________________
ને
૮
| શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન : પેરવી કરાવી રહી છે. પણ નરસિંહના પ્રબળ પુણ્ય આગળ એ શું ફાવવાનો ? છતાં,
અભાગિયાના નસીબમાં મરે ત્યાં સુધી નિષ્ફળ પાપપ્રપંચો જ કરવાના રહે છે.
શેઠના ગયા પછી ચારેક દિવસ બાદ રાજાએ રાજ્યસભામાં વાત મૂકી કે સીમાડાની બહાર અમુક રાજા બહુ અભિમાની થઈ ગયો છે, અને યુદ્ધ આપી એનું અભિમાન ઉતારવાનું છે. કેમ સેનાપતિજી ! કેમ કરશું?
સેનાપતિ કહે, “મહારાજા સાહેબ ! એમાં શી મોટી વાત છે? જેવી આપની આજ્ઞા. જાઉં આપણું લશ્કર લઈને, ને જીતી લાવું એને !
રાજા કહે, “એમાં શંકા જ નથી, છતાં એમ કરજો કે આ વખતે આ નરસિંહકુમારને આગેવાની આપજો. વિજયનો જશ એમને મળવો જોઈએ. કેમ નરસિહકુમાર ! બરાબર છે ને?'
નરસિંહ કહે, “જશ-બશ તો ઠીક સાહેબ ! પરંતુ આપે મને કળાઓનું જ્ઞાન અપાવ્યું છે, તો એને અમલી કરવાનો આ ખરેખરો મોકો મળ્યો માનું છું. મને આગેવાની આપો છો એ આપનો ઉપકાર માનું છું.”
નરસિંહ કેમ યુદ્ધથી ગભરાતો નથી? કહો પૂર્વભવે એણે પરમ સાત્વિક શ્રી વીતરાગ ભગવાનની અહીં એને મહાન સત્ત્વની ભેટ મળી છે. આ પરથી ચાવી લેવા જેવી છે કે આપણે કેટલીય બાબતોમાં નિ:સત્ત્વ બનતા હોઇએ અને એનું આપણને ભરપૂર દુઃખ થતું હોય તો શું કરવું? આ કર્તવ્ય છે કે
સત્ત્વ-આદેયતા-સૌભાગ્ય જોઈએ તો પ્રભુને ભજો -
પરમ સાત્ત્વિક પરમાત્માની પરમ સાત્વિક તરીકે ખૂબ ભક્તિ કરીએ, તો સામાન્ય સત્ત્વ નહિ, મહાસત્ત્વ મળે.
પ્રભુની ભક્તિ કરતાં મનને એમ થાય કે “વાહ! મારા વીતરાગ પ્રભુ! તમે કેવા પરમ સાત્ત્વિક કે મહા દુષ્ટ અનાડીઓએ ભયંકર ઉપસર્ગ વરસાવ્યા, પરંતુ પ્રભુ લેશમાત્ર ડગ્યા નહિ ! દીન ન બન્યા ! યા અનંતબળી છતાં સામનો ન કર્યો !” આવું મનમાં લાવીને પ્રભુની ભક્તિ કરવાની.
એમ આપણું વચન બીજા ઝીલતા ન હોય, અને આપણી એ અનાદેયતાઅનાદરણીયતા આપણા મનને કઠતી હોય, તો પરમ આદર્શ પરમ આદરણીય પરમાત્માની એ તરીકે ખૂબ ભક્તિ કરવી. ભક્તિ કરવા જતાં મનને એમ થાય, -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org