________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન
ધર્મવાંચન, ધર્મકથા, વગેરેને છોડી કુવાસના દ્રઢ કરનારી આ વિકથાદિ દુષ્ટ ચર્ચામાં કયાં પડ્યો ? આવી અફસોસી પણ નથી. કેમકે દિલમાં એની દુષ્ટતા લાગી હોય તો ને ? આંધળો રસ એ લાગવા જ ન દે ને ? જીવની આ કેટલી મૂઢતા ? મોહ રાજાની આંધળી ગુલામી નીચે મૂઢ જીવ અસત્ કાર્યો કરે તો છે જ પરંતુ એને ખોટાં માનવા ય તૈયા૨ નહિ, ને એનો ખેદ કરવાનીય વાત નહિ ! પછી વાતો-વિકથામાં જાતનું તો બગાડે પણ બીજાને ય એમાં ઘસડવામાં એને કોઈ અરેકારો નહિ કે ‘આ બિચારા એક ભવ્ય જીવને હું ક્યાં મારા ચડસથી પાપમાં પાડું ? ક્યાંય આમાં પાપનો ખેદ-ખોટાપણું લાગવાનું છે ? જો નહિ તો સમ્યક્ત્વ ક્યાં રહેવાનું ?’
સમ્યક્ત્વ પાપના રાજીપા ને સારાપણા ઉપર નહિ રહી શકે. કેમકે ત્યાં પછી એનો અનંતાનુબંધી કષાય જાગતો રહે છે, જે સમ્યક્ત્વ ઘાતક-પ્રતિબંધક છે. એ પગભર હોય ત્યાં મિથ્યાત્વ પગભર રહી સમકિતને આવવા દે નહિ, કે પહેલાં આવ્યું હોય તો એને ટકવા દે નહિ. તો વિચારજો વાતો-વિકથા નિંદા-કુથલીનો રસ-ચડસ-લંપટતા જીવને ક્યાં સુધી નીચે પટકે છે ? એટલો સમય ધર્મ કરવો તો ચૂકાવ્યો, ઉપરાંત એ વિકથાદિનો ખેદ અને ધર્મ ચૂકાયાનો ખેદ પણ ન રહેવા દીધો ! પછી
જ
જ્યાં ધર્મ ચૂકાયાનો ખેદ નહિ, ત્યાં ધર્મની અત્યંત કર્તવ્યતા લાગે જ ક્યાંથી ? એ જો ન લાગે તો એના સુસંસ્કાર શી રીતે પડે ?
અને એ જો ન પડે, તો ભવિષ્યમાં ધર્મમમતા શે મળવાની ?
એ જો ન મળે તો જીવન કેવું પાપભર્યું ને પાપના ચડસભર્યું બનવાનું ?
બીજી બાજુ વિકથાના જે વિષયનો રસ પોષાયેલો એના કુસંસ્કાર અને પાપકર્મ કેટલો અનર્થ કરશે ?
વાતોના ૨સ, નિંદા-વિકથાના ચડસ ઇંદ્રિય-વિષયોની લંપટતા, લક્ષ્મીની લંપટતા, વગેરેના અનર્થ જોવા જેવા છે. કે એ જીવને કેટલો બધો નીચે પડકે છે ! ચૌદ પૂર્વધર મહામુનિ જેવા પણ વિકથાના રસમાં નીચે ગબડતા હશે તે શું એમ ને એમ ? કે ઠેઠ સમ્યક્ત્વ અને ધર્મપ્રીતિ પણ ગુમાવીને ? માટે જ ડહાપણ એ છે કે મૌન અને અતિ અલ્પ ખાસ જરૂરી જ બોલવાનો અભ્યાસ પાડવા જેવો છે. ગળા સુધી કાંક બોલવાનું આવી ગયું હોય છતાં મન કઠણ કરી એને દાબી દેવાનું. મન સામે ઝટ એ ખડું કરવાનું કે ‘જો આ કુથલી-વાતોનો રસ પોષ્યો છે તો ધર્મરસને જબરદસ્ત ફટકો પડશે ! અને એના પ્રત્યાધાત ભયંકર ! સાચી ધર્મસગાઈ નહિ રહે. માટે હાલ અને ભાવી માટે મારી ધર્મલેશ્યા ટકાવવા વાતો- કુથલી મને ન ખપે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org