________________
તા
.
ને શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન (૩) કઠોર નહિ પણ મૃદુ મધુર પ્રિય શબ્દ બોલો. (૪) કોઈને કાંઈ લખવામાં પણ આ ખ્યાલ રાખો. વળી આવેશનું કે ખોટા બંધાઈ જવાય એવું ન બોલો, ન લખો. જરાકમાં નરસિંહને રાજકન્યા મળી -
રાજાની ચિઠ્ઠિમાં વિષ' પર કાનો ચડી ગયો એટલા માત્રમાં નરસિંહને ઝેરથી મોત મળવાને બદલે રાજકન્યા પરણવા મળે છે ! રાજકુમારે નરસિંહને રાજાની ચિઠ્ઠિ બતાવી આગ્રહ કરીને તરત જ એની સાથે બેન પરણાવી દીધી.
આ બધું જોઈને ખુશી ખુશી થતો પેલો ચિઠિ લાવનારો માણસ જલ્દીથી રાજા પાસે પહોંચી ગયો. બધી વાત કરી. રાજાના દિલમાં ભારે આઘાત લાગ્યો કે
અરરર ! આ શું થયું? નરસિંહ મોતભેગો થવાને બદલે માળો મારી જ કન્યાભેગો થઈ ગયો ? કેમ આમ થયું ?” શું ચિઠ્ઠિમાં વિષનું કોઈએ વિષા કરી નાંખ્યું ? માણસને પૂછે છે, “તું અહીંથી સીધોજ પહોંચી ગયેલો ? કે વચમાં ક્યાંય રોકાયેલો ?'
માણસ કહે “મહારાજા વચમાં રાત પડી ગઈ, એટલે એક મંદિરમાં સુતેલો સવારે વહેલો ઊઠીને તરત ચાલ્યો, ને સીધો કુમાર સાહેબ પાસે પહોંચી ગયેલો, ત્યાં તો વિજયનાં વાજા વાગતાં હતા, મેં તરત જ કુમાર સાહેબને એકાંતમાં લઈ જઈ ચિઠ્ઠિ આપી આપની ભલામણ કાનમાં કહી. એ વાંચી એ તો ખુશ ખુશ થઈ બોલી ઊઠ્યા - વાહ વાહ ! નરસિંહકુમારે વિજય મેળવ્યો એની બાપુજીએ સારી કદર કરી! ને વિષાબેનને ધન્યવાદ કે એમને નરસિંહકુમારને દેવાનો બાપુએ આદેશ મોકલ્યો !”
રાજા સમજી ગયો કે બફાઈ ગયું, વિષનું વિષા વંચાયું ! હાય ! હાય ! મેં વિષ શબ્દને બદલે સીધો ઝેર શબ્દ જ કેમ ન લખ્યો!
રાજા હૈયું બાળે છે વળવાનું કાંઈ? કશું જ નહિ. એ જોતો નથી કે “મેં તો નરસિંહને મારી નાખવાનો પેંતરો રચેલો, પરંતુ નરસિંહ એના પુણ્ય બચી ગયો. એ સૂચવે છે કે એનું પુણ્ય જોરદાર છે તો તો હવે વલોપાત રહેવા દે”. ના, વલોપાતમાં મનમાં ગોઠવી લે છે અને ચાર મારાઓ તૈયાર કરે છે. રાજા કેટલા બધા રૌદ્રધ્યાન કરી નરકનાં પાપ બાંધી રહ્યો છે. શાસ્ત્ર કહે છે,
“અટ્ટણ તિરિય ગઈ, દક્ઝારેણ ગમ્મદ નરયં !' અર્થાત આર્તધ્યાનથી તિર્યંચગતિના પાપ બંધાય, અને રૌદ્રધ્યાનથી નરકગતિનાં પાપ બંધાય. આવા દુર્ગાનમાં વળવાનું કાંઈ નહિ, ને પાપ ઘોર બંધાય! ત્યારે વિચારવા જેવું છે કે જીવ જગતની વચ્ચે બેઠો છે એટલે પ્રસંગો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org