________________
શ્રી ભગવતીજી સૂત્રવિવેચન
પુરોહિત સાધુ થઈને જિનવચનનો પરિચય સારી રીતે સાધવા માંડયો, તત્ત્વજ્ઞાન નવું નવું મેળવવું, જુનું મેળવેલું રટયા કરવું, એનું પુનરાવર્તન ચિંતનમનન ચલાવ્યા કરવું, એમાં સારી રીતે પુરુષાર્થ કર્યે રાખ્યો. એનું એ પરિણામ કે ભવાંતરે ચિલાતીપુત્રના અવતારે માત્ર એક ‘ઉવસમ વિવેગ સંવર’ એટલા જિનવચન ઉપર વિસ્તૃત વિચારણા કરી શક્યા. વિચારણા પણ એવી કે જે કડક અમલમાં ઉતરી ! પ્રશ્ન એટલો થાય,
પ્ર. - ચારિત્ર લઈ જિનવચનની આવી સુંદર આરાધના જો હતી તો પછી એક દાસીના પુત્ર તરીકે કેમ જન્મ્યો ? અને તે પછી પણ લૂંટારો કેમ બન્યો?
ઉ. - આનું કારણ એ બન્યું કે એમને સાધુ જીવનમાં પોતાની સંસારી પતી પર મોહ ઊભરાઈ આવ્યો, એથી સંયમની વિરાધનામાં પડ્યા. આર્કુમારને શું થયું હતું ? પૂર્વભવે એને પણ એવો પતીમોહ થઈ આવેલો. તેથી જ એ અનાર્ય દેશમાં જન્મી પડ્યા ! પછી જાતિસ્મરણે પાછા ચારિત્રમાર્ગમાં આવ્યા તો પણ પૂર્વની પતી અહીં શ્રેષ્ઠિકન્યા થયેલી પાછી મળી તો ચારિત્રથી ચુકાવે એવો મોહ જાગી ગયો ! ત્યારે ચિલાતીપુત્રને પણ પૂર્વ જન્મની પતી અહીં પોતાના શેઠની કન્યા તરીકે મળી, તો એના મોહમાં તણાયા.
વિરાધનાની શિરોરી :
સંયમજીવનની વિરાધના કેટલી બધી ખતનાક છે ! મોહને કેવો સીલપેક કરી આપે છે ! સાથે, જનમ પણ કેવી હલકી જગાએ અને જૈન ધર્મથી કેવો વંચિત સ્થિતિમાં ! બીજી રીતે તો સાધનાબળ એવું ઊભું કર્યું છે કે જે ભવાંતરે સારા ઊંચા લઈ આવશે, છતાં તે પહેલાં આ વિરાધના એમને કેવી કફોડી હાલતમાં મૂકે છે !
મેતારજ જેવા ચરમ શરીરીને પણ એવું જ બન્યું ને ? અવતાર ભંગણીના પેટે ! પછી જનમતાં જ પરાવર્તન સારા વણિકના ઘરે થવા છતાં અને દેવ પ્રતિબોધ કરવા આવવા તથા પૂર્વ જન્મનો ખ્યાલ આવવા છતાં વિષયભોગની કારમી લંપટતા ! શાથી એમ ? કહો વિરાધનાની શિરજોરીના લીધે .
ચિલાતીપુત્રને પણ આવું બને છે. વિરાધનાને લીધે શેઠની નોકરડીના પેટે જન્મી મોટો થતાં શેઠની છોકરીને રમાડવાનું કરે છે. એ છોકરી પોતાની પૂર્વની પત્નીનો જ જીવ છે. એ રડતાં બીજી રીતે છાની ન રહેતાં આ ચિલાતીપુત્ર એના અવાચ્ય ભાગને અડતાં શાન્ત થઈ જાય છે. બસ પછી તો ચાલ્યો એ ધંધો. બંનેના કેવા મોહનો ઉદય ? પૂર્વ વિરાધનાના આ પ્રત્યાઘાત છે.
આપણે આપણા વર્તમાન જીવનની અનિચ્છનીય બાબત અંગે પણ આ કલ્પી શકીએ કે પૂર્વ જન્મની વિરાધનાના આ પ્રત્યાઘાત છે. માટે સમજી લેવાનું કે હવે અહીં દાન-શીલ-તપ વગેરે કોઈપણ આરાધનામાં વિરાધનાથી બચવાનું. આરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org