________________
| શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન
ભગવતી સૂત્ર સાંભળવું છે, એ જિનવચન છે, માટે એના પર આ રંગ ઊભો કરીને, મન પર એનું કામણ-અંજામણ ઊભું કરીને શ્રવણ કરવાનું છે. તો એ શ્રવણ અભુત લાગશે, તન્મય ચિત્ત થશે અને જીવનસ્પર્શી બનશે. આ પ્ર. પણ પહેલું તો જિનવચનનું એવું અંજામણ જ શી રીતે થાય કે જેથી બીજી વસ્તુની પરવા ન રહે ?
ઉ. થાય. જિનેશ્વર ભગવંતનું અંજામણ લાગી જાય તો પછી એમનાં વચનનું - અંજામણ લાગવું સરળ છે. પુરુષ વિશ્વાસે વચનવિશ્વાસ. જુઓ છો ને કે બાળકને માબાપ પર આસ્થા છે, તો એમનાં વચન પર ઝટ વિશ્વાસ પડે છે. બીજા ગમે તેટલા લોભાવવા-લલચાવવા આવે, પણ એ લાલચ કરતાં મા બાપનું અંજામણ ભારે છે એટલે બાળક લાલચ પડતી મૂકી માબાપ તરફ ઢળેલું રહે છે. મામા-માશી કે કાકા-કાકીનું ખાઈ આવે, કંઈ બક્ષીસ લઈ આવે, તો પણ એના મન પર માબાપની ઘેરી છાયા હોય છે, ને એમનાં વચનને ત્યાં ને ત્યાં આગળ કરે છે. કષ્ટ દેખાતું હોય તો પણ એ પાળવાનું પણ કષ્ટથી ભાગવાનું નહિ. માબાપની જો રોજની કેળવણી હોય તો બચ્ચાં મોટાં થયા પછી પણ આ છાયા, આ અંજામણ રાખશે.
મા ૧૦. બ્રાહણીની ૩ છોકરીઓનું દ્રષ્ટાંત
***
**
પેલી બ્રાહ્મણીની ત્રણ છોકરીનું દ્રષ્ટાંત જાણો છો ને? “અનુયોગદ્વાર સૂત્રની ટીકામાં એ દૃષ્ટાન્ત આવે છે. એમાં માતાને છોકરીઓ પતિ સાથે સુખી જીવન ગાળે એવું કરવું છે. એટલે પહેલાં મોટી છોકરીને પરણાવ્યા પછી સાસરે પહેલી વાર મોકલતાં કહે છે, “જો તું આટલું કરજે. તારા પતિ પહેલી રાતે તારી પાસે આવે ત્યારે પહેલાં જરાક એમને લાત લગાવજે.'
જુઓ કેવી સલાહ? ઉતાવળ કરીને “ગાંડી' કહેશો નહિ. બ્રાહ્મણી ગંભીર અને દીર્ઘ દ્રષ્ટિવાળી છે. એ આગળ સમજાશે, પણ તમારા જેવાને આ સલાહ જરા અજગતી લાગે. તો પેલી નાદાન છોકરીને ન લાગે ? પણ ના, માતાએ એની કાળજીભરી એવી કેળવણી કરી છે કે એના પર માતાનું અંજામણ છે. તેથી મા કહે છે તે વિચાર કરીને જ કહેતી હશે એવી અટલ શ્રદ્ધા છે. એટલે એ વચન એ તરત સ્વીકારી લે છે.
જિનેન્દ્ર ભગવાનનું આપણા મન પર આ અંજામણ છે? હોય તો તો એમનાં વચનની મન પર ઘેરી છાયા અંજામણ રહે. ઝટ “તહત્તિ'- તથાસ્તુ થાય. કષ્ટનો વિચાર ન રહે. “શી વાત મારા ભગવાન !' પહેલું આ જોઇએ. છોકરીને એ છે શી વાત મારી મા !' એટલે એ અંજામણ નીચે એનું વચન માન્ય કરી લઈ ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org