________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન
૧૫
ત્યારે પ્રભુએ કરાવેલ માર્ગદર્શન પર પણ જીવનમાં ઘટાવ્યા - ઉતાર્યા વિના એ શ્રવણ એમજ નહિ જવા દેવાનું. માર્ગ સાંભળ્યો કે જયણા એ કર્મબંધથી બચાવનારી છે માટે કર્તવ્ય છે, ત્યારે અજયણા એ કર્મબંધનું કારણ હોવાથી ત્યાજ્ય છે. એટલે આ માર્ગ બતાવ્યો કે જયણા સાચવો સાવધાની રાખો, બિનસાવધાન ન બનો.
હવે જીવન પર આ માર્ગશ્રવણની પહેલી છાયા એ પાડવાની કે કમમાં કમ દ્રષ્ટિ જયણા તરફ ઝૂકનારી બને. જયણાની વાત પર પહેલી નજર જાય, અજયણા દેખી દુઃખ થાય. માનો કે છોકરીએ ગરમાગરમ ચાહની તપેલી ચૂલેથી ઉતારી, ને ઉઘાડી મૂકી. હવે એ જોઇ મનને શું થાય ? ‘અરે ! આ ઠંડી પડી જશે' એજ ને ? બસ ત્યાંય રસનાના વિષય તરફ દ્રષ્ટિ ગઇ ! કર્મબંધમાં ફસાયા. પરંતુ જો જયણા તરફ ધ્યાન હોય તો એમ થશે કે ‘હાય ! આમાં કોક જીવજંતુ પડશે તો ?' આ જયણા દ્રષ્ટિ કર્મબંધથી બચાવનારી છે. ખૂબી જુઓ કે કાર્ય એકજ છે, ‘ગરમ ચાહ ઉઘાડી ૨હે એ સારૂં નથી ઢાંકવી જોઇએ.' પરંતુ દ્રષ્ટિમાં ફેર છે. એક ઇન્દ્રિયવિષયની દ્રષ્ટિ, અને બીજી જયણાની દ્રષ્ટિ છે. એકમાં કર્મનાં બંધન વધે છે, બીજામાં બંધન અટકે છે. માર્ગશ્રવણમાંથી જીવનમાં યોગ્ય અસર લેતાં આવડે તો બચાય, નહિતર છતે શ્રવણે બંધાવાનું ને ડૂબવાનું થાય. જીવન તો પ્રસંગોથી ભરચક ભરેલું છે. પ્રસંગો તો આવ્યા જ કરવાના પણ જયણાની દ્રષ્ટિ રહે તો બચાય, ને વિષયરસની દ્રષ્ટિ રહે તો ડૂબવાનું
થાય.
જયણા સમજો છો ?
જયણા એટલે આત્માની જતના, આત્માનું જતન. કોઇ પણ પ્રસંગમાં સ્વાત્માને જેટલા અંશે પાપથી, કર્મબંધથી, મોહની પરિણતિથી બચાવી લેવાનું કરાય તેટલા અંશે જયણા થઇ કહેવાય. તપેલી ગરમ ચાહની ઉઘાડી છે, એમાં જીવજંતુ પડે તો બિચારા મરે, એ હિંસાથી બચી જવું, એ જીવ પ્રત્યેની ઉપેક્ષા કે નિર્દયતાથી બચવું. અધિકરણ એટલે કે પાપના સાધન યા રગડોઝગડામાં સાવધાન બની જવું જેથી પાપ નલાગે. આને જયણા કરી કહેવાય. બાઇ ચૂલો સળગાવે છે. એમાં જો પહેલાં મુલાયમ પૂંજણીથી ચૂલાને પૂંજી લે જેથી ત્યાં જીવજંતુ હોય તો આઘાપાછા થઇ જાય, એમ કોલસા ચાળી લે, અગર લાકડાં ખળખોળી જોઇ લે જેથી એને ચૂલામાં ઘાલતા પહેલાં જીવજંતુ ન રહે, તો એ જયણા કરી કહેવાય.
એવી રીતે કાંઇ બોલવાનો પ્રસંગ આવ્યો ત્યાં પહેલેથી વિચારી લે કે જે બોલશે એમાં જૂઠ કે જૂઠમિશ્રણ નહિ આવે, સામાના હૃદયને ઘા નહિ કરે, કોઇ પાપોપદેશ રૂપે કે વિકથારૂપ શબ્દ નહિ નીકળે, તો એ જયણા કરી કહેવાય.
માણસ દુકાન ચલાવે છે. ધંધો કરે છે, એ પાપ છે ને ? કે સામાયિક જેવી ધર્મક્રિયા છે ? ના, પાપ ક્રિયા છે. છતાં એમાં જયણા ધર્મ દાખલ કરી શકાય. શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org