ધર્મસાધના ક્યાં કમ હતી ? છતાં કેવળજ્ઞાન ક્યારે મળ્યું ? પેલી માનાકાંક્ષા, માનની લાગણી, કે ‘મારે કેવળજ્ઞાની નાના ભાઈઓને વંદન ન કરવું પડે' એ ઊભી હતી ત્યાં સુધી નહિ, Page #115 -------------------------------------------------------------------------- ________________ esensessor 222210 0 % aa%ae%e0%aa%ae % 4 શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પણ હેઠી મૂકી ત્યારે ! ઋષભદેવપ્રભુએ બ્રાહ્મી-સુંદરી બેનસાધ્વીઓને મોકલી એમના માનાકાંક્ષા-માનકષાયના પાપ-અધ્યવસાય પર ટકોર લગાવી, “વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચઢયે કેવળ ન હોય રે,” - અર્થાત્ “ભાઈ મારા ! અભિમાનના હાથી પરથી નીચે ઊતરો, તો જ કેવળજ્ઞાન થાય પણ અભિમાનના હાથી ઉપર બેઠા ર કેવળજ્ઞાન નહિ થાય.” પણ એમ માનાકાંક્ષા-માનકષાયને થપ્પડ લગાવી રવાના કરાવ્યા, ત્યારે કેવળજ્ઞાન મળ્યું. ત્યાં બાહુબળજી મહામુનિએ શું વિચાર્યું? આવું જ કાંક, કે “અરે ! હું ક્યાં ભૂલ્યો ? કેવળજ્ઞાન તો વીતરાગ થાય એને જ મળે. એટલે પહેલાં તો મારે અહીં વીતરાગ બનવું પડશે. તે સમસ્ત ક્રોધ-માન વગેરે કષાયો નિર્મૂળ નાશ પામે તો જ બનાય, અને અહીં તો હું “નાનાને કેમ નમું ?' એમ માનકષાયને પોષી-થાબડી રહ્યો છું. પછી વીતરાગ ક્યાંથી બની શકવાનો ? એ નહિ તો કેવળજ્ઞાન પણ શી રીતે મળવાનું હતું ? માટે હવે તો પહેલું આ માન પડતું મૂકું અને એ માટે જાઉં, વીતરાગ કેવળજ્ઞાની મહર્ષિ બનેલા નાના ભાઈમુનિઓને જઈને નમસ્કાર કરું', એમ ભાવનામાં ચડયા અને પગ ઉપાડતાં ભાવના ખૂબ વધી તે ક્ષપકશ્રેણીના ભાવ ઉછળ્યા ત્યારે કેવળજ્ઞાન થયું ! અહીં એક પ્રશ્ન થાય, - 3 જ ગ જ '* ** * * *** * * * *--- - ----------* * ****** *** * *** ***** ********* * ** જ ૧૨. શુભ ભાવની અગત્યતા : પ્ર. - ઠીક છે માનાકાંક્ષા તો પડતી મૂકી, પરંતુ નાના ભાઈ મહર્ષિઓને નમન કરવાની આકાંક્ષા જાગી એ પણ આકાંક્ષા એક રાગરૂપ જ છે ને ? તો એ છતેય વીતરાગ શી રીતે બનાય ? વીતરાગ એટલે તો સર્વથા રાગરહિત. ઉ. - અહીં સમજવાની જરૂર છે કે માનાકાંક્ષા એ અશુભ અધ્યવસાય છે, અને નમસ્કારની આકાંક્ષા એ એક શુભ અધ્યવસાય છે. ત્યાં પહેલાં એ અશુભ અધ્યવસાય તોડવાને માટે આ શુભ અધ્યવસાયની જરૂર છે. માનનો કે લોભનો અધ્યવસાય એ કષાયપરિણતિ છે, સંકલેશ છે, તે “ચાલો આપણે આ કષાય-પરિણતિ મૂકી દો આપણે માન રાખવાની કે લોભ કરવાની જરૂર નથી” એમ ચિંતવવામાત્રથી કાંઈ એ રવાના ન થાય. એ તો રવાના કરવા માટે સંકલેશના અધ્યવસાયને બદલે વિશુદ્ધિનો અધ્યવસાય લાવવો પડે, ને એ વિશુદ્ધિનો અધ્યવસાય પણ કષાયના ઘરનો છે. સાંભળીને ભડકતા નહિ. શાસ્ત્ર કહે છે. જેટલા સંકલેશ-સ્થાન છે એનાં એ વિશુદ્ધિસ્થાન છે.” અશુભ કષાયભાવમાં નીચે અંદર ઊતરતા જાઓ એ સંકલેશમાં પડ્યા કહેવાય. ત્યારે એમાંથી બહાર નીકળતા જાઓ એટલા વિશુદ્ધિમાં ચડયા ગણાય. ખૂબી જુઓ કે દા.ત. નવમા WW Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ગુણઠાણે બે આત્મા છે, પણ એક સાતમે-આઠમે થઈ ઉપર ચડતો નવમે છે, ને બીજો ૧૧મે ગુણઠાણેથી પડતો નવમે ગુણઠાણે આવ્યો છે. આ એના જેવું છે કે જેમકે તીર્થાધિરાજ શ્રી શેત્રુંજા પર હનુમાન હડે આગળ બે યાત્રિક એક જ પગથિયા ઉપર દેખાય છે. પણ એક જણ યાત્રા કરીને ઉપરથી ઉતરતો છે, ને બીજો યાત્રા કરવા માટે નીચેથી ઉપર ચડતો ત્યાં આવ્યો છે. એ જ રીતે અહીં એક જણ વીતરાગ બનવાની દિશામાં નીચેના ગુણસ્થાનકેથી ચડતો ચડતો નવમા ગુણઠાણે આવ્યો છે. ત્યારે બીજો ૧૧મે ગુણઠાણે વીતરાગ બનીને હવે એ અંદરમાં ક્ષણભર તદ્દન ઉપશાંત કરી નાખેલા કષાય ઉદય પામતા એ બીજો ૧૧ મે ગુણઠાણેથી પડતો નવમે ગુણસ્થાનકે આવ્યો છે. આમાં ચડતો એ વિશુદ્ધિમાં છે, ને પડતો એ સંકલેશમાં છે, આમ બંને અમુક સમયે એકસાથે નવમા ગુણઠાણે હોવા છતાં એક આત્મા કષાયમાંથી બહાર નીકળતો નીકળતો ઉપર ચડતાં નવમે આવ્યો છે માટે એ વિશુદ્ધિમાં ગણાય છે, અને બીજો ઉપરથી નીચે ઊતરતો કષાયની અંદર અંદર પેસતાં એ જ નવમાં ગુણઠાણે આવ્યો છે. કષાયસ્થાન, અધ્યવસાયસ્થાન સમાન, એ જ છતાં એકને વિશુદ્ધિ, વિશુદ્ધ પરિણામ, અને બીજાને સંકલેશ, સંક્લિષ્ટ પરિણામ ! એનો અર્થ એ થયો કે સંકલેશસ્થાન એજ વિશુદ્ધસ્થાન; સવાલ માત્ર પડવા-ચડવાનો; તફાવત માત્ર કષાયમાં અંદર ઊતરવાનો કે એમાંથી બહાર નીકળવાનો. હવે એ જુઓ કે, - કષાયમાંથી બહાર શી રીતે નીકળાય ? આ સમજવા માટે પહેલાં એટલું ધ્યાનમાં રહે કે કષાયનો અધ્યવસાય યાને ભાવ કાંઈ એકજ પ્રમાણનો નથી, કિન્તુ એમાં ડીગ્રીઓ (Degrees) છે, માત્રાઓ છે. સૌથી ઊંચી ડીગ્રીનો ઉત્કૃષ્ટ માત્રાનો, એનાથી જરાક ઉતરતી માત્રાનો, એનાથી પણ જરાક ઉતરતી માત્રાનો ઓછો કરતાં કરતાં વીતરાગભાવ યાને તદ્દન નિષ્કષાયભાવ આવવા પૂર્વનો અત્યંત નહિવત્ કષાયભાવ. એ સૌથી અલ્પ માત્રાનો કષાયભાવ એ ઊતરતી માત્રાઓ થઈ. એના બદલે અલ્પમાંથી વધતી માત્રાનો કષાય થતો આવે એ ચડતી માત્રાઓના કષાયભાવ ગણાય. હવે જોવાનું એ છે કે એમાં શી રીતે અલ્પ અલ્પ માત્રાના કષાય-અધ્યવસાય થતા આવે ? એનો ઉત્તર એ છે કષાય જેવા પ્રકારનો હોય, તેના-તેનાથી વિરુદ્ધ શુભ ભાવ ઊભો કરાય તો એ દબાય. દા.ત. ક્રોધ-કષાયનું ઉપશમન ક્ષમા-સમતાના ભાવથી થાય, માનકષાયનું શમન નમ્રતા- મૃદુતા-લઘુતાના ભાવથી; માયાનું ૠજુતાસ૨ળતા-નિખાલસતાના ભાવથી અને લોભનું ઉપશમન નિસ્પૃહતાતૃપ્તિ-નિર્મમતાના ભાવ વડે થાય. એનો અર્થ એ કે પેલા કષાયના અશુભ ભાવની Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રી ભગવતીજી સૂત્રવિવેચન ય સામે આ ક્ષમાદિના શુભ ભાવ ઊભા કરવા પડે. એમાં પણ ડીગ્રી-માત્રા તો રહેવાની. સૌથી અલ્પમાત્રાનો ક્ષમાનો ભાવ, એનાથી વધતી માત્રાનો એથી પણ અધિક માત્રાનો. એવું નમ્રતાદિના ભાવોમાં ય અનેક માત્રાઓ રહેવાની. છતાં એટલું તો નક્કી કે આ ક્ષમાદિ એ પણ ભાવ છે, ને કાંઈ વીતરાગ દશા નથી. વીતરાગદશા તો પરાકાષ્ઠાની સર્વથા કષાયમુક્ત અવસ્થા છે. એટલે એની નીચેની ગુણમય અવસ્થાઓ આમ કષાયના અસ્તિત્વવાળી અવસ્થા હોઈને ‘વિશુદ્ધિ’ કહેવાય છે, કેમકે ક્ષમાદિ વિકસતાં કષાય શમતા આવીને વિશુદ્ધ-વિશુદ્ધ અવસ્થા બનતી આવે છે. અર્થાત્ વીતરાગ બનવા પૂર્વે કષાયના અશુભ ભાવ દબાવતા આવવા માટે ક્ષમાદિના શુભ ભાવો કેળવતા આવવું જ પડે. ત્યારે જો કોઈ એમ કહે કે ‘મારે વીતરાગ જ બનવું છે ને એમાં તો કોઈ અત્યત્ય પણ કષાય રખાય નહિ, એ તો તદ્દન કષાય મુક્ત શુદ્ધ અવસ્થા છે; માટે મારે ક્ષમાદિના શુભ ભાવનું શું કામ છે ?' તો એ સમજદાર ગણાય ? કે અજ્ઞાન પાગલ ગણાય ? પોકળ નિશ્ચયવાદીનું અજ્ઞાન : એટલે, ‘આપણે તો વીતરાગ બનવાનું છે શુદ્ધ ભાવવાળા બનવાનું છે, ત્યાં શુભ ભાવનું શું કામ છે ?' એમ કહેનારો, કહેવું પડે કે, એ ખરેખર સમજ્યો જ નથી કે વીતરાગભાવ કઈ અવસ્થા છે, એ કેવી રીતે આવે છે, એની પૂર્વે કષાયોની કેવી કેવી અનેકવિધ ઉતરતી માત્રાઓ છે. એ કેવી કેવી રીતે પસાર કરવી પડે છે, એ માત્રાઓને ઘટાડતા જવા કયા ક્યા શુભ ભાવ ઉપયોગી થાય છે ?.. વગેરે વગેરે એ સમજ્યો જ નથી. તેથી એમ બોલે છે કે નિશ્ચય આરાધ્ય છે વ્યવહાર નહિ. વીતરાગ ભાવ એ નિશ્ચયથી શુદ્ધ અવસ્થા છે, ને એજ ધ્યેય છે, માટે એનોજ પુરુષાર્થ કરવો, હું નિશ્ચયથી શુદ્ધ વીતરાગદશાવાળો છું પણ કષાયમિશ્રિત શુભ ભાવવાળો નહિ. એ તો અસદ્ભૂત વ્યવહારનયની વસ્તુ છે. એ આરાધ્ય નથી, ઉપાદેય નથી. માટે એવા શુભ ભાવને લાવનારી ક્રિયાઓ પણ આરાધ્ય-ઉપાદેય નહિ. એવી ક્રિયાઓ તો અનંતી કરી ચુક્યા, તો ય હજી રખડતા છીએ. માટે ક્રિયા તો મજૂરી છે; એનાથી વીતરાગદશા પ્રાપ્ત થવાનું માનવું એ મિથ્યાત્વ છે.’ વગેરે વગેરે બોલે એ અજ્ઞાન પ્રલાપ મૂઢતાભર્યો લવારો છે. એ પોકળ નિશ્ચયવાદીનો એ મૂઢ લવારો હોવાનું કારણ કે એ એવી જાતનું કથન છે કે જેમ કોઈ જમીન પર ઊભેલો બોલે કે ‘‘આપણે તો સાતમા મજલાની અગાશી પર ઊભા રહેવાનું લક્ષ્ય છે, તો વચલા મજલાઓની સીડીઓ ચડવાનું શું કામ છે ? વળી જો એ સીડીઓ ત્રાંસી નહિ પણ સીધા ઊભા થાંભલાની જેમ એકદમ ઊભી છે તો એ ચડતાં બાજુના કોઈ કઠેરા કે દોરડાના ટેકો પકડવાનું શું કામ Page #118 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન છે? એવા સીડી ચડનારા અને ટેકાને પકડનારા તો કઈ પડ્યા. આપણેય બાળક હતા ત્યારે પડેલા. માટે સીડી ને ટેકાથી સાતમા મજલાની અગાશીએ પહોંચવાનું માનવું એ મિથ્યાત્વ છે...” આવું બોલે એ મૂઢતાભર્યો લવારો નહિ તો બીજું શું ગણાય ? નીચે જમીન ઉપર ઉભેલાને સાતમા માળની અગાશી એ કાંઈ એક પગલાની વસ્તુ નથી, એક જ ફર્લાગે પહોંચવાની ચીજ નથી કે માત્ર એક ફલાંગ મારી ને ટપ અગાશી પર ઊભા ! એ તો પાયરીઓ ચડવી પડે ને એ માટે ટેકા લેવા પડે. એમ કષાયની અસંખ્ય માત્રાઓ છે. ઊંચી ઊંચી માત્રાના કષાય કાપતા આવવું પડે. એ માટે ક્ષમાદિ શુભ ભાવ અને એના જગાડનારા-પોષનારા વ્યવહાર માર્ગના ટેકા આલંબન લેવા પડે. એના આધારે, પેલામાં જેમ જેમ ઉપર ચડતાં નીચેના મજલાઓ પસાર થતા જાય અને અગાશીની નજીક નજીક પહોંચાતું જવાય, એમ અહીં નીચેનીચેના કષાયભાવો ઓળંગાતા જાય, ને વીતરાગભાવની નજીક નજીક થવાતું જવાય. પ્ર. ખેર ! પણ એમાં તો આંતરિક ક્ષમાદિ-ભાવની જરૂર ગણાય, કિન્તુ બાહ્ય ક્રિયાની શી જરૂર ? એથી શું વળે ? ઉ. - ક્રિયા એ પેલી ઊભી સીડીના કઠેડા જેવો ટેકો છે. કઠેડાનો આધાર પકડી ઉપર ઉપરના પગથિયા ચડાય છે. એમ ક્રિયાના આલંબને ઉપર ઉપરના ભાવમાં ચડાય છે. જો બાહ્ય અશુભ ક્રિયાના આધારે કષાયના ભાવ જાગે છે પોષાય છે અને વધે છે, તો બાહ્ય શુભ ક્રિયાના આલંબને ક્ષમાદિશુભ ભાવો જાગી-વધી ન શકે ? કૃત્રિમ નિશ્ચયવાદીનું જ વર્તન જુઓ ને કે એમનો પોકળ નિશ્ચયવાદ પ્રચારવા માટે એમણે પહેલાં ભાષણની ક્રિયા શરૂ કરી ! એથી ચાર માણસો જોડાતા દેખ્યા એટલે એમને પ્રચારનો લોભ લાગ્યો, ને માસિક પત્ર પ્રચારવાની ક્રિયા ચલાવી ! એથી વળી એમનામાં વધુ જોડાવાનું દેખ્યું એટલે લોભ ઓર વધ્યો, ને દૈનિક પત્રિકા શરૂ કર્યું! એનું ધાર્યું ફળ જોઈ પાછો આંતરિક લોભ વિકસ્યા તે ટેપ રેકર્ડિંગ ચલાવી એને પણ પ્રચારવાની ક્રિયા કરે છે ! આ શું છે? બાહ્ય ક્રિયાના આધારે આંતરિક લાભની માત્રા વધવાનો સ્પષ્ટ પુરાવો. એમ નિશ્ચય-વ્યવહાર ઉભયને ન્યાય આપનાર મતની શ્રદ્ધા-રાગવાળો કોઈ એમને કહે કે “આ તમારૂં કહેલું ગળે ઉતરતું નથી.' તો એ એને કહે છે કે “એનું કારણ એ છે કે તમે પેલો મિથ્યારાગ ધરી બેઠા છો એટલે ક્યાંથી ગળે ઉતરે? એ તો એ મિથ્યારાગ હટે તો સાચી વસ્તુ ગળે ઉતરે પણ ફિકર ન કરો, જરા ધીરજ ધરી અહીં રોજ પ્રવચન સાંભળો, અહીંવાળાનો સત્સંગ કરો, એટલે તમારો ભ્રમ ભાંગી જશે ને સાચું સમજાશે.” Page #119 -------------------------------------------------------------------------- ________________ માં શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન આ એમણે શું સમજીને સલાહ આપી? એજ કે “બાહ્ય પ્રવચનશ્રવણ અને સત્સંગની ક્રિયા કરતા આવવાથી જેમ બીજાઓ બુઝયા છે, અર્થાત એના આંતરિક મિથ્યા રાગ તૂટયા છે, એમ આ ભાઈને પણ એ બાહ્ય ક્રિયાના આલંબને મિથ્યારાગ કપાતો આવશે, સાચી સમજ-શ્રદ્ધા વધતી આવશે.” આવું એ દ્રઢપણે માનીને એને એવી સલાહ આપે છે. આમાં પણ શું આવ્યું? એ જ કે બાહ્ય ક્રિયાના આધારે મિથ્યારાગ કપાતો આવે ને સાચી સમજ-શ્રદ્ધા વધતી ચાલે. આવી રીતે પોકળ નિશ્ચયવાદી બંને વસ્તુ માને છે, બાહ્ય ક્રિયાથી લોભ વધતો આવવાનું અને બાહ્ય ક્રિયાથી રાગ ઘટતો આવવાનું પછી એ કયા મોઢે બોલે છે કે બાહ્ય ક્રિયા અંદરના ભાવ પર કશી અસર કરતું નથી માટે એની શી જરૂર પડે ? એથી શું વળે? વાચ સાચી છે કે ગધેડાને બાહ્ય તાલીમ ગમે તેટલી આપે છતાં એ અંદરથી ઘોડાના જેવા ભાવવાળો ન બને; કિન્તુ એ પણ એટલું જ સાચું છે કે બે ધોડામાં એકને બાહ્ય તાલિમ મળી તો એ અંદરથી સારા ઘડતરવાળો બને છે, ને બીજો એવી તાલિમ વિનાનો એવા ઘડતરવાળો નથી બનતો, જંગલી ઘોડા જેવો રહે છે. પેલા પોપટના બે બચ્ચાની વાત આવે છે ને ? એકને વાઘરીના ઘરે રાખ્યું, બીજાને પંડિતના ઘરે, પછી રાજા જોવા નીકળ્યો તો વાઘરીના ઘરવાળો પોપટ ગાળો ને “મારો કાપો” બોલતું હતું ! ને પંડિત ના ઘરવાળો “આવો, પધારો, જય જય' કહેતું હતું. એમ ક્ષમાશીલ પુરુષોના સંસર્ગમાં રહેવાથી ક્રોધી પણ થોડો શાંત બને છે. એમ પોતે જાતે જ ક્ષમાના પુસ્તક કે ક્ષમાશીલ કોઈનું ચરિત્ર વાંચે તો અને પોતાનામાં અંતરમાં પોતાની ક્રોધિષ્ઠતા ઉપર ખટકો-પસ્તાવો થાય છે, ને કંઈક પણ ક્રોધ દળે છે, ક્ષમાભાવ થોડો પણ વિકસે છે. આ સત્સંગ-વાંચનની ક્રિયાનું ફળ છે. એમ બાહ્ય રસત્યાગ ભક્ષ્યદ્રવ્ય-સંકોચ અને તપસ્યા કરતાં કરતાં અંદરમાંથી ખાનપાનને રાગ ઓછા થતાં આવે છે. વિરાગભાવ વધે છે, એ પણ દેખાય છે, અનુભવથી અનુભવી શકાય છે. એવી રીતે પહેલાં અંતરમાં બહુ અભિમાન-અક્કડતા-સ્વોત્કર્ષ (આત્મગૌરવ) રહેતા હોય, કિન્તુ નમ્ર, મૃદુ, અને લઘુતા ધરનારા સારા માણસોના સંપર્કમાં આવે, એવાના ચરિત્ર સાંભળે, તેમ જાતે એવાને નમન-પ્રણામ-નમસ્કાર કરતો રહે, તો પોતાનામાં નમ્રતા-મૃદુતા-લઘુતા અંશે અંશે પણ આવતી જાય છે. આ બાહ્ય ક્રિયાની જ અસર છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ૧.૧ ૫. બાહુબલજી મુનિ ગમે એટલા માનમાં હતા કે ‘સર્વજ્ઞ પણ નાના ભાઈને વંદન ન કરૂં,' છતાં જ્યાં પોતે બેનસાધ્વીઓ બ્રાહ્મી-સુંદરીનાં વચનનાં શ્રવણની ક્રિયા કરી અને એટલા માત્ર વિચારમાં ચડયા કે ‘જાઉં હવે તો એ સર્વજ્ઞ લઘુબંધુઓને નમન કરૂં' ત્યાં અંતરનો અભિમાન-અક્કડતા-મોટાઈરૂપ માનકષાય દબાતો આવ્યો, નમ્રતા-મૃદુતા-લઘુતા વિકસતી આવી, ને એ માર્ગે પગલું ઉપાડવાની ક્રિયા શરૂ કરી ત્યાં ભાવનો ઉત્કર્ષ વધી જતાં માનકષાય અને બીજા કષાય સમૂળગા નષ્ટ થઈ ગયા, ને વીતરાગ બની સર્વજ્ઞ બન્યા ! જો ક્રિયાનું મૂલ્ય જ ન હોત, જો પોતે માનતા હોત કે ‘નમનની ક્રિયાથી કાંઈ ન વળે, એથી કાંઈ અંદરના કષાય શમે · નહિ', તો એ નાના ભાઈને નમવા જવાનો વિચાર જ શું કામ કરત ? તેમ પગલું ય શું કામ ઉપાડત ? ને એ ન કરતે તો એમને માનકષાય શી રીતે દબાત ? એટલે આ હકીક્ત છે કે ક્રિયા તો ભાવને જગાવવા-વધારવામાં બહુ ઉપયોગી હોઈ ભાવને પેદા કરે છે. પુષ્ટ કરે છે. એવી એ પણ વસ્તુ છે કે એમાં શુભ ભાવ એ પ્રશસ્ત રાગ-દ્વેષના ઘરના હોય છે, ને એ અપ્રશસ્ત કષાયને દબાવે છે. બાહુબળજીના પ્રશસ્ત રાગદ્વેષ : દા.ત. બાહુબળજીને બેનસાધ્વીનાં વચન ‘વીરા મોરા ગજથકી ઉતરો, ગજ ચઢ્ય કેવળ ન હોય' એ સાંભળવાની ક્રિયાથી પસ્તાવો થયો કે ‘અરે ! આ મેં શું કર્યું ? અભિમાનમાં રહીને મારે વીતરાગ સર્વજ્ઞ બનવું છે ? કેવી મારી સરાસર ભ્રમણા ? કેવો હું મૂઢ ?' એ જાત પર ધૃણા-અરુચિનો અને અભિમાન-દુષ્કૃત ૫૨ દ્વેષનો ભાવ થયો કહેવાય. એ પ્રશસ્ત દ્વેષ છે. એમ, પછી જે થયું કે ‘કોની સામે મારી મોટાઈ અક્કડતા અને અભિમાન ? સર્વજ્ઞ એવા નાના ભાઈઓની સામે ? ક્યાં હું મૂઢ રાગદ્વેષમાં ખૂંચેલો અધમ આત્મા ? ને ક્યાં એ તદ્દન નિર્દોષ વીતરાગ અનંતજ્ઞાની પરમાત્મભાવ પામેલા ? ધન્ય અવતાર કે એ નાના છતાં વહેલા વીતરાગ બન્યા ! તો જાઉં, એમને હું નમું ! આ જે ભાવ આવ્યો તે એ વીતરાગતા ને વીતરાગ સર્વજ્ઞ લધુબંધુ પ્રત્યે ભક્તિ બહુમાનનો અર્થાત્ પ્રશસ્ત રાગનો ભાવ જાગ્યો કહેવાય. એ વિશુદ્ધિ છે. પેલા સ્વગૌરવ-અક્કડતા-અભિમાનના ભાવ એ સંકલેશ હતા. હવે એ મટીને વિશુદ્ધિ આવી, ને વધતી ચાલી. એ કષાયના ઘરના જ ભાવ છે, પણ પ્રશસ્ત, એટલે અપ્રશસ્ત કષાયમાંથી બહાર નીકળતા ચાલ્યા એમાં વધતાં વધતાં શી વાત ? સર્વજ્ઞ વીતરાગ ભાઈ ! કોઈ જ લેશમાત્ર કષાય નહિ !' – એમ વીતરાગતાના અત્યંત વધેલા રાગમાં વીતરાગતાના સાથે એકતાન ધ્યાનમાં ચડી ગયા ! ધ્યાતા-ધ્યેય-ધ્યાનની એકરૂપતા એકરસતા થઈ ગઈ ! સમભાવ આવી ગયો ! ત્યાં પ્રશસ્ત રાગ સહેજે છૂટી ગયો ! એને ધક્કો ન મારવો Page #121 -------------------------------------------------------------------------- ________________ 115 શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પડયો, એના ૫૨ ધૃણા ન કરવી પડી કે ‘આ તું પ્રશસ્ત પણ રાગ જ ને ? તું ય ખોટો,' એવું ન કરવું પડ્યું, એ તો વીતરાગ-વીતરાગતાના ઉત્કૃષ્ટ રાગથી એની સાથે એવા એકમેક થઈ ગયા, કે પછી ‘હું સરાગ, પેલા વીતરાગ,' એવો ભેદ જ ભુલાઈ ગયો. તેથી સહેજે વીતરાગ ઉપર રાગ કરવાનો રહ્યો નહિ ને એ ન રહેતાં વીતરાગભાવ પામ્યા. એટલે અપ્રશસ્ત રાગ-દ્વેષ-મોહ-મમતા વગેરેને હટાવવા દેવ-ગુરુ-શાસ્ત્રતીર્થ-સંઘ વગેરે ઉપર રાગ વધારતાં ડરવાનું નથી કે ‘આ પણ એક જાતના કષાય જ છે ને ? એથી તો બંધન ઊભું રહ્યું !' ના, આ ભય ખોટો છે, કેમકે એથી જ પેલા દેહ-દ્રવ્ય-કુટુંબ-કીર્તિ વગેરે પરના અપ્રશસ્ત કષાય દબાતા આવે અને આ દેવાધિદેવાદિ પરનો રાગ-ભાવ પરાકાષ્ઠાએ પહોંચતાં તો અંતરથી પરમાત્મા સાથે એવી એકમેકતા ઊભી થશે કે પછી એમની સાથેનો ભેદ જ ભુલાઈ જશે. પોતાની જાત પરમાત્મસ્વરૂપ લાગે એવી અભિન્નતા-અભેદ ઊભો થશે, ત્યાં પરમાત્મા પોતાથી જુદા જ નહિ ભાસે, તો એમના પર રાગ કરવા જવા પણ ક્યાં ઊભું રહે ? પછી ત્યાં તો વીતરાગ ભાવ આવીને ઊભો રહેવાનો. બાહુબલજી મુનિને એ થયું. જાત પરનું ગૌરવ હટી વીતરાગ સર્વજ્ઞ લઘુબંધુ -મુનિઓ પ્રત્યે એવું બહુમાન ઊભું થયું કે એ વીતરાગ પ્રત્યેનો અધ્યવસાય પરાકાષ્ઠાએ પહોંચતા પોતે જ વીતરાગથી અભિન્ન એટલે કે સ્વયં વીતરાગ બની ગયા. પરંતુ એમાં ભૂલવાનું નથી કે એ બહુમાન જાગવા વધવામાં આલંબન બની નમન ક્રિયા, મનથી એમણે ધાર્યું કે આ હું ભાઈઓને ન નમવાનું ધારૂં છું એ જ મારી મોટી ભૂલ છે. તેથી જ અહીં બાર બાર મહિનાથી આટલો ઉગ્ર તપ સંયમ અને ઘ્યાન છતાં અટકી પડયો છું. માટે હવે તો જાઉં ભાઈઓને નમું ને મારા અભિમાનનો ચૂરો કરૂં.’ શું કર્યું આ? વીતરાગ ભાઈમુનિઓને નમસ્કાર કરવાની ક્રિયાનું મનથી આલંબન કર્યું. એવા ચડતા રંગે કર્યું કે એ રંગે વીતરાગતાના રંગ સુધી પહોંચી ગયો ! પણ તે ક્રિયાનું આલંબન ધરવા ઉપર. માટે ક્રિયા તો ભાવનું મહાન આલંબન છે. પોકળ નિશ્ચયવાદી બિચારા આ વિશ્લેષણ કરી શકતા નથી, એટલે ક્રિયાને તિરસ્કારી ભાવ માટે ફોગટ ફાંફા મારે છે ! ‘ફોગટ’ એટલા માટે, કે શુભ ધર્મક્રિયાનો ખપ કરવો નથી એટલે અશુભ પાપક્રિયાઓ ભરચક ચાલુ રહે છે, ને તેથી અશુભ ભાવ પોષાયો રહે છે; પછી શુભ ભાવ શાનો જાગે ? શી રીતે સગો થાય ? તપની ક્રિયા જો નથી તો ‘ખા-ખા’ની ક્રિયા ઊભી રહેવાથી જીવનો અનાહારિપણાનો ભાવ લેશ પણ શે ઊભો થાય ? આહારની લંપટતા-આસક્તિનો ભાવ શે દબાય ? એમ પૂજ્યને નમન-પૂજનાદિ ક્રિયાના ખપ વિના સ્વાભિમાનનો હ્રાસ ને પૂજ્ય પ્રત્યે બહુમાનનો વિકાસ શી રીતે થઈ શકે ? Page #122 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભગવતીજી સગ-વિવેચન E ધર્મનો રસ ઊભો કરવો હોય તો પાપરસો મંદ પાડવા જોઈએ. ને આ માટે પાપક્રિયાઓ ઓછી કરી હોંશથી ધર્મક્રિયાઓમાં જોડાયા રહેવું જોઈએ. આ જો નથી તો ધર્મરસ નહિ જાગે. માણસને હરવા ફરવાના રસમાં સામાયિક- સત્સંગસ્વાધ્યાયાદિ ધર્મનો રસ નથી રહેતો, એની આકાંક્ષા જ નથી જાગતી. પછી એની પ્રવૃત્તિ શે જાગે ? જુઓ છો ને કે આજે પ્રતિક્રમણમાં કે રાતના યા રજાના દિવસે પણ સાધુ-સત્સંગમાં કેટલા આવે છે? કેમ નહિ જેવી સંખ્યા? કહો, એની આકાંક્ષા જ નથી રસ જ નથી, પછી શું કામ આવે ? એ રસ - આકાંક્ષા ન હોવાનું કારણ, કે હરવા-ફરવાના રસ પૂર જોશમાં ઊછળી રહ્યા છે ! જરાક નવરા પડ્યા કે “ચાલો ફરવા' ભલેને એમાં કશું મળવાનું ન હોય, છતાં ચડસ એનો. માને છે કે “એથી ચિત્ત ફોરૂં થાય. ચાર જણને મળાય કરાય, તો મહોબ્બત વધે.” માનવજીવનના આ કસ ખેંચવાના ? આવાં તુચ્છ પ્રયોજનો ? શું નથી કોઈ ઉચ્ચ પ્રયોજનો ? હરવા-ફરવામાં શું ચિત્ત ફોરૂં થયું કે એના રસથી છલોછલ ભરાયું તે ધર્મરસને પેસવા જગા જ નથી ? ચારની મહોબ્બત થઈ તે મોહના કીડાઓની કે જ્ઞાની-ડાહ્યા-ધર્માત્માઓની ? કહે છે અને પ્રતિક્રમણમાં રસ નથી, પણ તે ક્યાંથી હોય જો પેલા હરવા ફરવા-મળવાના રસના પૂર વહેતા હોય ? કોને વિચારવું છે કે પ્રતિક્રમણનો રસ નહિ એટલે શાનો રસ નહિ ? પાપના કચરા સાફ કરવાનો જ રસ નહિ ને ? પણ જાત પાપથી ભારે લાગે છે જ ક્યાં? પાપ પર અને પાપભરી જાત પર ધૃણા જ ક્યાં છે ? હરવા-ફરવા-મળવામાં કેટલાય રકમબંધ રાગ-દ્વેષનાં પાપ મફતિયાં ઊભા થાય છે એ તરફ દ્રષ્ટિ જ કયાં છે ? દ્રષ્ટિ જ નહિ, તો એનો ભય એનો અરેકારો-અફસોસી-પશ્ચાત્તાપ થાય જ શાનો? એકલું જગત સામે જોયું છે. જગત કેમ વર્તે છે એની ચાલે ચાલવું છે, ને જિન સામે જોયું નથી, જિનનાં વચન વિચારવાં નથી, એની આ રામાયણ છે કે હરવા ફરવા જેવા અતિ તુચ્છ આનંદના રસ બન્યા રહે છે. ત્યારે સમજવા જેવું છે કે, માણસનું નૂર એના આનંદરસના પ્રકાર પરથી મપાય છે. આનંદનો પ્રકાર જેમ ઊંચો તેમ એનું નૂર, તેજસ્વિતા ઊંચી ગણાય. ત્યારે અતિતુચ્છ હલકટ વાત-વસ્તુથી જો આનંદ આનંદ થાય છે તો ત્યાં નૂરની અધમતા છે. પશુમાં જુઓ, - ગધેડો ઉકરડે ભટકવામાં આનંદ માને છે, ત્યારે ઘોડો સવારીમાં ફરવામાં, ને એમાંય લશ્કરી ઘોડો વળી યુદ્ધિભૂમિ પર દોડવા-ઘુમવામાં, કાગડો અશુચિ ચૂંથવામાં આનંદિત થાય છે. તો પોપટ ફળ-ફળાદિ ખાવામાં, ઊંટ રસ્તે ચાલતાં બાવળિયે બાવળિયે મોંઢું મારવા તત્પર, અને રાજહસ્તી સામે લાડુ ધરાય છતાં એની Page #123 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતીજી સ્ત્ર વિવેચન બેપરવાહીમાં મસ્ત હોય છે. લાડ ખાવાના આનંદ કરતાં માવતનાં મનામણાંની બેપરવાહીનો આનંદ વધુ હોય છે. એ એનું ઊંચું નૂર ગણાય. ત્યારે ગધેડાને લાડ તો શું, પણ ઉકરડે ચૂર-ચાર કરવાનો આનંદ હોય છે, એ એની અધમ કક્ષા સૂચવે છે. એમ માણસોમાં પણ તરતમતા દેખાય છે. કેટલાકને તુચ્છ પદાર્થ પણ ખાતાં આનંદનો પાર નથી રહેતો ! ત્યારે બીજાને મેવા-પકવાન્ન પર પણ એવી ચોંટ નથી હોતી. કાળી બુધા જેવી સ્ત્રીમાં ય કેટલાક ભારે લંપટ અને એની સહર્ષ ગુલામી ઉઠાવતા હોય છે, તો બીજા વળી ગોરી ગોરાંગના પ્રત્યે પણ અલિપ્ત ગંભીર ઉદાસીન હોય છે. પ-૨૫ હજારની મૂડી પર હરખ અને મદનો પાર નહિ એવા ય જીવો હોય છે; તો બીજા વળી લાખોની આવક છતાં ઉદાસીન જેવા અને ઉદાર ચિત્તવાળા હોય છે. કેટલાકને જરાક શી સત્તા મળી સન્માન મળ્યું એમાં ખુશીનો પોટલો થવા જોઈએ છે. ત્યારે મહા સત્તા-સન્માનમાં પણ એવો આનંદ નહિ, એવા ય માણસ હોય છે. આ શું છે? ઓછા-વધતાં નૂરની નિશાની. નૂર તેજ સત્વ વધે એમ તુચ્છ બાબતના આનંદ કપાય. અથવા કહો, જેમ જેમ તુચ્છ બાબતના આનંદ અટકાવતા જઈએ તેમ તેમ આત્માનું નૂર વધતું આવે. પ્ર. - તો શું નૂર વધવાથી મોટી બાબતના આનંદ વધે? ઉ. - ના, એમાંય આનંદની માત્રા કપાતી આવે. નૂર વિકસ્યા પહેલાં જેટલો ભારે આનંદ થતો હતો, તે હવે નૂર વિકસ્યા પછી નહિ. એટલે કિંમતી ગણાતા વિષયોમાં પણ આનંદની માત્રા ઘટાડતા અવાય તો નૂર વધતું ચાલે. જે નૂર ભરત ચક્રવર્તીનું હતું તે બ્રહ્મદત્ત ચક્રીનું નહિ, કેમકે બ્રહ્મદત્તે પૂર્વજીવનમાંથી પૌગલિક આશંસા-નિયાણું કરીને છતું નૂર તોડી નાખેલું તેથી અહીં વિષયોની ભારે લંપટતા અને ગુલામી વહોરેલા. એટલે જ આ વિચારવાનું છે કે હરવા-ફરવાની તુચ્છ બાબતનો રસ હોય એનું નૂર કેટલું જધન્ય ? એવા જધન્ય નૂરવાળાને પ્રતિક્રમણાદિ સુંદર ધર્મક્રિયાને આનંદ લૂંટવાનું શાનું ગમે ? આશ્ચર્ય તો એ છે કે માણસને નાની નાની બાબતની સફાઈ નૂર તેજ વધારવાનું લક્ષ રહે છે, પરંતુ પોતાના આત્માનું નૂર વધારવા તરફ કોઈ લક્ષ જ નહિ ! પેલી બ્રાહ્મણીની ત્રીજી છોકરીનો ઘણી એની લાત પર એના પગ પંપાળવા અને એનું ચાટુ કરવામાં આનંદ માની રહ્યો છે ! ગધેડા કરતાં કોઈ વધારે નૂર? ત્યારે તો બ્રાહ્મણી છોકરીને એ સલાહ આપે છે કે “જો, આ પતિને તો તું આજ્ઞા કરીશ એમાં એ ખુશી રહેશે. પણ તું - જો એની આજ્ઞાની અપેક્ષા રાખીશ અને એને દેવની જેમ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન માનવા પૂજવા જઈશ તો એ કરમાઈ જશે. ને એ ખૂશ નહિ, તો તું ય ક્યાંથી ખુશીમાં રહેવાની ? અસ્તુ. વાત શ્રવણના અંજામણની છે. સારાંશમાં શ્રી ભગવતીસૂત્ર નિદ્રા તથા વિકથાને ત્યજીને મનવચન અને કાયાને ગોપવીને લલાટે અંજલિ જોડીને ભક્તિ બહુમાનપૂર્વક ઉપયુક્ત થઈ શ્રવણ કરવું. [ આ ભગવતીસૂત્રમાં એક શ્રુતસ્કંધ - ૧૦૦થી વધુ અધ્યયન, ૧૦૦૦૦ ઉદ્દેશક, ૩૬૦૦૦ પશ્નો અને ૨,૮૮,૦૦૦ પદ છે. પહેલા શતકના પહેલાં ઉદ્દેશામાં પ્રશ્ન “સે, પૂર્ણ ભંતે ચલમાણે ચલિએ ? ઉદ્દીરિજ઼માણે ઉદીરિએ ? વેઇજ઼માણે વેઇએ ? પહિજ઼માણે પહીણે.... નિ≈રિમાણે નિજજણે ?'' હંતા ગોયમાં ! ચલમાણે ચલિએ, જાવ નિરિજ઼માણે નિજ઼િણે ! છિજ્રમાણે છિન્ને ? ભિજ઼માણે ભિન્ને ? ડઝમાણે દઢે ? મિજ઼માણે મડે ? હે ભગવાન, જે ચાલતું હોય તે ચાલ્યું એ પ્રમાણે કહેવાય ?.....તેમજ બળતું હોય તો બળ્યું અને નિર્જરાતું હોય તે નિર્જરાયું એ પ્રમાણે કહેવાય ? ઉ. - હા, ગૌતમ ! ચાલતું હોય તે ચાલ્યું... યાવત્ નિર્જરાતું નિર્જરાયું એ પ્રમાણે કહેવાય. આ જ ભરતખંડમાં કુંડપુર નામનું શહેર હતું. ત્યાં ભગવંત મહાવીરદેવનો ભાણેજ જમાલિ નામે રાજપુત્ર હતો. ભગવંત મહાવીરદેવની પુત્રી સુદર્શના જમાલિની વહુ હતી. કાળક્રમે તે કુંડપુર શહેરમાં ૫૦૦ પુરુષોની સાથે જમાલિએ ભગવાન પાસે દીક્ષા લીધી. ત્યાર પછી ૧૦૦૦ સ્ત્રીઓ સાથે સુદર્શનાએ પણ દીક્ષા લીધી. જમાલિ દીક્ષા લીધા બાદ ૧૧ અંગોને ભણ્યો. છઠ્ઠ અક્રમ, પંદર અને માસખમણ વગેરે તપ કરીને આત્માને ભાવિત કરે છે. અન્ય કોઈ દિવસે ભગવાનને કહ્યું કે હે ભગવાન ! તમારી આજ્ઞાથી હું પાંચસો સાધુ સાથે બહારના દેશોમાં વિહાર કરવાને ઇચ્છું છું. છતાં ભગવત મૌન રહ્યા, આજ્ઞા ન આપી તો પણ તે પાંચસો સાધુઓને સાથે લઈને વિહાર કરે છે. ગામે ગામ ફરતાં સાવત્થી નામની નગરીમાં આવ્યો. ત્યાં તે વૈદુંક નામના બગીચામાં કોષ્ટક ચૈત્યમાં રહ્યો છે. અન્ય કોઇ દિવસે શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થયો તેથી તે બેસી શકતો પણ નહી. તેથી તેણે સાથે આવેલા સાધુઓને કહ્યું કે મારે માટે શીઘ્ર સંથારો પાથરો કે જેથી હું શયન કરું. ત્યાર બાદ તે સાધુઓએ પથારી પાથરવાની શરૂઆત કરી. દાહરથી અત્યંત પીડા પામેલ તે જમાલિએ પ્રશ્ન કર્યો ત્યારે જો કે પથારી પૂરી પથરાઈ ન હતી, અડધી પથરાઈ હતી તો પણ ત્યારે સાધુઓએ કહ્યું કે પથારી પથરાઈ છે. ત્યાર બાદ પીડાથી ભાંભળા ચિત્તવાળો બનેલો તે જમાલિ ઉઠીને જ્યાં પથારી તૈયાર થતી હતી ત્યાં આવ્યો અને આવીને અડધી પથારી જોઈને ક્રોધિત થયો. પછી કરાતું Page #125 -------------------------------------------------------------------------- ________________ સ ર્વ શ્રી ભગવતી સૂત્ર-વિવેચન હોય તે કરાયું કહેવાય ઇત્યાદિ શાસ્ત્રના વચનને સંભારી મિથ્યાત્વ મોહનીયના ઉદયથી તે ખોટું છે, અર્થાત્ ભગવાન મહાવીરદેવ જે ‘કરાતું હોય તે કરાયું ચાલતું હોય તે ચાલ્ય” યાવત નિર્જરાતું હોય તે નિર્જરાયું કહેવાય તે મિથ્યા છે. કારણ કે પ્રત્યક્ષ દેખાય છે કે પથરાતો હોય ત્યાં સુધી પથરાયો નથી. બીજા સ્થવિર ભગવતીએ યુક્તિઓથી સમજાવ્યો દા.ત. કોઈ ભાઈ અમદાવાદથી મુંબઈ જવા ઘરેથી હમણાં નિકળ્યા છે. ત્યાર પછી તુરતમાં કોઈ પૂછે છે કે ભાઈ ક્યાં ગયા? તો કહેવાય છે કે મુંબઈ ગયા. હજી તો અમદાવાદના સ્ટેશને પણ પહોંચ્યા નથી... છતાં તે સમજ્યો નહિ. ત્યારે તે સ્થવિર મુનિઓ તેમનો ત્યાગ કરી ભગવંત પાસે ગયા. બીજા જમાલિની પાસે જ રહ્યાં. સુદર્શનાએ પણ જમાલિ ઉપરના અનુરાગથી તેનો જ મત સ્વીકારી ઢંક નામના કુંભાર શ્રાવકને ઘરે જ રહી. ટંક ભગવાનનો શ્રાવક હતો તો પણ તેના મતનો સ્વીકાર કરાવવા પ્રવૃત થઈ. ત્યારે તે ઢંક શ્રાવકે સુદર્શનાએ પ્રતિબોધવા નિભાડામાં મૂકેલ માટીના વાસણોનો હેરફેર કરતો હતો ત્યારે તેણે એક અંગારો સ્વાધ્યાયને કરતી તે સુદર્શનાના કપડામાં મૂક્યો જેથી તેની સંધાટી (સાલ્લો) નો છેડો બળ્યો. ત્યારે તે સુદર્શનાએ કહ્યું કે “હે શ્રાવક ! મારી સંવાટી તે બાળી?” પછી તે ઢંકે કહ્યું કે બળતું હોય તે બળ્યું ન કહેવાય એમ તમારો સિદ્ધાંત છે. અને આ સંવાટી તો હજી સુધી બળી નથી પણ બળતી છે માટે ક્યારે અને કોણે તારી સંધાટી બાળેલી છે? ઇત્યાદિ તે ટંકનું વચન સાંભળીને સુદર્શના સમજી ગઈ કે જમાલિનું મંતવ્ય યુક્તિ અને શાસ્ત્ર વિરુદ્ધ છે. પછી તે સુદર્શનાએ ઢંકને તમે ઠીક પ્રેરણા કરી -ઠીક સમજાવી એમ કહીને પોતે માનેલ ખોટી વાતની માફી માંગી. પછી સુદર્શનાએ જમાલિને સમજાવ્યો, પણ જ્યારે તે કોઈ પ્રકારે ન સમજ્યો ત્યારે તેને મૂકીને સુદર્શન સાધ્વી પોતાનો પરિવાર લઈ ભગવાન પાસે ગઈ અને બાકી રહેલા સાધુઓ પણ ભગવંતની પાસે ગયા, એકલો જમાલિ પોતાના મતમાં ઘણાં માણસોને મેળવીને મરણ પામી કિલ્બિષિક દેવમાં ઉત્પન્ન થયો. આવી રીતે શરૂઆતમાં નવા પ્રશ્નો ભગવાન ગૌતમ સ્વામિએ ભગવાન મહાવીર સ્વામિને પૂછયાં તે પ્રશ્નોનો ઉત્તર આપતાં ભગવાને પ્રથમ પ્રશ્નનો ઉત્તર ચાલતું ચાલવા માડ્યું- તે ચાલ્યું કહેવાય. બીજા પ્રશ્નો અંગે વિવેચન વગેરે અવસરે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડં. (પ્રથમ ભાગ સમાપ્ત) Page #126 -------------------------------------------------------------------------- ________________ ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આલેખિત સાહિત્ય પુસ્તકનું નામ મૂલ્ય રૂપિયા 1 યોગદ્રષ્ટિ સમુચ્ચય ભાગ-૧ (બીજી આવૃત્તિ) 35-00 2 યોગદ્રષ્ટિ સમુચ્ચય ભાગ-૨ 30-00 3 સીતાજીના પગલે પગલે ભાગ 1-2 દરેકના 7- 4 નવપદ પ્રકાશ-૧ (અરિહંત પદ) 10-00 5 નવપદ પ્રકાશ-૨ (સિદ્ધ પદ) 20-00 6 નવપદ પ્રકાશ-૩ (આચાર્ય-ઉપાધ્યાય પદ) 10-00 7 તાપ હરે તનમનના 10-00 8 પરમતેજ ભાગ-૧ 30-00 9 પરમતેજ ભાગ-૨ 25 ) 10 ગણધરવાદ 10-00 11 મીઠા ફલ માનવ ભવના 2 5-OO 12 ઉચ્ચ પ્રકાશના પંથે (ચોથી આવૃત્તિ) 30-00 13 ધ્યાન અને જીવન ભાગ-૧, (ચોથી આવૃત્તિ) 25-OO 14 ધ્યાન અને જીવન ભાગ-૨ 25-00 15 કડવા ફળ છે ક્રોધના ર0-00 16 પ્રતિક્રમણ સૂત્ર ચિત્રાવલી 20-00 17 भेदी आकाशवाणी-कुवलयमाला भाग.१ 25-OO 18 मानव ! तुं मानव बन 20-00 18 मानव जीवन में ध्यान का महत्व 20-00 20 કુવલયમાલા ભાગ-૧, 25-OO 21 કુવલયમાલા ભાગ-૨. 25-OO 22 શ્રી ભગવતીસૂત્ર વિવેચન (ભા.૧.). 2 2-00 23 કર્મ ! તારી ગતિ ન્યારી (ભા. 1.) 2 પ-00 24 કર્મ ! તારી ગતિ ન્યારી (ભા. 2.) 25-00 25 ઉપદેશમાળા - (અનુવાદ) આવૃત્તિ-૨ 15-00 : પ્રાપ્તિસ્થાન : ' દિવ્યદર્શન ટ્રસ્ટ | C/o. કુમારપાળ વિ. શાહ 36 - કલિકુંડ સોસાયટી, ધોળકા - 387810 Jan Education international For Private Personal use W nebrary org