________________
we:ewsssssssssssssssssssssssessoas00.00%
શ્રી ભગવતીજી સત્ર વિવેચન પૃથ્વીચંદ્ર અને સમરાદિત્ય બંનેની પત્નીઓએ પ્રથમ તબક્કાની વાત પરથી બુઝી ગઈ. જિનવચનના અંજામણ નીચેના કુમારોના બોલે પેલીઓના રાગને ટક્કર લગાવી દીધી.
અહીં બ્રાહ્મણીની કન્યાએ માતૃવચનને અનુસારે પતિના રાગને ટક્કર મારે એવું કાર્ય કર્યું! શું? પહેલી મુલાકાતે પતિને લાત મારી! પણ પતિ લંપટ નહોતો, ગુલામ નહોતો તે એ તો એવો ગુસ્સે થઈ ગયો કે કહે છે, “નાલાયક!આ ધંધો? કેવા કુળની છો ? ઊઠ અહીંથી, હમણાં ને હમણાં ચાલી જા તારા બાપના ઘેર. જિંદગીમાં ફરી અહીં આવીશ નહિ.” એમ કહીને કાઢી ઓરડાની બહાર, અને સવારે પિયેર રવાના કરી.
અલબત્ બ્રાહ્મણપુત્રીને દુઃખ થયું, પરંતુ એમાં એને પોતાની માતા ઉપર અભાવ-અરુચિ નથી થતાં. કારણ? માને અંજામણ એના મન પર છે, - “શી વાત મારી મા !” ઘરે આવી માતાને હકીક્ત કહી કહે છે, -
મા! તેં કહ્યું તેમ કર્યું, પણ હવે તો એ કહે છે કે જિંદગીમાં અહીં આવીશ નહિ ! હવે મારે શું કરવાનું ?'
માતા એને આશ્વાસન આપતી કહે છે, “મુંઝાઈશ નહિ. હમણાં જમાઈને સમજાવી દઉં છું. પણ એક વાત સમજી લે, તારા માટે ઘર તો બહુ જોઈ વિચારીને સારૂં પસંદ કર્યું હતું, કિન્તુ જમાઈનો સ્વભાવ જાણવો હતો એ માટે આ પ્રયોગ કરાવ્યો હતો. જેથી પછી તારે કેમ વર્તવું એ બતાવી શકાય. એનું કારણ એ છે કે આમ તો સાસરૂ શ્રીમંત હોય તો સુખ તો મળે પણ પતિ જો મિજાજી હોય અને તને યોગ્ય વર્તાવ આવડે તો એ તને દબડાવ્યા કરે, ને જીવન ખારૂં બની જાય. ત્યારે જો ઘર મધ્યમ હોય ને પતિ સામાન્ય મિજાજી હોય અને તું પણ સામે જવાબ દેતી થાય, તો ય જીવન કલેશભર્યું રહે. ત્યારે જો પતિ ગુલામી માનસનો હોય, ને તું બહુ આજ્ઞાકાંક્ષી રહેવા જાય, નમતી ને આજ્ઞા માગતી રહેવાનું કરે, તો પતિને ગમે નહિ. આ બધી પરિસ્થિતિમાં કેવા થઈને રહેવું, કેવો વર્તાવ રાખવો, કે જેથી સ્વભાવનો મેળ જામી સુખદ જીવન ચાલે, એ ખાસ કરવાનું છે.'
આ હિસાબે હવે જો કે તારા પતિનો સ્વભાવ એવો કડક છે કે એ તારી ભૂલને જરા પણ સહન નહિ કરે. એ વખતે જો તું બચાવ કરવા જઈશ તો એ વધારે ગુસ્સે થશે. માટે તારે આ ધ્યાન રાખવાનું કે એમની એક દેવતાની જેમ ઉપાસના કરવાની. બનતા લગી ગુનામાં નહિ આવવાનું ને કદાચ ભૂલ થઈ ગઈ તો તરત ક્ષમા માગી લેવાની. આમ જો ચાલીશ તો તું સુખી જીવન ગાળી શકશે.
બસ, દીકરીને આમ બરાબર શિખવી કરી એને લઈ બ્રાહ્મણી ગઈ એના સાસરે. ત્યાં એના પતિને ખૂણામાં બોલાવી કહ્યું કે “આ તમે શું કર્યું? તમને લાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org