________________
નાનકડો પણ મહાન પ્રભાવવંતો જિનદર્શન-ધર્મ.
જોજો, આમ જોઈએ તો દર્શનનો ઘર્મ નાનકડો સામાન્ય ઘર્મ ગણાય, છતાં એની તાકાત કેટલી બધી મોટી? નરસિંહના અવતારમાં એનાં જે ફળ નીપજ્યાં એ પરથી દર્શન-ધર્મની તાકાત સમજાય ને?
જિનદર્શનની આ પ્રચંડ તાકાતનું કારણ આ જગતમાં વીતરાગ દેવાધિદેવ એ સર્વશ્રેષ્ઠ કલ્યાણવિભૂતિ છે.
એમને સહેજ મન પર લાવો એટલામાં ય મોહરાજાને ત્યાં ઉથલપાથલ થઈ જાય. વીતરાગમાં મન ગયું, અને વીતરાગ પર આંખ ગઈ, એ વીતરાગ તરફ ખેંચાણ રાગ-દ્વેષના શત્રુ તરફ થયું, અને એમાં ય મન એટલે આખા શરીરતંત્ર અને આમતંત્રના સંચાલક; એ મનને રાગ અને મોહનાં પાત્રો પરથી ઉઠાડી વીતરાગમાં જોયું, સાથે આંખ જોડી દર્શન કર્યા, એથી એવા શુભ અધ્યવસાય થાય કે મનમાંથી રાગ-મોહ આદિના કચરાના અધ્યવસાય મોળા પડી જાય. એની તાકાત આ - જનમ જનમનાં પાપ તોડી નાખે, મહાન સ્વર્ગ સુધીનાં પુણ્ય ઊભા કરી આપે, તથા શુભ સંસ્કારો અને એના દ્વારા સબુદ્ધિ-ધર્મબુદ્ધિની પરંપરા સરજી આપે. ત્યારે આવા લાભ કરાવનાર પ્રભુદર્શન કરવામાં કષ્ટ કેટલું? ખર્ચ કેટલો? જે પ્રભુદર્શન ભિખારી કરતો ગયો, એવાં પ્રભુદર્શન આપણને આવડે? પૂછો,- “એમાં શું આવડવું છે? પ્રભુ આગળ હાથ જોડી માથું નમાવીએ એટલે દર્શન થયાં. પેલો ભિખારી તો કદાચ સ્તુતિ નહિ બોલતો હોય, અમે તો સ્તુતિ ય બોલીએ, પછી અમારાં દર્શનમાં શું બાકી રહ્યાં ?' પરંતુ કહે છે ને કે “નમો નમન મેં ફેર હૈ,' એમ દર્શન દર્શનમાં ફરક છે. દા. ત., આ દર્શન પરાણે થાય, દર્શન ઉમળકાથી થાય. 0 દર્શન રેઢિયાળ રીતે થાય, દર્શન ઢંગથી થાય. 0 દર્શન ભોજન ખુલ્લું કરવા થાય, દર્શન ભોજનમાં ઝેર ન ચડે માટે થાય. T દર્શન રોડ ચહેરે થાય, દર્શન ઉછળતા ઉલ્લાસ-ઊછરંગથી થાય. આ દર્શન રાબેતા મુજબ રોજનો રિવાજ સમજીને થાય, દર્શન નવનવી હોંશ ને હરખથી થાય.
આ દરેક જોડકામાં એક કરતા બાજામાં કેટલો ફરક? કહો, બહુ મોટો ફરક. દર્શન દેવપાલે જંગલમાં મળેલી મૂર્તિનાં કર્યા. એ દર્શનમાં એવો ઘેલો ઘેલો થઈ ગયો કે પહેલાં તો આ નિયમ કર્યો કે “રોજ આ પ્રભુનાં દર્શન વિના મોમાં પાણી ય નહિ નાખું.” એ કર્યું કે સાત દિનની વરસાદની હેલીમાં પાણીના ચડેલા મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org