________________
-
-
-
---
-
---
-
-
-
-
-
મા છે. શ્રવણની છાયા જયણા જ
=
==
વાત આ છે કે સાંભળીને તે સાંભળ્યાની અસર લેવાની છે. જીવનમાં ઘટાવતા જવાનું છે. કોરા તત્ત્વની વાત હોય તો એના પર અટલ શ્રદ્ધા થવા સાથે આલ્હાદ થાય કે “અહો ! સર્વજ્ઞ પ્રભુ વિના આ કોણ બતાવે? કેવો એમનો અનંત ઉપકાર કે આ તત્ત્વદર્શન કરાવ્યું !” એ તત્ત્વની વળી આપણાં જીવન પર એને અનુરૂપ જે છાયા પડવી જોઈએ તે છાયા પાડવાની. ત્યારે જો શ્રવણ કોઈ માર્ગનું મળ્યું તો એને આપણા જીવનમાં કેમ ઘટાવવું એ તો સમજાય એવું છે.
તત્ત્વની છાયામાં, દા.ત., ભગવાને ભગવતી સૂત્રમાં એક સ્થાને બતાવ્યું છે કે વસ્તુનું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, ને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે.” અર્થાત્ દા.ત. ઘડો માટીમય તરીકે છે, અતિ, તો એ તરીકે છે જ, “નથી” નાસ્તિ નહિ. એમ સુવર્ણમય તરીકે નથી, નાસ્તિ, તો નથી, “અસ્તિ' નહિં. હવે આની છાયા શી લેવાની ? છાયા આ, કે વસ્તુ જે અપેક્ષાએ જેવી છે, એ અપેક્ષાએ, ભલે આપણને એ પ્રતિકૂળ હોય તોય, તેવી રહેવાની જ. દા.ત. બાપ છોકરાના જનક તરીકે બાપ છે જ, પછી ભલે એ એક કડક શિક્ષક જેવો હોય. તો છોકરાએ એ કડકાઈ દેખીને એમ ન મનાય કે “આ મારો બાપ નથી.” એમ બાપ એમના પિતાના પુત્ર છે એટલે છે જ. પછી પૌત્રને દાદા પૂજ્યના પણ પૂજ્ય જ છે. ભલે બાપ પુત્રની સગવડો વધુ સાચવતો હોય, તેથી કાંઇ પુત્રને દાદા પૂજ્ય તરીકે મટી જાય નહિ. તત્ત્વમાંથી છાયા લેવાની આ વાત છે. તત્ત્વનું શ્રવણ કોરે કોરું શું કામ જવા દઇએ? જીવનમાં એને યોગ્ય રીતે ઘટાવવું જોઇએ. “આત્મા નિત્યાનિત્ય છે. એ તત્ત્વ સમજવા મળ્યું તો એને જીવનમાં એમ ઘટાવી શકાય કે દુઃખ આવે, કષ્ટ આવે, તો ય આત્મા આત્મા તરીકે તો નિત્ય ઊભો જ છે. એનો એક પ્રદેશ પણ ખેરવાતો નથી. પછી મન બગાડવાનું શું કામ? શા માટે અધીરા અને દીન-રાંકડા બનવું? એમ વૈભવ-માનપાન મળ્યા ત્યાં આત્મા વૈભવી તરીકે અનિત્ય હોઈ ટકવાનો નથી, તો શા ગુમાન કરવા?
દુઃખમાં દ્રવ્યદ્રષ્ટિ અને સુખમાં પર્યાયદ્રષ્ટિ રાખવામાં આવે તો ચિત્ત-સમાધિ જળવાઈ રહે, ખેદ-હર્ષ થાય નહિ. નિત્ય આત્મા પર દ્રષ્ટિ એ દ્રવ્યદ્રષ્ટિ કહેવાય, આત્માના પલટાતા ભાવ યાને અનિત્ય અવસ્થા પર દ્રષ્ટિ એ પર્યાયદ્રષ્ટિ કહેવાય. નિત્યાનિત્ય તત્ત્વ જાણવા-સાંભળવા મળે, તત્ત્વ દર્શન મળે, એમાંથી આ રીતે જીવનમાં ઘટાવવાનું કરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org