________________
1 શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન સુદર્શન શેઠને તદ્દન નિર્વિકાર જોયા, શરીરનું એક રૂંવાડું ય ન ફરકયાનું જોયું ત્યારે હારેલી રાણી વિફરી, પોતાના હાથે પોતાના ઝટિયા તામ્યા, શરીર પર નહોરિયા ખણ્યા, ને બૂમ મારી “દોડો દોડો કોઈ દુષ્ટ મારા પર આક્રમણ કરે છે.'
સુદર્શન શેઠે તો પહેલેથી સમજી મૂક્યું હતું કે રાણી જાય તો કેટલી હદના તોફાન સુધી જાય. તેથી ગભરાવવાનું નથી, શીલરક્ષા પાછળ પ્રાણ પણ જતા કરવા પડે તો તૈયારી છે. તેથી શાન્ત ધ્યાનમાં ઊભા છે. સિપાઈઓ દોડતા આવી એમને પકડી અટકમાં રાખી સવારે રાજા પાસે હાજર કરે છે.
રાણી કહે છે, - “જુઓ આ દુષ્ટ મારા શરીર પર ધસી આવી આ મને લહુરિયા ભર્યા. સારું થયું કે સિપાઈઓ આવી ગયા. નહિતર કોણ જાણે આ દુષ્ટ શું યા કરત ? મારે તો શીલભંગ પહેલા જીભ કચડીને મરવાનો સમય આવત.
રાજા ન્યાયી છે. એક પક્ષનું ગમે તેવું યુક્તિયુક્ત સાંભળીને પણ દોરવાઈ જાય એવો નથી. એમાં વળી આ તો સામે પ્રસિદ્ધ સુદર્શન શેઠ છે. એટલે એકદમ રાણીનું સાચું શાનો માની લે ? તેથી સુદર્શનને પૂછે છે, “શેઠ ! આ શું છે? મારે તો બંને પક્ષનું સાંભળી ન્યાય તોલવાનો છે? તો કહો અહીં શી રીતે આવ્યા? કેમ આવ્યા? ને શું કર્યું તમે ?' - હવે અહીં જુઓ શેઠ કેવા જિનવચનની ઘારાએ ચાલે છે, એ જુએ છે કે જો હું સત્ય હકીકત કહું, તો રાજા આજુબાજુ તપાસ કરે, તો સંભવ છે રાણીનો પ્રપંચ ખુલ્લો પડે, ને તેથી રાજા એને ભયંકર સજા કરે. મારે ચોથું વ્રત તો સચવાઈ ગયું, પણ પહેલા અહિંસાવ્રતના હિસાબે રાણીના કષ્ટમાં નિમિત્ત કાં બનવું? માટે મારું ગમે તે થાઓ મારે મૌન રાખવું એજ શ્રેયસ્કર છે.
શું કર્યું આ? જિનવચનનો પાકો રંગ છે, ને જિનવચન કહે છે કોઈની હિંસા ન કરો, બીજાને દુઃખ કષ્ટ થાય એવું ન આચરો ન બોલો. એમાં નિમિત્ત ન થાઓ.’ બસ તો પછી આ અસાર જીવનમાંથી એ સાર પકડી લેવાનો.
શેઠ ફરીથી પૂછવા છતાં કાંઈ બોલતા નથી. એટલે રાજા કહે છે, “જુઓ આ પરથી સાબિત થાય છે કે તમે ગુનેગાર હોઇ બોલતા નથી. માટે તમને અવળે ગધેડે ચડાવી તમારા ગુનાની જાહેરાત કરતાં શૂલીએ લઇ જવાની અને શૂળીએ ચડાવી દેવાની સજા કરૂં છું.” કહીને શેઠને સિપાઈઓને હુકમ બજાવવા સોંપી દીધા.
કેવું દ્રશ્ય? શેઠ છતાં અક્ષર બોલતા નથી. નહિતર કહી ન દે? કે જુઓ આવી રીતે મને માણસો કપડે ઢાંકી ઊંચકી લાવેલા. પૂછો તમારા રાણીવાસના દરવાનને કહ્યું હોત તો રાજા ઊંડો ઊતરત. તપાસ થાત ને રાણીનું પોકળ બહાર આવત પણ શેઠને બોલવું જ નથી ને? કેવું સત્ત્વ ! કેવું વૈર્ય ? કેવાં જિનવચનનાં અંજામણ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org