________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન : ઉદય છે,” માની સમાધિ-સ્વસ્થતા રાખી તો, કશું રોદણું નહિ, ને પાપ ખપી જતાં જશનો પાર ન રહ્યો.
ઢંઢણ અણગારને છ મહિના પોતાની લબ્ધિની ભિક્ષા ન મળી, ને એક વાર એવી ભિક્ષા હોવાનું માની લઈ આવ્યા પણ તેમનાથ પ્રભુએ કહ્યું “આ તારી લબ્ધિની નહિ, પણ કૃષ્ણ રાજાએ તને રસ્તા વચ્ચે વંદના કરી તે દેખી “ઓહો આ મહારાજાના પણ પૂજ્ય છે?' એમ સમજી વહોરાવનારે વહોરાવ્યું એ કૃષ્ણની લબ્ધિની ભિક્ષા થઈ,” તો ઢંઢણે હતાશ ન થતાં ચાલો હજી અંતરાય કર્મ ખપે છે. એમ માની એને અનુકૂળ બની જઈ પરઠવી દેવા ગયા, ને ત્યાં શુભ ભાવનામાં વધતાં સર્વ અંતરાયાદિ ઘાતી કર્મ તોડી વીતરાગ થયા ! ભિક્ષા અનુકૂળ કરવા મથ્યા હોત તો ?
સુખી કોણ? વસ્તુને પોતે અનુકૂળ બની જાય એ. દુઃખી કોણ? વસ્તુને અનુકૂળ કરવા મથે એ.
આમ, સુખ-દુઃખ એ મન અનુકૂળ કે વસ્તુ અનુકળ બનાવવા પર નિર્ભર છે. બ્રાહ્મણીની પુત્રીઓ પતિને અનુકૂળ બનાવવાની મથામણમાં ન પડતાં પોતે પતિને અનુકૂળ બની ગઈ, તો સુખી થઈ. વિષયલંપટતાની દુર્દશા કેવી ?
જગતમાં જીવોના સ્વભાવ કેવા વિચિત્ર હોય છે ! બ્રાહ્મણીની ત્રણ પુત્રીના પ્રસંગમાં પહેલો પતિ અલબત્ સંસાર સુખનો અભિલાષી હતો માટે તો પરણ્યો હતો, પરંતુ જરાય એવો કામલંપટ નહોતો કે હેજ પણ અપમાન વેઠીને એ વિષયસુખ પસંદ કરે. ત્યારે બીજો પતિ મધ્યમ તે અપમાન ભર્યા વિષયસુખ પર જરા ગ્લાની વાળો થાય, પણ પાછો સુખનો ચાહક તો ખરો એટલે અપમાન ફરીથી ન થાય એની શિખામણ આપી અપમાનને ગળી જનારો હતો. ત્યારે ત્રીજો તો વળી એવો એકલો સુખલંપટ, તે અપમાનને અપમાન સમજવાને બદલે સુખ ચટાડનારી પત્નીની એ મહેરબાની વરસી એમ સમજી વધારે કાલાં કરવા જાય !
વિષયસુખની લંપટતા માણસને કેવો ઘેલો પાગલ બનાવે છે ! ગાળને ઘીની નાળ અને અપમાનને મહેરબાની સમજે છે ! બસ એકજ દ્રષ્ટિ છે, - “ઇન્દ્રિયોને ચાટવાનું મળે છે ને? પછી લત લાગી પણ તે મુલાયમ મધુરા સ્પર્શવાળી પત્નીની લાત છે તો એને પણ એક વિષય-પિરસણ સમજવાનું ! ને એમાં પત્નીનો ઉપકાર મહેરબાની કૃપા માનવાની !' આવા માણસ લાત મારવા જેવું કરનાર પણ વિષયો જરા આઘાપાછા થાય એમાં નાખુશ થાય છે, ને તેથી લાતને મહેરબાની માની વધારે ચાપલુસી-ચાગીરી કરતા બેસે છે ! પછી એની પાસે સ્ત્રી પોતાના કપડાં ય ધોવરાવે તો ઊલટા ખુશી થશે ! એવાને તો “શી વાત પત્ની એટલે !' એમાં એ ભાન ભૂલે, સ્વમાન ભૂલે, મર્યાદા ભૂલે, ત્યાં ધર્મ તો ફરકે જ શાનો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org