________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન E ઓછી થાય એનો ખેદ રાખવાનો, કમભાગ્ય સમજવાનું, પણ વિરાધના નહિ થવા દેવાની. આ જો ઝંખના નહિ રખાય, તો વિરાધના તૈયાર જ છે કૂદી પડવા ! વિરાધનાનો પ્રસંગ :
બહુ ખબરદાર બનવાની જરૂર છે. નહિતર જ્યાં આરાધના નહિ કરવી હોય ત્યાં વિરાધના ત્રાટકી પડે એવું કેટલીક વાર બની આવે છે. દા.ત. એમ સમજોને કે કોઈ ગામડાવાળા ધર્મખાતાની ટીપ લઈને આવ્યા. હવે સામાને પૈસા દેવાના નથી, આમાં દાનની આરાધના નથી કરવી. એટલે કહેશે “ના, બને એવું નથી.' ત્યાં પેલા કરગરશે, જરા દાબીને ય કહેશે. ત્યાં પેલો ઉકળી ઊઠે છે, બોલે છે, “શું બધાએ મને એકલાને જ ભાળ્યો છે. તે બધા અહીં જ તૂટી પડો છો ?”
ટીપવાળા કહે છે “શેઠ ! આ તો પુણ્ય તમને દીધું છે એટલે કોઈ આશા કરીને આવે.'
આ કહે છે, “એટલે ધાડ મારે ઘેર જ ?'
અરે શેઠજી ! આ કોઈ લૂંટારાની ઘાડ નથી. કાંઈ અમારા ઘર માટે નથી જોઈતું. આ તો ધર્મખાતાનું કામ છે.
ત્યાં પેલો તડૂકે છે.” બેસો બેસો, મોટા ઉપદેશ આપવા નીકળી પડ્યા છે ? અમારૂં ઘર-કુટુંબ વેચી આવો અને તમારૂં તરભાણું ભરો !'
બસ, આ શું ચાલ્યું ? ધર્મખાતાની માગણીને લૂંટારાની ધાડ સમજે છે ! કોઈ ગોરનું તરભાણું માને છે ! અને હજી પણ વાત આગળ વધતાં કદાચ ધર્મખાતા વિરુદ્ધ, ધર્મખાતાનું કામ કરવા નીકળેલાની વિરુદ્ધ, યાવતુ ધર્મની વિરુદ્ધ પણ કાંઈનું કાંઈ બોલી નાખશે ! કદાચ કહેશે, કયાં ભોગ લાગ્યા તે એક બે ટીપમાં આપ્યું?... જુઓ મોટા દાનના ધતીંગ કાઢી બેઠા છે !...'
આ બધું શું છે? આરાધના નથી કરવી ને વિરાધનામાં ચડી જાય છે! ઘર્મ, ધર્મક્ષેત્રે એનું સેવાભાવે કામ કરનાર ધર્મસેવકો, સંઘ વગેરેની વિરુદ્ધ બોલવું મનમાં લાવવું, એ વિરાધના નથી તો બીજું શું છે? ડહાપણ હોય તો શક્તિ અનુસાર દઈ દે, અને ન દઈ શકતો હોય તો કહે ભાગ્યશાળી ! કામ તો ઉત્તમ છે. પણ હવે મારું મન વધતું નથી એટલી પુણ્યની ખામી છે. જે કાંઈ મારાથી પૂર્વે થયું છે એની અનુમોદના રહેવા દો.” પણ આવું કાંઈ નથી સૂઝતું પણ અભિમાનના એલફેલ બોલ આવડે છે ! આરાધના નથી ત્યાં વિરાધનાના સોદા કરે છે !
આવું બીજું પણ બની આવે છે. મંદિરમાં દર્શને ગયો, પૂજા કરવા ગયો, ઉપાશ્રયે ગયો, અને ત્યાં ઝગડી પડતાં પછી ગમે તેમ બોલે છે ! કદાચ કોઈ સાધુ ભૂલા પડી જઈ કહે છે “લ્યો લ્યો આ નિયમ કરી લો.” ત્યાં ઉકળી જઈ કાંઈનું કાંઈ બોલી નાખે છે ! ઘરવાળા કહે છે,”આજે ચૌદશ છે, તો કાંઈ એકાસણા જેવું તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org