________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન રીતે? આમ, જો લક્ષ રાખે કે જરાય અનીતિ ન થાય, જૂઠ ન બોલાય, બહુ લોભ ન વધી જાય. ધંધાને જીવનનું સર્વસ્વ ને સારભૂત ન મનાઈ જાય, ટૂંકમાં પરલોક બગાડી નાખે એવા તત્ત્વથી આઘા રહેવાનું લક્ષ રખાય એ જયણા કરી કહેવાય. એવું સંસારના બીજા વ્યવસાયોમાં સમજવાનું.
ઘર્મક્રિયાઓમાં પણ પ્રમાદ રાગદ્વેષ, વિકથા, વગેરેથી બચવાનું લક્ષ રખાય એ પણ જયણા કરી કહેવાય. એમ ધર્મનો અનાદર, અનુત્સાહ વગેરેને ન પેસવા દેવાય એ પણ જયણા થઈ. એવી રીતે શક્ય એટલી બધી વિધિ બરાબર સાચવવાનું અને ન સાચવી શકાય ત્યાં અવિધિના ખેદ સાથે વિધિની ગરજ-અપેક્ષા રાખવાનું પાકું લક્ષ રખાય એ જયણા કરી કહેવાય.
સારાંશ, આત્મહિતનો નાશ કરે, પરલોક બગાડે, નિરર્થક જીવહિંસા થાય, એવા ભાવ અને પ્રવૃત્તિથી બચવાનું જાગતું લક્ષ રખાય, એ જયણા કરી કહેવાય.
માનવજીવન આવી જયણા પાળવા માટે અનન્ય ઉચ્ચ જીવન છે. કેમકે સુખદુઃખની મધ્યમ સ્થિતિ છે અને વિશિષ્ટ વિવેકબુદ્ધિશક્તિ છે. દેવભવમાં ભરપૂર સુખ - વિલાસ એટલી બધી ઘેરી અસર કરનારા મળે છે કે એ જીવને ગળિયો કરી દે છે. જીવને વિષયોથી બચાવી લેવાનું જોમ નહિ. ત્યારે નરકગતિમાં અપરંપાર જાલિમ દુઃખ એવાં કે એમાં ક્ષણ વાર પણ શાંતિ નહિ. તેમ તિર્યંચગતિમાં તેવી વિવેકશક્તિ વિશિષ્ટ બુદ્ધિશક્તિ નથી. જ્યારે અહીં માનવભવે જયણા પાળવા માટે બધી અનુકૂળતા છે. આમે ય સુખ મધ્યમ હોઈ જયણાના પાલન માટે થોડા સુખ વિલાસ જતા કરવા હોય તો કરી શકાય છે. મનને સમજાવી દેવાય કે મૂક મૂક આ ગોઝારી સુખશીલિયા વૃત્તિ. આમેય ક્યા એવા દિવ્ય સુખ મળ્યા છે કે એમાં ગળિયો થાય છે? થોડા જતા કરીશ એમાં બહુ ગુમાવવાનું નથી, ને જયણા પાળીશ એથી મહાન આત્મબળ, પુણ્યબળ, ધર્મબળ ને સંસ્કારમૂડી ઊભી થશે.
મૂળ વસ્તુ જયણાની કદર જોઈએ. કેમ આપણા આત્માને શક્ય એટલા પ્રમાણમાં હિંસાદિ પાપથી, ઈદ્રિય-વિષયોથી, ક્રોધાદિ મેલી લાગણીઓથી, દેવ-ગુર-સંઘ-શાસ્ત્ર વગેરેના અવિનય આશાતનાથી, વગેરે વગેરે પાપસ્થાનકથી શક્ય એટલો બચાવી લઈએ એવી કાળજી, એવો યત્ન, વતન, એ જયણા કરી કહેવાય.
શ્રી ભગવતીસૂત્ર શું કે બીજું શાસ્ત્ર શું, એના શ્રવણની આત્મા પર અસર લેવાની આ વાત ચાલે છે. શ્રવણ કર્યું સાર્થક ત્યારે થાય કે આત્મા એનાથી થોડા ઘણા અંશે ભાવિત થાય, એની દિલ પર અસર થાય. એ શ્રવણ કોઈ હેય વસ્તુનું હોય, ઉપાદેય વસ્તુનું શેય, અગર શેય તત્ત્વનું હોઈ શકે. એનો આત્માને બોધ મળ્યો, પ્રકાશ મળ્યો, એટલે આત્માને એનાથી ભાવિત કરવાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org