________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન
રાગ આદિ દોષો એમજ તાંડવ ખેલતા હોય છે. પૂજ્ય પ્રત્યે વિનય-બહુમાનાદિ વિનાનું તે કાંઈ જીવન છે ? એ આચારોની પરવા નહિ એટલે સહેજે કષાયો અને સ્વચ્છંદચારિતા ફાલેફૂલે. એક નવકાર સૂત્રનો પાઠ પણ આ પાંચ આચાર પાળીને લેવાનો છે.
શ્રવણની શરતો
એટલાજ માટે શ્રી ભગવતી સૂત્રનું શ્રવણ આ આચારોના પાલન પૂર્વક કરવાનું છે, એ ન ભૂલશો. શ્રવણની આ એક શરત છે.
શુશ્રુષા-શ્રવણું ચૈવ ગ્રહણ ઘારણું તથા 1
ઊહાડપોહોડર્થ વિજ્ઞાન તત્ત્વજ્ઞાનં ચ ધીગુણાઃ ॥
૧. સાંભળવાની ઇચ્છા, ૨. શ્રવણ, ૩. સંભળાતું સમજવું, ૪. સમજેલું લક્ષપૂર્વક ધારી રાખવું, ૫-૬. વિષય પર સાધક બાધક વિચારણા તે ઉહા અને અપોહ એમ કરીને, ૭ મનમાં પદાર્થનું સ્પષ્ટ ચિત્ર ખડું કરવું, ૮. એના પર તત્ત્વનો નિર્ણય, સિદ્ધાન્તની તારવણી કરવી.
G
શ્રવણની બીજી શરત એ કે બુદ્ધિના ૮ ગુણનો ઉપયોગ રાખીને શ્રવણ ક૨વાનું. બુદ્ધિના ૮ ગુણ આ. (૧) શુશ્રુષા જોઈએ. શ્રવણ કરવા આવતાં પહેલાં સાંભળવાની ઇચ્છા જોઈએ. મનને થાય કે ‘મારે તત્ત્વ-ઉપદેશ સાંભળવો છે.’ એ ધગશ ન હોય તો સાંભળતાં ઝોકાં આવે, ડાફોળિયા મરાય, બીજી વિચારણામાં ચડી જવાય અને તેથી વાસ્તવિક શ્રવણ ન થાય.
(૨) મનનો ઉપયોગ રાખીને બરાબર શ્રવણ કરવું; જેથી એક અક્ષર પણ લક્ષ બહાર જાય નહિ. નહિતર આગળનું જે સાંભળવામાં આવે એનું પૂર્વ સાથે અનુસંધાન ન મળે. તેથી કદાચ ખોટું સમજાઈ જાય.
(૩) શ્રવણ કરેલાનું ગ્રહણ કરતા ચાલવું જોઈએ. અર્થાત્ જે જે અક્ષર સંભળાય તેને સમજમાં ઉતારતા ચાલવું. ભલે સૂત્ર સાંભળવા મળે અને એને તરત સમજવાની આપણી તાકાત નથી, ‘તોય સૂત્રના આ આ શબ્દ બોલાઈ રહ્યા છે’. એટલી તો સમજ જાગતી રાખવી પડે. તો એ સૂત્રનું શ્રવણ કરતાં ગ્રહણ કર્યું કહેવાય, બાકી આપણી ભાષામાં એની પર વિવેચન ચાલે એ તો સમજમાં લઈ.શકાય.
(૪) જેમ જેમ સમજમાં ઉતારતા જઈએ તેમ તેમ સાથે સાથે મનમાં એને ધારી રાખવું જોઈએ, એની ધારણા વ્યવસ્થિત કરીએ તો ઘેર લઈ જવા જોગું ભેગું કર્યું ગણાય, તે એની પર આગળના બુદ્ધિગુણ લાગુ થાય. એટલે શ્રવણ કરતા જઈએ સમજમાં લેતા જઈએ, એમ ચોક્કસ કરતા જઈએ કે આ મળ્યું, આ વિષય આવ્યો ! વળી થોડેક જઈને ધારણા પાકી કરીએ કે પહેલાં અમુક આવ્યું ને હવે અમુક ચાલે છે. એની પૂર્વ સાથે કડી જોડાય. એમ આગળ આગળ જો કડી જોડતા જઈએ તો અખંડ વ્યાખ્યાનનું ચિત્ર મનમાં અંકિત થાય; તે પછી એ યાદ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org