________________
શ્રી ભગવતીજી સુત્ર વિવેચન E
એક બાજુ તો આમ મારાઓની ગોઠવણ કરી, ને બીજી બાજુ નરસિંહને કહે છે, “જુઓ આપણે ત્યાં રિવાજ છે કે લગ્ન કરીને તરત રાતના પૂજાપો લઈ આ નગરના અમુક દરવાજા બહાર દેવીનું મંદિર છે ત્યાં એ દેવી પાસે જવાનું, અને દેવીને પૂજાપો ધરી આવવાનો; કેમકે એ દેવીમાતા આપણા કુળના રખેવાળ છે. તેથી તમો આજે રાત્રે ૯ વાગ્યા પછી પૂજાપો લઈને જજો, ને દેવીમાતાને પૂજાપો ધરી. એ રખેવાળીના આશીર્વાદ માગી લેજો. જો જો સાથે કોઇને લઈ જતા નહિ. રાતના એટલી હિંમત તો રાખવી જ પડે, તો જ દેવીમાતાને વિશ્વાસ પડે કે “આ સાત્વિક છે તો મારે એનું રક્ષણ કરતા જ રહેવું જોઇએ” અમે પણ એ રીતે એક્લા જઈને પૂજા કરી આવેલા.'
જુઓ રાજાનો પ્રપંચ ! બંને બાજુ એવી ગોઠવી દીધી કે એને હવે હાશ થાય છે કે “હાશ ! હવે કામ પતી જશે.” - નરસિંહ કહે “મહારાજા ! એની ફિકર ન કરો જેવો આપનો આદેશ. મોટી લડાઈ લડ્યા પછી આમાં શી મોટી હિંમત જોઈએ છે? દેવી માતાની આશીષ તો મેળવવી જ જોઈએ; તેમ કુળના રિવાજનું પાલન પણ કરવું જ જોઇએ. બસ, રાતના નવ વાગ્યા પછી દેવી માતાને પૂજાપો ધરી આશીષ માગી આવીશ.”
નરસિંહ આમેય જનમથી હસમુખો છે, ગમે તેવા ફરતા સંયોગમાં ય રોડ નથી, તો અહીં પણ શાનો રોતડ બને? એનું મન ફોરું ફૂલ છે. મનને કશી ચિંતા નથી. આ બક્ષીસ છે પૂર્વ જન્મના વીતરાગ દર્શનનો ધર્મ બહુ ક્યની. ત્યારે જોવા જેવું છે કે
એક વિતરાગદર્શનના ધર્મમાં કેટકેટલા સારા બનાવોનાં બીજ પડ્યા હશે? અંશ પડ્યા હશે?
એક સુકૃતમાં કેટકેટલા સુખનાં બીજ?
બીજ વિના તો સુખનો પાક આવે નહિ. દા.ત. જીવદયા પાળી તો પરભવે મહાન શાતા મળે છે, તો એ શાતાનાં બીજ વર્તમાન જીવદયાના સુકૃતમાં પડેલું સમજવાનું. એમ એક્લી શાતા જ નહિ, બીજા એમાં સમાવાનાં. પૂછો," પ્ર. વર્તમાન સુકૃતમાં ભાવી સુખના બીજ શી રીતે?
ઉ. જેમ ઘઉં વાવવાથી પાકમાં ઘઉં આવે છે, એમ વર્તમાન સુકૃતથી કર્મવિપાકમાં ભાવી સુખ અને સુકૃત આવે છે, એ જ પુરવાર કરે છે કે વર્તમાન સુકૃતમાં ભાવી સુખોનાં અને સુકૃતનાં બીજ પડેલાં છે, પછી જેવું સુકૃત, જેવા ભાવવાળું સુકૃત તે પ્રમાણે એના સુખોનાં ને સુકૃતનાં બીજ હોય. અલબત્ત અહીં સુકૃતસેવન સાથે મલિન ભાવ ન જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org