________________
enossosareeswwwessessoms
| શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન (૫) સાંભળી સમજી ધારી રાખેલ પર ઉહાપોહ કરવા જોઈએ. “ઊહ' એટલે એ વસ્તુ જ્યાં બરાબર લાગુ થાય ત્યાં એને કહ્યા પ્રમાણે પરિણામ આવે છે, એનું ચિંતન કરવું તે. “અપોહ' એટલે એ જ્યાં લાગુ નથી થતી ત્યાં એનું પરિણામ પણ નથી આવતું, - એનું ચિંતન. દા.ત. સાંભળ્યું કે “ક્રોધ કરવાથી અનર્થ ઊભા થાય, એ કથનને બહાર જગતમાં કોઈ દાખલામાં તપાસવું કે “એ પ્રમાણે બને છે ને?' એ ઊહ કર્યો કહેવાય. ત્યારે એ જોવું કે “જેણે ક્રોધ ન કર્યો, તો એ અનર્થ પણ ન પામ્યો ને?' એ અપોહ કર્યો ગણાય.
(૭) એ પ્રમાણે ઊહાપોહ કરીને પદાર્થનો નિર્ણય કરાય તે અર્થવિજ્ઞાન નામનો સાતમો બુદ્ધિગુણ. દા.ત. ‘ક્રોધથી અનર્થ થાય' એ વાત નક્કી છે.
(૮) એના પર તત્ત્વ, સિદ્ધાન્ત, રહસ્ય, તાત્પર્યને નક્કી કરવો એ તત્ત્વજ્ઞાન નામનો ત્યાં બુદ્ધિગુણ છે. એ દા.ત. પેલામાં નક્કી કર્યું કે “ક્રોધ એ ત્યાજ્ય છે.” એ તત્વજ્ઞાન.
શ્રવણમાં ધારણા અને ઊહાપોહ બે બહુ મહત્ત્વના છે. સાંભળતા સાંભળતા ધારણા કરતા જઈએ તો મનમાં એ ટકેલા પર ઊહાપોહ થઈ શકે. તેમ ઊહાપોહ કરતા રહીએ તો સાર મળે, તત્ત્વજ્ઞાન હાથમાં આવે, હૃદયમાં પરિણમન થાય.
ભગવતીસૂત્ર સાંભળવું છે ને? આ રીતે સાંભળવું જોઈએ. તો સુંદર ભવ્ય તત્ત્વો પામી જશો, જીવનમાં ઓતપ્રોત થશે,તમારા આત્મામાં પરિણમન પામશે, જે તમારા ચોક્કસ ઊર્ધ્વગામી બનાવ્યું જશે. વાત આ કે જિજ્ઞાસાપૂર્વક ચોક્કસ લક્ષ રાખી સાંભળતા જવાનું, એના પર સમજ અને ધારણા કરતા ચાલવાનું અને પછી ઊહાપોહથી પદાર્થનિર્ણય અને તત્વનિર્ણય કરતા જવાના. શ્રવણની ત્રીજી શરત ઃ
આ રીતે શ્રવણ કરો તેમાં ત્રીજી શરત એ છે કે નિદ્રા વિકથા દૂર જ રાખવાની તેમજ ઈદ્રિયોને બીજી દિશામાંથી સંગોપી-સંકોચી રાખવાની, જેથી એ બીજા વિષયોમાં જઈ મનને ત્યાં તાણી ન જાય; અને અંજલિ જોડી સાંભળવાનું. નિદ્રાના અનર્થ :
જો ઝોકા આવ્યાં તો રીતસર પગથિયા માંડી બહુ સરળ કરી સમજાવેલા પદાર્થ પણ એમજ ધ્યાન બહાર ચાલ્યા જશે, અને પછી એના પર મંડાયેલ પદાર્થની સમજ મનમાં નહિ ઉતરે, પછી ખોટું ખોટું લાગ્યા કરશે કે આ વિષય તો બહુ અઘરો. તેથી કદાચ આગળ સાંભળવા-સમજવા માટે અરુચિ ઊભી થશે, અને મુકાઈ જશે ! એમાં જો કોઈએ આગ્રહ કર્યો તો સંભવ છે કે અભાવ-દુર્ભાવ પણ થાય. એક નિદ્રા પાછળ કેટલા અનર્થ ઊભા થાય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org