________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન E
બસ, વહેલી સવારથી દરવાજા બંધ ! કોટવાળોથી ખોલ્યા ખૂલતા નથી. લોકો લોટે ક્યાં જાય? હાથમાં લોટા લઈને ટોળેટોળા દરવાજે દરવાજે ખૂલવાની રાહ જોતા ઊભા છે. આખા ગામમાં હો-હા. રાજા આવ્યો લહાર વડે ઘણના ઘા મરાવી તોડાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ વ્યર્થ. બારણા નથી તૂટતા નથી ખૂલતા. હવે શું થાય ? સૌ મુંઝવણમાં ત્યાં આકાશવાણી થઈ કે
“જો કોઈ સતી સ્ત્રી ચાળણીને કાચા સૂતરે બાંધી કૂવામાં નાખી કૂવામાંથી એમાં પાણી બહાર કાઢી એ પાણી દરવાજા પર છાંટશે તો દરવાજા ખૂલશે.'
બસ, કેટલીક બાઇઓ આગળ આવી પ્રયત્ન કરવા ગઈ ત્યાં કાચા સૂતરે બાંધી ચાળણી જ્યાં કૂવા પર ધરી કે તાર તૂટીને ચાળણી જાય નીચે કૂવાની અંદર ! બે ચાર બાઈઓના પ્રયત બાદ હવે કોઈ બાઈ આગળ આવતી નથી. સૌ વિમાસણમાં બેઠા છે ચોરે ને ચૌટે એક જ ચર્ચા છે. - આ કેવો ઉત્પાત ? એવી તો કોણ સતી મળે કે કાચા સુતરે ચાળણી બાંધી કૂવામાંથી એમાં પાણી કાઢી શકે? બધું જ્યારે સુમસામ છે ત્યારે સુભદ્રા સતી સાસુને કહે છે
આપની આજ્ઞા હોય તો હું આ પ્રયત કરું મને વિશ્વાસ છે “હું કાચા સૂતરે ચાળણી બાંધી કૂવામાંથી એમાં પાણી ખેંચી કાઢીશ.”
સાસુ તડૂક જોઈ જોઇ મોટી સતી? ઘરની આબરૂ કાઢીશ આબરૂ. બેસ, તને ઓળખું છું હું, ઘરની કુલાંગાર !'
આ કહે, “અત્યારસુધી નગરમાંથી કોઈ આ કામ કરી શક્યું નથી, ને હવે કોઇ આગળ આવતું નથી. એમાં પરિસ્થિતિ આવી ને આવી ઊભી રહે છે તો મને પ્રયત કરવા દો, તમારા ઘરની પ્રતિષ્ઠા વધારીશ એવો મને મારા દેવગુરુ ઘર્મ પર વિશ્વાસ છે.' છેવટે સાસુ મંજૂર થઈ સુભદ્રા ઉપડી કૂવે. લોકો પાછળ ટોળેટોળા ભેગા થઈ ગયા છે. કૂવે પહોંચીને સુભદ્રા ! જાહેર કરે છે ““હે અરિહંત ભગવાન ! જો મારું શીલ સતીત્વ અખંડ સુરક્ષિત હોય તો કૂવામાંથી ચાળણીમાં પાણી આવજો અને એ પાણીથી નગરના દરવાજા ખૂલજો'' એમ કહી કાચા સૂતરે ચાળણી બાંધી કૂવામાં ઉતારી કાચું સૂતર તૂટી ન ગયું. ચાળણી પાણીમાં ડૂબી ભરેલી ચાળણી બહાર આવી. લોકમાં જય હો જય હો મહાસતીનો'નો જયનાદ ઊઠ્યો. સતી સુભદ્રા ચાળણીમાં પાણી લઈને ગઈ દરવાજે દરવાજે ને પાણી છાંટે છે. પાણી છાંટતા જ ત્રણ દરવાજા ખૂલી ગયા પણ ચોથે દરવાજે પાણી છાંટવા ગઈ ત્યાં આકશવાણી થઈ હવે આ ચોથો દરવાજો ખોલવો રહેવા દે ભવિષ્યમાં કોઈ સતી ખોલશે.”
આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ “મહાસતી સુભદ્રાનો જય હો” આકાશવાણી થઈ, સાસુ નમી પડી માફી માગે છે. શી રીતે આ જયજયકાર ? કહો સુભદ્રા સતી પર આફત આવી ત્યારે એણે ધર્મ વધારી દીધો, ધર્મનો અચિંત્ય પ્રભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org