________________
| શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન સંભાળવાની પીડાએ ભગવાને આ તને તૈયાર આઈતો માલ રૂપે બાબો આપ્યો. જો તો ખરી કેવી આ ફૂટડો રમકડા જેવો બાબો છે.
પતી રાજની રેડ થઈ ભગવાનના ઓવારણાં લે છે “પ્રભુ પ્રભુ ! તમારા ઓવારણા લઉં છું આ કેટલી બધી તમારી દયા! પ્રભુ ! તમારા લાખ લાખ ઉપકાર માનું છું.'
શેઠ બાબાને લાડવો ખવરાવે છે, અને પતી કહે છે “આપણને નરસિંહ યક્ષે આ બાળકની બક્ષીસ કરવાનો ઉપકાર કર્યો તેથી કૃતજ્ઞતારૂપે આનું નામ નરસિંહ રાખીએ છીએ.”
વિચારવા જેવું છે કે માણસ અભિમાન રાખે કે હું બધું સારું કરી દઉં. હું ધાર્યું પાર પાડી દઉં, તો એ હું પદ અભિમાન કેટલું વ્યાજબી છે? રાજા સત્તાના જોરે બાળકનો નાશ કરાવવા મથતો હતો, ત્યારે બાળકનું પુણ્ય મોટા રાજાની ય ધારણાને નિષ્ફળ કરતી હતી. તો પછી રાજાના ફૂટેલા નસીબમાં શું મળ્યું? ધારણા તો સફળ થઈ નહિ, પણ પાપી વિચાર અને પાપી પ્રવૃત્તિનાં પાપ લમણે લખાયાં !
ડહાપણનું કામ એ હતું કે જોવું જોઈતું હતું કે “જોષીના કહેલા હિસાબે બાળક મારી પછી રાજા થવાનો છે? તો થવા દો. જેમ બનનાર હશે તે બનશે. મારું કામ પ્રભુને વિશેષ ભજવાનું, જેથી મારા માટે એનું ખરાબ પરિણામ ન આવે. આમ
વિકટ સંયોગમાં ખોટી ધારણાઓ કરી અભિમાનથી અપકૃત્ય કરવાને બદલે અરિહંત પ્રભુની ભક્તિ તથા તપસ્યા વધારવી એમાં ડહાપણ છે.
જુઓ સુભદ્રા સતીનો પ્રસંગ
સુભદ્રા શ્રાવક શેઠની કન્યા, એને પરણવા માટે પરદેશી બૌદ્ધ યુવાન શ્રાવક બન્યો. પહેલાં તો કપટથી શ્રાવક પણ પછી શ્રાવકના આચારો પાળતાં પાળતા એ દિલથી જૈન શ્રાવક બન્યો. સુભદ્રાના બાપે એને યોગ્ય ધારી કન્યા આપી. પણ પછીથી જ્યારે સાસરે જવાનું થયું ત્યારે ત્યાં જોયું તો આખું કુટુંબ બૌદ્ધ છે, હવે શું કરવું ? એણે યથાશક્તિ તપ તથા અરિહંતભક્તિ અને સાધુભક્તિ સારી રીતે કરવાનું રાખ્યું. પરંતુ સાસુને આ ખટકવા લાગ્યું, તે એણે કકળાટ માંડ્યો, સુભદ્રાને ટોણા મારે, કહે છે “મૂકી દે જૈન સાધુની સરભરા, આ ઘરમાં નહિ ચાલે એ.” છતાં સુભદ્રા તો સાધુભક્તિમાં સાવધાન રહેતી. છેવટે સાસુએ એને જુદી મેડા પર રહેવા કાઢી.
સુભદ્રાને મન જીવનમાં ઘર્મ મુખ્ય છે, એટલે એણે મનમાં જરાય વિખવાદ ન રાખ્યો, ઊલટું એણે આપત કાળ સમજી ધર્મ વધાર્યો. દિલમાં ધર્મની સગાઈ આનું જ નામ છે કે આપત્તિમાં આર્તધ્યાનમાં રોદણાં અને પાપસ્થાનકનાં સેવનને બદલે ધર્મનો જ વધુ આશ્રય લેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org