________________
4 શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન છો ? ને એમ કેટલીય બાબતમાં પુણ્યબળ વિના ધારી સફળતા નહિ, ધારી કાર્યસિદ્ધિ નહિ, એટલે કેટલીય વાતમાં સંતાપ-પશ્ચાતાપમાં બળવાનું ઊભું થયું છે! વિચારવું એ જોઇએ છે કે બીજાના દેખાદેખી રોફ મારવા જાઉં, શેખી મારવા જાઉં, પરંતુ જો પુણ્ય દુબળું હશે તો કુદરતની તમારા પડવાની, ને એ ભારે પડી જશે!” તો શા માટે એવા પુણ્યના ખોટા ભરોસે સાહસ કરું ? રોફ મારું? શેખી લગાવું? એમ બીજાના પ્રસંગ અંગે પણ સામાનું પુણ્ય તપતું હશે અને હું એની નિંદા કરવા જઈશ, એના વિરુદ્ધમાં વર્તીશ, તો એમાં સરવાળે સામાનું તો પુણ્યબળે કશું બગડશે નહિ, ને હું હલકો પડીશ.”
પુણ્યના ભરોસા ખોટા દુબળા પુણ્ય સાહસ ખોટાઃ
રાવણ રાજાએ (૧) વાલિરાજાને એક નાનો રાજા સમજી એના પુણ્યબળનો વિચાર ન કર્યો કે આનું પુણ્ય કેટલું તપે છે ! તેમજ (૨) પોતાનું પુણ્યબળ એની સામે કાચું છતાં પુણ્ય બળવાન સમજી એના ભરોસે ચાલ્યો. તો પરિણામ કેટલું ખતરનાક આવ્યું કે વાલિએ યુદ્ધભૂમિ પર તલવારનો ઘા મારવા તૈયાર રાવણ રાજાને આખો ઊંચકી છત્રીના ડાંડાની જેમ બગલમાં દબાવીને આકાશગામિની વિદ્યાથી જંબૂદ્વીપને રોન લગાવી ! રાવણનું શું માન રહ્યું ? સંતાપનો પાર નહિ. કેમ વારુ એમ? કહો સ્વ-પરના પુણ્ય બળનો સાચો વિચાર જ ન રાખ્યો, ને “બસ, વાલિને યુદ્ધમાં આમ કચડી નાખું.” એવા એક આવેશમાં આંધળિયા સાહસ કર્યા.
અહીં રાજા પણ નરસિંહના પુણ્યબળનો વિચાર નથી કરતો અને આંધળિયા સાહસ કરે છે. ખૂબી એ થાય છે કે એમાં નરસિંહનું કશું લેશ પણ બગડવાની વાત નહિ, ઊલટાનું સુધરતું જાય છે, વિશેષ સારું થતું જાય છે ! રાજાએ એને યુદ્ધમાં મરે એ માટે મોકલેલો પણ ઊલટું વિજય એવો મળ્યો કે ચારેકોર નરસિંહનો યશ ફિલાઇ ગયો ! વળી રાજાએ વિષ આપવાની ચિઢિ મોકલેલી તો એમાંય મરવાની વાત તો દૂર, ઊલટું એ જ ચિઠ્ઠિ પર રાજકન્યા પરણવા મળી ! આમ છતાં રાજાના આવેશ-અભિનિવેશ એવો જબરો છે કે હજી એને એ બોધપાઠ લઈ પ્રપંચથી દૂબુદ્ધિથી પાછો ન ફરવા દે. તે હવે એમ વિચારે છે કે “નરસિંહનું મારાઓ પાસે અંધારી રાતે કાટલું કઢાવી નાખું.'
રાજાની નરસિંહ પર મારાઓની યોજનાઃ
રાજા એક બાજુ ખાનગીમાં ચાર મારાઓને બોલાવી કહે છે, આજ રાતે નગરના એક દરવાજા બહાર દેવીનું એક મંદિર છે ત્યાં રાતના ૯-૧૦ વાગે એક માણસ પૂજા કરવા આવશે. એના હાથમાં પૂજાપાનો થાળ હશે એ એની ઓળખ. તો જેવો એ નગરની બહાર નીકળી જરાક આગળ ચાલે કે એને ધારિયાથી પૂરો કરી નાખજો. એ આવે એ પહેલાંથી તમે લોકો ઝાડીમાં ગુપચુપ સંતાઈ રહેજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org