________________
[શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન - એજ ઉત્તર. અંદર લઈ જઈ એજ વિધિ, એજ પ્રમાણે પાછું ગામ બહાર. વળી ત્રીજી વાર લઈ આવ્યા. દરવાને પૂછતાં કહે છે, “એજ કામદેવની મૂર્તિ છે. લો જોવી હોય તો જુઓ. આ તો અનેક પૂજાઓની વિધિ હોવાથી લાવવી લઈ જવી પડશે.'
થયું હવે દરવાન જોવાનું માંડી વાળે છે. એટલે પેલા નિશ્ચિત્ત થયા પછી પૂતળાને બદલે આખા ને આખા ધ્યાનમાં ઊભેલા સુદર્શન શેઠને કપડામાં ઢાંકી ઉપાડી લાવે છે. અહીં દરવાન કાંઈ પૂછતો નથી. તે ક્ષેમકુશળ સુદર્શનને રાણીની સામે ખડા કરી દીધા, ને માણસો ગયા. તે ભલું હશે તો પોતાનામાં એક માણસનોજ કપડે ઢાંકી બહાર લઈ ગયા હશે, જેથી દરવાન જાણે કે મૂર્તિ ગઈ.
અહીં રૂપ-સૌંદર્યવાળા સુદર્શનને જોઈ રાણી વધારે કામવિહ્વળ બની. શેઠની આગળ હાવભાવ કરતી પ્રાર્થના કરે છે.
શેઠ ! આખરી અવસર મળ્યો છે. લ્હાવો લ્યો. હું તૈયાર છું. અહીં એકાંત છે. મારા જેવી એક રાણી તમારી સેવામાં છે.” બોલતી જાય છે ને પવૈયાને પાનો ચઢે એમ કામચેષ્ટા, અંગપ્રદર્શન અને આંખના કટાક્ષ લગાવતી જાય છે. આજુબાજુ વાતાવરણ પણ વિલાસભર્યું છે. રાત્રિનો સમય છે અને રાણી પાછી કહે છે, “માની જાઓ, ફાવે એટલો વિલાસ કરો, મારી આગ બુઝવો, નહિતર તમને ફજેત કરીશ તો રાજા તમને ગરદને મારશે. રંગરાગ ખેલશો, તો ક્ષેમકુશળ તમને બહાર પહોંચતા કરીશ.'
છે કાંઇ બાકી ? રાજાની રાણી અને એકાંતમાં સામે ઊઠીને કરગરે છે. ભલભલાને પિગળાવી નાખે. વાસના-વિવશ કરી નાખે, એવી એની ચેષ્ટાઓ છે. પરંતુ આ તો સુદર્શન છે, જિનવચનથી અંજાઇ ગયેલા દિલવાળો છે. એને મન વિષયો હળાહળ છે. કુશીલસેવન વિટંબણા છે, ચામડાની રમત મૂર્ખચેષ્ટા છે. કૂતરા-કૂતરીના ખેલ છે. ઉચ્ચ માનવના અવતારે એ એ પાછું પશુ ક્રીડામાં કાં જવું? સુદર્શનને લેશમાત્ર વિકાર નથી થતો.
મનને નિર્ધાર છે કે “મારે મોહનું નથી માનવાનું, જિનનું જ માનવાનું છે.” પ્રસંગ આવતા પહેલેથી સતત ભાવના ભાવ્યા કરી હોય કે ગમે તેવા સંયોગ આવી લાગો, એકાંતમાં મોટી ઈદ્રાણી જેવી યુવતી ગમે તેવા હાવભાવ દેખાડતી હો, પરંતુ હું એને પશુક્રિયા પશુ સમજું છું. બાલિશ ગદ્ધાગીરી દેખું છું. મારે મારા આત્માને એની સાથે કશું લાગતું વળગતું નથી. ખુદ મારા અંગો સાથે કશું લાગતું વળગતું નથી. હું નિર્વિકાર શુદ્ધ જ્ઞાનમય આત્મા છું. શુદ્ધ જ્યોતિમય મારે કાયાના સુખદ દુઃખદ સ્પર્શ કે ઈદ્રિયોના ઇષ્ટ-અનિષ્ટ વિષયો સાથે શું લાગેવળગે ?...આવી વારંવાર ભાવના કરવાનું રાખ્યું હોય, તો એ અવસરે જવાબ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org