________________
4 શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન જાય. જુઓ છો ને બંનેને કેટલી બધી દોસ્તી છે? માટે તમારે જવું હોય તો ભલે, પણ નરસિંહને થોડો વખત અહીં રાખવો પડશે.”
રાજાએ લાલચ કેવી આપી ? “રાજકુમારી પરણાવીશ” જે નરસિંહને કાટલું કાઢી નાખવા ધારે છે એ શું પોતાની કન્યા પરણાવે? પરંતુ નરસિંહનું પૂર્વભવનું બહુવાર વીતરાગના કરેલાં દર્શનોથી ઊભું થયેલ પુણ્ય સંચય શું કામ કરે છે, કોઈ ગેબી સંયોગમાં નરસિંહને એ જ રાજાની કન્યા કેમ પરણવા મળે છે એ આગળ જણાશે. એ જોતાં લાગે કે દુનિયાની ગમતી વસ્તુ મેળવવા માણસ મફતના ફાંફા મારે છે. વીતરાગની ભકિત જ ભરચક કરતા રહેવું જોઈએ.
રાજાએ શેઠને શરમમાં નાખ્યા શેઠના મગજ પર પણ રાજાનું અહેસાન હતું એટલે શેઠ ના કહી શક્યો નહિ.
શેઠ કહે “મહારાજા સાહેબ ! આ નરસિંહ તો મારા આંખની કીકી છે મારો કલેજાની કોર છે. વળી એની માતાને પણ પ્રાણથી અધિક પ્રિય છે. એટલે અમારે નરસિંહનો વિયોગ એક દિવસ માટે પણ અસહ્ય છે. પરંતુ આપનો બહુ આગ્રહ છે તેથી થોડા દિવસ મૂકી જાઉં છું. પરંતુ એને ખૂબ સાચવજો સાહેબ ! મારે વધારે શું કહેવું?'
રાજા કહે “શેઠ તમે જાણો છો ને કે અત્યારસુધી એના પર મારી કેટલી બધી લાગણી રહી છે ! એને કેવોક મહલાવ્યો છે એનામાં કેટલી બધી હોંશિયારી લાવી દીધી છે ! તો તમને શું શંકા છે કે તમારા ગયા પછી એને હું બરાબર સાચવીશ નહિ ?'
શેઠ કહે “ના, ના સાહેબ ! જરાય શંકા નહિ. આ તો સહેજ પુત્ર પરના અથાગ પ્રેમ છે તેથી ભલામણ કરાઈ જાય છે. કાંઈ ખોટું લગાડશો મા.”
પત્યું, નરસિંહને મૂકી શેઠ ગયો. રાજાએ નરસિંહને અત્યારસુધી કેમ લાગણીથી સાચવ્યો અને કળાવિદ્યામાં કેમ આગળ વધાર્યો એની પાછળ રાજાના દિલમાં રહેલ પાપની શેઠને બિચારાને શી ખબર પડે ? માયાવીનું દિલ બ્રહ્મા પણ ન જાણી શકે. માટે તો કહેવાય છે ને કે સ્ત્રીચરિત્રના ભેદ બ્રહ્મા ય ન કળી શકે.
રાજા પ્રપંચ ખેલી રહ્યો છે, પણ પામર જીવને ખબર નથી પડતી કે “એકવાર ને બીજીવાર પ્રપંચમાં પાછો પડ્યો છું, તો હવે પ્રપંચ ન ખેલું એને મનમાં એક ગાંઠ બંધાઈ ગઈ છે કે “આ નરસિંહ મારો વારસદાર ન બનવો જોઈએ” મારું રાજ્ય તો મારા દીકરાને જ મળે ? કે આવા પરાયાને ? ને તે પણ નીચા કુળવાળાને મળે ?' મનની આ ગાંઠ બે વાર પ્રપંચમાં નાસીપાસ થવા છતાં હજી નવા પ્રપંચની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org