________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન
રીસર-ર ર૩ સંજોગ મૂલા જીવેણ, પત્તા દુખ-પરંપરા'
અર્થાત સંયોગના પાયા ઉપર જીવે દુઃખની પરંપરા મેળવી છે. નરસિંહ માટે રાજાની માયામત :
પેલા નરસિંહ સુખના પૂરમાં વહી રહ્યો છે. હવે શેઠનો પુત્ર બની એને રાજકુમારની દોસ્તી મલી છે, ને વધારામાં એને શસ્ત્રો ચલાવવા, ઘોડેસ્વારી કરવી, વગેરેની તાલીમ મળી રહી છે. પૂર્વનું પુણ્ય લઈને આવ્યો છે એટલે હોંશિયારી અલ્પ સમયમાં ઘણી આવતી જાય છે. શેઠને આનંદનો પાર નથી. એના મનને થાય છે કે “વાહ રાજાની આપણા પર કેટલી બધી મહેરબાની !' બિચારાને ક્યાં ખબર છે કે રાજાએ નરસિંહને આમાં કેમ હોંશિયાર કરવા માંડ્યો છે ? આગળ જઈને નરસિંહને યુદ્ધમાં ધકેલી ટાઢે પાણીએ ખસ કાઢવી છે. એમ નરસિંહ મરે એમાં રાજાએ એને મારી નખાવ્યો એવું રાજા પર દોષારોપણ થાય નહિ.
કર્મસત્તા જીવને ઘણી વાતની સુખ-સગવડ પૂરી પાડે છે. એય કર્મની માયામત છે. એની અંદર પણ જીવનું આગળ જઈને કાટલું નીકળી જાય છે. પરંતુ મૂરખ જીવને સુખસગવડમાં કમરમતની ગમ જ નથી પડતી. મલેચ્છના ઘરમાં બોકડાને સારાં સારાં ખાનપાન ને લાડ મળે છે. એ રષ્ટપુષ્ટ થઇ છેવટે કપાઈ મરવા માટે બને છે. પરંતુ મૂઢ બોકડાને એ ખાનપાન લાડનાં પરિણામે આ કુર કલ થશે એ શાનું દેખાય? એમ નાદાન અક્કલહીન જીવને વિષય સુખસગવડમાં દુર્ગતિઓમાં જૂરપણે દુઃખોમાં રેંસાઈ મરવાનું પરિણામ શાનું દેખાય ?
નરસિંહના બાપને પણ, રાજાએ નરસિંહને પૂરી પાડેલી યુદ્ધકળા- તાલિમની સગવડમાં “રાજાની દાનત નરસિંહને પરિણામે ખત્મ કરવાની છે એ દેખાતું નથી. શેઠને નરસિંહ હોશિયાર થઈ ગયો દેખાય છે એટલે હવે એને લઈને દેશમાં જવા રાજાની રજા માગે છે.
રાજા કહે “શેઠ! અહીં ધંધો વેપાર કેમ ચાલે છે ?'
શેઠ કહે આપની કૃપા છે સારું ચાલે છે. “તો પછી અહીંજ રોકાઓને દેશમાં જવાનું શું કામ છે?'
શેઠ કહે “પણ સાહેબ ! દેશમાં જઇને રહીએ તો લોકો નરસિંહની હોંશિયારી જુએ તો નરસિંહને સારા સારા ઘરની કન્યાઓ માટે માગા આવે ને? એટલે મારે જવું તો પડશે જ ! રાજાની શેહમાં શેઠ ઃ
રાજા કહે “એની ચિંતા ન કરો મોકો આવસે તો રાજકન્યા પરણાવીશ પણ શેઠ! તમે એકદમ ન જાઓ. નરસિહ પણ જાય, તો મારી કુમાર તો સોસાઈ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org